lg નોબેલ ઇનામ – હસાવતો ને વિચારે ચડાવતો ઇનામી કાર્યક્રમ !

ફોટો શ્રોત-નીચે જણાવેલી સાઇટ પર થી

વિજ્ઞાન ને ટેકનોલોજી સાથે સંકળયેલા મિત્રો માટે ‘lg નોબેલ ઇનામ’ નવું નહિ હોય, દુનિયાભર ના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો ને ટેકનોલોજીસ્ટ માટે જેટલું આકર્ષણ નોબેલ ઇનામ માટે હોય છે તેટલુંજ આકર્ષણ  હવે ‘lg નોબેલ ઇનામ’ માટે પણ થવા મંડ્યું છે (પણ હલકા ફૂલકા મુડ માં )  , હર વર્ષના ‘lg નોબેલ ઇનામ’ માટે ના વિજતો વિષે જાણવાની લોકો માં ઉત્સુકતા વધવા  માંડી છે. મૂળ આ ઇનામ ની શરુઆત “Improbable Research” નામના ગ્રુપે કરી છે જેમનો મુખ્ય હેતુ લોકો ને વૈજ્ઞનિક શોધો માંથી હાસ્ય દ્વારા લોકો ની વિચાર શક્તિ ને ઉત્તેજિત કરવાનો છે. તેમાંટેજ હર વર્ષે તેઓ જુદા જુદા વિજ્ઞાન વિષય માં લોકો ને મનોરંજન સાથે વિચારતા કરી મુકે તેવી શોધ ને ઇનામ આપે છે. વિજ્ઞાન નો પ્રચાર કરવાનો એક સરસ ઉપાય છે આ. નીચે આપેલી આ ગ્રુપ ની સાઇટ પર થી વધુ ઘણી માહિતી લેખો, વીડિઓ દ્વારા મેળવી શકાશે. વિજ્ઞાન માં રસ ધરવતા મિત્રો માટે સરસ વાંચન બની રહશે ટે નક્કી !!

આ વખત ના ‘lg નોબેલ ઇનામ’ નો કાર્યક્રમ ૩૦ સપ્ટેમ્બરે હોય તેમજ તેનું વેબ કાસ્ટ થાવનું હોય દરેક રસ ધરાવતા વાચકો તેનો લાભ લઇ શકે છે, આ વખતના વિજેતા ને તેમની શોધો માટે અત્યારથી ઇન્તેઝાર રહેશે !

“Improbable Research”

Advertisements

ગેમ થીયરી વિષે કેટલીક વાતો -૧

અર્થ શાસ્ત્ર , ગણિત , કોમ્પુટર સાયાન્સ ના અભ્યાસુ/ વિદ્યાઅર્થીઓ ગેમ થીયરી થી સુપેરે પરિચિત હશેજ , જેમને ‘અ બ્યુટી ફૂલ માઈન્ડ’ નામની ફિલ્મ જોઈ હશે તેવા વાચક મિત્રો પણ ગેમ થીયરી, ગવર્નીંગ ડાયનાંમિક્ષ , કે નેશ ઇક્વીલીબ્રીમ વગેરે ટર્મ થી જાણીતા હસેજ, અર્થ શાસ્ત્ર તેમજ સમાજ શાસ્ત્ર ની ની દ્રષ્ટી એ ખુબ મહત્વ ને ઉપયોગી ગણિત નો એક પેટા વિભાગ કહી શકાય તેવો રસાળ વિષય છે. આપડી રોજ બરોજ ની જિંદગી માં આવતા ઘણા બધા પ્રસંગોનું આ વિષય થી સરળ ને લોજીકલ રીતે છણાવટ કરી ને ઉપસ્થિત પરિસ્થિતિ નો પોતાની તરફેણ માં લાભ લહી શકાય છે. અવિનાશ દિક્ષિત તેમજ તેમના સાથી દ્વરા લખાયેલા પુસ્તક થીકિંગ સ્ત્રેતેજીકલી  નામના પુસ્તક માં ગેમ થીયરી ને લગતા ઘણા બધા પાયાના સિદ્ધાંતો ખુબ બધા ઉદાહરણો સાથે ખુબ રસાળ શૈલી માં રજુ કર્યા છે. એક આડ વાત , આ પુસ્તક ના લેખક અવિનાશ દિક્ષિત અર્થ શાસ્ત્ર ના ખા ને પ્રીન્સ્ત્ન જેવી પ્રતિસ્થ યુનિવર્સીટી માં અર્થ શાસ્ત્ર વિભાગ ના પ્રોફેસર રહી ચુક્યા છે તેમજ ઘણા નિષ્ણાતો ને મતે અર્થ શાસ્ત્ર ના નોબેલ પ્રાઈઝ ના સબળ દાવેદાર ગણાય છે. અહીં તે પુસ્તક તેમજ બીજા વાંચને આધારે ખુબ સરળ શૈલી માં ગેમ થીયરી ના અમુક નિયમો ને થોડો ઈતિહાસ રજુ કરવાનો વિચાર છે.

