Coke Studio -એક મસ્ત મસ્ત પાકિસ્તાની સંગીત કાર્યક્રમ !

Coke સ્ટુડીઓ (ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસમાં થી)

આમ તો  પાકિસ્તાન નું નામ પડેને નઝર સામે આતંકવાદ, મુસ્લિમ કટ્ટરતા, રાજ્કીય અંધાધુંધી, લશ્કરી રાજ વગેરે જેવી નકારત્મક વાતો તરવરવા લાગે, પણ કહે છે ને કે દરેક ખરાબ વ્યક્તિ માં પણ કેટલીક સારી વાતો હોય છે,  તેવીજ રીતે ત્યાના કેટલાય ખિલાડીઓ, કલાકારો , ને સ્કોલરો ને સંભાળવા, વાંચવા ને માણવા જેવા છે. આજે વાત કરવી છે આવીજ પાકિસ્તાનની એક ઉજળી બાબતની.

આમ તો સંગીત શોખીનો આ કાર્યક્રમ ની સુપેરે પરિચિત હશે ૨૦૦૮ થી આવતો આ કાર્યક્રમ પાછલા ત્રણ વર્ષ થી ખુબ લોકપ્રિયતા પામી રહ્યો છે. જે મિત્રો ને સુફી, સેમી ક્લાસિકલ, પોપ, લોકગીતો, માઈલ્ડ રોક જેવા સંગીતના પ્રકારો ને તેમના ફયુઝન માં રસ હોય તો આ કાર્યક્રમ માં મજા આવી જશે. કેટલાય નામી, અનામી, લોક કલાકારો ને ઉભરતા પ્રતિભાશાળી કલાકારોને એક સાથે માણવાની સરસ તક. વળી પ્રોગ્રામ નું  પ્રોડ્કસન પણ અવ્લ દરજાનું છે. જે મિત્રો થોડા સારા પણ ઘણા બધા ફાલતું સંગીત રીલેટેડ કાર્યક્રમો ટીવી ઉપર જોઈ ને જો કંટાળી ગયા હોય તેમને પણ એક વાર આ કર્યક્રમ જોવા અનુરોધ !

વધુ તો આ શો વિષે વાંચવા કરતા સંભાળવા માં વધુ મજા આવશે. નીચે આપેલી આ શો ની લીંક ઉપરથી વધુ માહિતી તેમજ પ્રોગ્રામ માણી શકાય છે. યુ-ટુબ ઉપર પણ Coke Studio ના નામની સર્ચ કરવા થી ઘણા બધા વિડીયો જોઈ શકો છો, આજકાલ ખુબ લોકપ્રિય ને જાણીતો થયલો Coke સ્ટુડીઓ ના એક  ગીતની પણ યુ-ટ્યુબ લીંક આપી છે, જે રસ ધરાવતા મિત્રો માણી શકે છે.

Coke Studio ની લીંક

Coke સ્ટુડીઓ ના એક  ગીત ની પણ યુ-ટ્યુબ લીંક !

Advertisements

Ancient Rome: The Rise and Fall of an Empire – અફલાતુન દોક્યુંડ્રામા શ્રેણી

 

(ફોટો શ્રોત-ગુગલ ઈમેજીસ માંથી)

દુનિયાના મહાનતમને એક સમયના સૌથી શક્તિશાળી સામ્રાજ્યોમાં જેની ગણના થતી હતી તે રોમન સામ્રાજ્ય વિષે આ અદ્ભુત દોક્યુંડ્રામા શ્રેણી BBC દ્વારા નિર્માણ કરવામાં આવી છે. આજે પણ  કેટલીય રાજનીતિક, મીલીટરી, સામાજિક વ્યવસ્થા, સાહિત્ય , કળા, વિજ્ઞાન, ધાર્મિક વગેરે શેત્રોમાં થયેલી પ્રગતિ એ મૂળ જુના રોમન સામ્રાજ્યની દેન છે. એટલેજ રોમન સામ્રાજ્ય નો ઈતિહાસ ખુબ મહત્વ ને લોકોના આકર્ષણ નો વિષય રહ્યો છે. રોમન સામ્રાજ્યના સમયમાં લોકશાહી પ્રથા અસ્તિત્વમાં આવી હતી ને ઘણા વર્ષો સુધી ચાલી પણ ખરી, પણ આખરે તેનો પણ અંત આવ્યો ને રાજાશાહીની શરુઆત થઇ ને અસ્તિત્વમાં આવ્યું એક ના ભૂતો ના ભવિષ્ય જેવું રોમન સામ્રાજ્ય કે જેણે ઘણા શેત્રો માં પ્રગતી કરી ને પોતાનો સુવર્ણ કાળ થી લઇને પડતી જોઈ.

