ક્રિકેટ અને આંકડા : છે આપને સ્કોરર બનવામાં રસ ?

ક્રિકેટ સ્કોરશીટ (ફોટો શ્રોત -ગુગલ ઈમેજીસમાં થી )

ક્રિકેટ સ્કોરશીટ (ફોટો શ્રોત -ગુગલ ઈમેજીસમાં થી )

કોઈ પણ રમત નો અવિભાજ્ય અંગ અટેલે આંકડાઓ , હરેક રમત પ્રેમી માટે પોતાના મનગમતા ખિલાડી/ટીમ/ રમત  ને સમજવા  મૂલવા આંકડાઓ ખુબ મહત્વ ના હોય છે .  જયારે વાત ક્રિકેટ ની થતી  હોય ત્યરે તો આંકડોનું ખુબ મહત્વ  વધી જાયે છે . આજે પણ ક્રિકેટ પ્રેમીઓ નું મેચો ના સ્કોર બોર્ડ વગેરે જેવી વિગતો યાદ રાખવી , મિત્રો સાથે ચર્ચા માં તેનો ઉપયોગ કરવો , પોતના મનગમતા  ખિલાડી નો પક્ષ ઉંચો કરવા  આંકડાઓ જેવું કોઈ બીજું  સાધન નથી .

આટલી પૂર્વ ભૂમીકા બાંધી મૂળ મુદ્દા પર આવું તો મુંબઈમાં MCA દ્વારા સ્કોરર નો કોર્સ ઉપલબ્ધ થઇ રહ્યો છે જેની વિગતો આપ આ લીંક  ઉપરથી  મેળવી શકશો . આ કોર્સ 5 ઓગસ્ટ  થી 16 ઓગસ્ટ સુધી હરોજ  સાંજે 6 થી 8 વાગ્યા સુધી રહશે ( MCA ઓફિસ થી મળેલી માહિતી અનુસાર , કદાચ ટાઈમમાં ફેરફાર થઇ શકે છે ) . કોર્સ ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 જુલાય છે .તો જે મિત્રો ને ક્રિકેટ માં રસ હોય ને સાથે સાથે તમારા ફુરસદ ના સમયે સ્કોરર બની જો પૈસા પણ કમાવા હોય તો મસ્ત મજા નો અવસર છે . તે સિવાય પણ રમત સાથે જોડાય રેહવું તેમજ સ્કોરર તરીકે વિવિધ મેચો માં ભાગ લઇ ઉગતી પ્રતીભો ને પણ જોવાનો અનોખો અવસર મળી શકે છે . જો મિત્રો ને અમ્પાયર બનાવા માં પણ રસ હોય તો MCA ની વેબ સાઈટ  જોતી રહેવી . મુંબઈ બહાર રેહતા મિત્રો તેમનાં શહેરના  ક્રિકેટ એસોસિએસન નો સમ્પર્ક કરવો રહ્યો . દેશના મોટા ભાગ ના ક્રિકેટ એસોસિએસન આવા પ્રકાર ના કોર્સ ઓફર  કરતા રહે છે .

સ્કોરિંગ વિષેની વધુ રોચક વાતો ફરી કયારેક !

ભારત-શ્રીલંકા વર્લ્ડકપ ફાઈનલ : ભારતીય ક્રિકેટ ને અભિનંદન !

 

વિજેતા ભારતીય ટીમ ( ફોટો શ્રોત-ગુગલ ઈમેજીસમાંથી)

વાનખેડે સ્ટેડીયમ, મુંબઈ, ૨૦૧૧, વર્લ્ડકપ ફાઈનલ, ‘Whak ‘ ……એક જોરદાર ફટકો ને બોલ સીધો ગ્રાઉન્ડની  બહાર ને સાથેજ લોકો નો હર્ષનાદ ને ઉલ્લાસ પણ કાબુ બહાર……૨૮ વર્ષના માતબાર સમય ના ઇન્તજાર પછી એક એક ભારતીયની વર્લ્ડકપ જીતવાની ઈચ્છા પરિપૂર્ણ થઇ !!! ભારતીય ટીમ ને ખુબ ખુબ અભિનંદન ! એક એક ભારતીય ક્રિકેટ પ્રેમીઓને કાલ ના વિજય માટે અભિનંદન !

