ક્રિકેટ અને આંકડા : છે આપને સ્કોરર બનવામાં રસ ?

ક્રિકેટ સ્કોરશીટ (ફોટો શ્રોત -ગુગલ ઈમેજીસમાં થી )

ક્રિકેટ સ્કોરશીટ (ફોટો શ્રોત -ગુગલ ઈમેજીસમાં થી )

કોઈ પણ રમત નો અવિભાજ્ય અંગ અટેલે આંકડાઓ , હરેક રમત પ્રેમી માટે પોતાના મનગમતા ખિલાડી/ટીમ/ રમત  ને સમજવા  મૂલવા આંકડાઓ ખુબ મહત્વ ના હોય છે .  જયારે વાત ક્રિકેટ ની થતી  હોય ત્યરે તો આંકડોનું ખુબ મહત્વ  વધી જાયે છે . આજે પણ ક્રિકેટ પ્રેમીઓ નું મેચો ના સ્કોર બોર્ડ વગેરે જેવી વિગતો યાદ રાખવી , મિત્રો સાથે ચર્ચા માં તેનો ઉપયોગ કરવો , પોતના મનગમતા  ખિલાડી નો પક્ષ ઉંચો કરવા  આંકડાઓ જેવું કોઈ બીજું  સાધન નથી .

આટલી પૂર્વ ભૂમીકા બાંધી મૂળ મુદ્દા પર આવું તો મુંબઈમાં MCA દ્વારા સ્કોરર નો કોર્સ ઉપલબ્ધ થઇ રહ્યો છે જેની વિગતો આપ આ લીંક  ઉપરથી  મેળવી શકશો . આ કોર્સ 5 ઓગસ્ટ  થી 16 ઓગસ્ટ સુધી હરોજ  સાંજે 6 થી 8 વાગ્યા સુધી રહશે ( MCA ઓફિસ થી મળેલી માહિતી અનુસાર , કદાચ ટાઈમમાં ફેરફાર થઇ શકે છે ) . કોર્સ ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 જુલાય છે .તો જે મિત્રો ને ક્રિકેટ માં રસ હોય ને સાથે સાથે તમારા ફુરસદ ના સમયે સ્કોરર બની જો પૈસા પણ કમાવા હોય તો મસ્ત મજા નો અવસર છે . તે સિવાય પણ રમત સાથે જોડાય રેહવું તેમજ સ્કોરર તરીકે વિવિધ મેચો માં ભાગ લઇ ઉગતી પ્રતીભો ને પણ જોવાનો અનોખો અવસર મળી શકે છે . જો મિત્રો ને અમ્પાયર બનાવા માં પણ રસ હોય તો MCA ની વેબ સાઈટ  જોતી રહેવી . મુંબઈ બહાર રેહતા મિત્રો તેમનાં શહેરના  ક્રિકેટ એસોસિએસન નો સમ્પર્ક કરવો રહ્યો . દેશના મોટા ભાગ ના ક્રિકેટ એસોસિએસન આવા પ્રકાર ના કોર્સ ઓફર  કરતા રહે છે .

સ્કોરિંગ વિષેની વધુ રોચક વાતો ફરી કયારેક !

Advertisements

રજાઓમાં (વેકેશનમાં ) વાંચવાલાયક પુસ્તકોની નામાવલી !

(ફોટો શ્રોત : ગુગલ ઈમેજીસ માં થી )

ફરી પાછુ સમર વેકેસન આવી રહ્યું છે ને મનગમતા પુસ્તકો, ફિલ્મો , વગેરે  વાંચવાનો, માંણવાનો  ભરપુર સમય લાવી રહ્યો છે . આ વખતે વર્ષના પુસ્તકો લેવાના બજેટ માં પણ ખાસો વધારો કરવા માં આવ્યો છે . ટોટલ 15 પુસ્તકો નો ઓર્ડર આપાય ગયો છે . આ વર્ષ ના મંગાવેલા  પુસ્તકોનું લીસ્ટ નીચે પ્રમાણે છે .

