અલવિદા રાજુ ગાઈડ !

મારા પ્રિય "રજુ ગાઈડ" (ફોટો શ્રોત -ગુગલ ઈમેજીસમાં થી)

દેવ સાહેબ આમ તો જૂની પેઢી ના કલાકાર , પણ કોઈપણ હિન્દી ફિલ્મ રસિક/શોખીન તેમની જૂની (૮૦ માં દશક પહેલાની ) ફિલ્મ જોયા વગર અધુરો ગણાય તેવીજ  રીતે  હિન્દી ફિલ્મ સંગીત ના રસિયાઓ માટે તેમની  જૂની ફિલ્મોના ગીતો ફિલ્મ સંગીતના સુવર્ણ કાળના  એક  અવિભાજ્ય હિસ્સો સમા છે ! તેમનું પ્રદાન હિન્દી ફિલ્મ  સિનેમા ફક્ત એકતર કે ડીરેક્ટર સુધીજ સીમિત ના કહી શકાય  ટીના મુનીમ, જીનત અમાન, જેવા કેટલીય પ્રતિભા ને ઓળખીને લોકો સામે લઇ આવવાની અદ્ભુત આવડત હતી પણ મારી દ્રષ્ટી એ હરેક હિન્દી ફિલ્મ રસિક ને હિન્દી ફિલ્મ જગતે તેમનો ખાસ આભાર તો તેમના નવકેતન બેનર હેઠળ તેમના મિત્ર અને લઘુ બંધુ એવા ગુરુદત અને વિજય આનંદ જેવા મહારથી ને જીનીઅસ દીરેક્તારો  આપ્યા તે માટે  માનવો રહ્યો !

તેમની  જૂની ફિલ્મો ને  તેના ગીતો મારા મનપસંદ  હોય તેઓ હમેશા મારા જેવા ઘણા ફિલ્મ રસિકો ના દિલમાં અમર  રહશે ! દેવ સાહેબ અને  મારા માટે તેમનું અતિ લોક પ્રિય ફિલ્મ ગાઈડ નું પાત્ર “રાજુ ગાઈડ ” ને ભાવભરી અંજલી ને આખરી સલામ  !

Advertisements

‘The Wildest Dream: Conquest of Everest’ -એક નચૂકવા જેવી દસ્તાવેજી ફિલ્મ !

'The Wildest Dream: Conquest of Everest' (ફોટો શ્રોત-ગુગલ ઈમેજીસમાં થી)

એવરેસ્ટ નું નામ જયારે  પણ  કાને પડે એટલે શેરપા તેનઝિંગ ને સર એદ્મ્ન હિલેરી નું નામ પણ અચૂક મનમાં આવ્યા  વગર રહે નહિ, કારણકે ઈતિહાસ માં એવરેસ્ટ સફળ આરોહણ કરનારા સૌપ્રથમ મનુષ્યો તરીકે તેમનું નામ સુવર્ણ અક્ષરોએ લખાયેલું  છે. પણ તમેની આ અદ્ભુત સિદ્ધિ સાથે એટલોજ આકર્ષક ને અકળ રહ્સ્ય્સ ધરવતો વિવાદ પણ જોડાયેલો. શું શેરપા તેનઝિંગ ને સર એદ્મ્ન હિલેરી એવેરેસ્ત પર પગ મુકનારા સૌપ્રથમ વય્ક્તિ હતા ? ને આજ વિવાદ સાથે જોડાયેલું બીજું ઐતિહાસિક નામ એટલે જ્યોર્જ મીલરી. કેટલાય લોકોના મતે તેઓ પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે એવરેસ્ટ ઉપર પ્રથમ પગ મુક્યો હતો પણ જેના કોઈ ઠોસ પુરાવા નથી પણ આંશિક પુરાવા તેમના મત ને ટેકો જરૂર આપે છે . આજે પણ પર્વતારોહકો માં ચર્ચાતો ને લોકોના જુદા જુદા મત ધરાવતું આ અકળ રહસ્ય હજી પણ અકબંધ છે. આ ફિલ્મની કથાવાસ્તુ આજ રહસ્ય ને લઇ ને આગળ વધે છે ને દર્શકો ની સામે રાખે છે ઇતિહાસ માં ખોવાય  ગયેલા જ્યોર્જ મીલરી નામના બ્રિટીશ પર્વતા રોહકની વિરાટ વ્યક્તિત્વ ધરાવતી છબી !