ભારતીય ટીમના કેપ્ટન માહી એ હમેશા ની જેમ ટોસ હારી ને મેચ જીતવાની પરમ્પરા જાળવી રાખી! સાંગા ટોસ જીતીને પહેલા બેટિંગ કરી ને મોટા સ્કોર કરવાની નેમ સાથે ખુબ ધીમી પણ મક્કમ શરુઆત કરી. ભારતીય બોલરોની શરુઆત ની ઓવરો અકલ્પનીય રહી આખી શ્રેણી દરમ્યાન બોલિંગ નું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કાલે રહ્યું. ઝહિર, મુનાફ , ને શ્રી ને શરુઆત ની સરસ ને ખુબ ડીસીપ્લીન વાળી બોલિંગ માટે અભિનદન આપવાજ પડે. દિલશાન ને થરંગા જેવા સ્ફોટક બેટ્સમેનો ને પૂરે પુરા કાબુમાં રાખ્યા. ભારતીય ફિલ્ડીંગ પણ રાતો રાત કાયાપલટ થઇ હોય તેવું લાગ્યું, અદ્ભુત ફિલ્ડીંગ ! થરંગા છુટથી રન ના કરી શકતો હોય જલ્દીથીજ પ્રેસર માં પોતાની વિકેટ ઝહિરના એક સરસ બોલ ઉપર ખોઈ નાખી.  દિલશાન પણ સ્ફોટક શરુઆત ના કરતા ધીમી પણ મક્કમ ઇનિંગ રમી રહ્યો હતો પણ ભજ્જીની બોલિંગ માં વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ સાંગા પણ ૪૮ રન ની નાની પણ મહત્વની ઇનિંગ રમી એક લુઝ શોટ માં પોતાની વિકેટ ખોઈ. ને અંતમાં પરેરા,કુલુસેકરા એ નાની પણ ખુબ જડપી રમત રમીને શ્રીલંકા ને મોટો સ્કોર કરવાની તક પૂરી પાડી, ને પૂરી શ્રીલંકાની બેટિંગ ને પોતાની મજબુત રમત થી આધાર આપ્યો જયવર્દને, અફલાતુન ઇનિંગ કોઈપણ જાતના રિસ્ક લીધા વગર ની સ્ટ્રોકપ્લ્યિંગ ની અદ્ભુત રમત ! વર્લ્ડકપ ફાઈનલ માં પોતની ઉત્તમ રમત રમીને શતક મારી ને પોતની ટીમ ને ખુબ મજબુત સ્થિતિ માં મુકવામાંટે, ક્રિકેટ ચાહકોને તેની ઇનિંગ હમેશા યાદ રહશે. ભારતીય બોલિંગ માં બધાજ બોલરો પ્રભાવશાળી રહ્યા, પણ અંતિમ ઓવરોમાં ઝહિરની શ્રીલંકન બેટ્સમનોએ સારી ધુલાઇ કરતા પોતની ટીમને ૨૭૪ ના ખુબજ પડકારજનક સ્કોર ઉપર લઇ જવામાં સફળ રહ્યા !