1. રાહુલ દ્રવિડ : ટાઈમ લેસ સ્ટીલ
2. અ બાઈઓ ગ્રાફી ઓફ રાહુલ દ્રવિડ
3. ઓઉટ ઓફ ધ બ્લુ : રાજસ્થાન રોડ ધ રણજી
4. ધ વિનિંગ વે : લેર્નીંગ ફ્રોમ સ્પોર્ટ્સ ફોર મેનેજર
5. વોહટ ઈસ મેથેમેટિક્સ ?
6.ફેર્મેત’સ લાસ્ટ થીઓરમ
7. ધ કોડ બૂક : ધ સિક્રેટ હિસ્રટ્રી ઓફ કોડ એન કોડ બ્રેકીંગ
8. દે ટૂ દે ઇકોનોમિકસ
9. અસુરા : ટેલ ઓફ ધ વેન્ક્વીશડ
10. મીથ : મીથ્યા
11.ધ રોઝાબેલા લાઈન
12. ધ શેડો થ્રોન
13. ધ માઈન
14. ગુજરા હુઆ જમાના
15. ગાતા રહે એ મેરા દિલ

હરેક પુસ્તક નો વંચાય ગયા બાદ રીવ્યું અહીં પુસ્તક પરિચય વિભાગ માં મુકવાનો વિચાર છે, તો સાથે સાથે એક નવો વિચાર પણ સળવળી રહ્યો છે કે બ્લોગ ઉપર એક પુસ્તક પેજ ચાલુ કરું જેમાં મારી પાસે ના બધા પુસ્તકો નું લીસ્ટ મુકું જેથી રસ ધરવતા મિત્રો સાથે પુસ્તકો ની અદલા બદલી કે વંચાય ગયેલા ને હવે ના જોઈતા પુસ્તકો બીજા પુસ્તકો સાથે બદલી શકાય . સાથે મુંબઈ માં રેહતા  રસ ધરવતા મિત્રો જો મળે તો એક બૂક કલબ બનાવી છે  જેમાં હર મહી ને મળી ને પોતાના વાંચેલા પુસ્તકો વિષે  વિચારો ની આપલે તેમજ કોઈ એક પુસ્તક પર વિસ્તાર થી ચર્ચા કરી શકાય .  રસ ધરવતા મિત્રોને  સૂચનો આપવા વિનંતી !

હેમ રેડીઓ: ઘણા બધા જ્ઞાન સાથે ગમ્મત કરાવતી હોબી-૧

(ભારતીય હેમ રેડીઓ ઓપરેટર, ફોટો શ્રોત – ગુગલ ઈમેજીસમાંથી )

આખરે વર્ષોનું હેમ રેડીઓ માટેનું સપનું અડધું સાકાર થયું ! બંદા હેમ રેડીઓ માટેની પરીક્ષામાં તો પાસ થઇ ગયા પણ લાયસન્સ માટે હજી ઘણી રાહ જોવાની છે:). ખેર, આજે હેમ રેડીઓ વિષે કેટલીક વાતો. વર્ષો પહેલા પસ્તીમાંથી મળેલી હેમ રેડીઓની શ્રી નગેન્દ્ર વિજય ની કલમે લખાયેલું   “હેમ  રેડીઓ” પુસ્તક વાંચ્યું હતું ત્યારથી હેમ રેડીઓ માટે આકર્ષણ હતું. ત્યાર બાદ બીજા કેટલાય સામયિકો ને લોકો દ્વરા થોડી થોડી માહિતી મળતી રેહતી પણ મનમાં ઉઠતા સવાલો નું પૂરું નિરાકરણ નોહ્તું મળતું. વળી અભ્યાસ ને બીજા કેટલાક કારણો સર પણ હેમ વિષે શીખવાનું પાછળ ઠેલાતું રહ્યું ! આશા રાખું છુકે અહીં ચર્ચાયેલી માહિતી રસ ધરાવનાર મિત્રોને  ઉપયોગી નીવડશે.