આ શ્રેણી માં રોમન સામ્રાજ્યની આ ચડતીથી લઇ ને પડતી માં ભાગ ભજવનારી  મહત્વની ઘટનાઓને આવરી લેતી એક સરસ દોક્યુંડ્રામા ફિલ્મ બતાવામાં આવી છે. જેમાં કેટલાય ઈતિહાસવિદોના રીસર્ચ નો આધાર લઇ ને  ઈતિહાસ ને વફાદાર રહી ને ખુબ સરસ નીરસ દસ્તાવેજી ફિલ્મો કરતાએક કદમ આગળ એવો   સરસ દોક્યુંડ્રામા બનવામાં આવ્યો છે.  કુલ ૬ ભાગ માં વેહ્ચાયેલી આ શ્રેણી અફલ્તુંન રીતે ફિલ્માવામાં આવી છે, સરસ અદાકારો, યુદ્ધ ના દ્રશ્યો, રોમન સામ્રાજય નો સેટ વગેરે લાજવાબ છે.  ફિલ્મ નું બેક્ગ્રોઉંન્દ સંગીત પણ સરસ છે. ૧ કલાક ના એવા ૬ ભાગ માં  જુલિયન સીઝર, નીરો, કોન્સ્તેનતૈન જેવા સમ્રાટોથી લઈને મહત્વના ઘણા સૈન્ય, રાજનીતિક, રોમન સામ્રાજ્ય ના વિરોધીઓની વાત વણી લેવા માં આવી છે.

ઈતિહાસ, રોમન સામ્રાજય , રોમન સાહિત્ય વગેરે માં રસધરાવનાર મિત્રોને મજા પડી જાય તેવી શ્રેણી, મારા મતે એક કાલેકટર આઈટમ જેવી શ્રેણી. રસધરાવનાર મિત્રો નીચે આપલી આ શ્રેણી ની જાંખી કરવાતી યુટ્યુબ ની લિંક ની મુલકાત લેવી રહી !

યુ-ટ્યુબ ની લિંક

“રાજા શિવ છત્રપતિ” -અફલાતુન મરાઠી ટીવી શ્રેણી !

ફોટો શ્રોત -નીચે જણાવેલી લીંક પર થી

રાજા શિવાજી વિષે અઢળક સાહિત્ય તેમજ ફિલ્મો ને નાટકો બની ચુક્યા છે, વળી મહારાષ્ટ્ર ની શાળાઓમાં પણ શિવાજી વિષે સારો એવો ઈતિહાસ ભણવામાં આવેછે તેથી તેમના જીવન વિષે ની વધતી ઓછી માહિતી લગભગ અહીયાના  હરેક વિદ્યાર્થી ને હોયજ છે. છતા પણ ઈતિહાસ ની  સુષ્ઠ ચોપડીઓ કરતા તેમની વિષે વિસુઅલ મીડીયમ થી જાણવું વધુ રસપ્રદ રેહશે. હાલમાંજ રાજા શિવ છત્રપતિ ટીવી શ્રેણી નો  ડીવીડી સેટ બહાર  પડ્યો છે.પેહેલા તો આ શ્રેણી સ્ટાર પ્રવાહ નામની મરાઠી ચેનલ પર આવતો હતો પણ તે વખતે આ શ્રેણી કોઈ ને કોઈ કારણોસર જોઈ ના શક્યો પણ હવે ડીવીડી પર તેનો સરસ લાભ મળે છે. નીતિન દેસાઈ  કે જેઓ  ફિલ્મ, ટીવી શ્રેણી વગેરે ના ખુબ જાણીતા ને વિખ્યાત સેટ ડીજાઇનર છે તેમણે આ શ્રેણી નું નિર્માણ કર્યું છે ને શ્રેણી મરાઠી માં હોવા ઉપરાંત પણ ખાસી ભવ્ય બનાવામાં આવી છે, તેમાટે નીતિન સાહેબ ને ખાસ સલામ !

