મને ગમતા ગુજરાતી બ્લોગ જગતના કેટલાક બ્લોગો-૪

આ લેખની શ્રેણીની શરુઆત માં ગુજરાતી પત્રકાર જગતમાં સક્રિય તમેજ જાણીતા કોલમ લેખેકો  ના બ્લોગ જણવ્યા હતા. તેજ યાદી ને આગળ વધારતા આજે ગુજરાતી પત્રકાર/સાહિત્યના જાણીતા વધુ કેટલાક લેખકોના બ્લોગ્સની યાદી:

રજની ભાઈ કુમાર નો બ્લોગ: ગુજરાતી સાહિત્ય માં દસ્તાવેજીકરણ કે નક્કર માહિતી આધારિત ખુબ ઓછા પુસ્તકો લખાય છે ને તેમાં અવ્વલ દર્જાનું સ્થાન શ્રી રજની કુમાર પંડયાનું છે ! ગીત~સંગીત, જુના સમય ના સિનેમા, નવલકથા, વાર્તાઓ , કોલમ લેખન, વગેરે જેવા કેટલાય માધ્યમ થી તેમની સશક્ત કલમ ને સર્જકતા નો લાભ વાચકો ને મળ્યો છે. તેમના જેવા અનુભવી, પીઢ, ને ઉચ્ચા દરજ્જાના લેખક પણ બ્લોગ જગત માં પ્રવેશ્યા છે તે મારા જેવા ઘણા વાચકો માટે મજા ના સમાચાર છે. તેમના બ્લોગ થાકી વાચકો ને ભારતીય ગીત -સંગીત , સિનેમા વિષે અદ્ભુત  લેખોનો લાભ મળશે તે નક્કી ! દરેક ભારતીય સિનેમા પ્રેમી બ્લોગ વાચકો માટે   તેમનો બ્લોગ એક ખજાનાથી ઓછો નહિ હોય !

જયભાઈ વસાવડાનો બ્લોગ: જય ભાઈ વિષે આમતો કંઈ લખવાની જરૂર નથી. તેમના ગુજરાત સમાચારમાં આવતા લેખો થી મોટા ભાગના વાચકો પરિચિત હશેજ, હાલ માં તેમણે પણ બ્લોગ લેખન સારું કર્યું છે ને તેમના કેટલાક જુના ને નવા લેખો વાચક મિત્રો બ્લોગ પર વાંચી શકે છે.

કિન્નરભાઈ આચાર્ય નો બ્લોગ: કીન્નેર ભાઈ એક જાણીતા પત્રકાર/કોલમ લેખકજ  નહિ પણ એક ફિલ્મકાર પણ છે. અગાઉ આ બ્લોગ ઉપર કિન્નર  ભાઈની બનાવેલી ગુજરાત વિષે ની દસ્તાવેજી ફિલ્મ વિષે વાચક મિત્રો  અહીં વાંચી શકે છે. કિન્નર ભાઈ ના ફિલ્મો તેમજ બીજા વિષયો પરના  લેખો  ખરેખર માહિતીસભર હોય છે.   તેમની આ બહુમુખી પ્રતિભા, લેખન શૈલી, વર્ષો નો અનુભવ આધારિત લખાણ દરેક ઉમરના  વાચકો ને કંઈ ને કંઈ જેતે વિષય નું નવુજ  જાણવા  આપશે તે નક્કી !

બીરેન ભાઈ કોઠારી નો બ્લોગ: બીરેન ભાઈ ના લખાણ નો પરિચય મને તેમના આહ ! ઝીંદગી માં આવતા લેખો થી થયો છે. કંઈ નોખું -અનોખું કે વ્યક્તિ વિશેષ વિષયના  લેખો મારા મન પસંદ. હાલમાં તેઓ પણ બ્લોગજાગતા માં પ્રવેશ્યા છે ને તેમના માહિતીસભર તેમજ હળવી શૈલી માં લખાયેલા કટાક્ષ લેખો વાચક મિત્રો ને મજા કરાવી  દેશે તે નક્કી ! તેઓ લેખન કાર્ય સાથે સાથે ચિત્રકાર પણ છે તેમના બ્લોગ પર તેનો  પણ વાચક મિત્રો ને લાભ મળશે!

