ધ સિક્રેટ ઇન ધેઈર આયસ – એક પેસનેટ ફિલ્મ !

ધ સિક્રેટ ઇન ધેઈર આયસ (ફોટો શ્રોત -ગૂગલ ઈમેજીસ માં થી)

હાલમાંજ અંગ્રેજી સિવાય ની કેટલીક ફોરેન લેન્ગવેજ ની ફિલ્મો જોય , તેમની વિષે ની વધુ વાતો આગળની પોસ્ટ માં, આજે વાત કરવી છે ૨૦૧૦ ના ફોરેન ફિલ્મ નો  ઓસ્કાર જીતેલી આર્જેન્તીનિયન  ફિલ્મ “ધ સિક્રેટ ઇન ધેઈર આયસ” ની. એક પેસનેટ ને ઝકડી રાખનારી અદ્ભુત ક્રાઈમ -સસ્પેન્સ ફિલ્મ !

ફિલ્મ માં વાત છે એક સરકારી વકીલ કે કારકુન ની જે એક સ્ત્રી ના ખૂન ના કેસ ઉકેલવા માટે ખુબ ઊંડો ઉતરી જાય છે ને તેના લીધે તેની અંગત જિંદગી તેમજ  તેની કારકિર્દી માં આવતા બદલાવની. વાર્તા ની મુખ્ય વાત ભલે એક ખૂન ના કેસ ની આસ -પાસ ફરી રહી છે પણ તેમાં ખુબ બધા લેયર છે, બીજા ઘણા નાના પ્રસંગો છે. દરેક પ્રસંગો ની એટલી સરસ ગુથણી થઇ છે કે તે મુખ્ય વાર્તા પ્રવાહ ને એક અલગ પરિણામ આપે છે. વાર્તા ના  આગળ વધતા ની સાથે તેના દરેક લેયરો ધીરે ધીરે દર્શકો સામે ખુલ્લા  પડતા જાય છે ને વાર્તા ના નાયક સાથે દર્શક પણ એક પેસન અનુભવે છે. સિનેમાની ટેકનીકની  દ્રષ્ટીએ પણ ફિલ્મ એક આલા દર્જાની છે. દરેક કલાકાર નો અભિનય અદ્ભુત છે. વાર્તા નો અંત દર્શકો ને આશ્ચર્ય પમાડ્યા વગર નહિ રહે.  આંમ  તો ઘણી વાતો છે આ ફિલ્મ વિષે લખવા માટે પણ તેને વાંચવા કરતા વાચકો એ  જોઈ ને અનુભવા જેવી છે.

બે કલાક  ઉપર ની ફિલ્મ સ્પેનીશ માં છે પણ તેને અંગ્રેજી સબ ટાઇટાલ સાથે માણી શકાય છે. વિદેશી ફિલ્મ રસિકો માટે તો must વોચ ને હિન્દી ફિલ્મ રસિકો પણ જો અંગ્રેજી સબ ટાઇટાલ સાથે આ ફિલ્મ જોય શકતા હોય તો એક સરસ ને પેસનેટ ફિલ્મ જોવાનો અદ્ભુત સંતોષ મળશે તે પાક્કું  !!

ટીમ ઇન્ડિયા ના ઝીમ્બાવે ના પ્રવાસ નો સંક્ષિપ્ત અહેવાલ !

હાલ માં દરેક રમત પ્રેમીઓ માટે ઉત્સવ ચાલી રહ્યો છે એક તરફ ફૂટબોલ ના વર્લ્ડ કપ ની ધમાલ છે તો ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે ક્રિકેટ નો ભરચક કાર્યક્રમ ચાલી રહ્યો છે. ફૂટબોલ કે હાલ માં રમાય ગયેલા  એશિયા કપ ની વાતો બીજી કોઈ વાર . આજે તો હાલ માં ખતમ થયેલા ટીમ ઇન્ડિયા ના ઝીમ્બાવે ના પ્રવાસ ની એક નાની યાદી રજુ કરવી છે.