ભારતીય ટીમએ શરુઆતમાજ  વીરુની વિકેટ ખોઈ દેતા તણાવ ભરી શરુઆત કરી. પાકિસ્તાન સામેની મેચ માં જે રીતે વીરુએ પોતાની વિકેટ ગુમાવી હતી તેવીજ રીતે ફરીએક વાર પોતાની વિકેટ ગુમાવી, તેના નબળા ડીફેન્સની સાક્ષી આપી. મલીંગાએ પોતાની પહેલીજ ઓવરમાં વીરુની ૦ રન પર વિકેટ લેતા ભારતીય ટીમ પર અચાનકજ દબાણ વધારી દીધું ને જલ્દીજ સચિનની એક સરસ બોલ ઉપર વિકેટ લઇ દબાણને સંપૂર્ણ પણે બેવડાવી દીધું. પણ  ગંભીર ને કોહલી એ સંપૂર્ણ રીતે  બાજી સંભાળી લીધી. તેમણે  ખુબ મેચ્યોર રમત દાખવી ભારતને જોઈતી પાટનરશીપ બનાવી. જલ્દીજ કોહલી પણ પોતાની નાની પણ મહતવની ઇનિંગ પછી ખુબ સોફ્ટ દીસ્મિસલ સાથે પોતની વિકેટ ખોઈ. ને ધોનીનો માસ્તર સ્ટ્રોક , કેપ્ટન તરીકે ની પૂર્ણ જવાબદારી, સ્પીરીટ ને પોતાની લીડરશીપ નું અદ્ભુત ઉધાહ્રણ પૂરી પાડતા ખુદ રમત માં આવી ખુબ આસાનીથી પૂરી મેચનો ભાર પોતાની  ઉપર લઇ લીધો. આટલા વખત થી  પોતની નબળી બેટિંગ થી લોકોને નિરાશ કરનાર , મોકાના સમયેજ ફોર્મ માં આવી , કેપ્ટન ઇનિંગ રમી ને ભારતીય ટીમે ને વીજતા બનવાનાર માહી  ને સો સલામ !! એક વાતો માનવી પડે કે ધોનીની ની બધી ગણત્ર્ત્રીઓ પૂરે પૂરી ક્રિકેટિંગ લોજીક આધારિત નહિ પણ જુગાર તત્વ ઉપર હોય છે ને તેનો હરેક જુગાર સફળ પણ રહે છે !!   સમ્રાટ  નેપોલિયન ઘણી વાર કહેતા કે મને હોશિયાર સેનાપતિ કરતા પણ નસીબદાર સેનાપતિઓની વધારે જરૂર છે, ને આવાત માહીના ઉધાહારન સાથે સંપૂર્ણ પણે સાબિત પણ થાય છે!!!  ખરે, મજાક ને બાદ કરતા પણ માહીની આ જવાબદારી ને ફ્રન્ટ થી પોતાની ટીમ ને લીડ કરાવતી ઇનિંગ હરેક ભારતીય ક્રિકેટ ચાહકો માં વર્ષો સુધી યાદ રહશે !! માહીને  ફરી એક વાર સલામી. માહીને ગંભીર ની પાર્ટનરશીપે ભારતીય વિજય લગભગ ન્ક્કીજ કરી નાખ્યો હતો ! ગંભીર ફરી એક વાર આટલી સરસ રમત રમીને  એક  સુસ્ત રીતે શોટ  રમતા પોતની વિકેટ અને  વર્લ્ડકપ ફાઈનલ માં પોતાને નામે સદી કરવાની સિદ્ધિથી ચુક્યો ! તેનું બાકી રહેલું કામ યુવરાજે પૂરું કરી ને ભારતીય ટીમને અવિસ્મરણીય વિજય અપાવી ! શરુઆત ની મલીંગા ને મુરલી ની ઓવરો સિવાય શ્રીલંકા બોલિંગ માં ખાસ કઈ કૌવત બતવી ના શક્યું. આટલી  જલ્દી વિકેટ ગુમાવ્ય બાદ પણ ભારતીય ટીમ ૫ રનની એવેરેજ જાળવી શક્યું તે તેમની બિન અસરકારક બોલિંગ નું પ્રમાણ છે ! તેમની ફિલ્ડીંગ પણ ભારતીય ફિલ્ડીંગ જેટલીજ ચુસ્ત રહી પણ અંતમાં ભારતીય ટીમ પોતની માનસિક તાકાત જાળવી શક્યા હોય , વિજય તેમનો રહ્યો !

મુરલી અને સચિન જેવા દીગજ્જો માટે આ આખરી વર્લ્ડ કપ છે, મુરલી માટે તો કાલની આ આખરી મેચ પણ હતી,  ટેસ્ટ મેચ માં જેમ તેઓ એક વિજેતાને છાજે તેવી વિદાય એકદિવસીય મેચ માંથી ના લઇ શક્યા! આ પણ એક કેવો જોગાનું જોગ કે તેમની અંતિમ ટેસ્ટ પણ ભારત સામે રહી તો અંતિમ એકદિવસીય મેચ પણ ભારત સામે રહી ! હરેક ક્રિકેટ પ્રેમી તરફથી એક દિગ્ગજ ખીલાડીને વિદાય ! તો સચિનની પણ વર્ષો ની ઈચ્છા કાલે પૂરી થઇ ! કાલની મેચ માં જયવર્દને તેમની અદ્ભુત સદીને ભારતીય ટીમ ને પોતાની અવિસ્મરણીય જીત માટે  ફરી એક વાર ખુબ ખુબ અભિનદન ! માહી ને પણ ભારતીય ક્રિકેટ ના ઇત્તિહાસ માં એક સોનેરી પ્રકરણ લખવા માટે અભિનંદન ! ને ક્રિકેટ રસિયાઓ ને IPL ૪  માટેની શુભકામનોઓ !!!