સૌ પ્રથમ તો આપડે જુદી જુદી ગેમ નું જો વર્ગીકરણ તો મુખ્ય ૩ પ્રકાર ની ગેમ આપડે જોઈ શકયે છે. ૧. લક ને આધારિત ગેમો જેમાં લક કે નસીબ ગેમ ના પરિણામ ઉપર મોટા ભાગ ની અસર ધરવે છે ઉદાહરણ તરીકે લોટરી , જુગાર ના સ્લોટ મસીન વગેરે.૨ થોડું નસીબ ને રમત રમવાની રણનીતિ વાળી ગેમો , ઉદાહરણ તરીકે , ગંજીફા ની રમતો ૩. ફક્ત રણનીતિ આધારિત ગેમો , ઉદાહરણ તરીકે , ચેસ ની રમત. બસ ગેમ થીયરી પણ આ ત્રીજા પ્રકાર ની રમતો ને સમજવાનું ને તેવી રમતો ના કોયડા ઉકેલવાનું એક વિજ્ઞાન છે.  ગેમ થીયરી વિષે ની વધુ વાતો હવે પછી.

ફ્યુચર ઓફ ફૂડ – એક માહિતીસભર ને વિચારવંતી દસ્તાવેજી ફિલ્મ !

ફ્યુચર ઓફ ફૂડ (ફોટો શ્રોત -નીચે જણાવેલી લીંક માં થી)

હાલમાજ BBC દ્વારા નિર્મીત ફ્યુચર ઓફ ફૂડ ની દસ્તાવેજી ફિલ્મ જોઈ , ત્રણ ભાગ માં બનાવેલી ને લગભગ ૩ કલાક ની આ ફિલ્મ આંખો ખોલનારી છે. ફિલ્મ ને બ્રિટન ના દ્રષ્ટિકોણ થી બનાવામાં આવી છે, પણ તેમાં ઉઠાવેલા પ્રશ્નો ભવિષ્ય માં ભારત ને પણ સતાવાનાજ છે.

ફિલ્મ માં બ્રિટન માં  ખોરાક ના વધી રહેલા ભાવો , લોકો ના ખોરાક માં વર્ષો ઉપરાંત આવેલા ફેરફારો, તેની અર્થતંત્ર તેમજતેની વૈશ્વિક અસર , વગેરે ની  ખુબ સરસ રીતે છણાવટ કરવા માં આવી છે. ભવિષ્ય માં લોકો ની ખોરાક ની માંગ ને પહોચી વળવા તેમજ ધનાઢ્ય દેશો ના ખોરાક ની માંગ ને લીધે , વિકસી રહેલા તેમજ અવિકસિત દેશો ને કેટલી ભારી કીમત ચૂકવી પડે છે તેનું સચોટ નિરૂપણ કરવા માં આવ્યું છે. ભવિષ્ય માં આવી રહેલા ખોરાક અંગે ના ગંભીર પ્રશ્નો ના જવાબ મેળવા માટે , સેનેગલ થી લઇ ને ભારત સુધી ની સફેર ખેડવામાં આવી છે. જે  પરિસ્થિતિ માં થી બ્રિટન પસાર થઇ રહ્યું છે તેવીજ સ્થિતિ નજીક ના ભવિષ્ય માં ભારતે પણ અનુભવી પડશે તો નવાઈ  નહિ લાગે. ખોરાક અંગે ની કટો કટી ને પહોચી વળવા માટે કેવા ઉપાયો જરૂરી છે ને સરકાર તેમજ આમ જનતા એ કેવા પગલા લેવા જોઈએ તેની પણ સરસ માહિતી આપી છે.