હેમ રેડીઓ/એમયોચર રેડીઓ  અટેલે  સરળ ભાષા માં લોકોનું બનાવેલું એક મંડળ જેમાં લોકો ટ્રાન્સમિટર ને રીસીવર દ્વારા બિન્તારીય રીતે એક બીજાના સંપર્ક રહી ને વાર્તા લાપ કરી શકે ! હેમ ની શરૂઆત ૨૦ મી સદી થી થઇ શકી તેમ કહી શકાય. હેમ રેડીઓ નો ઉપયોગ ક્રાંતિ થી લઇ ને મનોરંજન સુધીના વિવિધ ઉપયોગમાં આવી શકે છે. હેમ રેડીઓ દ્વારા આફત ના સમયે સમાજ તેમજ દેશ ને પણ ઉપયોગી થઇ શકયે છે. ખાસ તો ઇલેક્ટ્રોનીક્સ માં રસ ધરવતા લોકો તેમેજ ઇલેક્ટ્રોનીક્સમાં જુદા જુદા અખતરા કરનાર માટે તો હેમ રેડીઓ એક અમુલ્ય જણસ છે. હેમ દ્વરા આપડે પોતાનું એક રેડીઓ સ્ટેશન બનવી શકયે છે , પણ તેનાથી  દેશ ની સુરક્ષા કે આર્થિક હિતો જોખમાવા નાજોઈ. હેમ રેડીઓ માટે તેની પરીક્ષા પાસ કરી ને  તે માટે  તેનું લાયસન્સ લેવું જરૂરી છે, હવે પછીની ચર્ચા માં તે વિષે વધુ જાણશું.

હેમ રેડીઓ માટે ને કેટલાક ફાયદા  ટૂંકમાં જોઈએ

૧. દેશ ને દુનિયા ભરના હેમ સાથે સંપર્કમાં રહીને  અવનવી માહિતીની આપલે કરી શકાય છે.
૨. અવકાશ યાત્રીઓ  સાથે પણ સંપર્ક સાધી સકાય છે.
૩. સેટેલાઈટ નું પગેરું શોધવું ને લોકો સાથે સંપર્ક કરવો જેવી અવનવી રમતો રમી શકાય છે, જે તમારું જ્ઞાન તો વધારે છે પણ સરખા રસ ધરાવતા મિત્રો મેળવી આપે છે.
૪. ઇલેક્ટ્રોનીક્સ નું જ્ઞાન વધારી શકાય છે.
૫. કુદરતી આફતો જેવી કે સુનામી, ધરતી કંપ કે ગણેશ વિસર્જન જેવેં પ્રસંગે દેશ તેમજ સમાજની સેવા કરી શકાય છે.
૬. દુનિયા ભરના હેમ પાસેથી QSL કાર્ડ મેળવી ને જમા કરી શકાય છે ( ટપાલ ટીકીટ ના સંગ્રહ જેવોજ શોખ, જે માટે પછી કયારે વધુ વિગતે અહીં ચર્ચા કરશું)
૭. વધુ માં વધુ લોકોનો સંપર્ક હેમ પર કરવો વગેરે જેવી હરીફાઈમાં ભાગ લેવો
૮. જુદા જુદા એન્ટેના બનવવા તેમજે ચકાશવા
૯. મોર્સ કોડ ની લેન્ગવેજ શીખવી
૧૦. બિનતારીય સંદેશાની નવી નવી રીતો શીખવી/શીખડાવી

આવા તો બીજા કેટલાય લાભો હેમ દ્વારા મેળવી શકાય છે.  હવે પછીના ભાગમાં હેમ રેડિયો ની પરીક્ષા, પરીક્ષા માટેની તૈયારી કેમ કરવી, ભારતમાં લાયસન્સ ઇસ્યુ થવાની પદ્ધતિ, પોતાનું  રેડીઓ સ્ટેશન કેમ બનાવું વગેરે વિષે ચર્ચા કરશું !

કોઈ રસ ધરાવતા મિત્રોને હેમ રેડીઓ વિષે કે પરીક્ષા વિષે વધુ માહિતી કે પ્રશ્નો હોય તો અહીં કોમેન્ટ બોક્ષ માં જણાવવા વિનંતી.

અલવિદા રાજુ ગાઈડ !

મારા પ્રિય "રજુ ગાઈડ" (ફોટો શ્રોત -ગુગલ ઈમેજીસમાં થી)