વર્લ્ડકપ વિશેષ: ભારત-શ્રીલંકા વિષે થોડી વાતો !

 

ભારત-શ્રીલંકા (ફોટો શ્રોત-ગુગલ ઈમેજીસમાંથી )

છેલ્લા ૨/૩ વર્ષથી ભારત -શ્રીલંકા એક બીજા સામે એટલું બધું ક્રિકેટ રમ્યા છે કે જો વર્લ્ડકપની ફાઈનલના હોત તો આ મેચ જોવાની ઈચ્છા પણ ના થાત. ક્રિકેટની દ્રષ્ટીએ બંને ટીમો એકબીજાના જમા-ઉધાર પાસા એટલા સરસ રીતે ઓળખે છે કે બંને ટીમો માટે એક બીજાને સરપ્રાઈઝ  આપવા કોઈ  નવી રણનીતિ કે  નવી યોજના બચી હશે  કે કેમ તે બંને ટીમો સહીત દરેક ક્રિકેટ રસિક ને મુંજવતો પ્રશ્ન હશે ! કેહવાય છે ને કે એકજ હરીફ સામે રમી રમી ને ખિલાડીઓનું એકબીજાના ગુણોઅવગુણો એટલા આત્મસાત કરી લે છે કે તેમનો મૂકાબલો રમતની સ્કીલથી ઉપર ઉઠીને ફક્ત માનસિક સ્તર ઉપર રહે છે. આ બંને  ટીમનો મુકબલો પણ ક્રિકેટિંગ સ્કીલ કરતા પણ એકબીજા પર માનસિક અધિપત્ય જમવાનો વધુ રહશે !

બંને ટીમો માટે વધુ વાત કરતા પહેલા એક નઝર ભૂતકાળ પર જોઈએતો: ૧૯૯૫, ઈડનગાર્ડન, કલકતા, સેમીફાઈનલ, ભારત નો કારમો પરાજય ! તો ૧૯૯૯, ૨૦૦૩ માં ભારત શ્રીલંકાને સારું એવું ધોઈ ચુક્યું છે. ૨૦૦૭ માં વળી શ્રીલંકા નો હાથ ભારત ઉપર રહ્યો છે. એટલ આવી રહેલી ફાઈનલ મેચને ૧૯૯૫ ના બદલા તરીકે નાજોતા ભારતીય ઉપખંડ ઉપર  પોતાનું અધિપત્ય જમાવનાર ટીમોં ના મુક્બલા તરીકે વધુ રહશે. ૧૯૯૫ ના વર્લ્ડકપને યાદ કરવાનું બીજું કારણ છે. શ્રીલંકાની ટીમે  પહેલી ૧૫ ઓવરનો મહતમ ઉપયોગ કરી ને સામેની ટીમ ઉપર પૂર્ણ રીતે આક્રમણ લઇ જવાની ખુબ સફળ રણનીતિ અપનાવીને એક દિવસીયમેચો તરફ જોવાની ક્રિકેટ જગતની દ્રષ્ટી બદલી નાખી. ત્યાર થી દરેક ટીમ માટે આ રણનીતિ રમતનો મહત્વનો હિસ્સો બની ચુકી છે. આજે દરેક ટીમમા જયસુર્યા જેવા સ્ફોટક બેટ્સમેનો હોવા જ્રુરીજ નહિ  અનિવાર્ય  છે. જેને લેધી ઓપનર માટે ની વ્યાખ્યા બદલાઈ ગયી છે. જે બેટ્સમેન ટેકનીકલી રીતે થોડો નબળો હોય તો ચાલે પણ ખુબ આક્રમકતા ને હાર્ડહિટીંગ બતાવી શકે. આમ ગીલી, હેડન, વીરુ , દિલશાન વગેરે જેવા ખિલાડીઓ માટે ટીમમાં અલગજ સ્થાન બન્યું ને દરેક ટીમ ને હમેશા આવા ખિલાડીઓની શોધ પણ રહે છે. આમ ૧૯૯૫ નો વર્લ્ડકપ ક્રિકેટ જગત માં એક નવું પરિણામ ઉમેરનારં રહ્યું ને તેનું નીમ્મિત શ્રીલંકા રહ્યું ! બીજા કોઈ દેશની રણનીતિની ક્રિકેટ જગત ઉપર આટલી ઘેરી ને ઊંડી અસર હોય તેવું અત્યાર સુધી તો મારા ધ્યાન માં નથી કોઈ ક્રિકેટ રસિક મિત્રો વધુ કઈ જાણતું હોય તો જરૂરથી ગુલાલ કરે ! કાલની મેચ સાથે આ ઘટનાને ૧૫ વર્ષ પણ પુરા થશે !