મહેન્દ્રભાઈ નો બ્લોગ: અમેરિકા સ્થિત મહેન્દ્રભાઈ ના કાર્ટૂન થી સૌ બ્લોગ મિત્રો પરિચિત હશેજ. તેમના બ્લોગમાં  સાંપ્રત સ્થિતિ પર  હળવી ને કટાક્ષ  શૈલી માં દર્શાવેલા કાર્ટૂન વાચકોને થોડા માં ઘણું જાજું કહી જાય છે, તેમના કાર્ટૂનો અમરિકા ના ગુજરતી સમાજનો પણ  ખુબ સુંદર પરિચય આપે છે. તેમના હિન્દી, અંગ્રજી , ગુજરાતી કાર્ટૂનનો લાભ લેવો  એક લહાવો  છે. દરેક  વાચકોને તેમના બ્લોગ ઉપર હાસ્ય સાથે સરસ કાર્ટૂન માળવા મળશે તે નક્કી !

Advertisements

ભારત સરકાર અને બ્લોગ જગત !

આજના સમય માં બ્લોગ જગત પણ દેશ માટેની પાંચમી જાગીર તરીકે ઉભરી રહ્યું છે ત્યારે   ભારત સરકાર ઓન્ લાઈન મીડિયા કે જેમાં વેબસાઈટ , બ્લોગ વગેરે પર અંકુશ લાવવા માટે  વિચારી રહી છે ને  તેમાટેનો જરૂરી કાયદાઓ પણ બનવી દીધા છે કે તેમાટેના  છેલ્લા ચરણ માં છે. જેના વિષે હાલ માં છાપાઓ અને વેબસાઈટો ઉપર ખાસી ચર્ચા પણ ચાલી રહી છે, જેમાં લોકો ના મંતવ્ય પ્રમાણે સરકાર પોતાના ફાયદા માટે ભારત ની સુરક્ષા ને  અખંડિતા ના નામે લોકો પાસે થી વિચાર સ્વત્ત્ર્ય તેમેજ અભિવ્યક્તિના હક પર અંકુશ લાવ માંગે છે, તેમાં પણ ખાસ કરી ને સરકાર ની પોલ ખોલતી ‘વિકીલીક્સ’ વગેરે જેવી સાઈટો પર પોતાનો અંકુશ લાવી શકે તે માટેની જોગવાઈ વધુ લાગે છે.

તેમ છતા પણ સિક્કાની ફક્ત એક બાજુ ના જોતા બીજી બાજુ પણ જોવી રહી ને તેમાટે યોગ્ય ચર્ચા પણ થવી જરૂ રી છે. વધુ તો આવી રહેલા/કે અમલ માં આવી ગયેલા આ કાયદા માટે વધુ વાંચન ના હોય વયક્તિગત અભિપ્રાય આપવો મુશ્કેલ છે.  કાયદાકીય ભાષા માં રહેલી આ મહિતી માટે આમ જનતાને સરળ સમજણ મળી શકે તો બ્લોગ જેવા માધય્મ પર ભારત સરકરની નીતિઓનું વધુ સારું સ્પષ્ટિકારણ થાય. કોઈ જાણકાર મિત્ર આ વિષે વધુ સરળ ને સચોટ માહિતીનો “ગુલાલ” કરે તો વધુ મજા આવે !

વધુ માહિતી માટે નીચેની લીંકની મુલાકાત લેવી !

ભારત સરકારની નીતિ

(ખાસ  કરીને સેક્સન ૭૯ -due diligence વાળો ડોક્યુમેન્ટ જોવું જેમ બ્લોગર વગેરે માટે ની વ્યાખ્યા ને બીજા નિયમો આપ્યા છે.)

બ્લોગર કે રીઅલ બ્લોગર !!!