ટીમ ઇન્ડિયા ના T20 ધબડકા બાદ ને કેટલાય મુખ્ય ખેલાડી વગર ની લગભગ બીજી કક્ષા ની ટીમ ઇન્ડિયા ઝીમ્બાવે ના પ્રવાશે મોકલ વામાં આવી હતી. આમ પણ t20 ના રકાસ બાદ ને બીજા દરજ્જા જેવી ક્રિકેટ ટીમ પાસે  લોકો ની વધુ અપેક્ષા ના હોય, આ ને શ્રેણી એટલું મહત્વ ના દેવામાં આવ્યું. નવા ઘણા ખેલાડીઓ ને તક આપવામાં આવી સાથે સાથે માહીના પર્યાય તરીકે પણ રૈના કેટલી શક્મતા ધરાવે છે તેની પરીક્ષા થઇ ગયી.

પેહેલીજ મેચ થી ભારત ની ખરાબ શરૂઆત ! પેહલી મેચમાં વિજય ને કાર્તિક ની ભાગીદારી ની નિષ્ફળ શરૂઆત. રોહિત ની શતક પણ ટીમ ઇન્ડિયા ની હર ના બચાવી શકી.  જાડેજા એ સારી બેટિંગ કરી ને તેના માં રહેલી બેટિંગ શમતા નો થોડો પરિચય થયો, સુરેશ પણ ઠીક ઠીક રહ્યો ને કોહલી સરેઆમ નિષ્ફળ રહ્યો. બેટિંગ બાદ તો બોલિંગ તો ખુબજ નિરાશા જનક રહી , મેચ ની મધ્યમ ઓવરો માં જે રીતે ઝીમ્બાવે ના બોલરોએ ટીમ ઇન્ડિયા ના બેટ્સ મેનો  ને બાંધી રાખ્યા તે જોઈ નવા ખિલાડીઓ ની સ્પિનર ને રમવાની શમતા અંગે વિચારવું રહ્યું. મિશ્રા સિવાય બાકી ના બધા બોલર નું પ્રદર્શન નિરાસાજનક  રહ્યું. ઝીમ્બાવે તરફ થી ટેલર ની ઈનિગ અદ્ભુત રહી , ઈરવીન નો પણ તેને સારો સાથ મળ્યો ને ઝીમ્બાવે ની ફિલ્ડીંગ પણ મધ્ય ઓવરો સુધી જોરદાર રહી.

બીજી મેચ માં લાગ્યું કે ટીમ ઇન્ડિયા એ પોતાની રમત માં ઘણો સુધારો કર્યો છે. પૂરી મેચ લગભગ ભારતીય ટીમ ની રહી. શ્રીલંકા ની બેટિંગ માં દિલશાન ને મેથ્યુ સિવાય કોઈ ખાસ ના રમ્યું. ઓઝા, જાડેજા, ને મિશ્રા ની બોલિંગ સારી રહી, ફાસ્ટ બોલેર પણ ઠીક ઠીક રહ્યા. બેટિંગ માં રોહિત પાછો ખીલ્યો ને લગભગ  પહેલીવાર તેની  સાત્યભરેલી રમત જોવા મળી. કોહલી પણ સરસ રમ્યો. શ્રીલંકા માં રાન્દીવ ની બોલિંગ પ્રભાવશાળી લાગી. ટૂંક માં ટીમ ઇન્ડિયા નો દિવસ હોય ને ટીમ ઇન્ડિયા ફાવી ગયી. ટીમ ઇન્ડિયા ને  બોનસ પોઈન્ટ લેવા નું કેમ નહિ સુજ્યું હોય ?

