નાટક ની પહેલી કમાણી !!

મારા એક મિત્ર જેમને નાટકો લખવા ને ભજવાનો ખુબ શોખ છે તેમની કોલેજ માં હમણા એક નાટ્ય સ્પર્ધા હતી ને જેમાં તેમને એક નાટક ભજવાનું હતું ને છેલ્લી ઘડી એ તેમના એક કલાકારે પારિવારિક કારણોસર નાટક માંથી ખસી જવું પડ્યું ને આપણો નમ્બર લાગી ગયો. આમ તો મારા તે મિત્ર સાથે સ્વામિનારયણ સંસ્થા માટે ઘણા શેરી નાટકો કર્યા છે પણ રંગભૂમિ પર અને તેપણ હિન્દી માં મારે પેહલું નાટક કરવાનું હતું. નાટક ના એક દિવસ પહેલાજ મારા મિત્ર ના કલાકરે  ખસી જવું પડ્યું ને તેમને બીજું કોઈ પણ ના મળતા છેલ્લે તેમને મને કહ્યું ને બસ એક અનુભવ માટે મેં રોલ લઇ લીધો જેમાં મારે એક નેતાજી નો રોલ કરવાનો હતો. આમ નાટક આજની ભારતીય રાજકારણ ઉપર ની કટાક્ષ નાટિકા હતી ને અમે ૫  કલાકરો ના પત્રો હતા . નાટક સુન્દેર રીતે ભજવાયું ને લોક ને મારું કામ એકંદરે સારું પણ લાગ્યું. ને અમારા નાટક ને ૧૧૦૦ રૂપિયા નું આશ્વાસન ઇનામ પણ મળ્યું. જેમાં થી ૬૦૦ રૂપિયાની તો અમે બધાએ  ગરમા ગરમ નાસ્તાની ઉજાણીમાં વાપરી કાઢ્યા ને બાકીના ૫૦૦ માંથી દરેક જને ૧૦૦ રૂપિયા નાટક માં કામ કરવાન મળ્યા . આમ નાટક થી આ મારી પહેલી કમાણી થઇ .

Advertisements