અલવિદા રાજુ ગાઈડ !

મારા પ્રિય "રજુ ગાઈડ" (ફોટો શ્રોત -ગુગલ ઈમેજીસમાં થી)

દેવ સાહેબ આમ તો જૂની પેઢી ના કલાકાર , પણ કોઈપણ હિન્દી ફિલ્મ રસિક/શોખીન તેમની જૂની (૮૦ માં દશક પહેલાની ) ફિલ્મ જોયા વગર અધુરો ગણાય તેવીજ  રીતે  હિન્દી ફિલ્મ સંગીત ના રસિયાઓ માટે તેમની  જૂની ફિલ્મોના ગીતો ફિલ્મ સંગીતના સુવર્ણ કાળના  એક  અવિભાજ્ય હિસ્સો સમા છે ! તેમનું પ્રદાન હિન્દી ફિલ્મ  સિનેમા ફક્ત એકતર કે ડીરેક્ટર સુધીજ સીમિત ના કહી શકાય  ટીના મુનીમ, જીનત અમાન, જેવા કેટલીય પ્રતિભા ને ઓળખીને લોકો સામે લઇ આવવાની અદ્ભુત આવડત હતી પણ મારી દ્રષ્ટી એ હરેક હિન્દી ફિલ્મ રસિક ને હિન્દી ફિલ્મ જગતે તેમનો ખાસ આભાર તો તેમના નવકેતન બેનર હેઠળ તેમના મિત્ર અને લઘુ બંધુ એવા ગુરુદત અને વિજય આનંદ જેવા મહારથી ને જીનીઅસ દીરેક્તારો  આપ્યા તે માટે  માનવો રહ્યો !

તેમની  જૂની ફિલ્મો ને  તેના ગીતો મારા મનપસંદ  હોય તેઓ હમેશા મારા જેવા ઘણા ફિલ્મ રસિકો ના દિલમાં અમર  રહશે ! દેવ સાહેબ અને  મારા માટે તેમનું અતિ લોક પ્રિય ફિલ્મ ગાઈડ નું પાત્ર “રાજુ ગાઈડ ” ને ભાવભરી અંજલી ને આખરી સલામ  !

તીરંદાજી-Archery : એકાગ્રતા, બેલેન્સ, અને ધીરજની રમત !

તીરંદાજી ની રમત ( સ્રોત: ગુગલ ઈમેજીસમાં થી )

દુનિયાની  સૌથી જુના માં જૂની રમત તેમજ શિકાર ને યુદ્ધકૌશલ્ય માટે ઉપયોગી  વિદ્યા એટલે  તીરંદાજી/ધનુષ્ય વિદ્યા !  જોકે આજે તેનો મહત્તમ ઉપયોગ એક રમત તરીકેજ સિમીત થતો જાય છે ! આમ તો ભારત માં ધનુર્ધરો ની પરંપરા રહી છે શ્રી રામ ભગવાન ,અર્જુન જેવા ઘણા પૌરાણિક પાત્રોથી લઇ ને તેમના આધુનિક અવતાર જેવા લીંબા રામ/ડોલા બેનર્જી જેવા અફલાતુન ખિલાડીઓ સુધીની  !   આપડા સદનસીબે આ રમત માં  હાલમાં પણ ભારત નો સારો એવો દેખાવ રહ્યો  છે જો  સરકાર તરફથી  વધુ સવલતો  ને આર્થિક  પ્રોત્સાહન મળે તો હરેક ઓલમ્પિક/મુકાબલામાં  માં ભારત ગોલ્ડ લઇ આવી શકે તેવા પ્રતિભાવાન ખિલાડીઓ છે. ભારતની ક્રિકેટ પ્રેમી પ્રજામાં  (જેમાં મારો પણ સ-ગર્વ સમાવેશ થાય છે) પણ ધીરે ધીરે આ પ્રાચીન તેમજ અદભુત રમત પ્રત્યે આકર્ષણ વધતું જાય છે ને ઘણા નવા આશાસ્પદ ખિલાડીઓ/શોખીનો  આ રમત અપનાવી રહ્ય છે !