એક must વોચ દસ્તાવેજી ફિલ્મ છે, આ જોયા પછી નાનપણ માં સફારી માં વાંચેલા ને અજમાવેલા ‘હાયડ્રોપોનીક્સ’ બાગકામ ના  પ્રયોગો ફરી નવેસર થી શરુ કરવાની પ્રેરણા મળી !! ફિલ્મ માટે ની વધુ માહિતી માટે નીચે ની લીંક ની મુલાકાત લેવી !

ફ્યુચર ઓફ ફૂડ

ટી.વી પ્રોગ્રામ્સ ની પાયરસી શું સારી વાત છે ?

નેટ પર ખાખા-ખોળા કરતા એક સરસ વીડિઓ મળીયો તેનું ટાઈટલ છે “Piracy is Good” , આ વીડિઓ માં Mark Pesce ના કોઈ ૨૦૦૪ ના લેકચર વિષે ની માહિતી  છે . તેમને ખુબ સરસ વિચારો રજુ કર્યા છે. તે વીડિઓ માં તમને ભવિષ્ય માં ટી.વી  પ્રોગ્રામ્સ ની પાયરસી એ એક લાભ દાયક સાબિત થી શકે છે તે વિષે ના પોતાના વિચારો ને તારણો રજુ કાર્ય છે. જે મિત્રો ને નવી નવી IT technology વિષે જાણવું ગમતું હોઈ તેમની માટે તો આ must વોચ વીડિઓ છે. આખો વીડિઓ લગભ ૧ કલાક જેટલો છે , ને રસ ધરવતા મિત્રો નીચે ની લીંક પર તે વીડિઓ ને જોઈ શકે છે.

Piracy is ગૂડ?-Mark Pesce
મારા પોતાના રેફેરંસ તેમજ જે મિત્રો પાસે વીડિઓ જોવા જેટલો પુરતો સમય ના હોય તે માટે , વીડિઓ માં ચર્ચા કરેલા માર્ક ભાઈ ના મુખ્ય મુદ્દાઓ ની નોંધ મારી સમજણ મુજબ તારવીને મુકું છુ.

વિડીઓ નો ટૂંકસાર:

અત્યાર સુધી ટી. વી industry  માં જે ટી વી ના પ્રોગ્રામ્સ નું વિતરણ થતું હતું તે બદલવા નો સમય થી ગયો છે. હવે broadcasting ની જગ્યાએ broadband થી પ્રોગ્રામો નું વિતરણ થવું જોઈએ , તે માટે ની જરૃરી technology પણ આપડી પાસે છે , જેમ કે bit torrent , અને આ નવા માધ્યમ થી પણ ટી. વી industry ના લોકો પૈસા બનાવી શકે છે , તે માટે નું નવું બીઝનેસ મોડેલ અપનાવું પડશે, અને તે બીઝનેસ મોડેલ છે પાયરસી. આ ને નવા મોડેલ ને અપનાવા થી નીચે ના ફાયદા મળી સકે છે.

૧. પ્રોગ્રામ બનાવનાર ને પુરતી independence મળી રહે છે વળી જુના મોડેલ માં તેઓ જેટલા પૈસા કમાતા તા એટલાજ પૈસા કે તેથી વધુ પૈસા તેઓ નવા મોડેલ માં કઈ શકશે.

૨. લોકો ને વધુ options મળશે , પ્રોગ્રામ્સ  digital રૂપ માં હોવા થી , તેઓ જયારે જોઈ ત્યારે, પોતાની સગવડ ના સમયે , ને પોતાના મનગમતા સાધન પર , દુનિયા ભર ના પ્રોગ્રામ્સ , માની શકશે . આમ પ્રોગ્રામ્સ જોવા માટે લોકો એ પરમ પારંગત  ટી . વી ની વ્યાખ્યા બદલાવી પડશે. લોકો ને વધુ સુવિધા થશે , સાથે સાથે વણજોઈતા ટી. વી બ્રેક્સ થી પણ છુટકારો મળશે.

૩. જાહેર ખબર વાળા લોકો ની ટી. વી પ્રોગ્રામ્સ પર જાહેર ખબર આપવી વધુ સસ્તી પડશે , નવા મોડેલ પ્રમાણે જેટલો પ્રોગ્રામ હીટ તેટલો જાહેર ખબર ના ભાવ ઓછા , જે જુના મોડેલ કરતા પૂરે પૂરું ઊંધું છે. વળી હવે જાહેર ખબર ને પણ પોતાનું પારંગત રૂપ બદલ્વ્ય પડશે , હવે ટી.વી બ્રેક ને બદલે જાહેર ખબર ને પ્રોગ્રામ્સ માં જ વણી લેવા માં આવશે.