૨૦ મી સદી નો ઉતરાર્ધ એ કેટલીય રાજકીય ઘટના, સંસોધનો, કળા, વિજ્ઞાન, સાહસો ની ઘટનાઓની ઉથલ પાથલ નો સમય ગાળો રહ્યો છે, જેણે દુનિયાનો નકશો, લોકોની સમજણ ને જ્ઞાન ને એક નવું પરિણામ આપ્યું છે. આ ફિલ્મી વાત આજ સમય ગાળા ની છે કે જયારે લોકોમાટે હિમાલય નું ઉતુંગ શિખર ‘સાગર મત્થા’ (એવરેસ્ટ નું નેપાળી નામ)  હજી પણ અજય હતું. ત્યારે જ્યોર્જ મીલરી સાગર મત્થા પર વિજય મેળવાનું સપનું જોવે છે જે ધીરે ધીરે એક  વળગણ માં પરિણામે છે. તેની એવેરેસ્ત જીતવાની ઈચ્છાજ છેવટે તેના મૃત્યુનું કારણ બને છે.૧૯૨૪ માં બ્રિટીશ ટીમ સાથે એવેરેસ્ત આરોહણ પર નીકળેલા જ્યોર્જ ને તેના સાથી ઈરવીન એવરેસ્ટ શિખરથી ફક્ત થોડા મીટરો દુર આખરી વાર જોવામાં આવે છે ને ત્યાર બાદ તેમનો કોઈ અતો પતો મળતો નથી. તેમના મૃત્યના ૭૫ વર્ષ પછી ૧૯૯૯ માં કોનાર્દ અનકર નામના પર્વતા રોહક ને જ્યોર્જ મીલારી નો મૃત્યુદેહ મળે છે ને ફરી એક વાર એવરેસ્ટ પર પ્રથમ કોણ પહોચ્યું હશે તે સવાલના વિવાદ ને એક નવું રૂપ મળે છે. કોનાર્દ તેમના સાથીઓ સાથે જ્યોર્જ ને ઈરવીન ના તે સમય ના સાધનો તેમજ  તેમના લખાણો ના આધારે તેમના દ્વરા લેવામાં આવેલા એવરેસ્ટ રોહણ ના રસ્તા નો ઉપયોગ કરીને શું એવરેસ્ટ તેઓ ચડી શક્યા હશે તે શક્યાતની તપાસ કરવા તેઓ પણ એવરેસ્ટ આરોહણની યોજના બનવે છે ને શરુ થાય છે એક અદ્ભુત ને રોમાંચક સફર. તે સફર નો અંત શું આવે છે ને શું ખરે ખર જ્યોર્જ ને ઈરવીન એવરેસ્ટ પર પહોચ્યા હશે તેવી શક્યતા ખરી? આ પ્રશનોના જવાબ જાણવા માટે આ ફિલ્મ જોવીજ રહી.

