ફિલ્મ મેંકિંગ અને ફિલ્મ અપ્રીશિએશન

જે મિત્રો ને ફિલ્મ મેંકિંગ,  ખાસ કરી ને  Documentary તેમજ  Short Films  બનાવામાં રસ હોય, ને તેના વિશે શિખવું હોય તો  Mumbai University દ્વારા આયોજિત Documentary Film Making Course માં ભાગ લઇ શકાય છે. વધુ માહિતી માટે નીચે આપેલી link ની મુલાકાત લેવી.

http://www.mcjmumbai.org/ddfm.htm

જે મિત્રો ને ફિલ્મો જોવાનો શોખ હોઈ ને ફિલ્મો પાછળ ની Theory & Philosophy ,  તેમજ ફિલ્મો ને માણવા માટે ના  જરૂરી પાસા ઓ સમજવા હોય તેમની માટે   Mumbai University દ્વારા આયોજિત  Film Appreciation   નો  Course  પણ  ઉપલબ્ધ છે.  વધુ માહિતી માટે નીચે આપેલી link ની મુલાકાત લેવી.

http://www.extramural.org/film_appreciation.html

મરાઠી ફિલ્મ “મી શિવાજીરાવ ભોસલે બોલતોયે”

કાલે સાંજે મેં મરાઠી ફિલ્મ “મી શિવાજીરાવ ભોસલે બોલતોયે” જોઈ. લગે રહો મુન્ના ભાઈ ની theme  પર  થી તૈયાર થયેલી ફિલ્મ , જેમાં ફિલ્મ નો નાયક શિવાજી  મહારાજ  ને મળે  છે  ને તેના જીવનમાં બદલાવ આવાના શરુ થાય  છે. જોકે લગે રહો મુન્ના ભાઈ માં મુન્ના ભાઈ નું ગાંધીજી ને મળવું વધુ સુસંગત લાગ્યું તું.

ફિલ્માં મુંબઈ માં રેહતા મધ્ય વર્ગીય મરાઠી કુટુંબ ની વ્યથા નું સારું નિરૂપણ કર્યું  છે. મુંબઈ માં રેહતા કે રહેલા મિત્રો આ ફિલ્મ ને વધુ સારી રીતે સમજી શકશે. એકંદરે એક સરસ જોવા જેવી ફિલ્મ છે. મરાઠી સમજી શકતા મિત્રો એ  જરૂર થી જોવા જેવી ફિલ્મ .

હવે પછી ની મારી ફિલ્મ ની લીસ્ટ માં આવતી બીજી મરાઠી ફિલ્મ “હરીશચંદર્યા ચી ફેકતરી” છે, ફિલ્મ જોયા પછી તેની  માહિતી પણ  “મારી નોંધપોથી” પર મુકવાનો વિચાર છે.

વરસાદ નું અડપલું

કાલે દશેરા ની રાજા હોય ને દિવસ ની શરૂઆત પણ જકાસ ફાફડા જલેબી થી થઇ . સવાર થી સાંજ ની Ind vs. Aus  ની match  માટે ઉત્સાહમાં હતો. વિચારેલું કે આજે સચિન ને દ્રાવિડ ની partnership જોવા નો લાહવો મળશે, પણ વરસાદે ઇન્ડિયા ના match જીતવા ના સપના ને મારા ઉત્સાહ પર પાણી ફેરવી દિધું. ચાલો હવે જોઈએ બુધવાર ની match માટે શું થાય છે. આશા રાખીએ કે  એક સરસ રમત જોવા મળે.

મારી ઈચ્છાઓ

મારી કેટલીક ઈચ્છાઓ ની  યાદી……..

૧.  મારું personal  Mactonish નું laptop લેવું.
૨. Nikon SLR Series નો Digital Camera લેવો.
૩. 4′ કે  5′ Inch ના diameter નું  Reflector પ્રકાર વાળું ટેલેસ્કોપ લેવું.
૪.  Mountain Bike Series ની સાયકલ લેવી.
૫. ૮ ચેનલ વાળું RC Plane લેવું.
૬. ૫૦૦૦ મીટર કે તેથી વધુ ઉંચાઈ ના હિમાલય ના શિખર ને સર કરવું.
૭. Ham Radio  નું   License લેવું.
૮ .  Indian Territorial Army જોઈન કરવી.

આજના દશેરા ના શુભ દિવસે આપ સૌની પણ ઈચ્છાઓ પૂરી થાય તેવી પ્રભુ ને  પ્રાથઁના !!!