પ્રાચીન સમયથી આર્ચરી જેવી ખુબ જુજ રમતો એવી રહી છે કે જેમાં મોટા મોટા રાજા મહારાજાથી લઇ જંગલ માં રેહતો એક આદિવાસી  પણ રસ દાખવતો ને તેમાં સારું પ્રભુત્વ મેળવી શકતો. આમતો આર્ચરી જેટલી પ્રાચીન રમત છે એટલોજ તેનો ઈતિહાસ પણ રસપ્રદ છે ! હરેક દેશ ની તીરંદાજી માટે ના ધનુષ ને બાણ પણ જુદા  ને શીખવાની રીતો પણ જુદી જુદી !  તીરંદાજીના  ઈતિહાસ ને જુદા જુદા દેશોની તે માટે ની જુદી જુદી રીતો ની વાતો ફરી ક્યારે આજે તો ફક્ત આધુનિક તીરંદાજી તેમજ આ રમતના અમુક પાસાઓની ચર્ચા કરવી છે !

ભારતમાં તીરંદાજી ની સ્પર્ધાઓ માં  મુખ્યત્વે ત્રણ પ્રકાર ના ધનુષ વપરાય છે. ૧) ઇન્ડિયન બો કે જે વાંસ અને લાકડા નું બનેલું હોય છે, કે જેની મહત્તમ રેંજ ૫૦ થી ૬૦ મીટર ની હોય છે. વળી તેના બાણ પણ વાંસ માંથી બનાવામાં આવે છે ને જેની મહત્તમ રફતાર ૭૫~૧૦૦ કિમી ની હોય શકે છે. ભારત માં તીરંદાજી શીખતા મહતમ લોકો તેમની રમત ની શરૂઆત ઇન્ડિયન બો થીજ કરે છે ને ક્રમે ક્રમે આગળ વધે છે. બીજા બધા ધનુષ કરતા ઇન્ડિયન બો ઉપર કાબુ મેળવો થોડ અઘરો છે પણ એક વાર તેની પર હટોટી આવી ગાય બાદ થોડ એડજસ્ટમેન્ટ સાથે બીજા બો ઉપર જલ્દી થી હાથ બેસાડી શકાય છે. ૨) ઇન્ડિયન બો પછી ના ક્રમે રીકવ બો આવે છે જે મોટા ભાગે કાર્બન -ફાઈબર માં થી બનાવવામાં આવે છે ને તેના બાણ પણ કાર્બન -ફાઈબર ના બનેલા હોય છે. મોટા ભાગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા આ બો વડેજ રમી શક્ય છે. આ પ્રકાર બો ની મહત્તમ રેંજ ૯૦ થી ૧૧૦ મીટર સુધીની હોય શકે છે. બાણ ની મહત્તમ રફતાર ૧૮૦~૨૦૦ કિમી સુધી ની હોય શકે છે. જો  તીરંદાજી ના પ્રોફેસનલ ખિલાડી બનવું હોય તો આ પ્રકારના ધનુષ ઉપર કાબુ મેળવવો અનિવાર્ય છે. વળી આ ધનુષ બાણ ની કીમત પણ ખુબ આસમાની હોય છે. કોઈ પણ પ્રોફેસનલ ખિલાડીના ધનુષબાણ એક લાખ થી બે લાખ સુધીના હોય શકે છે, વળી તેમની સાર સંભાળ પણ સારી એવી મેહનત તેમજ  પૈસા માગી લે છે. ૩)  ત્રીજા પ્રકાર ના બો ને કંપાઉંડ બો કેહવાય છે. જેમાં ધનુષ રીકવ બો ની જેમજ કાર્બન -ફાઈબર નું  બનેલું હોય છે પણ સાથે  તેમાં પુલી પણ હોય છે જે તેની રેંજ તેમજ બાણ ની રફતાર વધારી દે છે. આકાર માં તે  રીકવ બો કરતા નાનું હોય છે પણ કીમત માં તેની કરતા  વધુ મોંઘુ હોય છે. તેને ચલાવાની રીત પણ જુદી હોય છે.  મોટા ભાગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માં આ ધનુષ માટે ની અલગ કેટેગરી હોય છે. આ પ્રકાર બો ની મહત્તમ રેંજ ૯૦ થી ૧૩૦  મીટર સુધીની હોય શકે છે. બાણ ની મહત્તમ રફતાર ૧૮૦~૨50 કિમી સુધી ની હોય શકે છે.

