‘હરીશ્ચન્દરાચી ફેક્તોરી’ -મરાઠી ફિલ્મ

ઘણા વખત થી મારી મરાઠી ફિલ્મની યાદી માં ‘હરીશ્ચન્દરા ચી ફેક્તોરી’ હતી તે હાલ માં જોઈ , સારી ને જોવા લાયક ફિલ્મ છે, પણ જેટલું આના વિષે સાંભળ્યું તું ને વાંચ્યું તું એટલી જોરદાર ના લાગી , ભારત સરકારે કયા ધોરણો સર આ ફિલ્મ ને ઓસ્કાર માટે મોકલી હશે તે એક આશ્ચર્ય છે !

ખેર , ફિલ્મ  શ્રી દાદા સાહેબ ફાલકે ના જીવન આધારિત છે, કોઈ જગ્યાએ તેઓ એક ફિલ્મ જોઈ લે છે ને તેમના પર બસ ફિલ્મ બનવાની એક ધૂન  સવાર થઇ જાયે છે , તેઓ કેવી કેવી મુશ્કેલીઓ ને  સઘર્ષ થી તેમનું સપનું પૂરું કરે છે તેની વાત છે. પહેલો હાલ્ફ તો ફિલ્મ કઈ વધારે પડતી જ જડપ થી જાય છે ને બીજા હાલ્ફ માં કઈ જામે છે . ફિલ્મ વધુ સરસ થઇ શકી હોત , મુખ્ય કલાકાર દાદા સાહેબ નું ધૂનીપણ ને તેમના સપના ની લગન પરદા પર સાકાર કરવા નિષ્ફળ રહ્યા છે. બાકી બધા કલકર પણ ઠીક ઠીક છે , હા પણ ફિલ્મ ને સેટ ગમ્યા સરસ બનવ્યા છે , તે સમય ના ભારત ને પરદા પર દર્શાવી સકે છે.

પણ દાદા સાહેબ નો તો અભાર અપડે માનવોજ  પડે કે  જેમની દીર્ધ દ્રષ્ટિ ને ભારત પ્રેમ ને લીધે આજે દુનિયા ની સૌથી મોટા માં મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આપડે ત્યાં અસ્તિત્વ માં આવી ને ખુબ જોર શોર થી દુનિયા માં પોતાનું નામ ગજવી રહી છે , જે મિત્રો ને ફિલ્મ ના ઈતિહાસ ને દાદા સાહેબ વિષે જાણવું હોય તો જરૂરથી ફિલ્મ જોવી , મરાઠી ના આવડતું  હોય તોય ચિંતા નથી અંગ્રેજી સબ ટાઈટલ સાથે જોઈ શકો છો.

વધુ માહિતી માટે નીચે ની લીંક ની મુલાકાત લો .

http://www.harishchandrachifactory.utvnet.com/

Advertisements