દેવ સાહેબ આમ તો જૂની પેઢી ના કલાકાર , પણ કોઈપણ હિન્દી ફિલ્મ રસિક/શોખીન તેમની જૂની (૮૦ માં દશક પહેલાની ) ફિલ્મ જોયા વગર અધુરો ગણાય તેવીજ  રીતે  હિન્દી ફિલ્મ સંગીત ના રસિયાઓ માટે તેમની  જૂની ફિલ્મોના ગીતો ફિલ્મ સંગીતના સુવર્ણ કાળના  એક  અવિભાજ્ય હિસ્સો સમા છે ! તેમનું પ્રદાન હિન્દી ફિલ્મ  સિનેમા ફક્ત એકતર કે ડીરેક્ટર સુધીજ સીમિત ના કહી શકાય  ટીના મુનીમ, જીનત અમાન, જેવા કેટલીય પ્રતિભા ને ઓળખીને લોકો સામે લઇ આવવાની અદ્ભુત આવડત હતી પણ મારી દ્રષ્ટી એ હરેક હિન્દી ફિલ્મ રસિક ને હિન્દી ફિલ્મ જગતે તેમનો ખાસ આભાર તો તેમના નવકેતન બેનર હેઠળ તેમના મિત્ર અને લઘુ બંધુ એવા ગુરુદત અને વિજય આનંદ જેવા મહારથી ને જીનીઅસ દીરેક્તારો  આપ્યા તે માટે  માનવો રહ્યો !

તેમની  જૂની ફિલ્મો ને  તેના ગીતો મારા મનપસંદ  હોય તેઓ હમેશા મારા જેવા ઘણા ફિલ્મ રસિકો ના દિલમાં અમર  રહશે ! દેવ સાહેબ અને  મારા માટે તેમનું અતિ લોક પ્રિય ફિલ્મ ગાઈડ નું પાત્ર “રાજુ ગાઈડ ” ને ભાવભરી અંજલી ને આખરી સલામ  !

તીરંદાજી-Archery : એકાગ્રતા, બેલેન્સ, અને ધીરજની રમત !

તીરંદાજી ની રમત ( સ્રોત: ગુગલ ઈમેજીસમાં થી )

દુનિયાની  સૌથી જુના માં જૂની રમત તેમજ શિકાર ને યુદ્ધકૌશલ્ય માટે ઉપયોગી  વિદ્યા એટલે  તીરંદાજી/ધનુષ્ય વિદ્યા !  જોકે આજે તેનો મહત્તમ ઉપયોગ એક રમત તરીકેજ સિમીત થતો જાય છે ! આમ તો ભારત માં ધનુર્ધરો ની પરંપરા રહી છે શ્રી રામ ભગવાન ,અર્જુન જેવા ઘણા પૌરાણિક પાત્રોથી લઇ ને તેમના આધુનિક અવતાર જેવા લીંબા રામ/ડોલા બેનર્જી જેવા અફલાતુન ખિલાડીઓ સુધીની  !   આપડા સદનસીબે આ રમત માં  હાલમાં પણ ભારત નો સારો એવો દેખાવ રહ્યો  છે જો  સરકાર તરફથી  વધુ સવલતો  ને આર્થિક  પ્રોત્સાહન મળે તો હરેક ઓલમ્પિક/મુકાબલામાં  માં ભારત ગોલ્ડ લઇ આવી શકે તેવા પ્રતિભાવાન ખિલાડીઓ છે. ભારતની ક્રિકેટ પ્રેમી પ્રજામાં  (જેમાં મારો પણ સ-ગર્વ સમાવેશ થાય છે) પણ ધીરે ધીરે આ પ્રાચીન તેમજ અદભુત રમત પ્રત્યે આકર્ષણ વધતું જાય છે ને ઘણા નવા આશાસ્પદ ખિલાડીઓ/શોખીનો  આ રમત અપનાવી રહ્ય છે !

પ્રાચીન સમયથી આર્ચરી જેવી ખુબ જુજ રમતો એવી રહી છે કે જેમાં મોટા મોટા રાજા મહારાજાથી લઇ જંગલ માં રેહતો એક આદિવાસી  પણ રસ દાખવતો ને તેમાં સારું પ્રભુત્વ મેળવી શકતો. આમતો આર્ચરી જેટલી પ્રાચીન રમત છે એટલોજ તેનો ઈતિહાસ પણ રસપ્રદ છે ! હરેક દેશ ની તીરંદાજી માટે ના ધનુષ ને બાણ પણ જુદા  ને શીખવાની રીતો પણ જુદી જુદી !  તીરંદાજીના  ઈતિહાસ ને જુદા જુદા દેશોની તે માટે ની જુદી જુદી રીતો ની વાતો ફરી ક્યારે આજે તો ફક્ત આધુનિક તીરંદાજી તેમજ આ રમતના અમુક પાસાઓની ચર્ચા કરવી છે !