૧૬ ડીવીડી ના સેટ માં કુલ ૯૬ એપિસોડ નો સમાવેશ કરવામાં આવામાં આવ્યો છે. પટકથા ના સલ્હાકારો માં ખુબ જાણીતા ને માનીતા  પુરંદર સાહેબ ( જેમનું “જાણતા રાજા” નામના નાટક વિષે ફરી કયારે )  પણ છે. દરેક મુખ્ય કલાકાર નો અભિનય સરસ રહ્યો છે. શ્રેણી માં શહાજી મહારાજ ના જીવન વૃતાંત ને પણ સારું એવું આવરી લેવાયું છે. આમ શિવાજી મહારજ , મરાઠા સામ્રાજ્ય ના ઉદય વગેરેના ઈતિહાસ માં જેમણે રસ હોય તેમની માટે સરસ શ્રેણી બની રેહેશે તે નક્કી, શ્રેણી મરાઠી માં હોય પણ તેને અંગ્રેજી સબ ટાઈટલ સાથે માણી શકાય છે. રસ ધરાવતા મિત્રો યુ -ટ્યુબ પર પણ આ શ્રેણી ના ભાગો જોઈ શકે છે. શ્રેણી ની ટાઇટાલ સોંગ પણ રુવાડા ઉભું કરીદેતું અદ્ભુત છે તેમજ બેક ગ્રોઉંન્દ સંગીત પણ પ્રસંગો ને અનુરૂપ ને અવ્વલ દરજ્જાનું છે. સાંભળ્યું છે કે આ શ્રેણી પર થી જલ્દીજ નીતિન ભાઈ એક હિન્દી ફિલ્મ પણ બનાવના છે , અત્યાર થી તે ફિલ્મ વિષે ઇન્તેઝાર રહશે !

ફોટો શ્રોત ની લીંક

ટી.વી પ્રોગ્રામ્સ ની પાયરસી શું સારી વાત છે ?

નેટ પર ખાખા-ખોળા કરતા એક સરસ વીડિઓ મળીયો તેનું ટાઈટલ છે “Piracy is Good” , આ વીડિઓ માં Mark Pesce ના કોઈ ૨૦૦૪ ના લેકચર વિષે ની માહિતી  છે . તેમને ખુબ સરસ વિચારો રજુ કર્યા છે. તે વીડિઓ માં તમને ભવિષ્ય માં ટી.વી  પ્રોગ્રામ્સ ની પાયરસી એ એક લાભ દાયક સાબિત થી શકે છે તે વિષે ના પોતાના વિચારો ને તારણો રજુ કાર્ય છે. જે મિત્રો ને નવી નવી IT technology વિષે જાણવું ગમતું હોઈ તેમની માટે તો આ must વોચ વીડિઓ છે. આખો વીડિઓ લગભ ૧ કલાક જેટલો છે , ને રસ ધરવતા મિત્રો નીચે ની લીંક પર તે વીડિઓ ને જોઈ શકે છે.

Piracy is ગૂડ?-Mark Pesce
મારા પોતાના રેફેરંસ તેમજ જે મિત્રો પાસે વીડિઓ જોવા જેટલો પુરતો સમય ના હોય તે માટે , વીડિઓ માં ચર્ચા કરેલા માર્ક ભાઈ ના મુખ્ય મુદ્દાઓ ની નોંધ મારી સમજણ મુજબ તારવીને મુકું છુ.

વિડીઓ નો ટૂંકસાર:

અત્યાર સુધી ટી. વી industry  માં જે ટી વી ના પ્રોગ્રામ્સ નું વિતરણ થતું હતું તે બદલવા નો સમય થી ગયો છે. હવે broadcasting ની જગ્યાએ broadband થી પ્રોગ્રામો નું વિતરણ થવું જોઈએ , તે માટે ની જરૃરી technology પણ આપડી પાસે છે , જેમ કે bit torrent , અને આ નવા માધ્યમ થી પણ ટી. વી industry ના લોકો પૈસા બનાવી શકે છે , તે માટે નું નવું બીઝનેસ મોડેલ અપનાવું પડશે, અને તે બીઝનેસ મોડેલ છે પાયરસી. આ ને નવા મોડેલ ને અપનાવા થી નીચે ના ફાયદા મળી સકે છે.

૧. પ્રોગ્રામ બનાવનાર ને પુરતી independence મળી રહે છે વળી જુના મોડેલ માં તેઓ જેટલા પૈસા કમાતા તા એટલાજ પૈસા કે તેથી વધુ પૈસા તેઓ નવા મોડેલ માં કઈ શકશે.