૪. નવા મોડેલ ને લીધે , હવે પાયરસી કે કોપી રાઈટ મુદ્દે વિચારવું નહિ પડે ને તેને રોકવા માટે થતા નાણા નો બચાવ થશે.

૫. આમ નવું મોડેલ એ બધા લોકો માટે વિન -વિન સાબિત થશે.

આ મોડેલ માટે  ની કેટલીક અડચણો

૧. જે લોકો પાસે broadband ના હોય તે લોકો ને પણ કેવી રીત પ્રોગ્રામ્સ પહોચાડવા. (વીડિઓ માં એક , લોકો ને છાપા વગરે સાથે સીડી મોકલવી , જેવું સરસ ઉપાય બતાવ્યો છે પણ તે દરેક સંજોગો માં સફળ ના થઇ સકે માટે નવી ને સફળ પ્રોગ્રામ પહોચાડવાની રીત શોધવી રહી !)

૨, સમાચાર જેવા live પ્રોગ્રામ્સ માટે શું કરવું ?

૩. આ મોડેલ ને ફિલ્મો માટે કેવી રીતે વાપરવું ?

૪. પ્રોગ્રામ ને લોકો માં popular કેવી રીતે બનવા ?

આમ આ નવા મોડેલ અત્યરે તો ટી. વી પ્રોગ્રામ્સ માટે અમલ માં કડાહ મૂકી સકાય પણ પૂરી entertainment industry ને અવારવા માટે હજુ બીજી ઘણા સંસોધન ની જરૂર છે , વધારે થોડા ખાખા ખોળા કરતા જાણ્યું કે , ડીઝની જેવી કંપની પણ આ મોડેલ ને ગણતરી માં લહી રહી છે ને આવા વાળા સમય માં તેનો યોગ્ય ઉપયોગ કરશે .  આપ કોઈ મિત્રો ને પણ આની કે આવી કોઇ નવી technology વિષે વધુ માહિતી હોય તો અહીં તેનો જરૂરથી ગુલાલ કરે!

પ્રણવ મિસ્ત્રી – બે જુદી જુદી દુનિયા ને એક કરનારો “જાદુગર”

તો મિત્રો આજે વાત કરવી છે  આપણે ” જાદુગર” પ્રણવ ભાઈ ની વાત , તેમના સંસોધન વિષે વાત કરીએ તે પેહેલા થોડી વાતો તેમના વિષે 
 
 પ્રણવ ભાઈ વિષે વાત કરતા એક ભારતીય તરીકે તો માંન  થાય છે પણ એક ગુજરાતી તરીકે વાત કરતા વિશેષ લાગણી અનુભવાય છે, તેઓ પાલનપુર, ગુજરાત ના રહેવાસી છે ને  હાલ માં MIT , અમેરિકા  માં તેમનો PhD નો અભ્યાસ કરી રહ્યા છે.  તેમને ” SixthSense” નામની અદભુત, શોધ કરી છે.  આ શોધ થી તેઓ એ  બે જુદી જુદી દુનિયા ને એક કરવા માટે ની પહેલી હરણફાલ ભરી છે. 
 
 પ્રણવ ભાઈ ના સંસોધન ની બે જુદી જુદી દુનિયા એટલે આપડી વાસ્તવિક દુનિયા (Physical World)  ને માહિતી ની દુનિયા (Digital World).  આપડી આસપાસ ઘણી બધી દુનિયા છે જેમ કે અંકો ની દુનિયા , શબ્દો ની દુનિયા વગરે . જેની સાથે આપડી રોજ બરોજ ની જિંદગી માં આપડે ઘણો ઉપયોગ કરીએ છે છતા પણ આપડા મન માં તેની નોંધ લેવાતી નથી , આપણે તેને એક સામાન્ય વર્તાવ તરીકે સ્વીકારી લીધું છે. ઉદાહરણ માટે , અંકો ની દુનિયા, રોજ આપડે અંકો સાથે પનારો પડે છે , આપડે અંકો ને આપડી વાસ્તવિક દુનિયા ની વસ્તુ ઓ સાથે જોડીએ છે ને તેમને અંકો વડે આપડે પ્રસ્તુત પણ કરીએ છે . જો કોઈ આપણે અંકો કહે તો તરત આપડા મગજ માં તેનાથી જોડ્યાલી વાસ્તવિક વસ્તુ નું ચિત્રણ તૈયાર થઇ  જાય છે. આમ આપડે વાસ્તવિક ને અંકો ની દુનિયા માં જાણતા-અજાણતા આવન જવાન કરતાજ હોઈએ છે.   
 