હમણાં કેટલાક મિત્રોને મળવાનું થયું, તેમાના કેટલાક મિત્રોએ પોતાની ઓળખાણ ‘રીઅલ બ્લોગર’ તરીકે આપી. મને આ વાતનું કુતુહલ થયું ને તેમને પૂછ્યું કે હું પણ બ્લોગર છુ , પણ ‘રીઅલ બ્લોગર’ એટલે શું ને બે વચ્ચે ફર્ક શું ? તેઓનું આ રીતના વર્ગીકરણના કેટલાક પોતાના તાર્કિક કારણો હતા ને તેમના દ્રષ્ટિકોણ થી વિચારતા તેમની વાતો કેટલેક અંશે ખરી પણ લાગી. ખેર તેલોકો સાથેની  ચર્ચામાં  અહીંના પડતા એ લોકોની વાતોએ મને એક મૂળભૂત પ્રશન પર  ફરી વિચારતો કરી મુક્યો કે ‘બ્લોગર’  એટલે શું? બ્લોગર ની વ્યાખ્યા કેવી રીતે બાંધશું ?

દરેક વ્યક્તિ ના બ્લોગર બનવા, બ્લોગ ચલાવવા, બ્લોગથી તેમને થતા ફાયદા કે હેતુઓ જુદા જુદા હોય છે. એટલે  કેટલીક ચોક્કસ વાતો ને લઇ ને ‘બ્લોગ’ કે ‘બ્લોગર’ કેવા હોવા જોયે તે વિષય ની ચર્ચા કરવી એ લગભગ અંત વગરની ને  કોઈ પણ રીતે એક સહમતી ન સધાય તેવા પ્રકારની વ્યર્થ માનસિક કસરત કરવા જેવી વાત છે. વળી બ્લોગએ મનુષ્ય ના વાણી સ્વાતંત્ર્ય જેવા મૂળભૂત હક જેવી વાત હોય કોઈપણ રીતે એક પ્રકારની સમજુતી બધા લોકો વચ્ચે સ્થાપવી લગભગ અશક્ય છે. તો પછી આપડે ‘બ્લોગર’ ની વ્યાખ્યા કેવી રીતે કરવી? ખેર  આ  પ્રશન ‘હું’ એટલે કોણ  તે શોધવા જેટલો મુશ્કેલ છે. આ પ્રશ્નોનો  જવાબ દરેક બ્લોગરે પોતાના અનુભવ , સમજણ, ને પોતાના તાર્કિક કારણો થીજ દેવો રહ્યો.

મારા બ્લોગ જગત ના અનુભવ ને સમજણ થી મેં મારી રીતે એક બ્લોગર માં કેટલી વાતો હોવી જોઈએ કે ના હોવી જોઈએ તે મુદ્દાઓ ને આધારે આ મૂળભૂત પ્રશ્ન નો  indirect  રીતે જવાબ આપવાનો એક પ્રયાસ કર્યો છે.  ને આ મુદ્દાઓ થી વાચક મિત્રો નો જુદો મત હોય શકે છે, એટલે તેમની અહ્સમતી નો પણ પુરતો સ્વીકાર છે.