ત્રીજી મેચ ફરી પાછી ઝીમ્બાવે સાથે , પહેલી મેચમાં ટીમ ઇન્ડિયા શીખેલા પદાર્થપાઠ ભૂલી ગયું હોય તેમ ઝીમ્બાવે ફરી પાછો ટીમ ઇન્ડિયા ને ક્કો ઘુટાવ્યો ! જાડેજા સિવાય એક પણ ખિલાડી ની બેટિંગ નોંધપાત્ર પણ ના રહી. ઝીમ્બાવે ના સ્પિનરો એ સરસ રમત દાખવી , ખાસ કરી ને લેમ્બે. બેટિંગ માં પણ ટેલર ને માંસ્કાદાઝ ની બેટિંગ જોરદાર રહી ને શરુઆતથીજ  ટીમ ઇન્ડિયા પાસેથી ગેમ લઇ લીધી. ને ટીમ ઇન્ડિયા જેવી ભૂલ ના કરતા બોનસ પોઈન્ટ પણ ઘર ભેગા કરી લીધા. જાડેજા ને ઓહ્જા સિવાય કોઈપણ બોલરો માટે કાઈ ખાસ કેહવા પણું  રહ્યું નહિ. આ હાર સાથે ટીમ ઇન્ડિયા ના ફાઈનલ ના પ્રવેશ ના દરવાજા પણ લગભગ બંધ થઇ ગયા.

ચોથી ને મહત્વની મેચ શ્રીલંકા સામે , શ્રીલંકા એ પોતાની હાર નો સરસ બદલો આભાર સમેત વાળી દીધો. ઇન્ડિયન બેટિંગ માં પઠાણ, શર્મા ને અશ્વિની ઠીક ઠીક રમ્યા બાકી બધા ખિલાડી તો બસ ‘તું ચલ મેં આયા’ જેવું રહ્યું. શ્રીલંકા ની બોલિંગ માં રાન્દીવ નું પ્રદર્શન સરસ રહ્યું , શ્રીલંકા ને એક સારા સ્પિનર ની પ્રતિભા મળી છે. શ્રીલંકા ની બેટિંગ માં દિલશાન ની સદી ને  કાપુગેન્દરા નો સથાવરો  સરસ રહ્યો, ટીમ ઇન્ડિયા માં ઓહઝા સિવાય કોઈ ખાસ ના જળકી શક્યું.

આમ આખી શ્રેણી માં સૌથી ટીમ ઇન્ડિયા માં સૌથી વધુ જો કોઈ ને ફાયદો થયો હોય તો તે જાડેજા ને શર્મા ને, બેવ ઉપર સૌથી વધુ ખરાબ પ્રદર્શન નું દબાણ હતું તે હાલ પુરતું તો કેટલીક મેચો માટે હટી  ગયું છે. કોહલી પણ ઠીક ઠીક રહ્યો. પણ પઠાણ માટે ખરે ખર ખરાબ સમય ચાલી રહ્યો છે. ના તો તે પોતાની શમતા મુજબ બેટિંગ કરી શકે છે કે બોલિંગ (એમાં ધોની ને રૈના ની રણનીતિક ભૂલો પણ કેટલેક અંશે જવાબદાર છે !). તેને પોતાની રમત ને t20 ના સ્તર થી ઉપર ઉઠાવીજ રહી !

અંતે તો શ્રીલંકા ને તેમની શ્રેણી વિજય માટે અભિનદન ને ઝીમ્બાવે ને આટલી સરસ રમત બતાવ બદલ ખુબ ખુબ અભિનદન ને સાથે સાથે તેમના દેશ ની સ્થિતિ પણ જલ્દી થાળે પડે ને એમના તરફ થી વધુ સરસ ક્રિકેટ જોવા મળે તેવી સુભેર્છા !