તેવીજ રીતે આજના યુગ માં આપડે   માહિતી ની દુનિયા  સાથે પણ પનારો પડે છે ( અહી માહિતી ની દુનિયા તરીક નેટ ને લઇ શકો છો)  જેમાંથી આપડે વારે વારે જોઈતી માહિતી મેળવી પડે છે ને તેની માટે આપડે માહિતી ની દુનિયા માં જવા માટે કમ્પ્યુટર નો ઉપયોગ કરવો પડે છે , તેવીજ રીતે આપડી વાસ્તવિક દુનિયા માં થી આપડે ઘણી માહિતી માહિતી ની દુનિયા ને પણ આપવી પડે છે (જેમ કે આપડો ફોટો આપડે નેટ પેર મુકવો હોય તો પહેલા digital કામેરા  થી લઇ તેને કમ્પ્યુટર માં નાખી નેટ પર મૂકી સકાય છે.)  હવે આ બધી ક્રિયા માં આપડે બીજી ઘણી નાની મોટી ક્રિયા કરવી પડે છે , પણ જો કોઈ એવી શોધ થાય કે જેમાં આપડે  નાની મોટી ક્રિયા ના કરવી પડે ને સીધા આપની સામે પરિણામ આવી જાય તો કેટલી સુવિધા થઇ જાય , બસ આવીજ એક અદભુત શોધ એટલે પ્રણવ ભાઈ ની ” SixthSense” , તેમની આ શોધ દ્વરા આપડે આ બે દુનિયા માં પણ આવન જવાન કરતા થઇ જસુ કે જેની આપણે જાન પણ નહિ થાય. 
 
એક ઉદાહરણ દ્વારા આપડે આને સમજ્યે , સમજો કે હું મારું પ્રિય પુસ્તક ગીતા વાંચી રહ્યો છુ, ને તેમાં આવતા કોઈ સંસ્કૃત ના શ્લોક માં મને કોઈ શબ્દ નો અર્થ નથી સમજાતો તો તરત આ શોધ દ્વારા મને મારા પુસ્તક ઉપર જ  તે શબ્દ  ની માહિતી મળી જશે જેમાં તેનો ઉચ્ચાર , તેના જુદા અર્થો  વગરે મારી પાસે આવી જશે , ને જો મારે પણ તેમાં કોઈ માહિતી મુકવી હોઈ કે તે શબ્દ  નું મારી રીતે અર્થઘટન  કરવું હોય તો તેની  નોંધ હું મૂકી સકીશ !! 
 
આમ આ શોધ દ્વારા અત્યાર સુધી જે sci-fi  ની ફિલ્મો જેવી કે minority report , robo-cop  મા Ubiquitous Computing/Technology  બતાવા માં
 આવતી તે હવે  સાકાર થઇ શકશે .  આ શોધ ની હજારો જગાએ ઉપયોગ થઇ સકે છે. સામાન્ય ગેમ  થી માંડી ને અવકાશ વિજ્ઞાન સુધી ના વિષયો માં તેને આવરી સકાય  તેમ છે.     
 
સૌથી મહત્વ ની વાત, પ્રણવ ભાઈ એક આદર્શ  સંશોધક ની માફક તેમની શોધ માટે ના જરૂરી “Software”  “ઓપેન Source ” તરીકે મુકવાના છે , તેમજ તેમનું લક્ષ્ય આ શોધ નો ઉપયોગ , અંધ, બહેરા, મૂંગા લોકો ની મદદ કરવા માટે નું પણ છે.  પ્રણવ ભાઈ ની આ અદભુત શોધ માટે સો સો સલામ !!! તેમજ આવીજ અદભુત શોધો ભવિષ્ય માં પણ આપતા રહે તેમજ તેઓ તેમના લક્ષ્ય માં સફળ રહે તેવી પ્રભુ પાસે પ્રાથર્ના !!
 
તેમને પોતાના શોધ વિષે આપેલી માહિતી વિષે વધુ જાણવા નીચે  ની લીંક ની મુલાકાત  લેશો