ફિલ્મ ટેકનીકલી તો ઉત્કૃથ્જ છે પણ સાથે ફિલ્મ નું બેક્ગ્રોઉંન્દ મ્યુઝીક પણ દર્શકોને જકડી રાખનારું છે, હિમાલય ની ઠંડી નિર્દયતા નો દર્શોકો ને બખૂબી અનુભવ કરાવી દે છે. ફિલ્મ ની એક એક ફ્રેમ માં હિમાલય ની સુંદરતા, વિશાળતા ને નિર્દયતા અદ્ભુત રીતે કંડારવામાં આવી છે. સાથે સાથે ફિલ્મનું નેરેસન પણ અવાલ દર્જાનું છે. હિમાલય ના પ્રવશે ૯૫ મિનીટ ક્યાં વહી જાય છે તે ખબરજ નથી પડતી. આ ફિલ્મ જો જોયોર્જ કે હિલરી ના વિવાદ પરજ કેન્દ્રિત થી પણ તેથી પણ આગળ વધતા દુનિયા સમક્ષ જ્યોર્જ નું વ્યક્તિવા પણ લાવે છે, તેમન અંગત જીવન ને તેમના સમગ્ર વ્યક્તીવનો ખુબ સુંદર પરિચય આપે છે.  ફિલ્મમાં તેમના પર્વતા રોહક તરીકેના વ્યક્તિત્વ સાથે સાથે તેમની એક પ્રેમી તરીકેના  રુજ  પાસાને પણ ઉજાગર કરે છે. ભલે તેઓ ને   આજે ઈતિહાસ માં એવરેસ્ટ ના આરોહક તરીકેની સિદ્ધિ મળી નથી પણ તેમના ગોતેલા એવરેસ્ટ ના રસ્તા તેમજ બીજા નોંધપાત્ર કામોને લેધી લોકોનાં એવરેસ્ટ આરોહણ માટે નું પ્રથમ પગથીયું જરૂર બન્યા છે. આજે પણ દરેક પર્વતા રોહાકનો જુસ્સો બતાવતા ૩ શબ્દો “Because it’s there”  થી તેઓ અમરત્વ પામ્યા છે.  દરેક પર્વત/હિમાલય , સાહસ પ્રેમી સિવાય નાપણ ફિલ્મ રસિકોને આ ફિલ્મ જોવા  ખાસ  અનુરોધ ! જો વાચક મીટરો વિદેશ માં હોય તો તેમના નજીક ના આઇમેક્ષ માં આ ફિલ્મ ના શોની તપાસ જરૂરથી કરવી ને જો શક્ય હોય તો  આઇમેક્ષમાંજ ફિલ્મ જોવા ખાસ વિનતી , ૯૫ મિનીટ ની આ ફિલ્મ ક્ષણે ક્ષણે રોમાંચ કરવાશે તે પાકું !

રસ ધરાવતા  વાચક મિત્રો માટે આવીજ રીતની પર્વતો/હિમાલય સાથે સંકળાયેલી બીજી કેટલીક ફિલ્મો વિષે આ બ્લોગ પર લખાયેલા લેખો  ની લીંક  અને . ફિલ્મ ની જલક જોવા માટે આ લીંક ઉપર ક્લિક કરો.

“North FACE” -સત્યઘટના આધારિત એક સાહસિક ફિલ્મ !

(ફોટો શ્રોત-ગુગલ ઈમેજીસમાં થી)

થોડા સમય પહેલા લીધેલા બ્રેક વખતે જોયેલી કેટલીક ફિલ્મોમાંની એક મસ્ત મસ્ત જર્મન ફિલ્મ. ફિલ્મ વિષે વધુ વાત કરતા પહેલા ફિલ્મ નીપૃષ્ઠ ભૂમિકા વિષે જોઈ લઈએ. એશિયા માં પર્વતારોહકોને  જેમ હિમાલયનું મહત્વ ને આકર્ષણ છે તેવુજ મહત્વ ને આકર્ષણ યુરોપ ના મુકુટ સમાન આલ્પ્સનું પણ છે. આલ્પ્સમાં પણ ઘણા ઊંચા ને પર્વતારોહકોનેચુનોતી ફેકતા શિખરો છે, તેમાંથી ૩૯૭૦ મીટર ઊંચા “Eiger”  ને તેના નોર્થ ફેસ નું ચઢાણ હમેશા પર્વતા રોહાકોનું ધ્યાન ખેચ્તું રહ્યું છે. દુનિયાના મુશ્કિલ ને જાનલેવા ચઢાણોમાં ગણી શકાય તેવું આ શિખર છે. આ ફિલ્મ ની વાર્તા પણ આ શિખર ને સર કરવા માટે થયેલા પ્રયાસની પૃષ્ઠભૂમિ ધરાવતી સત્યઘટના આધારિત છે.