હવે એક નઝર કાલના મુકાબલા પર, ભારતીય ટીમ પાસે જો વીરુ છે તો તેઓ પાસે દિલશાન છે. ને જે રીતે દિલશાન સાતત્ય વાળી રમત રમી રહ્યો છે તેજોતા વીરુ કરતા એક કદમ આગળ મુકવો પડે. તેઓ પાસે જયવર્દન છે તો આપડી પાસે સચિન છે. બંને પાસે ટીમ ની ઇનિંગ ને ગુથી રાખનાર ખુબ સોલીડ બેટ્સમેનો છે. સંગા ને માહી માંથી સંગા નો હાથ ઉપર છે. સ્પીન બોલિંગ નો મુકાબલો મુરલી ને ભજ્જી ઉપર છે. ફાસ્ટ બોલિંગમાં મલીંગા ને ઝહિર વચ્ચે રહેશે. મેન્ડીસ સામે અશ્વિની (જો તેને રમવા મળ્યુંતો ) જોવા જેવ રેહશે. તો થારંગા ને યુવરાજ નો દેખાવ પણ જોવા જેવો રહશે. આમ બંને ટીમ ના દેખાવ ઉપર નજર નાખ્યે તો બળા-બળ માં સરખી છે. જેમ પહેલા કહ્યું તમે બંને ટીમ વચ્ચેનો ફર્ક ફક્ત માનસિક શક્તિ નો રહશે ! બંને ટીમ ને કાલ ના મુકાબલા માટે All the best !

વર્લ્ડકપ વિશેષ: ભારત-પાકિસ્તાન ની રસાકસી !

 

આફ્રીદી-માહી (ફોટો શ્રોત -ગુગલ ઈમેજીસ માંથી)

ભારત-પાકિસ્તાન ની મેચમાં હોવી જોઈએ એવાજ જાત ભાત ના વળાંકો ને છેલ્લે સુધી દર્શકોને પકડી રાખે તેવી રસાકસી વાળી રહી. ભારતીય ટીમ ને તેમના વિજય માટે ખુબ ખુબ અભિનંદન તો પાકિસ્તાની ટીમ ને સેમીફાઈનલ સુધી પોહ્ચવા ને સરસ રમત બતાવવા માટે અભિનંદન !