૧. ‘સ્વ’  નો એટલે કે એક અંગત અનુભવ કે વિચારોનો  પોસ્ટ માં સમાવેશ કે touch હોવો જરૂરી છે. થોડી વિસ્તાર થી વાત કરીએ તો આપડી પોસ્ટ સાથે આપડો પોસ્ટનો વિચાર/મત કે એક અનુભવ  જોડાયેલો હોવો જોઈ, ફક્ત કોઈ સમાચાર કે વાંચન ને આધારે ના હોવું જોઈએ પોતાની તાર્કિક શક્તિ કે અનુભવ ની એરણ પર જરૂર ચકાસવી રહી. ઉદાહારણ  તરીકે કોઈ પુસ્તક વિષે લખાયું તો તેમાં પોતાનો શું અનુભવ રહ્યો કે શું મત રહ્યો તે મહત્વ નું છે ને તે સાથે પોતાની પોસ્ટ ની ભાષા પણ અંગત મત નો અહેશાશ કરાવે ત્યાં સુધી સીમિત રહેવી જોઈએ.  આજ વાત ખેલ જગત થી લઇ ને દેશના કોઈ પણ મુદ્દા સુધી ની વાત કે ચર્ચા ને લાગુ પડે છે. જો આ સ્વ મત કે અંગત અનુભવ ના હોય તો વાત ફક્ત માહિતી બની રહે છે કે જે નેટ પરથી ખુબ આસાનીથી આંગળી ના ટેરવે મળી રહે છે.
૨. બ્લોગ નો ઉપયોગ મુદ્દસરની બૌધિક અહ્શ્મતી લઈને કોઈ બ્લોગરના મત વિરુધ લખવા સુધી સીમિત રહેતે ઈચ્છનીય છે.
૩. બ્લોગ પોસ્ટની ફિલોસોફી થી લઇ દેશ ને ભાંડવા સુધી મોટા મોટા દાવા કરતી વાતો નક્કર કે ઊંડાણ ભર્યા અભ્યાસ દ્વરા કરવામાં આવે તે ઈચ્છનીય છે.
૪. કોપી-પેસ્ટ નો ખોટી રીતે ઉપયોગ કરવા કરતા બ્લોગ જગત ને વાચક મિત્રો ને ઉપયોગી રીતે થાય તે  ખુબ જરૂરી છે.

વધુ કેટલીક વાતો વધુ વિસ્તારથી ફરી કયારેક ….

મને ગમતા કેટલાક બ્લોગ્સ વિષે-૧

આજે વાત ગુજરાતી ભાષા સિવાય ના બીજી ભાષા ના પણ અદ્ભુત માહિતી, લખાણ , ને ખુબ મેહનત ને રીસર્ચ વર્ક થી તૈયાર થયેલા બ્લોગ્સ વિષે, આ શ્રેણી શરુઆત મારા મનગમતા બે બ્લોગ્સ થી કરું છુ,  બીજા પણ કટેલાક ગમતા બ્લોગ્સ આ શ્રેણી માં ઉમેરતો જઈશ.

૧. યુનુસ ભાઈ નો બ્લોગ – રેડીઓ વાણી : આજના એફ એમ ના જમનામાં , ખાસ કરી ને  મુંબઈ, બરોડા, અમદાવાદ, જેવા મોટા શહેરો માં એફ એમ ની ચેનલો બદલતા રેહતા લોકો માં વિવિધ ભારતી જેવી  સરકરી રેડીઓ ચેનલો માં ઓછો રસ રહ્યો છે, મારી પહેલાની પેઢી ને  નવી પેઢીમાં થી જુના ફિલ્મ સંગીત માં રસ ધરવતા ખુબ ઓછા લોકોને હવે સરકારી રેડીઓ ચેનલોમાં મજા આવે છે ( એમાં સરકાર નો પણ એટલોજ વાંક છે) પણ એક જમાનામાં તેમનો દબદબો હતો , આજે પણ સરકારી ચેનલો પાસે હિન્દી સિનેમા સંગીત, નોન ફિલ્મી સંગીત, યાદગાર રેડીઓ મુલાકાતો , રેડીઓ નાટિકાઓ વગેરે નો અમુલ્ય ખજાનો પડ્યો છે . જો આવા અમુલ્ય ખજાનાના ઓરડા ની ચાવી મળી જાય તો કેટલો આનંદ થાય એટલોજ  યુનુસ ભાઈ ના બ્લોગ ની મુલકાત લેતા થાય છે, યુનુસ ભાઈ મુબઈ સ્થિત વિવિધ ભરતીમાં ઉદ્ઘોષક છે.  જુના ફિલ્મી સંગીત કે સંગીત માં રસ ધરાવનારને અઢળક  માહિતી, સંગીત ની દુનાયાની ઘણી જૂની યાદો ને અદ્ભુત વાતો જાણવા મળશે. સંગીત રસિયાઓએ  અચૂક મુલાકાત લેવા જેવો બ્લોગ.