ભારતમાં તીરંદાજી ની સ્પર્ધાઓ માં  મુખ્યત્વે ત્રણ પ્રકાર ના ધનુષ વપરાય છે. ૧) ઇન્ડિયન બો કે જે વાંસ અને લાકડા નું બનેલું હોય છે, કે જેની મહત્તમ રેંજ ૫૦ થી ૬૦ મીટર ની હોય છે. વળી તેના બાણ પણ વાંસ માંથી બનાવામાં આવે છે ને જેની મહત્તમ રફતાર ૭૫~૧૦૦ કિમી ની હોય શકે છે. ભારત માં તીરંદાજી શીખતા મહતમ લોકો તેમની રમત ની શરૂઆત ઇન્ડિયન બો થીજ કરે છે ને ક્રમે ક્રમે આગળ વધે છે. બીજા બધા ધનુષ કરતા ઇન્ડિયન બો ઉપર કાબુ મેળવો થોડ અઘરો છે પણ એક વાર તેની પર હટોટી આવી ગાય બાદ થોડ એડજસ્ટમેન્ટ સાથે બીજા બો ઉપર જલ્દી થી હાથ બેસાડી શકાય છે. ૨) ઇન્ડિયન બો પછી ના ક્રમે રીકવ બો આવે છે જે મોટા ભાગે કાર્બન -ફાઈબર માં થી બનાવવામાં આવે છે ને તેના બાણ પણ કાર્બન -ફાઈબર ના બનેલા હોય છે. મોટા ભાગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા આ બો વડેજ રમી શક્ય છે. આ પ્રકાર બો ની મહત્તમ રેંજ ૯૦ થી ૧૧૦ મીટર સુધીની હોય શકે છે. બાણ ની મહત્તમ રફતાર ૧૮૦~૨૦૦ કિમી સુધી ની હોય શકે છે. જો  તીરંદાજી ના પ્રોફેસનલ ખિલાડી બનવું હોય તો આ પ્રકારના ધનુષ ઉપર કાબુ મેળવવો અનિવાર્ય છે. વળી આ ધનુષ બાણ ની કીમત પણ ખુબ આસમાની હોય છે. કોઈ પણ પ્રોફેસનલ ખિલાડીના ધનુષબાણ એક લાખ થી બે લાખ સુધીના હોય શકે છે, વળી તેમની સાર સંભાળ પણ સારી એવી મેહનત તેમજ  પૈસા માગી લે છે. ૩)  ત્રીજા પ્રકાર ના બો ને કંપાઉંડ બો કેહવાય છે. જેમાં ધનુષ રીકવ બો ની જેમજ કાર્બન -ફાઈબર નું  બનેલું હોય છે પણ સાથે  તેમાં પુલી પણ હોય છે જે તેની રેંજ તેમજ બાણ ની રફતાર વધારી દે છે. આકાર માં તે  રીકવ બો કરતા નાનું હોય છે પણ કીમત માં તેની કરતા  વધુ મોંઘુ હોય છે. તેને ચલાવાની રીત પણ જુદી હોય છે.  મોટા ભાગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માં આ ધનુષ માટે ની અલગ કેટેગરી હોય છે. આ પ્રકાર બો ની મહત્તમ રેંજ ૯૦ થી ૧૩૦  મીટર સુધીની હોય શકે છે. બાણ ની મહત્તમ રફતાર ૧૮૦~૨50 કિમી સુધી ની હોય શકે છે.

ઇન્ડિયન બો સાથે પ્રેક્ટીસ કરતી વિદ્યાર્થીનીઓ ( સ્રોત: ગુગલ ઈમેજીસમાં થી )

રીકવ બો સાથે નો ખિલાડી ( સ્રોત: ગુગલ ઈમેજીસમાં થી )

કંપાઉંડ બો ( સ્રોત: ગુગલ ઈમેજીસમાં થી )

