Coke Studio -એક મસ્ત મસ્ત પાકિસ્તાની સંગીત કાર્યક્રમ !

Coke સ્ટુડીઓ (ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસમાં થી)

આમ તો  પાકિસ્તાન નું નામ પડેને નઝર સામે આતંકવાદ, મુસ્લિમ કટ્ટરતા, રાજ્કીય અંધાધુંધી, લશ્કરી રાજ વગેરે જેવી નકારત્મક વાતો તરવરવા લાગે, પણ કહે છે ને કે દરેક ખરાબ વ્યક્તિ માં પણ કેટલીક સારી વાતો હોય છે,  તેવીજ રીતે ત્યાના કેટલાય ખિલાડીઓ, કલાકારો , ને સ્કોલરો ને સંભાળવા, વાંચવા ને માણવા જેવા છે. આજે વાત કરવી છે આવીજ પાકિસ્તાનની એક ઉજળી બાબતની.

આમ તો સંગીત શોખીનો આ કાર્યક્રમ ની સુપેરે પરિચિત હશે ૨૦૦૮ થી આવતો આ કાર્યક્રમ પાછલા ત્રણ વર્ષ થી ખુબ લોકપ્રિયતા પામી રહ્યો છે. જે મિત્રો ને સુફી, સેમી ક્લાસિકલ, પોપ, લોકગીતો, માઈલ્ડ રોક જેવા સંગીતના પ્રકારો ને તેમના ફયુઝન માં રસ હોય તો આ કાર્યક્રમ માં મજા આવી જશે. કેટલાય નામી, અનામી, લોક કલાકારો ને ઉભરતા પ્રતિભાશાળી કલાકારોને એક સાથે માણવાની સરસ તક. વળી પ્રોગ્રામ નું  પ્રોડ્કસન પણ અવ્લ દરજાનું છે. જે મિત્રો થોડા સારા પણ ઘણા બધા ફાલતું સંગીત રીલેટેડ કાર્યક્રમો ટીવી ઉપર જોઈ ને જો કંટાળી ગયા હોય તેમને પણ એક વાર આ કર્યક્રમ જોવા અનુરોધ !

વધુ તો આ શો વિષે વાંચવા કરતા સંભાળવા માં વધુ મજા આવશે. નીચે આપેલી આ શો ની લીંક ઉપરથી વધુ માહિતી તેમજ પ્રોગ્રામ માણી શકાય છે. યુ-ટુબ ઉપર પણ Coke Studio ના નામની સર્ચ કરવા થી ઘણા બધા વિડીયો જોઈ શકો છો, આજકાલ ખુબ લોકપ્રિય ને જાણીતો થયલો Coke સ્ટુડીઓ ના એક  ગીતની પણ યુ-ટ્યુબ લીંક આપી છે, જે રસ ધરાવતા મિત્રો માણી શકે છે.

Coke Studio ની લીંક

Coke સ્ટુડીઓ ના એક  ગીત ની પણ યુ-ટ્યુબ લીંક !

Advertisements

‘લતા એક દંતકથા’ -પુસ્તક વિષે કેટલીક વાતો -2

લતાજી, અમિતજી  વગેરે મહાનુભાવો ની જીવન જરમર જોઈએ તો તેમના વય્ક્તીતવની  કેટલીક વાતો ખુબ મળતી-જુળતી છે. પોતાના શેત્રમાં પોતાની શ્રેષ્ઠા થી કામ કરવું, આટલી ઉમર થાય પછી પણ એટલીજ  શિસ્ત પૂર્વક કામ કરવું, કામ વખતે જેટલી પણ વાર રિહર્સલ કરવું પડે તો પણ જરાપણ કંટાળવું નહિ, કોઈપણ ગીત/શુટિંગ વક્તે સમય પહેલા આવી જવું. જાહેર જીવનમાં હમેશા નમ્ર  ને વિવેકી સ્વભાવ રાખવો. હજી પણ કોઈ નવી રચના/કે પાત્ર સામે આવે તો કઈ નવું શીખવાની તૈયારી રાખવી, જેટલું અઘરું કામ એટલીજ  કામ કરવાની વધુ તાલાવેલી. મારા મતે આજે પણ, આટલા વર્ષે, જો આવા મહાનુભાવો ને કામ કરવા માટે જો કાઈ પ્રોત્સાહિત કરતુ હશે તો  કાઈ નવું કરવાની ચાહ કે નવી કોઈ ચુનૌતી ને પડકારવાનુજ હશે  નહિ કે કોઈ આર્થિક વળતર કે કીર્તિ ની અપેક્ષા.