૨. અક્ષય ભાઈ નો બ્લોગ -હિન્દુસ્તાનના રાજા મહારાજાઓ વિષે:  હિન્દુસ્તાની જૂની ઓળખ મદારીઓ ના દેશ સાથે સાથે રાજા મહારાજા  ના દેશ તરીકે પણ જાણીતી હતી , પુરા હિન્દુસ્તાન માં નાના મોટા ગણ્યા ગણાય નહિ તેવા રાજા, મહારાજા, જમીનદારો  હતા. દરેક નો પોતાનો અદ્ભુત ઈતિહાસ ને પોતાનામાં જાણી-અજાણી વાતો નો ખજાનો હતો. જો વાંચક મિત્રો ને રાજા, મહારાજાઓ  ની રેહનીકરણી, તેમના વૈભવ વગેરે માં રસ હોય તો ખુબ મેહનત થી તૈયાર થયેલો અક્ષય ભાઈ ના બ્લોગ ની મુલાકાત લેવીજ રહી

વાચક મિત્રો પણ જો ગુજરાતી ભાષા સિવાય ના કોઈ આવા સરસ બ્લોગ વિષે જાણતું  હોય તો અહીં તેનો ‘ગુલાલ’ જરૂર થી કરે !

મને ગમતા ગુજરતી બ્લોગ જગતના કેટલાક બ્લોગો-૩

આજે વાત કરવી છે એવા કેટલાક બ્લોગ ની જેમાં  રાજકારણથી લઇ ને સમાજ  વ્યવસ્થા, તો પર્યાવરણ થી લઇ સાહિત્ય , કળા,સિનેમા સુધીના જુદા જુદા વિષયો ને આવરી લેતા વિચારશીલ ને ઊંડાણ સભર લેખો માણવા મળે છે.

ઋતુલ ભાઈ નો બ્લોગ -ચરખો: ગુજરતી બ્લોગ જગતમાં આટલા વિવિધ વિષયો પર ઊંડાણ ભરી માહિતી આપતા ખુબ ઓછા બ્લોગ છે  ને તેમાં મારા મતે ઋતુલ  ભાઈ નો બ્લોગ ખુબ આગળ પડતો છે, હરેક વિષય ના લેખમાં ઊંડો અભ્યાસ, અનુભવનો નીચોડ, ને સુંદર ભાષા ધ્યાન માં આવ્યા વગર રેહતા નથી. હરેક લેખ માં વાચક ને વિષય વસ્તુ પર એક નવો દ્રષ્ટિકોણ કે માહિતી મળી રહે તેમ છે.

શિશિર ભાઈ નો બ્લોગ: આમ તો શિશિર ભાઈ જાણીતા કટાર લેખક ને  ફિલ્મ સમીક્ષક છે. જુદા જુદા વર્તમાન પત્રો ને સામયિકો માં તેમના લેખો આવતાજ  રેહતા હોય છે. તેમના ફિલ્મ ને ચિત્રલેખમાં આવતા પુસ્તક પર ના લેખો મારા મનગમતા છે. તેમન બ્લોગ પર તેમના વિવિધ જગ્યાએ છપાયેલા લેખોનો સરસ સંચય કર્યો છે. તેમના ફિલ્મજગત ની અંદર નીવાતોની ખબર, અનુભવ, ને કસાયેલી કલમને  લીધે તેમના ફિલ્મ વિષેના કે સમીક્ષક ના લેખોને એક અલગ અંદાજ મળે છે, ફિલ્મ રસિકો ને તો ખુબ બધી ફિલ્મમો  વિષે કે ફિલ્મકારો વિષે   જાણી-અજાણી વાતોની જાણકારી મળી શકે છે. તેમજે કળા ને માધ્યમ લઇ ને લખાયેલા તેમના ચિંતનાત્મક લેખો પણ મનનીય હોય છે.

ભવિષ્યમાં આવજ કોઈ જુદા જુદા વિષયો ને આવરી લેતા ગુજરતી  બ્લોગો જો ધ્યાન માં આવશે તો જરૂરથી અહિયાં ઉમેરવા છે હાલતો આ યાદી સાથે અહીજ વિરમ્યે !

કોપી-પેસ્ટ વિષે ની કેટલીક વધુ વાતો !!