આમ તો મોટા ભાગ ની રમતો માં એકાગ્રતા, ધીરજ  ને બેલેન્સ ની જરૂર હોય છે પણ તીરંદાજી પૂરી રીતે  આ ત્રણ ગુણો પરજ આધાર રાખે છે. તીરંદાજી ની શરુઆત કરતા પહેલોજ સબક તે મળ્યો કે તીરંદાજી માં બુલ્સઆઈ મારવાનું મહત્વ નથી પણ તે માટે જરૂરી એકાગ્રતા, ધીરજ  ને બેલેન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધારે જરૂર છે. જો આ ત્રણે આવડતો પર પકડ હશે તો હરેક તીર નિશાન પરજ વાગશે ! મોટા ભાગના લોકો એવુજ માનતા હોય છે કે તીરંદાજી માં નિશાન લેવામાં જેટલી એકાગ્રતા હોય એટલું સચોટ નિશાન લાગે છે, પણ આ માન્યતા ભૂલ ભરલી છે. તીરંદાજી માં એકાગ્રતા શરીર ની બેલેન્સ સ્થિતિ ,  યોગ્ય રીતે તીર ને તરતું મુકવું , ને નિશાન માટે પુરતી ધીરજ રાખવામાં છે. તીરંદાજી કરવા માટે ના મુખ્ય ૩ પગથીયા છે જે ખુબ જલ્દી થી સીખી જવાય છે પણ તેમાં માસ્ટરી લાવવા ખુબ પ્રેક્ટીસ તેમજ સમય માગી લે છે. જયરે પણ તીરંદાજી ઇન્ડિયન બો ઉપર શરુ કરવાની હોય ત્યારે તો બીજી ઘણી જીણી જીણી બાબતો ઉપર ધ્યાન રાખવાનું હોય છે . જેમકે વાંસા ના બનેલા દરેક બાણ નું પોતાનું એક ચોકસ નિશાન હોય છે તેને ધ્યાન  માં રાખીને નક્કી કરેલા નિશાન પર તાકવા ઘણા સુધારા-વધારા કરવા પડે છે. પહેલા ૧૦ મીટર થી શરુ કરી ને અનુક્રમે ૨૦ , ૩૦ , ૪૦ , ૫૦ મીટર શુધી જવાનું હોય છે, ને હરેક અંતર માટે તેમજ હરે બાણ માટે ઢગલો ફેરફાર ને સુધારા કરવા પડે છે. ને આ બધું ખુબ પ્રેક્ટીસ તેમજ  ટ્રાયલ અને એરર મેથડ થીજ શીખી શકાય છે.

તીરંદાજી માં શરીરની ચુસ્તતા તો જળવાયજ છે પરંતુ મગજ પણ એકાગ્ર કરીને એકજ વસ્તુ પર ફોકસ કરવા માટે કેળવાતું જાય  છે. એક આડ વાત ૨૦૧૨ માટે પહેલી વાર ક્રિકેટ માટે નું મક્કા એટલે કે લોર્ડ્સ નું મેદાન હવે તીરંદાજી ની રમત ના આયોજન માટે વપરાશે ! મુંબઈમાં  રેહતા ને તીરંદાજી માં રસ ધરવતા મિત્રો માટે ગોરેગાવ, જોગેશ્વરી, પાર્લા જેવી ઘણી જગ્યાએ કલબ/ટ્રેનીગ સેન્ટર ચાલે છે તેનો લાભ લઇ શકાય છે ! તીરંદાજી રમત  તેમજ તેના મારા અનુભવ વિષે વધુ હવે પછી !

IMS વિક્રાંત: ભારતીય નૌકાદળ ના ભવ્ય ઈતિહાસ ની એક જલક !

૪ થી ડીસેમ્બર ૧૯૭૧  એ  ભારતીય નૌકાદળ ના ઈતિહાસના મુગુટમાં એક યશકલગી ઉમેરનારી તારીખ છે. આ દિવસે ભારતીય નૌકા દળે ઓપેરેશન “Trident “ હેઠળ પાકિસ્તાન ના કરાંચી બંદર નો સારો એવો ઘડો-લાડવો કરી ચુક્યું છે કે જેનો ચચરાટ આજે પણ પાકિસ્તાન નું નૌકાદળ તેમજ સમગ્ર પાકિસ્તાન ભૂલ્યું નથી !  ભારતીય નૌકાદળના આ ભવ્ય પરાક્રમના  માન માં  ૪ થી  ડીસેમ્બર ભારતીય નૌકાદળ દિવસ તરીકે ઉજવાય છે ને આજ ઉજવણી ના ભાગ રૂપે મુંબઈ માં ભારતીય નૌકાદળ એક અઠવાડિયાના વિવિધ કાર્યક્રમો ની ઉજવણી કરે છે, તે ઉજવણી ના ભાગ રૂપે જાહેર જનતા માટે IMS વિક્રાંત તેમજ બીજા કેટલાક જહાજો ને જાહેર જનતા માટે ખુલ્લા મુકે છે. મારી વિક્રાંત તેમજ બીજા જહાજો ની મુલાકાતની તસ્વીરી જલક!