આમ તો પુસ્તક માં એટલા બધા પ્રસંગો ને વાતો છે કે તેમનો અછડતો પણ અહીં ઉલ્લેખ કરવો શક્ય નથી. એટલે પુસ્તક વિષેની બીજી કેટલીક માહિતી સાથે લતાજી ની  કેટલીક જાણી-અજાણી વાતો તરીકે અહીં ખુબ ટૂંક માં મૂકી છે.  ડો. શરદ ઠાકર તેમની પ્રસંગો ની ગુથણી ને લખાણ ની પ્રવાહિતા માટે ખુબ જાણીતા છે પણ આ પુસ્તકના, મારા મતે, અનુવાદ માં તેમની કલમ ની સશકતા અનુભવી નથી શકાતી ને અજાણે તેમની સરખામણી બકુલ  દવે  ના અમિતાભ બચ્ચન વિશેના ગુજરાતી પુસ્તક ના અનુવાદ સાથે થઇ જાય છે. કદાચ તેમને અનુવાદ માટે ની કેટલીક મર્યાદાઓ નડી હશે. ખેર, અનુવાદની આ કુત્રીમતા તરફ જો ધ્યાન ના દેવાય તો ગુજરતી માં આ પુસ્તક આપવા માટે શરદજી નો ખુબ ખુબ આભાર માનવોજ પડે. હરેક સંગીત ને લતા પ્રેમીઓએ વસાવા જેવું પુસ્તક. હિન્દી ફિલ્મો ના અભ્યાસુઓ માટે પણ ખુબ ઉપયોગી પુસ્તક.

લતાજી ની કેટલીક જાણીતી-અજાણી વાતો

૧. લતાજી આમ આમ તો અડધા ગુજરતી છે તે જાણી આપણે ગુજરાતીઓ વિશેષ અભિમાન લઇ શક્ય છીએ. તેઓના માતા ગુજરાતી હતા (તેમના પિયરની બીજી અટક પણ ગુજરાતી હતી ) ને તેમનું નામ શેવંતી હતું ને તેમના નાના શેઠ શ્રી હરિદાસ રામદાસ લાડ, થાળનેર નગર ના ખુબ આગળ પડતા વેપારી ને જમીનદાર હતા !
૨. લતાજી ને દારૂ થી સખત નફરત છે, ને તેમની હાજરી માં કોઈ શરાબ લે તે પણ પસંદ નથી કરતા.
૩. લતાજી ને સફેદ સાદી ને જુદા જુદા કલર ના પાલવ  નો ખુબ શોખ છે.
૪.તો હમેશા કોઈ પણ ગીત ને પ્રથમ પોતાના અક્ષરોમાં ઉતારી લેછે  ને પછીજ  ગાય છે.
૫. તેઓ સ્ટેજ કે રેકોર્ડીંગ સ્ટુડીઓ માં જયારે પણ પ્રવેશે છે ત્યારે તેઓ ખુલ્લા પગેજ આવે છે.
૬. તેમને ચટપટી વાનગીઓ ને મીઠાઈઓ પણ ખુબ ભાવે છે ને ખુબ શોખ થી ખાય છે.
૭. તેમની દ્રષ્ટિ એ તેમનું સર્વાંગ સંપૂર્ણ ગીત  મદન મોહનજી એ તૈયાર કરેલું “બૈરન નીંદ ના આયે મોહે …’ ,ચાચા જિંદાબાદ ફિલ્મનું છે.
૮. તેમની મનગમતી ફિલ્મ છે પડોસન જે તેઓ અવાર નવાર જોતાજ હોય છે.
૯. ફોટોગ્રાફી નો તેમને ખુબ શોખ છે એમાં પણ પોરટ્રેટ લેવા તેમને ખુબ ગમે છે,
૧૦. લેકિન ફિલ્મ નું ‘યાર સીલી સીલી ‘ જેવું અઘરું ગીત ફક્ત તેમના એકજ પ્રય્તનમાં લેવામાં આવ્યું હતું.
૧૧. લતાજી નું ઓપી નૈયર સાથે એક પણ ગીત નથી જે  સંગીત રસિકો માટે હમેશા કોયડા સમાન રહ્યું છે (આ પુસ્તક માં તેનો પણ ઉલ્લેખ છે ને તેઓ નું એક બીજા સાથે કામ ના કરવાનું કારણ એક નાની એવી ગેર સમજણ બતાવામાં આવ્યું છે !)
૧૨.તેઓ ઈજિપ્ત ની ગાયિકા ઉમ્મે કુલસુમ ના પ્રશંસક છે.
૧૩. લતાજી ને પેરીસ બ્રાંડ ના અતરો ખુબ ગમે છે, ને તેમને દાગીનામાં હીરાનો પણ ખુબ શોખ છે.
૧૪. તેઓ એ ૪/૫ ફિલ્મો માં ઉપનામે સંગીત પણ આપ્યું છે.
૧૫. તેમણે ત્રણ હિન્દી ને એક મારાથી ફિલ્મ નું નિર્માણ પણ કર્યું છે.
૧૬.મેહેલ ફિલ્મ ના ખુબ જાણીતા ગીત “આયેગા આને વાલા..” માટે પુરસ્કાર ચૂકવાયો ન હતો.
૧૭. તેમણે સૌથી વધુ ગીતો (૬૯૬) લક્ષ્મીકાંત -પ્યારેલાલા માટે ગાયા છે.
૧૮. સૌથી વધુ યુગલ ગીતો ( ૪૪૦) રફીજી સાથે ગાયાં છે.
૧૯. પાકિસ્તાન ચાલી ગયેલા ગાયિકા ને અદાકારા નુરજહાં તેમના ખુબજ નિકટ ના મિત્ર હતા.
૨૦. સૌથી વધુ તેમણે ગાયિકાઓ સાથે ગયેલા ગીતો (૭૪) આશાજી સાથે છે.