કાલ ની મેચ માં ભારત -પાકિસ્તાન વચ્ચે ધારેલો તેવો ફાસ્ટ બોલિંગ સામે બેટિંગ નો ખાસ મુકાબલો ના જોવા મળ્યો. મોટા ભાગે મેચ માં બોલરો નો પ્રભાવ પથરાયેલો રહ્યો જે આજ ના એક દિવસીય સમય માં ખુબ ઓછી વાર જોવા મળે છે. ગુલ નો સેહવાગ, સચિન સામે ના મુકબલામાં સેહવાગ નો હાથ નિશ્ચિંત રીતે ઉપર રહ્યો. સહેવાગ જે સરળતાથી ગુલ ને રમી રહ્યો હતો તે જોઈ જાણે એક સામાન્ય કક્ષાના બોલર ને જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. તેના કેટલાક સારા બોલમાં પણ સહેવાગે જે રીતે બોલ ને બાઉન્ડ્રી ઉપર મોકલી આપ્યો તે જોવું એક લ્હાવો રહ્યો. ખેર ગુલ પાસે થી જે અપેક્ષા પૂરી ના થઇ તે વહાબે પૂરી કરી અદ્ભુત બોલિંગ જોવા મળી. સહેવાગ ની વિકેટ જે રીતે તેને લીધે એક અફલાતુન બોલ હતો ભલભલા ખાટું ખિલાડી ની પરીક્ષા થી જાય તેવો રહ્યો. તેવોજ બીજો બોલ યુવરાજ ને આઉટ કર્યો તેવો રહ્યો. અફલાતુન યોર્કેર તે પણ  સ્વીંગ સાથે. કેટલાય સમય સુધી ક્રિકેટ રસિકો માં તેબોલ ની ચર્ચા રહશે તે નક્કી ! વાહબનું બોલ સાથે નું પ્રદર્શન હમેશા પાકિસ્તાની ફાસ્ટ બોલર પાસેથી ભારત ની મેચમાં  રહે છે તેવું ક્લાસ કક્ષાનું રહ્યું, તેના ૫ વિકેટના પ્રદર્શન ને સાર્થક કરે તેવું રહ્યું. શોઈબ ને પણ દરેક  ક્રિકેટ રસિકોએ મિસ કર્યો હશે તે નક્કી, આ મેચ સાથેજ એક જેન્યુન ફાસ્ટબોલર ને દિગ્ગજ બોલર થઇ શકવાની શમતા ધરાવનાર ખિલાડી ની કારકિર્દી નું દુખદ સમાપન થયું ! ભારતની  ઝડપી શરુઆત ને વીરુના  આઉટ થતાજ  બ્રેક લાગી ગયી.  ગંભીરે સપ્રેમ પોતાની વિકેટ ધરીને હમેશા ની જેમ એક સારી શરુઆત કરીને તેને મોટી ઇનિંગમાં ફેરેવવામાં નિષ્ફળ રહ્યો.  કોહલી જે વર્લ્ડકપની શરુઆતથી જે ફોર્મ માં હતો તેવું પાછલી ૨/૩ મેચો થી સાચવી શક્યો નથી, જે રીતે તેને પોતાની વિકેટ ગુમાવી રહ્યો છે તે જોઈ કદાચ ફાઈનલ માં યુસુફ ને સ્થાન મળી શકે છે. ભારતીય બેટિંગ માં મિડલ ઓર્ડર નો સંપૂર્ણ રકાસ થયો. ધોની ફરી પાછી પોતાની રમતથી નિરાશ કાર્ય, તેને પોતાની બેટિંગ માટે જલ્દીથીજ ટીકાઓનો સામનો કરવાનો આવશે તે નક્કી છે. સુરેશ પોતાની પસંદગી ને ખરી ઠેરવીને ફરી પછી એક ઉત્કૃષ રમત બતાવી. ભારતીય બેટિંગ પૂરી સચિન, વીરુ  ને સુરેશ ના પ્રદર્શનને લીધે ગુથાયેલી રહી.