૨. લોકો ને વધુ options મળશે , પ્રોગ્રામ્સ  digital રૂપ માં હોવા થી , તેઓ જયારે જોઈ ત્યારે, પોતાની સગવડ ના સમયે , ને પોતાના મનગમતા સાધન પર , દુનિયા ભર ના પ્રોગ્રામ્સ , માની શકશે . આમ પ્રોગ્રામ્સ જોવા માટે લોકો એ પરમ પારંગત  ટી . વી ની વ્યાખ્યા બદલાવી પડશે. લોકો ને વધુ સુવિધા થશે , સાથે સાથે વણજોઈતા ટી. વી બ્રેક્સ થી પણ છુટકારો મળશે.

૩. જાહેર ખબર વાળા લોકો ની ટી. વી પ્રોગ્રામ્સ પર જાહેર ખબર આપવી વધુ સસ્તી પડશે , નવા મોડેલ પ્રમાણે જેટલો પ્રોગ્રામ હીટ તેટલો જાહેર ખબર ના ભાવ ઓછા , જે જુના મોડેલ કરતા પૂરે પૂરું ઊંધું છે. વળી હવે જાહેર ખબર ને પણ પોતાનું પારંગત રૂપ બદલ્વ્ય પડશે , હવે ટી.વી બ્રેક ને બદલે જાહેર ખબર ને પ્રોગ્રામ્સ માં જ વણી લેવા માં આવશે.

૪. નવા મોડેલ ને લીધે , હવે પાયરસી કે કોપી રાઈટ મુદ્દે વિચારવું નહિ પડે ને તેને રોકવા માટે થતા નાણા નો બચાવ થશે.

૫. આમ નવું મોડેલ એ બધા લોકો માટે વિન -વિન સાબિત થશે.

આ મોડેલ માટે  ની કેટલીક અડચણો

૧. જે લોકો પાસે broadband ના હોય તે લોકો ને પણ કેવી રીત પ્રોગ્રામ્સ પહોચાડવા. (વીડિઓ માં એક , લોકો ને છાપા વગરે સાથે સીડી મોકલવી , જેવું સરસ ઉપાય બતાવ્યો છે પણ તે દરેક સંજોગો માં સફળ ના થઇ સકે માટે નવી ને સફળ પ્રોગ્રામ પહોચાડવાની રીત શોધવી રહી !)

૨, સમાચાર જેવા live પ્રોગ્રામ્સ માટે શું કરવું ?

૩. આ મોડેલ ને ફિલ્મો માટે કેવી રીતે વાપરવું ?

૪. પ્રોગ્રામ ને લોકો માં popular કેવી રીતે બનવા ?

આમ આ નવા મોડેલ અત્યરે તો ટી. વી પ્રોગ્રામ્સ માટે અમલ માં કડાહ મૂકી સકાય પણ પૂરી entertainment industry ને અવારવા માટે હજુ બીજી ઘણા સંસોધન ની જરૂર છે , વધારે થોડા ખાખા ખોળા કરતા જાણ્યું કે , ડીઝની જેવી કંપની પણ આ મોડેલ ને ગણતરી માં લહી રહી છે ને આવા વાળા સમય માં તેનો યોગ્ય ઉપયોગ કરશે .  આપ કોઈ મિત્રો ને પણ આની કે આવી કોઇ નવી technology વિષે વધુ માહિતી હોય તો અહીં તેનો જરૂરથી ગુલાલ કરે!

‘ધ બીગ બેંગ થીયરી’-ટીવી શ્રેણી

થોડા સમય પહેલાજ  બ્લોગ જગત ના મિત્ર કાર્તિક ભાઈ ને મારા એક મિત્ર દ્વારા આ ટીવી શ્રેણી જોવા માટે નું સુચન થયું તું ને હાલમાજ  આ ટીવી શ્રેણી ની બે સીઝન જોઈ ને પૂરી કરી. બેવ  સીઝન મળી ને લગભગ ૩૫~૪૦ એપિસોડ થતા હશે.  દરેક એપિસોડ લગભગ ૨૦ મિનીટ જેટલો હશે, ને હજી પણ આ ટીવી શ્રેણી અમેરિકા માં ચાલી રહી છે તેની ત્ત્રીજી સીઝન ચાલી રહી છે , જલ્દીથી તેની પણ dvd કદાચ જોવા મળી જશે.

