૧ એટલે પરમાત્મા !!!

કાલે મને મારો એક Christen મિત્ર મળી ગયો, ને તેની સાથે  ઘણી બધી વાતો થઇ ને છેલ્લે વાતો ધર્મ પર આવી ને તે હિંદુ ધર્મ માટે કહેવા માંડ્યો કે તમારા ધર્મ માં તો ૩૩ કરોડ દેવી  દેવતાઓ છે , જયારે અમારા માં તો એક જ જન ને પૂજવાનું હોય છે. ત્યારે મેં કીધું કે ધર્મ દરેકે ની અંગત તેમજ શ્રધા ની બાબત છે , ને જે ને ભગવાના જે રૂપ થી શાંતિ મળતી હોઈ તો તેમાં એક ભગવાન કે ૩૩ કરોડ ભગવાન હોય તો શું ફરક પડે છે. છેવટે તો બધા એક સત્ય તરફજ  પ્રયાણ કરે છે ને . તેમ છતાં પણ તેને પોતા ની સળી કરવાનું ચાલુ રાખ્યું , ને તેને મને ચીડવા માં મજા આવી ગયી.

હું વિચારવા લાગ્યો કે આને શાંત કેવી રીતે કરું , ત્યાં મને મારા ગણિત ના શિક્ષક શ્રી ખાનાપુરકર  સર ની વાત આવી ગયી , જે હમેશા કહેતા જ્યાં ક્યાં ગણિત માં કે કોઈએ પ્રોબ્લેમ માં  ફસાઈ જાવ ત્યાં હમેશા ૧ ને યાદ કરવો , ૧ એટલે પરમાત્મા જે બધેજ છે ( તેમના calculus, ને  trigonometry ના કેટલાક  અદભુત ને મૌલિક વિચારો છે જે ફરી કોઈ વાર  ..)

મારા મિત્ર ની મસ્તી ને લેધી, ના છુટકે હું Christen ધર્મ વિષે વધુ ના જાણતા  હોવા છતા મારે કેહવું પડ્યું કે તેજ તો તમારા ધર્મ ની limitation છે , જે કોઈ નવી દ્રષ્ટી થી જોઈ કે વિચરી નથી શકતું , હિંદુ ધર્મ માટે તમારે  એક અલગ દ્રષ્ટીકોણ જોઈ જેમ તમે લોકો

1+1+1+1+…………………………………………+1= 330 millions

માનો છો પણ હકીકત માં તો તે સૌ

1x1x1x1x1x1………………………………………..x1 = 1 god  છે.

આમ તમારા દ્રષ્ટીકોણ  બદલવા થી કદાચ તું વધુ સમજી શકીશ , આ ઉદાહરણ  પછી તે ચુપ થહી ગયો ને , અમે પાછા બીજી વાતો પર લાગી ગયા..

પણ આ સંવાદ ને લીધે મારા મન માં પણ કેટલાક સવાલ ઘુમી રહ્યા છે. જેમ ભૌતીક વિજ્ઞાન માં જ્ઞાન ની જુદી જુદી કડીઓ ને જોડતી  “unified field theory ” માટે પ્રયત્નો થાય છે તો  જુદા જુદા ધર્મ ને જોડતો એક “unified ધર્મ ” ની જરૂર નથી ?? જેથી આપણે એક બીજા ના ધર્મો ને સમજી શકયે ને ખોટી ખોટી શબ્દિક ટપ  ટપ  થી બચી શકયે.

Advertisements