મુખ્ય શ્રેણી પછી ઇન્ડિયા ની બે t20  ની ઝીમ્બાવે સાથે  મેચો હોય, ટીમ ઇન્ડિયા ને પોતાનું નાક બચાવાની તક મળી ગયી. પહેલીજ મેચ માં ઝીમ્બાવે ને ખુબ સરળ હાર આપી. ઝીમ્બાવે ની ટીમ માં થી ચીબા ને ઈરવીન સિવાય કોઈ ખાસ ના રમ્યું. ઇન્ડિયા ની બોવ્લીંગ જળકી, ઝીમ્બાવે ની ટીમ ને સરસ કન્ટ્રોલ માં રાખી. ઇન્દીઆની ઓપનીંગ જોડી એ પોતાની નિષ્ફળતા ચાલુ રાખી. પઠાણ ને કોહલી ની રમતે ટીમ ઇન્ડિયા ને સરળ વિજય અપાવી દીધો. ઝીમ્બાવે ની ટીમ ક્રિકેટ રસિકો ને જરૂર નિરાશ કર્યા ખાસ કરી ને તેમના ટીમ ઇન્ડિયા સામે ના સરસ એકદિવસીય મેચો ના પ્રદર્શન પછી. પણ બીજી મેચ માં તેમને ફરિયાદ દુર કરી દીધી બીજી મેચ રસાકસી વળી રહી. ઝીમ્બાવે ની બેટિંગ માં ટેલર, તૈબુ, ને કોન્વેન્ત્રી ની  બેટિંગ સરસ રહી. ઇન્ડિયન બોલિંગ માં અશોક નું કમબેક સરસ રહું, ઓહ્જા ની બોલિંગ પણ સરસ રહી. ઇન્ડિયા ને બેટિંગ માં ઘણા વખત પછી વિજય એ થોડા રન કર્યા પણ મુખ્ય ફાળોતો રૈના નો રહ્યો ,કેપ્ટન્સ ઇનિંગ રમ્યો. ઝીમ્બાવે ની ટીમ બોલિંગ માં માર ખાઈ ગયી !

હાલ માં ટીમ ઇન્ડિયા એશિયા કપ પણ જીતી લીધો છે તેની ને શ્રીલંકા સાથે ની આવી રહેલી ટેસ્ટ મેચો માટે ની કેટલીક વાતો ફરી કયારેક !!

“રાજનીતિ” -ફિલ્મ માટે “રાહ” જોવાની “નીતિ” અપનાવા જેવી ખરી !!

ફોટો શ્રોત-ગુગલ ઈમેજીસ માં થી

પ્રકાશ ઝાહ મારા મનગમતા ફિલ્મ મેકર , ઘણા વખત થી તેમની “રાજનીતિ”  ફિલ્મ ની રાહ જોય રહ્યો હતો. કાલે જોયું , ફિલ્મ ને જોયા પછી લાગ્યું કે આ ફિલ્મ માટે થોડી વધુ રાહ જોવાની નીતિ અપનાવી હોત તો ૬/૭ મહિના માં ટી.વી પર કે ડી.વી. ડી પર આર્થીક નુકસાન વગર વધુ સારી રીતે માણી શકત !

પ્રકાશ ભાઈએ મહાભારત ને પોતાની દ્રષ્ટિ થી આજ ના રાજ નૈતિક માહોલ નો આધાર લઇ ને મૂલવા તેમજ નવા રૂપ માં રજુ કરવામાં નીચું નિશાન તાક્યું છે. ફિલ્મ નો વિષય સરસ છે, નાના ને મનોજ નો  અભિનય પણ ખુબ જોરદાર છે.  પણ પટકથા ફિલ્મ ના બધા સારા પાસાઓ   પર પાણી ફેરવી દેતી લાગી, અજય દેવગણ નું રાજકારણ  માં પ્રવેશવું , રણબીર નું રાજ કારણ થી દુર હોવા ને અચાનક કોઈપણ જાતના અનુભવ  વગર  એક પીઢ રાજકરણી ની જેમ રાજકારણ ના આટા-પાટા રમવા માંડવું , વગેરે જેવાઘણા પ્રસંગો ગળે ઉતારવા ખુબ મુશ્કેલ એમાં પણ જયારે પ્રકાશ ભાઈ જેવા મેકર ફિલ્મ બનાવે ત્યારે પટકથા ના આવા “લોચા”  ઘણા દર્શકો ને ખટક્યા હશે.

ફિલ્મ માં બાકીના કલાકારો નો અભિનય ઠીક ઠીક છે, નાસીર ભાઈ જેવા કલાકાર તેમને મળેલા રોલ માટે કેમ તૈયાર થઇ ગયા હશે તે પણ એક કલ્પાના બહાર નો પ્રશ્ન છે ! આમ ફિલ્મ એક જોવાજેવી જરૂર બની છે પણ તેની માટે મલ્ટીપ્લેક્ષ  માં ખર્ચો કરવા જેવો ના લાગ્યો , ફિલ્મ રસિકો જો રાહ જોય શકતા હોય તો ફિલ્મ ને ટી.વી  કે  ડી.વી. ડી પર માણવી વધુ હિતવાહ છે !