માનવું પડે વિજ્ઞાનિક જેવા નીરસ પાત્રો ( વિજ્ઞાનિક મિત્રો એ મારી પર કુદી ના પડવું !!! , આ એક લોકો માં ઉભી થયલી ઈમેજ છે ) માં પણ કેટલું હાસ્ય છુપાયેલું હોય છે . આવી અદ્ભુત ટીવી શ્રેણી બનાવ માટે તેની નિર્માણ જોડી ની ક્રીયેતીવીતી માનવી પડી. theoretical physics જેવા નીરસ વિસય માં રચ્યા પચ્યા રહેતા મિત્રો ની આમાં વાત છે , મુખ્ય ૫ પાત્રો નો ભાગ છે આ શ્રેણી માં જેમાંથી ૪ મિત્રો છે ને તેમના એક મિત્ર ની girlfriend નું પાત્ર છે.  ૪ મિત્રો માનો એક મિત્ર ભારતીય છે , બસ તેમની રોજબરોજ ની જિંદગી ને તેમના કામ ની આસપાસ ગુથાતી વાતો ની આ શ્રેણી  છે. દરેક પાત્રો નો અભિનય જોરદાર છે , ગીક કેવા હોય છે, તેમની રેહની કરણી કેવી હોય છે , તેમને કેવી વાતો માંથી આનંદ મળે છે , તેમની વાત ચિતો કેવી હોય છે વગેરે માંથી સરસ હાસ્ય નિષ્પન થાય છે.girlfriend નું પાત્ર  ભજવતી અભિનેત્રી થી અપડે સૌ સામન્ય માણસો ને જોડી શક્ય છે ને તેમની મનો સ્થિતિ ગીક લોકો ના સંપર્ક માં આવથી શું થાય છે તે સુપેરે જાની સક્યે છે. ભારતીય મિત્ર બનતા પાત્ર નો અભિનય પણ સાહજિક છે , ભારતીય લોકો ની વર્તણુક ને આબાદ રીતે દર્શાવી છે. પણ ટીવી શ્રેણી નો ખરો હીરો તેની સ્ક્રીપ્ટ ને પટકથા છે …અદ્ભુત લેખન છે.

જે મિત્રો વિજ્ઞાન ની શાખા કે તેની સાથે જોડ્યાલે વ્યવસાય જેવા કે IT Engineer , computer પ્રોગ્રમેર્સ વગરે લોકો આ ટીવી શ્રેણીથી ખરે ખર પોતાનીસાથે જોડી શકશે , ને જે મિત્રો   વિજ્ઞાન ની કોઈ પણ  શાખા કે વ્યવસાય ના જોડ્યાલા હોય તેઓ પણ ગીક લોકો કેવા હોય તે જાની શકશે.  જરૂર થી જોવા જેવી શ્રેણી ને  પોતાના collection માં રાખી શક્ય તેવી મનોરંજક પણ વૈજ્ઞાનિક તથ્યો આધારિત શ્રેણી ! બ્લોગ જગત ના મિત્રો એ પણ જો કોઈ આવી અદ્ભુત ટીવી શ્રેણી જોઈ હોય તો તેના વિષે જરૂર થી  ગુલાલ કરે !!

અને હા બન્ને મિત્રો ને એક સરસ ટીવી શ્રેણી સુચવા બદલ આભાર !

“Band of Brothers” -World War-2 ની યુદ્ધ કથા ની વાતો !!!

આમ તો સફારી માં WW-I ને  WW-II ની ઘણી યુદ્ધ કથાઓ વાંચી છે ને મનોમન તે પરિસ્થિતિ ની કલ્પનાઓ પણ કરી છે. ત્યાર બાદ તો ઘણી ઘણી યુદ્ધ કાથો વાળી ફિલ્મો જોઈ છે , પણ તે બધામાં “Saving Private Rayn” અદભુત ને એક અનોખી છાપ છોડનારી લાગી છે. તે ફિલ્મ જોયા પછી જયારે પણ કોઈ યુદ્ધ કથા વાંચી છે , મગજ માં હમેશા તે ફિલ્મો ના દ્રશ્યો ઘુમવા લાગે છે. ત્યાર બાદ તો તે ફિલ્મ આધારિત વિડિઓ ગેમ “Medal of Honor” પણ રમી ને પૂરી કરી.  આજ ફિલ્મ ના director spielberg   ને actor  tom hanks  એ આ ફિલ્મ વખતે કરવા માં આવેલા સંસોધન પર આધારિત યુદ્ધ કથા ની એક  T.V. શ્રેણી બનવાનું નક્કી કરે છે ને આકાર પામે છે દુનિયાની સૌથી ખર્ચાળ ને અદભુત યુદ્ધ કથા ની  T.V. શ્રેણી- “Band of Brothers” આ શ્રેણી ૧૦ ભાગો માં વહેચાયેલી છે ને દરકે ભાગ લગભગ ૧ કલાક જેટલો છે . દરેક ભાગ ની શરૂઆત માં તે સમય ના વોર હીરો ના મંતવ્યો દર્શાવામાં આવે છે ને પછી શરુ થાય છે એક અદભુત યુદ્ધ કથા ની વાર્તા જે તેની સાથે સાથે દર્શકો ને પણ જે તે સમય માં સૈનિકો સાથે લઇ જાય છે. શ્રેણી ની પટકથા ને પશ્ચાયત સંગીત એટલું સરસ છે કે કયારેય  કોઈ વાર્તા કે વાર્તા નું પાત્ર નબળું પડતું લાગતું નથી ને પશ્ચાયત સંગીત પણ દર્શકો ને સૈનિકો ના મનો જાગતા માં લઇ જાય છે.