પુસ્તક વિષેની માહિતી

પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન  કાર્યલય
કીમત : ૩૦૦ રૂપિયા
અનુવાદક: ડો. શરદ ઠાકર

એક્સ્ટ્રા બાઈટ:

ફિલ્મ સંગીત ના રસિયાઓ માટે જલસો છે , ગૂગલ ફિલ્મ સંગીત માટે નું પોતાનું પૂરું કલેકસન બનાવી રહ્યું છે, હજી પ્રાથમિક પગથીયે છે પણ જલ્દીજ તે વિકસતું  થઇ જશે તેવી આશા છે.

ગૂગલ હિન્દી ફિલ્મ માટે નું કલેકસન

“ટાઈમ ટ્રlવેલર” -અફલાતુન ફ્ય્ઝ્ન સંગીતનું આલ્બમ !

ફોટો શ્રોત -ગૂગલ ઈમેજીસમાંથી

આમતો મૂડ પ્રમાણે દરેક પ્રકારનું સંગીત સંભાળવું ગમે પણ ઇન્સ્ત્રુમેન્ત્લને તેમાં પણ ભારતીય  વાધ્યોનું  પશ્ચિમી વાધ્યો સાથેનું ફ્ય્ઝ્ન જલસો કરાવીદે. આજથી ‘મારી નોંધપોથી’ પર મારા મનગમતા ગીત-સંગીત વિષે પણ માહિતી મુકવી છે, આ વિભાગ ની શરૂઆત મારા મનગમતા વાદ્ય ‘સંતુર’ ના સંગીત સાથે કરવી છે.

સંતુર ની વાત કરીએ એટલે પંડિત  શિવકુમાર શર્મા નજર સામે આવ્યા વગર ના રહે, ને જેમ કેવ્હાય છેને કે મોર ના ઈંડા ચીતરવા ના પડે, તેમ તેમના સુપુત્ર રાહુલ શર્મા પણ એટલાજ કમાલ ના સંતુર વાદક છે. અત્યાર સુધી ના તેમના ઘણા આલ્બમ બહાર પડી ચુક્યા છે ને  હિન્દી ફિલ્મમાં પણ ‘મુજસે દોસ્તી કરોગે’ નું સંગીત પણ તેમના ક્રેડીટ માં છે. પણ આજે વાત કરવી છે મનેગમતા  તેમના આલ્બમ “ટાઈમ ટ્રlવેલર” ની જે આમ તો ૨૦૦૬ માં રીલીઝ થયેલું છે પણ સંતુર ને પશ્ચિમી વાધ્યો (+ બીટ્સ) નો અફલાતુન  સમ્ન્યવ્ય છે. રાત્રી ના શાંત વાતાવરણ, લોંગ ડ્રાઈવ, કે લાંબી મુસાફરી વખતે જલસો કરવી દેતેવું આલ્બમ છે.  હવે આલ્બમ વિષે વધુકાઈના લખતા રસ ધરાવતા વાચક મિત્રો ને નીચે ની લિંક પર ઓન લાઈન સાંભળી લેવા અનુરોધ.

હેપી લીસ્નીંગ !

ટાઈમ ટ્રlવેલર આલ્બમ