“અમિતાભ બચ્ચન” – પુસ્તક પરિચય

હાલમાંજ  સૌમ્ય વંધોપાધ્યાય એ લખેલું પુસ્તક “અમિતાભ બચ્ચન” નો  બકુલ દવે દ્વરા કરલો ગુજરાતી અનુવાદ વાંચ્યો. અમિતજી પેહેલેથીજ મારા મનગમતા અદાકાર છે , તેમની જીવન કથા જાણવા -વાંચવામાં માટે મન હમેશા આતુર રહે તેવું તેમનું વય્ક્તીવ એટલે  “અમિતાભ બચ્ચન” પુસ્તક એક સરસ વાંચન બની રહ્યું.

આમ તો ઘણા સમય પહેલા આ પુસ્તક લખાયેલું છે, એટલે મુખ્યતવે તો તેમના  માતા -પિતા, તેમના બાળપણ , ફિલ્મ દુનિયામાં તેમનો પ્રવેશ , તેમની ફિલ્મો માં કામયાબી , રાજકારણ માં પ્રવેશ , ને તેમને નડેલા અક્સમાત સુધીના મુખ્ય પ્રંસગો નો આ પુસ્તક માં સમાવેશ થાય છે , ત્યારબાદ ની તેમના જીવની ઘટના નો આ પુસ્તક માં સમાવેશ નથી થતો છતા પણ અનુવાદક , બકુલ ભાઈ એ પોતાની રીતે પુસ્તક માં અમિતાભ ના જીવન ના ૨૦૦૬ સુધી ના મુખ્ય પ્રસંગો ને અછડતી રીતે ઉલ્લેખ કરી ને સમાવેશ જરૂર કર્યો છે. વળી તેમને ૨૦૦૬ સુધી ની તેમની ફિલ્મોની યાદી પણ આપી છે.

ફિલ્મ માં અમિતજી વિષે ના વિવાદો ને તેમના પ્રેમ પ્રકરણો વિષે પણ વાતો સમાવી લીધી છે ખાસ કરી ને તેમના કોંગ્રેસ સાથે ના સંબંધો કે રેખા સાથે ના પ્રેમ પ્રકરણ નો. પુસ્તક માં અમિત જી ના જીવની ઘણી અંગત તસ્વીરો પણ આપવામાં આવી છે ને , કુલ ૫૨૫ + પાના ઓ ને ૩૫ પ્રકરણો માં વેહ્ચાયેલું ખુબ મોટું પુસ્તક છે. પુસ્તક ને વાંચતાજ લેખકે લીધેલી અથાગ મેહનત આંખે ચડ્યા વગર રેહશે નહિ , તેવીજ રીતે અનુવાદ પણ સરસ થયો છે , કેટલીક જગ્યાઓ ને બાદ કરતા એવુજ લાગે કે જાણે પુસ્તક ગુજરાતી માંજ મૂળે લખાયેલું છે.

હિન્દી ફિલ્મો ના રસિકો ને અમિત જીના ચાહકો એ  અચૂક વાંચવા જેવું ને જેમને જીવન-ચરિત્રો વાંચવા ગમતા હોય તેમની માટે પણ એક સરસ વાંચન બની રહે તેવું પુસ્તક !!

પુસ્તક વિષે ની કેટલીક વિગતો

કિંમત: ૩૫૦ રૂપિયા
પ્રકાશક:ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય

Advertisements

ચાઇનીસ ફિલ્મ “Red Cliff-1 &2”

મિત્રો આજે મારે વાત કરવી છે થોડા સમય પહેલા મેં  જોઈએલી ચાઇનીસ ફિલ્મ “Red Cliff” ની. ફિલ્મ બે ભાગો માં વેહેચાયેલી એક ઐતિહાસિક ને યુદ્ધકથા છે.  ચીન ના ઈતિહાસ માં ૩ રાજ્યોં ની લડાઈ વિષે ની વાત આવે છે જે ચીન માં ખુબ પ્રખ્યાત છે , તે ફિલ્મ માં દર્શાવામાં આવી છે.  ફિલ્મ ના દિરેક્તોર “John Woo” છે જેઓ ભવ્ય ફિલ્મો બનાવ માટે ખાસ પંકાયેલા છે .  એશિયા માંથી “Hollywood” માં સફળતા મેળવનારા ખુબ ઓછા કસબીઓ માંથી તેઓ એક છે. તેમની “Hollywood” ની ફિલ્મો , ખાસ કરી ને , “Face-Off, ને  Mission: Impossible 2 ” ખુબ સફળ રહી છે.

આમ તો ફિલ્મ ની પટકથા ને અમુક પાત્રો ને છોડી ને અભિનય સામન્ય ધોરણ ના મને લાગ્યા , પણ  ફિલ્મ નું ચિત્રણ , બેકગ્રોઉંન્ડ સંગીત , ને યુદ્ધ ના દ્રશ્યો અદભૂત ને ભવ્ય છે. જે મિત્રો ને યુદ્ધ કથા ઓં ને યુદ્ધ વિજ્ઞાન  માં રસ હોય તેમને ભૂલ્યા વગર આ ફિલ્મ જોવી .

મહાભારત માં જે ચક્રવહ્યું ની વાત આવે છે , તેવુંજ એક એક અદભૂત યુદ્ધ દ્રશ્ય આ ફિલ્મ માં છે , તેને જોવા થી મહાભારત નો અભીમન્યું   જરૂર થી યાદ આવી જશે.

ફિલ્મ વિષે નું ત્ર્લેર જોવા માટે નીચે ની લીંક ની મુલાકાત લેજો

http://www.youtube.com/watch?v=WDqamjm8lc4&feature=related

વધુ કેટલીક જોયેલી અદભૂત ચાઇનીસ ફિલ્મો વિષે ફરી કયારે