ભારત સરકાર અને બ્લોગ જગત !

આજના સમય માં બ્લોગ જગત પણ દેશ માટેની પાંચમી જાગીર તરીકે ઉભરી રહ્યું છે ત્યારે   ભારત સરકાર ઓન્ લાઈન મીડિયા કે જેમાં વેબસાઈટ , બ્લોગ વગેરે પર અંકુશ લાવવા માટે  વિચારી રહી છે ને  તેમાટેનો જરૂરી કાયદાઓ પણ બનવી દીધા છે કે તેમાટેના  છેલ્લા ચરણ માં છે. જેના વિષે હાલ માં છાપાઓ અને વેબસાઈટો ઉપર ખાસી ચર્ચા પણ ચાલી રહી છે, જેમાં લોકો ના મંતવ્ય પ્રમાણે સરકાર પોતાના ફાયદા માટે ભારત ની સુરક્ષા ને  અખંડિતા ના નામે લોકો પાસે થી વિચાર સ્વત્ત્ર્ય તેમેજ અભિવ્યક્તિના હક પર અંકુશ લાવ માંગે છે, તેમાં પણ ખાસ કરી ને સરકાર ની પોલ ખોલતી ‘વિકીલીક્સ’ વગેરે જેવી સાઈટો પર પોતાનો અંકુશ લાવી શકે તે માટેની જોગવાઈ વધુ લાગે છે.

તેમ છતા પણ સિક્કાની ફક્ત એક બાજુ ના જોતા બીજી બાજુ પણ જોવી રહી ને તેમાટે યોગ્ય ચર્ચા પણ થવી જરૂ રી છે. વધુ તો આવી રહેલા/કે અમલ માં આવી ગયેલા આ કાયદા માટે વધુ વાંચન ના હોય વયક્તિગત અભિપ્રાય આપવો મુશ્કેલ છે.  કાયદાકીય ભાષા માં રહેલી આ મહિતી માટે આમ જનતાને સરળ સમજણ મળી શકે તો બ્લોગ જેવા માધય્મ પર ભારત સરકરની નીતિઓનું વધુ સારું સ્પષ્ટિકારણ થાય. કોઈ જાણકાર મિત્ર આ વિષે વધુ સરળ ને સચોટ માહિતીનો “ગુલાલ” કરે તો વધુ મજા આવે !

વધુ માહિતી માટે નીચેની લીંકની મુલાકાત લેવી !

ભારત સરકારની નીતિ

(ખાસ  કરીને સેક્સન ૭૯ -due diligence વાળો ડોક્યુમેન્ટ જોવું જેમ બ્લોગર વગેરે માટે ની વ્યાખ્યા ને બીજા નિયમો આપ્યા છે.)

Advertisements

મહારાષ્ટ્ર ને ગુજરાત ને જન્મ દિવસ ની શુભકામના !

ફોટો શ્રોત - ગુગલ ઈમેજીસ માં થી

ફોટો શ્રોત - ગુગલ ઈમેજીસ માં થી

આજે ૧ લી મેં ૨૦૧૦ , ૫૦ વર્ષ પહેલા  ૧૯૬૦ માં મુંબઈ રાજય ના બે અલગ અલગ ભાષા ને  આધારે  વિભાજન થયા , એક મહારાષ્ટ્ર ને બીજું ગુજરાત , બન્ને  રાજય ના ૫૧ માં વર્ષ ના મંગલ પ્રવેશ માટે ખુબ ખુબ અભિનંદન. બેવ રાજ્ય ખુબ ખુબ પ્રગતિ કરે ને સરવાળે ભારત ને પણ ખુબ આગળ લાવે તેવી પ્રભુ ને પ્રાથર્ના. જન્મ ને કર્મ ભૂમિ અત્યાર સુધી મુંબઈ રહી હોવા ને કારણે, ને પૂર્વજો ને કૌટુંબિક સંબંધો ને લીધે ગુજરાત સાથે નો ઘરોબો ,  એમ બન્ને   રાજ્યો સાથે ખુબ નજીક નો સંબંધ રહ્યો છે ને એ વાત નો ગર્વ પણ છે કે  બન્ને રાજ્યો ની હુંફ, લાગણીઓ , ભાષા , સંસ્કાર , રીતભાત , ખાણી-પીણી, ઉત્સવો, વગેરે હર્દય પૂર્વક માણવા મળ્યું છે.  આજના શુભ દિવસે બન્ને રાજ્યો માટે લોહી વહેવડારનાર શહીદો ને ભાવભરી અંજલી.

શશી થરૂર સાહેબ ની હીટ વિકેટ !

ફોટો શ્રોત -ઈન્ટરનેટ પર થી

ભારત માં અત્યાર સુંધીમાં ક્રિકેટ ને કારણે લોકો ની રાજકીય કારકિર્દી બનતા જોઈ છે , આ વખતે  પહેલી વાર ક્રિકેટ ને લીધે કોઈ ની  રાજકીય કારકિર્દી બગડતા જોઈ. ક્રિકેટ ની રમત ના સારા જાણકાર શશી સાહેબ રાજકારણ ની ગુગલીઓ રમવામાં વિકેટ ખોઈ બેઠા.  મારા જેવી યુવા પેઢી ને પણ રાજકારણ તરફ આકર્ષિત કરનારાઓમાં થી શશી સાહેબ એક. હમેશા તેમનું  વિદ્વતા ભર્યું લખાણ ને વ્યક્તવ્ય મને આકર્ષતું  રહ્યું છે. તેમની વાતો માંથી આવનાર ભારત વિષે ના સ્પષ્ટ વિચારો ને ઉજ્જવળ ભવિષ્ય માટે ની એક સરસ તક દેખાતી. પણ અફસોસ કે ભારત ના રાજકારણ માં પોતાના સ્પષ્ટ વિચારો પ્રગટ કરવા જેટલી પણ પરિપક્વતા ના આવી હોય , તેનો  ભોગ શશી સાહેબ જેવા વિદ્વાન ને સારા દીપ્લોમેત પોતાની રાજકીય કારકિર્દી થી દેવો પડ્યો. આશા છે ક્રિકેટ ની જેમ શશી સાહેબ ને પણ રાજકારણ માં ભવિષ્ય માં બીજી ઇનિંગ રમવા મળે.

થોડા સમય પહેલા શશી સાહેબ નું ટેડ પર માણેલા વ્યક્તવ્ય નો લાભ જે મિત્રો ના લીધો હોય તેમજ જો તેમના લખાણ વિષે જાણવું હોય તેમણે તેમની સાઈટ ની મુલાકાત લેવી રહી.

શશી થરૂર ની ટેડ ટોક

શશી થરૂર ની સાઈટ