નૌકાદળ તેમજ ભારતીય સૈન્યમાં અપાતા વિવિધ મેડલો !

નિરીક્ષક હેલીકોપ્તર "ચેતક"

નિરીક્ષક હેલીકોપ્તર "ચેતક"

વિક્રાંત નું હેંગર

મેજિક મિસાઈલ

મેજિક મિસાઈલ

ડેપ્થચાર્જ

મિસાઈલ

ટોરોપીડો

ટોરોપીડો

પ્લેન તેમજ હેલીકોપ્ટર ને તુતક પર લાવતી મોટી "લીફ્ટ"

વિક્રાંત નો સંચાલન રૂમ તેમજ કંટ્રોલ ટાવર

વિક્રાંત નો ભવ્ય તુતક

વિક્રાંત જહાજ

જહાજ "મુંબઈ" , "બીલાશ" , અને "તલવાર"

જહાજ "મુંબઈ" , "બીલાશ" , અને "તલવાર"

એન્ટી-એરક્રાફ્ટ ગન

જહાજ "નાશક" તેમજ બીજા કેટલાક જહાજો

જહાજ "નાશક" , "નીર્ઘાત" તેમજ બીજું જહાજ

બીજા કેટલાક જહાજો

નવા-જૂની !

અભ્યાસ ને બીજા કામોની વ્યસ્તતાને લીધે  બ્લોગ લેખન કરતા બ્લોગ વાંચનથીજ સંતોષ માનવો પડે છે ! અફસોસ, હજી કેટલોક સમય આવીજ પરિસ્થિતિ  રેહવાની છે. ખેર,  આ સમય દરમ્યાન કરેલા તેમજ કરવાના કામો ની કેટલીક નવા-જુની !

૧. કેટલાક ગુજરાતી-અંગ્રેજી પુસ્તકો વાંચ્ય છે  જેનો  પરિચય ફુરસદ થી ‘પુસ્તક પરિચય’ વિભાગ માં આપવો છે.

૨. કામ ની વ્યસત્તા ને ટાઈટ બજેટ ને કારણે  કેટલીક ફિલ્મો ચુકી જવાણી છે તે આવનારા દિવાળી વેકેસન  માં જોવાનો પ્લાન છે.

૩. મુંબઈ મેરથોનની  હાફ મેરેથોન માટે નામ નોધાવામાં આ વખતે  સફળ રહ્યો , પણ હજી સુધી કોઈ તૈયારી શરુ કરી નથી !

૪.  કોમિક રસિયાઓ માટે સારા સમાચાર છે ૨૨-૨૩ ઓક્ટોબરે મુંબઈ માં કોમિક-કૉનનો મેળાવડો જામવાનો છે, ને મારા પ્રિય ઢબુજીના  ચિત્રકાર શ્રી આબિદ સુરતીજી ને મળવાનો સરસ મોકો છે ! જે મિત્રો ને કોમિક્સ માં રસ હોય ને જો આ સમયે મુંબઈ માં હોય તો કોમિક-કૉન  નો અચૂક લાભ લેવા જેવો છે.

૫. ઘણા વખત સુધી આર્ચરી ક્લબ ની કીટ વાપર્યા બાદ, કલકતાથી ફાઈનલી પોતાની આર્ચરી કીટ આવી ગઈ છે, જોઈએ હવે કેટલા ઊંચા નિશાનો તકાય છે !!!!! ( આર્ચરી વિષે વધુ ક્યારે વિગતે બ્લોગ પોસ્ટમાં લખવાનો  વિચાર છે.)

૬. આ વખતે વીકીપીડીયાની કોન્ફરસ મુંબઈ માં યોજાઈ રહી છે તો તેમાં ભાગ લેવાનો વિચાર છે. રસ ધરવતા મિત્રો અહીંથી વધુ વિગત જાણી શકે છે !