ફિલ્મનો  સમયગાળો ૧૯૩૫ના  હિટલર ના જર્મનીનો છે. ફિલ્મમાં બે મિત્રો ની વાત છે કે જેઓ પોતાની લશકરી કારકિર્દી કે યુરોપમાં થઇ રેહલા રાજનીતિક કે ઇતિઅહ્સિક કોઈ પ્રસંગોમાં રસ નથી ફક્ત પોતાની મનગમતી પ્રવૃત્તિ ને શાંતિ પૂર્વક જીવન વ્યતીત કરવામાં મશગુલ છે. પણ તેમનીજ એક મીત્ર, જે પત્રકાર તરીકે ની પોતાની કારકિર્દી ઘડવા માંગે છે, તેના વ્યસાયના ભાગ રૂપે તેના બંને મિત્રો સમક્ષ “Eiger”  ના નોર્થ ફેસની ચઢાઈ માટેની ચુનોતી લઇ આવે છે. જે આવનાર સમય માં ત્રણે મિત્રોની જિંદગી બદલી નાખે છે. પર્વતા રોહક તરીકે ની મુખ્ય ભૂમિકા ભજવતા પાત્રો ને તેમની સ્ત્રીમીત્ર નો અભિનય કરતા અદાકારો સરસ કામ કર્યું છે.  ફિલ્મ માં આલ્પ્સ ની સુંદરતા સાથે સાથે ભયાનકતા ને વિકરાળ સ્વરૂપ પણ અદ્ભુત રીતે બતાવ્યું છે, તે વખતના જર્મની નો માહોલ પણ અદ્ભુત રીતે બતાવામાં આવ્યો છે. થોડા વર્ષો પહેલા પર્વતારોહાણ ના વિષયને લઇ ને આવેલી “વર્ટીકલ લીમીટ” કરતા પણ આ ફિલ્મ વધુ અસરકારક રીતે પર્વતારોહાણની વાત દર્શાવે છે.  તે વખતના ના ટાચા સાધનો સાથે પણ કેવું જીગર પૂર્વક નું સાહસ લોકો કરતા તે અદ્ભુત રીતે બત્વાયું છે. માનવીય સવેદાનાઓ તે પણ મોત સામે હોય તાય્રે કેવી હોય તેનું બખૂબી બયાન કેટલાક દ્રશ્યોમાં કર્યું છે. વધુ તો ફિલ્મ વિષે મિત્રો જોઈનેજ નક્કી કરે.

સાહસ-થ્રીલ્લ્રર ના ચાહકોને ના ચૂકવા જેવી વિદેશી ફિલ્મ. ફિલ્મ જર્મન ભાષામાં છે, પણ અંગ્રેજી સબ-ટાઈટલ સાથે માણી શકાય છે !

‘ગુજારીશ’ -જોવા કરતા સાંભળવાની ગુજારીશ કરવી પડે તેવી ફિલ્મ !

(ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસ માંથી)

હાલમાં પ્રવૃત ને હિન્દી સિનેમા માં કામ કરતા ગુજરાતી  કસબીઓમાંથી ઉત્તમ ફિલ્મ દિરદર્શકો માં જેમની ગણના કરી શકાય તેવા સંજય ભાઈ ની ફિલ્મો ની હમેશા રાહ હોય છે. હાલમાંજ રીલીઝ થયેલી તેમની ફિલ્મ ગુજારીશ જોઈ, જોઇને સંજય ભાઈને એટલીજ ‘ગુજારીશ’ કરવાની કે અમને, ફિલ્મ રસિકોને, ‘ખામોશી’ , ‘હમ દિલ દે ચુકે સનમ’ , ને ‘બ્લેક’ જેવી ફિલ્મો થી નીચેના સ્તરો ની ફિલ્મો નાંઆપો ! સાથે સાથે બીજા વાચક મિત્રો ને પણ ‘ગુજારીશ’ કરવાની કે જો તમે રિતિક ને એશ ના મોટા ચાહક હોવ તો જરૂર થી સિનેમા હોલ માં જોવી નહિ તો ડીવીડી કે ટીવી પર આવે ત્યાં સુધી રાહ જોવી આર્થીક રીતે વધુ ફાયદા કારક છે.