કાલે સચિને ભલે ૮૫ રણ માર્યા હશે પણ નક્કી તેને પોતાનું પ્રદર્શન નહિ ગમ્યું હોય કે પોતેજ પોતાની રમત થી ખુશ નહિ હોય . તેની શરુઆત ની બેટિંગ પછી ખબર નહિ કેમ પણ જાણે તેની એકગ્રતા તૂટી ગઈ હોય તેવું લાગતું હતું, તે પોતે પણ જાણે હમેશા ની જેમ તેની સમાધિ ના લાગી રહી હોય તેઓ ચિંતિત લાગી રહ્યો હતો. કદાચ પહેલી વાર એવ્યું લાગી રહ્યું હતું જાણે તે બેટિંગ કરી ને થાકી ને કંટાળી ગયો છે. ખુબ ભૂલ ભરેલી ઇનિંગ રહી, ૪ કેચ છુટવા ની અવળી અસર સચિન પર થી હોય તેવું જણાતું હતું, જાણે સચિન ને પોતાનીજ રમત ની શરમ ને આઘાત લગાયો હોય તેમ લાગી રહ્યું હતું.દુનિયાભર ના સ્પિનરો જેની પર કાબુ નથી મેળવી શકવામાં થાપ ખાઈ જાય છે  તેવી સચિન ની રમત ઉપર નવા સ્પિનર  અજમલ ની બોલિંગ હાવી રહી જાણે અજમલ તેને રમાડી રહ્યો હોય તેવું લાગ્યું. અજમલ ની કાલની મેચ માં સચિન ઉપર સંપૂર્ણ વિજય રહ્યો તેમાં કોઈ શંકા નથી. કદાચ આજ વાત થી સચિન ઉપર રમત ઉપર અવળી અસર થી હોય તેવું લાગી રહ્યું હતું, ખેર કાલની મેચ માં સદી ના થઇ તે એક રીતે સારુજ થયું હશે કારણકે સચિન ની સો ટચ ના સોના જેવી શતકો માં કાલની જો શતક થઇ હોત તો ખુબજ નબળી ને એક ભૂલી જવા જેવી રહી હોત ! આપડે પાકિસ્તાન ટીમનો આભાર પણ માનવો રહ્યો કે સચિન ની નબળી રમત ને સચિન ના ઈચ્છા ના હોવા છતા પણ  તેની સદી કરવા માટે પોતાની તરફથી યથા યોગ્ય ફાળો ખુબ નબળી ફિલ્ડીંગ કરી ને આપી !!! ખેર સચિનની અંગત રમત ના દ્રષ્ટિકોણ ને બાજુ પર મૂકી ને જોઈએ તો સચિન ના ૮૫ રણ ભારતની ટીમ માટે અમુલ્ય ને જીત નો પાયો નાખનારો રહ્યા. તો પાકિસ્તાને ને પોતાની નબળી ફિલ્ડીંગ માટે નો પદાર્થપાઠ  પોતાની હારની ભારી કીમત આપની ને ફરી થી શીખવો પડ્યો  ( પહેલો પાઠ તેઓ વર્લ્ડકપની ગ્રુપ મેચ માં ન્યુઝીલેન્ડ સામે હારી ને શીખી ચુક્યા હતા ! ) !!!

ભારત તરફથી કાલની મેચમાં બોલિંગ ને ફિલ્ડીંગ મસ્ત રહી, ભારતીય બોલિંગ માં નબળી કડી ગણાતા મુનાફ અને નેહરાએ  અદ્ભુત ને ખુબ ડીસીપ્લીન વાળી બોલિંગ કરી. ઝહિર હમેશાની જેમ અફલાતુન રહ્યો તો ભજ્જી પણ પોતાની જૂની રીધમાં હોય તેવું લાગ્યું. યુવરાજ  બેટિંગ માં ભલે નિષ્ફળ રહ્યો પણ તેનું સાટું બોલિંગ માં મહત્વ ની વિકેટ લઇને વાળી દીધું. પાકિસ્તાની બેટ્સમેનો ની શરુઆત સરસ રહી પણ મોટી પાટનરશીપ કરવામાં નિષ્ફળ રહ્યા. યુહાના ને મિસબા જેવા અનુભવી ખીલડો ની ધીમી ને કૈક અંશને પ્લાન વગર ની બેટિંગ પાકિસ્તાનને ભારે પડી. હાફિજ ને અકમલ ની રમત સારી રહી પણ રન કરવાના દબાણ હેઠળ વિકેટ ખોઈ બેઠા, સુકાની આફ્રીદી પણ બેટિંગ નું પોતાનું ખરાબ ફોર્મ ને પ્રદર્શન જાળવી રાખ્યું !

આમ ભારતે એક વિજેતાને છાજે એવું રમત ના બધા પાસાઓમાં પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું ને વિજય ને લાયક રહી. નેહરાની આફ્રીદીના કેચ માટેની ખેલદિલી પણ બિરદાવી રહી,  ક્રિકેટની રમત ને ગરિમા બક્ષે તેવું હરેક ટીમ નું વર્તન અપેક્ષિત હોય છે ને તેમાં ભારત ખરું ઉતર્યું. સાથે સાથે પાકિસ્તાન ની ટીમ ને પણ બિરદાવી  રહી કે તેમણે પૂરી સપોર્ટમેંન સ્પીરીટ દાખવીને ભારતના વિજય ને બીરદાવ્યું ને મેદાન પર ને મેદાન ની બહાર પણ તેમનું પ્રદર્શન ખુબ ગ્રેસફૂલ રહ્યું જે ભારત -પાકિસ્તાન માટે એક આદર્શ સ્થિત કહી શકાય !

હવે ફાઈનલ માં ભારત ને શ્રીલંકા ના મુકાબલોનો  ઇન્તઝાર રહશે !