આમ તો બ્લોગ પર મારા કોપી પેસ્ટ વિષે ના વિચારો અગાવ પણ લખી ચુક્યો છુ. આ વખતે આજ વિષય પર કેટલીક વધુ થોડી વાતો ,  અહીં લખેલા મારા વિચારો મારા ગુજરાતી બ્લોગ જગત ના અનુભવ ને  વાંચનને આધારે છે જેમાં ચર્ચા ને પૂરો અવકાશ છે.

અત્યાર સુધી લગભગ બધાજ બ્લોગ માં કોપી પેસ્ટ માટે બ્લોગરના વલણ પર વધુ ભાર આપ્યો છે, બ્લ્ગેરોએ શું કરવું જોઈએ ,કે જો કોપી પેસ્ટ પણ કરવું હોય તો કેટલાક નિયમો સાથે કરવું જોઈએ વગેરે. પણ કોપી પેસ્ટ માં વાંચકો ની પણ થોડી ઘણે અંશે જવાબદારી જરૂર છે, જેમ કોપી પેસ્ટ ને નાબુદ કરવા બ્લોગર માટે આપણે  પ્રયત્નો કરીય છીએ તેવીજ રીતે જાગૃત વાચકો માટે પણ કેટલાક પ્રયત્નો કરવા જરૂરી છે.

એક ઉદાહરણ, કેટલાય બ્લોગ છે જેઓ બીજાના વિચારો/કૃતિ પુરા સંદર્ભ તેમજ ઘણી વાર મૂળ  લેખક ની પરવાનગી  સાથે પણ  પોતાના બ્લોગ પર મુકે છે ને આમ પુરા નીતિ નિયમો સાથે કોપી-પેસ્ટ કરે છે તેમની સામે આપણે કઈ વાંધો ના હોવો જોઈએ. પણ ખરી વાર્તા શરુ થાય છે જયારે તેમના પર વાંચકો ના પ્રતિભાવો વાંચો ત્યારે, મોટા ભાગ ના, સમજો ને કે ૯૫% વાંચકો , એવો  પ્રતિભાવ આપે  કે તેમના પ્રતિભાવ નો એવો ભાવાર્થ નીકળે કે જાણે તે બ્લોગરે પોતાના વિચારો રજુ કાર્ય હોઈ. પુરતો સંદર્ભ આપ્યા છતા પણ વાંચકો આવી ભૂલો કરે તો એમાં કોપી પેસ્ટ ના વિરોધ નો મૂળ મુદ્દો -જે તે રચનાકાર ને તેમની રચના માટે  યશ મળવો જોઈએ તે પૂર્ણ રીતે વિસરાય જતો લાગે. વળી જો આમજ થતું રેહતું હોય તો મૂળ રચનાકાર નો સંદર્ભ આપો કે નાં આપો લગભગ કઈ ફરક પડતો નથી. વાંચકો જે તે બ્લોગર ને મૂળ રચનાકાર ની કૃતિ ને લોકભોગ્ય  બનાવી તે માટે જરૂર પ્રસંશા કરે . પણ પૂર્ણ રીતે કૃતિ વિષે જાણ્યા છતા પણ ઉપર કહેલી રીતે પ્રતિભાવ આપવા ને લીધે, નવા બ્લોગર માં કોપી-પેસ્ટ વાળા શોર્ટ કટ લેવા તરફ તેમનું આકર્ષણ થાય તે સ્વાભાવિક છે. વળી બીજા ની કૃતિઓ સંદર્ભ સાથે પોતાન બ્લોગ માટે વાપરતા ઘણા બ્લોગરો આવ પ્રતિભાવો વાંચ્યા છતાં પણ વાચકો નું મૂળ રચાનાકાર તરફ ધ્યાન દોરતા  નથી , તે જાણી ને તે બ્લોગરો ની નિષ્ઠા વિષે પણ શંકા જરૂર રહે છે.