યુધ્કથા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ દર્શકો વધુ ને વધુ પાત્રો ની અંદર ની મનોવ્યથા સમજાતી જાય છે, તેમની , નિરાશાની, ડર ની, બલિદાન ની, કંટાળા  ની, માનસિક થાક ની, વીરતાની, દોસ્ત માટે ની એક બીજાની લાગણીઓ ની, વિજય ની , આપત જન ના મૃત્ય ની, કેટ કેટલી લાગણીઓ થી દર્શકો  પણ સૈનિકો ને સાથે સાથે અનુભવતા જાય છે.

આ શ્રેણી ની વધુ માહિતી માટે મિત્રો નીચે ની લીંક ની મુલકાત લેશો
http://en.wikipedia.org/wiki/Band_of_Brothers_%28TV_miniseries%29
જે મિત્રો ને યુદ્ધ કથા ઓ માં રસ હોય તેમને તો આ must જોવા જવી શ્રેણી છે ને હમેશા પોતાની પાસે રાખી શક્ય તેવી Collector’s Item પણ ખરી !

“Prison Break” એક અફલાતુન T.V. Series !!

હાલ માંજ  એક મિત્ર પાસે થી “Prison  Break” ટીવી શ્રેણી  નો પૂરો ડીવીડી સેટ મળ્યો ને , પૂરીશ્રેણી જોઈ ને દિલ ખરેખર આનંદિત  ને ઉત્સાહિત થઇ ગયું .  અમેરિકા માં બનેલી આ ટીવી શ્રેણી  એ આખી દુનિયા માં ધૂમ મચાવી હતી. કુલ ૪ series માં બનવા માં આવી છે. હરેક series માં એકંદરે૪૫ મિનીટ ના ૧૮/22 એપિસોડ છે.  
 
આ  ટીવી શ્રેણી  માં બે ભાઈઓ ની વાર્તા છે. જેમાંથી એક ભાઈ ને jail માપોતે ન કરેલા ગુના માટે જવું પડે છે . ને તેને છોડવા માટે બીજો ભાઈ તે jail માં જાય છે ને jail માં તેની મુલકાત બીજા કેટલાક સાથીઓ સાથે થાય છે ને શરૂઆત  થાય  છે એક દિલ-ધડક પકડ દાવ ની  જેમાં પોલીસ ને કેદીઓ ના રોલ અદલા બદલી થતા રહે છે ને હર  એપિસોડ એ એક નવો વળાંક આવતો રહે છે. દર્શકો ને જકડી રાખે તેવી અદભુત પટ કથા ને સવાંદો છે. કલાકારો નો અભિનય દાદ માગી લે તેવો છે .  જે મિત્રો ને action-thriller  વાળી ટીવી શ્રેણી  જોવી ગમતી હોય તેમને તો જોવીજ રહી . ખબર નહિ આપડા દેશની આવી કોઈ ટીવી શ્રેણી કયારે જોવા મળશે . આશા રાખીએ કે સંજય ગુપ્તાજી “Hollywood” Style  થી જેમ ફિલ્મો બનાવે છે , તેવીજ  રીતે આવીજ કોઈ સરસ  ટીવી શ્રેણી  પણ બનાવે. 
 
આવીજ રીતની બીજી એક  ટીવી શ્રેણી  “Band of Brothers” ની વાત પણ કરવી છે પણ ફરી કયારે !! આપ કોઈ મિત્રો એ કોઈ સારી ટીવી શ્રેણી  જોઈ હોય તો અહી તેનો “ગુલાલ” કરશો તો મજા આવશે !!!