ઇન્ડિયન બો સાથે પ્રેક્ટીસ કરતી વિદ્યાર્થીનીઓ ( સ્રોત: ગુગલ ઈમેજીસમાં થી )

રીકવ બો સાથે નો ખિલાડી ( સ્રોત: ગુગલ ઈમેજીસમાં થી )

કંપાઉંડ બો ( સ્રોત: ગુગલ ઈમેજીસમાં થી )

આમ તો મોટા ભાગ ની રમતો માં એકાગ્રતા, ધીરજ  ને બેલેન્સ ની જરૂર હોય છે પણ તીરંદાજી પૂરી રીતે  આ ત્રણ ગુણો પરજ આધાર રાખે છે. તીરંદાજી ની શરુઆત કરતા પહેલોજ સબક તે મળ્યો કે તીરંદાજી માં બુલ્સઆઈ મારવાનું મહત્વ નથી પણ તે માટે જરૂરી એકાગ્રતા, ધીરજ  ને બેલેન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધારે જરૂર છે. જો આ ત્રણે આવડતો પર પકડ હશે તો હરેક તીર નિશાન પરજ વાગશે ! મોટા ભાગના લોકો એવુજ માનતા હોય છે કે તીરંદાજી માં નિશાન લેવામાં જેટલી એકાગ્રતા હોય એટલું સચોટ નિશાન લાગે છે, પણ આ માન્યતા ભૂલ ભરલી છે. તીરંદાજી માં એકાગ્રતા શરીર ની બેલેન્સ સ્થિતિ ,  યોગ્ય રીતે તીર ને તરતું મુકવું , ને નિશાન માટે પુરતી ધીરજ રાખવામાં છે. તીરંદાજી કરવા માટે ના મુખ્ય ૩ પગથીયા છે જે ખુબ જલ્દી થી સીખી જવાય છે પણ તેમાં માસ્ટરી લાવવા ખુબ પ્રેક્ટીસ તેમજ સમય માગી લે છે. જયરે પણ તીરંદાજી ઇન્ડિયન બો ઉપર શરુ કરવાની હોય ત્યારે તો બીજી ઘણી જીણી જીણી બાબતો ઉપર ધ્યાન રાખવાનું હોય છે . જેમકે વાંસા ના બનેલા દરેક બાણ નું પોતાનું એક ચોકસ નિશાન હોય છે તેને ધ્યાન  માં રાખીને નક્કી કરેલા નિશાન પર તાકવા ઘણા સુધારા-વધારા કરવા પડે છે. પહેલા ૧૦ મીટર થી શરુ કરી ને અનુક્રમે ૨૦ , ૩૦ , ૪૦ , ૫૦ મીટર શુધી જવાનું હોય છે, ને હરેક અંતર માટે તેમજ હરે બાણ માટે ઢગલો ફેરફાર ને સુધારા કરવા પડે છે. ને આ બધું ખુબ પ્રેક્ટીસ તેમજ  ટ્રાયલ અને એરર મેથડ થીજ શીખી શકાય છે.

તીરંદાજી માં શરીરની ચુસ્તતા તો જળવાયજ છે પરંતુ મગજ પણ એકાગ્ર કરીને એકજ વસ્તુ પર ફોકસ કરવા માટે કેળવાતું જાય  છે. એક આડ વાત ૨૦૧૨ માટે પહેલી વાર ક્રિકેટ માટે નું મક્કા એટલે કે લોર્ડ્સ નું મેદાન હવે તીરંદાજી ની રમત ના આયોજન માટે વપરાશે ! મુંબઈમાં  રેહતા ને તીરંદાજી માં રસ ધરવતા મિત્રો માટે ગોરેગાવ, જોગેશ્વરી, પાર્લા જેવી ઘણી જગ્યાએ કલબ/ટ્રેનીગ સેન્ટર ચાલે છે તેનો લાભ લઇ શકાય છે ! તીરંદાજી રમત  તેમજ તેના મારા અનુભવ વિષે વધુ હવે પછી !