સંજય ભાઈ ખુબ ઉચા ગજાના ફિલ્મકાર છે તેમની  ‘સાવરિયા’ ને ત્યારબાદ માં વધુ એક   નબળી (હાલ માં ચાલી રહેલી હિન્દી ફિલ્મો કરતા ચડીયાતી) ‘ગુજારીશ’ ફિલ્મ જોઈ તેમની માટે ની મારી અપેક્ષા પૂરી ના થઇ. ફિલ્મ સારી બની છે, એક એક ફ્રેમમાં  સંજય ભાઈ નું વિજ્ઝુલ દેખાઈ આવે છે પણ  ફિલ્મ દર્શકો ને દ્રશ્યો માં ગમશે નહિ કે એક પૂરી ફિલ્મ રીતે . ફિલ્મ ની વાર્તા ને પટકથા માં વાત જામી નહિ, રિતિક નો અભિનય કેટલાક દ્રશ્યો માં અદ્ભુત છે તો એશ નું કામ પૂરી ફિલ્મ માં સારું રહ્યું છે. બીજા કલાકારોની ખાસ કરી ને રિતિક ની ફ્રેન્ડ ને વકીલ બનતી કલાકારે સરસ અભિનય કર્યો છે. રિતિક ના જાદુ કરતા દ્રશ્યો ખુબ સ્લિક ને સરસ રીતે ફિલ્માવ્યા છે. પણ કેહવાય છે કે જમવાની થાળી દેખાવ માં સરસ હોય પણ સ્વાદ માં બેકાર હોય તો પેટ ના ભરાય. ‘ગુજારીશ’ ના કિસ્સા માં પણ આવુજ લાગ્યું. ખેર સંજય ભાઈ ની સર્જન શીલતા માટે કોઈ શંકા નથી ભલે આ ફિલ્મ માં એક દિરદર્શક તરીકે નબળા રહ્યા હોઉં પણ સંગીત નિર્દેશક તરીકે સરસ રહ્યા ” તેરા ઝીક્ર” અદ્ભુત ગીત છે. ગીત સાંભળી ને રોમ રોમ જુમી ઉઠ્યું. આ ગીત માટે સંજય ભાઈ ને  કહેવાનું કે  “બોસ જલસો પડી ગયો” !

“The Girl Who Kicked the Hornet’s Nest”-એક સરસ થ્રીલર ફિલ્મ

(ફોટો શ્રોત-ગૂગલ ઇમજેઇસ માંથી)

આગળ ની પોસ્ટ માં જણાવેલી સ્ટીગ લાર્સોનની નવલકથા “મીલેનીયમ”  શ્રેણી પરથી બનેલી આ છેલ્લી ફિલ્મ હાલમાં જોઈ. ફિલ્મના આગળ ના બે ભાગ વિષે  અગાઉ પણ  લખી ચુક્યો છુ, પણ નવા વાચક મિત્રો ની જાણ માટે અગાઉ ના બે ભાગ વિષે  મહિતી. :ભાગ એક અને ભાગ ૨ .

ફિલ્મ ની વાર્તા બીજા ભાગ થી આગળ વધે છે. સાથે સાથે ફિલ્મ ના છેલ્લા ને સૌથી મહત્વ ના ઝીગ્સ્સો પઝલ જેવા રહસ્ય નું  દર્શકો સામે પડદો ખુલે છે. સપૂર્ણ વાર્તા માં બનતી ઘટનાઓ/દુર્ઘટનાઓ શામાટે થાય છે કેવી રીતે ફિલ્મ ના મુખ્ય પાત્રો તેમની સાથે જોડાયેલા છે તેનો સપૂર્ણ તાળો દર્શકો સામે ખુલે છે. પહેલી બે ફિલ્મ કરતા આ ફિલ્મ થોડી વધુ લાંબી ને ઓછી ગમી: કારણ દર્શકો ને પણ ફિલ્મ ની વાર્તા સાથે તેના અંત નો અણસાર આવા માંડે છે પહેલા ની બે ફિલ્મો ની જેમ અટપટા તાણાવાણા નથી, ફક્ત સીધી રીતે ગતિ કરતી એક  ફિલ્મ છે.ખેર ફિલ્મ એક સરસ થ્રીલર બની છે તેમાં શંકા નથી. મુખ્ય પાત્રો નો અભિનય ફરી દાદ માગીલે તેવો છે. આ ફિલ્મ માં સ્વીડન ની આંતરિક રાજકીય પરિસ્થિતિ ની એક જાંખી જરૂર આપી છે, તે જોઈ ને એક આશ્વાસન તો જરૂર મળે કે થોડા-ઘણા “રાજકારણીઓ/લાગવગ વાળા” બધેજ કાળાકામ કરતા હોય છે !!.  સ્વીડનની ની સીનેમોગ્રાફી  ફરી એક વાર સુંદર રીતે રજુ કરવામાં આવી છે. દર્શકો ને  સ્વીડનનું  સોંદર્ય માણવા મળશે તે નક્કી !