ટૂંકમાં, જો કોપી-પેસ્ટ ની સમસ્યા નો જો અંત લાવો હોય તો બ્લોગર સાથે સાથે વાચકો ની જાગૃતિ ની પણ એટલીજ જરૂર છે. આ રસ્તો થોડો લાંબો જરૂર છે પણ આને લીધે કોપી પેસ્ટ ની સમસ્યા નો એક સચોટ ઉપાય મળી શકે છે !

મને ગમતા ગુજરાતી બ્લોગ જગત ના કેટલાક બ્લોગો -૨

આજે આ શ્રેણી માં વાત કરવી છે , IT , કમ્પ્યુટર , બ્લોગ વગેરે ને લગતા કેટલાક બ્લોગ્સ વિષે. આમ તો આજ ના જમાના માં કમ્પ્યુટર , સેલ ફોન  વગેરે જેવા આધુનિક  ઉપકરણો વધી રહ્યા છે ને તેમાં વધુ ને વધુ સુવિધા ઉમેરાતા આ ઉપકરણો વધુને  વધુ સ્માર્ટ થઇ  રહ્યા છે, પણ સામે પક્ષે  મોટા ભાગ ના વપરાશકાર ની કમ્પ્યુટર કે આવા આધુનિક ઉપકરણો વાપરવાની સ્કીલ હજી પણ પ્રાથમિક પગથીયે છે કે જેના લીધે તેઓ આ ઉપકરણો નો પૂરે પૂરો ફાયદો ઉપાડી નથી શકતા , આવે સમયે કેટલાક  બ્લોગ્સ આવા સ્માર્ટ ઉપકરણો ને વપરાશકાર વચ્ચે ના આ અંતર ને ખુબ સુંદર રીતે ઘટાડી રહ્યા છે , આવાજ કેટલાક મારા ગમતા બ્લોગ્સ ની યાદી નીચે પ્રમાણે છે.

૧. હિમાંશુ ભાઈ નો બ્લોગ -સાઈબર સફર

૨. કાકા સાહેબ નો બ્લોગ

૩.કાર્તિક ભાઈ નો બ્લોગ

આ બ્લોગ્સ ની કેટલીક ખાસ ખૂબીઓ જોયે તો

૧. IT , કમ્પ્યુટર , બ્લોગ વગેરે ને લગતા વિષયો ની નવી ને વપરાશકારો માટેની સુવિધાઓ ની માહિતી આપવી.
૨. ઉપરથી અઘરા જણાતા આવા વિષયો માં ખુબજ સરળ ને રમતિયાળ શૈલી માં લખાણ આપવું.
૩. કોઈ વાચક ની કોઈ મુંજવણ કે કોઈ પ્રશ્ન હોય તો પ્રતિભાવો દ્વારા તેનું સરળ માર્ગદર્શન આપવું.
૪. છેલ્લા બ્લોગ પર તો વાચક ને  IT , કમ્પ્યુટર , બ્લોગ વગેરે શિવાય ના બીજા પણ કેટલાક વિષયો પર સુંદર માહિતી મળી શકે છે.

આવા સુંદર ને માહિતી સભર બ્લોગ્સ  ને લીધે ગુજરાતી બ્લોગ જગત માં નવા બ્લોગર્સ તો મળીજ શકશે  સાથે સાથે આધુનિક ઉપકરણો વાપરતો વપરાશકાર ને પણ નવી નવી સુવિધાઓ વાપરવાની ફાવટ ને સમજણ મળશે. આમ આ બ્લોગ્સ ને લીધે સામાન્ય ગુજરાતીપણ digital યુગ માં કદમ માંડતો જરૂર થઇ શકે છે.

આ યાદી અત્યાર સુંધી માં  ગુજરાતી બ્લોગ જગતમાં ના મારા ધ્યાન માં આવેલા બ્લોગ્સ પર થી બનાવી છે , ભવિષ્ય માં  માં પણ બીજા સારા બ્લોગ્સ આ વિષય માટે મળશે તો ઉમેરવા છે, આપને પણ જો આ વિષય ને લગતા કોઈ બ્લોગ્સ ખબર હોય તો જરૂરથી અહિયાં “ગુલાલ ” કરશો !