ઝિરા પુલાવ/રાઈસ -રાયતા ની રીત !

રાંધણ કળા નો પ્રયોગ – ૪ , ગયા રવિવારે ટીમ ઇન્ડિયા ની મેચ ની સાથે ઝિરા રાઈસ ને રાયતા નો પ્રોગ્રામ હીટ રહ્યો (ટીમ ઇન્ડિયા માટે પણ !!). આમ તો ઝિરા રાઈસ ને રાયતા ની રીત બહુજ સરળ ને જડપી છે. મારી જેમ રાંધણ કળા માં રસ ધરવતા મિત્રો માટે રીત મુકું છુ, આપે પણ કોઈ રાંધણ કળા નો પ્રયોગ કર્યો હોય તો જરૂર થી ‘ગુલાલ’ કરશો !

સામગ્રી : ચોખા, ઘી, આખું ઝિરુ, મીઠું, દહીં, ટામેટા , કાંદા, ઝીરાળું કે ચાટ મસાલો, વટાણા ( જો ગમતા હોય ને પુલાવ માં નાખવા હોય તો ).

સમય: પૂર્વ તૈયારી નો સમય : ૫~૧૦ મિનીટ  રાંધવાનો સમય : ૧૫~૨૦ મિનીટ

રીત: સૌ પ્રથમ રાયતા માટે તૈયારી કરશું. કાંદા ને ટામેટા ના બને તેટલા નાના ટુકડા કરી ને તેને દહીં માં નાખી દેશું. દહીં માં સ્વાદ અનુસાર મીઠું ને  ઝીરાળું કે ચાટ મસાલો નાખી ને બરાબર મિક્ષ કરી દેવું. દહીં માં થોડું પાણી નાખી ને મિશ્રણ ને થોડું પાતળું પણ કરવું પણ પાણી ઉમેરતી વખતે ધ્યાન રાખવું કે સમય સાથે કાંદા ને ટામેટા માં થી પણ પાણી છુટસે તો રાયતું વધુ પડતું પાતળું થઇ શકે છે. રાયતા ને ફ્રીઝ માં ઠંડુ થવા મૂકી દેવું. હવે વારો ઝિરા રાઈસ નો, સૌ પ્રથમ એક પેન કે કોઈ પણ નોનસ્ટીક વાસણ માં થોડું ઘી લઇ તેને ગરમ કરી ને તેમાં આખું ઝીરું નાખવું , જેવું ઝીરું થોડું શેકાય કે તેમાં ચોખા ઉમેરી દેવા ને મિશ્રણ ને બરાબર મિક્ષ કરી લેવું , ગેસ ની આંચ ધીમી રાખવાની ના ભૂલવી. ત્યાર બાદ જો વટાણા નાખવ હોય તો તે નાખી ને પુરા મિશ્રણ માં જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને  ( ચોખા ને પાણી નું પ્રમાણ ૧:૧.૫/૨  રાખસો તો પણ ચાલશે ) ને કુકર માં મૂકી ને રાંધવા મૂકી દેવું ને જો કોઈ વાસણ માં મુકવું હોય તોતે પણ ચાલશે તેમાં ચોખા ના દાણા વધુ છુટ્ટા થાશે. આમ કુકર કે વાસણ માં ૧૦~૧૨ મિનીટ માં ગરમા ગરમ ઝિરા રાઈસ તૈયાર! જે મિત્રો ને કઢી  સાથે રાઈસ ભાવતા હોય તે મારી આગળ ની પોસ્ટ માં થી કઢી ની રીત પ્રમાણે બનાવી તે રીતે પણ પીરસી શકે છે. ઝિરા રાઈસ , પાપડ , કેરી નું અથાણું , ને ઠંડા ઠંડા રાયતા સાથે પીરસો તો જલસો પડી જાશે તે નક્કી !