આ ફિલ્મ જોતા/માણતા  પહેલા વાચક મિત્રો ને  વિનંતીકે પહેલા બે ભાગ જોઈ લે અથવાતો તેવિષે નેટ  પરથી  વધુ માહિતી મેળવી લે. સસ્પેન્સ ને થ્રીલર ફિલ્મ ના ચાહકો એ એક જોવા જેવી સરસ ફિલ્મ તો  ફોરેન લેન્ગવેજની ફિલ્મ ના રસિયાઓ માટે  પણ સરસ મનોરંજન બની રેહશે. ફિલ્મ સ્વીડીશ ભાષા માં હોય દર્શકો અંગ્રેજી સબ-ટાઇટલ સાથે માણી શકે છે !!

“મુંબઈ-પુને -મુંબઈ ” – એક મસ્ત મજાની હલકી -ફૂલકી મરાઠી ફિલ્મ !

ફોટો શ્રોત -ગૂગલ ઈમેજીસમાંથી

હાલમાંજ મુંબઈ-પુને-મુંબઈ જોઈ દિલ બાગ બાગ થઇ ગયું , ઘણા વખતે આટલી  સરસ હલકી ફૂલકી ને મજાની ફિલ્મ જોઈ , ઋષિદા ની યાદ આવી ગયી. ફિલ્માં નથી કોઈ સંદેશ કે નથી કોઈ એવી અફલાતુન વાર્તા છતા પણ ફિલ્મ સાથે દર્શકો ખુબ સહેલાયથી જોડાઈ જશે તે નક્કી. મુંબઈ -પુનેથી સુપેરેપરિચિત મિત્રો ને ફિલ્મ વધુ ગમશે તે નક્કી, આખેર ફિલ્મ પણ તેમનીજ જિંદગીને ક્યાંય ને ક્યાંયક તો  સ્પર્શતી ખરી ને  !

ફિલ્મ માં ફક્ત ત્રણ મુખ્ય પાત્રો છે એક પાત્ર છે મુંબઈ ની છોકરી જે પુના એક છોકરાને લગ્ન માટે મળવા આવે છે ને બીજું પાત્ર છે પુના ના છોકરાનું જે મુબઈ ની છોકરી ને લગ્ન માટે મળવાનું હોય છે ને ત્રીજું ને મહત્વ નું પાત્ર છે પુના શહેરે કે જયા બે અજાણ્યા પાત્રો ની ભારતીય દર્શકો ની જાણીતી ને માણીતી પ્રેમકહાનીની શરુઆત થાય છે. બસ આટલી સહેલી વાર્તા ને ફક્ત ૩ પાત્રો સાથે ની લગભગ  પોણા બે કલાક ની મસ્ત મસ્ત ફિલ્મ ક્યારે પૂરી થઇ જાયે છે તે ખબરજ નથી પડતી ફિલ્મ દર્શકો ને પોતાની સાથે લઇને બસ વહેતી રહે છે. સ્વપ્નીલ જોશી ને મુકતા બર્વે નો લાજવાબ અભિનય છે, મુંબઈ ની છોકરી તરીકે મુકતા એ કમાલ કરી છે, તો સ્વપ્નીલે પણ પુણેકર તરીકે રંગ રાખ્યો છે. ફિલ્મ વિષે જો તમારું વિઝન ક્લીઅર ને સરસ પાત્રલેખન કરેલું  હોઈ તો એક સામાન્ય વાર્તા પર થી પણ કેટલી મસ્ત મસ્ત ફિલ્મ બનાવી શકાય તેનું અદ્ભુત ઉધાહરણ. જે મિત્રો મરાઠી સમજી શકતા હોય તેમની માટે must must વોચ ને જે મિત્રો ને હલકી ફૂલકી ફિલ્મો ગમતી હોય તેમણે પણ બનેતો  ફિલ્મ જરૂર થી જોવી. ફિલ્મ  વિષે ની વધુ માહિતી માટે નીચની લિંક ની મુલાકાત લેવી !

ફિલ્મ મુંબઈ-પુને-મુંબઈ

“મેમોરીઝ ઓફ મર્ડર” – એક સરસ થ્રીલર ફિલ્મ !

ફોટો શ્રોત -ગૂગલ ઈમેજીસમાંથી

આમ તો હિન્દી ફિલ્મ જગત હોલીવૂડ સિવાય પણ બીજા દેશો ની ફિલ્મો થી પોતાની “પ્રેરણા” લેતુજ  રેહતું હોય છે, તેમાં કોરીયન ફિલ્મ પણ બાકાત નથી. ઝીંદા ને અગલી ઔર પગલી ફિલ્મ તો ફ્રેમ થી ફ્રેમ કોરિયન ફિલ્મો થી “પ્રેરણા” પામેલા જ્વલંત ઉદાહરણો છે.  આવી “પ્રેરણા’ પામેલી ફિલ્મો નો એક ફાયદો જરૂર થાય કે લોકો ને જેતે  દેશ ની સફળ ને જાણીતી ફિલ્મ નો પરિચય થાય , તેમજ જો આપ ફિલ્મ રસિક હોવ તો બીજી પણ તે દેશની કેટલીક સારી ફિલ્મો વિષે માહિતી  તેમજ ફિલ્મ જોવા માટેનો ફલક ને  સમજણ પણ વિસ્તરી શકે છે.

“મેમોરીઝ ઓફ મર્ડર” પણ આવીજ  એક સારી કોરિયન  ફિલ્મોમાની એક ફિલ્મ. ફિલ્મનો સમય કાળ ૮૦ ના દશક નો છે કે જયારે  કોરિયામાં ગુના શોધન માટેની આધુનિક પદ્ધતિઓ નો વિકાસ એટલો થયો નથી હોતો, ને કોરિયા ના એક ગામડામાં સીરીઅલ કિલિંગ નો સિલસિલો શરુ થાય છે. ફિલ્મ માં મુખ્ય બે પાત્ર છે એક જે તે ગામનો ગુનાશોધક અધિકારી હોય છે ને બીજો જે શહેરમાંથી આવેલો ને પદ્દતિસર કામ કરનારો અધિકારી. ફિલ્મ ની વાર્તા સાથે સાથે બેવ અધિકારી ના પાત્રો નું અદ્ભુત રીતે ઉઘાડ થાય છે, તે બેવના એક બીજા સાથે ના સંબંધ , સમજણ , કામ કરવાની પદ્ધતિ થી થતો સંઘર્ષ ખુબ  સુંદર રીતે ફિલ્માવામાં આવ્યા છે. સાથે સાથે કોણ ખૂની છે તેનું રહસ્ય પણ ઘુટાતું રહે છે. ફિલ્મ ની સાથે સાથે જોનારે પણ પોતાની કલ્પનાઓ થી ફિલ્મ માં જોડાવું  રહ્યું , જે કદાચ સીધો ને સરળ અંત જોવા ટેવાયેલા દર્શકો ને ફિલ્મ નો મલ્ટી ડાયમેન્સન ને ઓપન અંત સમજવું કદાચ અઘરું પડી શકે છે.  દેશ વિદેશ ની ફિલ્મો જોનાર દર્શકો માટે એક સરસ અનુભવ રેહશે તે નક્કી ને ફક્ત મનોરંજન માટે ફિલ્મો જોતા દર્શકો ને જો હિન્દી ફિલ્મ “સ્ટોન મેન’ (આમ તો સરખામણી બરાબર નથી પણ , ફિલ્મ ના પ્રકાર વિષે એક અછડતો  ખ્યાલ દેવા માટે આ ફિલ્મ નું એક ઉદાહરણ આપ્યું છે ) પ્રકાર ની ફિલ્મો ગમતી હોય તો તેમણે પણ જરૂર થી જોવી ! ફિલ્મ કોરિયન માં હોય , પણ અંગ્રજી સબ-ટાઈટલ સાથે માણી શકાય છે.