હેમ રેડીઓ: ઘણા બધા જ્ઞાન સાથે ગમ્મત કરાવતી હોબી-૧

(ભારતીય હેમ રેડીઓ ઓપરેટર, ફોટો શ્રોત – ગુગલ ઈમેજીસમાંથી )

આખરે વર્ષોનું હેમ રેડીઓ માટેનું સપનું અડધું સાકાર થયું ! બંદા હેમ રેડીઓ માટેની પરીક્ષામાં તો પાસ થઇ ગયા પણ લાયસન્સ માટે હજી ઘણી રાહ જોવાની છે:). ખેર, આજે હેમ રેડીઓ વિષે કેટલીક વાતો. વર્ષો પહેલા પસ્તીમાંથી મળેલી હેમ રેડીઓની શ્રી નગેન્દ્ર વિજય ની કલમે લખાયેલું   “હેમ  રેડીઓ” પુસ્તક વાંચ્યું હતું ત્યારથી હેમ રેડીઓ માટે આકર્ષણ હતું. ત્યાર બાદ બીજા કેટલાય સામયિકો ને લોકો દ્વરા થોડી થોડી માહિતી મળતી રેહતી પણ મનમાં ઉઠતા સવાલો નું પૂરું નિરાકરણ નોહ્તું મળતું. વળી અભ્યાસ ને બીજા કેટલાક કારણો સર પણ હેમ વિષે શીખવાનું પાછળ ઠેલાતું રહ્યું ! આશા રાખું છુકે અહીં ચર્ચાયેલી માહિતી રસ ધરાવનાર મિત્રોને  ઉપયોગી નીવડશે.

હેમ રેડીઓ/એમયોચર રેડીઓ  અટેલે  સરળ ભાષા માં લોકોનું બનાવેલું એક મંડળ જેમાં લોકો ટ્રાન્સમિટર ને રીસીવર દ્વારા બિન્તારીય રીતે એક બીજાના સંપર્ક રહી ને વાર્તા લાપ કરી શકે ! હેમ ની શરૂઆત ૨૦ મી સદી થી થઇ શકી તેમ કહી શકાય. હેમ રેડીઓ નો ઉપયોગ ક્રાંતિ થી લઇ ને મનોરંજન સુધીના વિવિધ ઉપયોગમાં આવી શકે છે. હેમ રેડીઓ દ્વારા આફત ના સમયે સમાજ તેમજ દેશ ને પણ ઉપયોગી થઇ શકયે છે. ખાસ તો ઇલેક્ટ્રોનીક્સ માં રસ ધરવતા લોકો તેમેજ ઇલેક્ટ્રોનીક્સમાં જુદા જુદા અખતરા કરનાર માટે તો હેમ રેડીઓ એક અમુલ્ય જણસ છે. હેમ દ્વરા આપડે પોતાનું એક રેડીઓ સ્ટેશન બનવી શકયે છે , પણ તેનાથી  દેશ ની સુરક્ષા કે આર્થિક હિતો જોખમાવા નાજોઈ. હેમ રેડીઓ માટે તેની પરીક્ષા પાસ કરી ને  તે માટે  તેનું લાયસન્સ લેવું જરૂરી છે, હવે પછીની ચર્ચા માં તે વિષે વધુ જાણશું.

હેમ રેડીઓ માટે ને કેટલાક ફાયદા  ટૂંકમાં જોઈએ

૧. દેશ ને દુનિયા ભરના હેમ સાથે સંપર્કમાં રહીને  અવનવી માહિતીની આપલે કરી શકાય છે.
૨. અવકાશ યાત્રીઓ  સાથે પણ સંપર્ક સાધી સકાય છે.
૩. સેટેલાઈટ નું પગેરું શોધવું ને લોકો સાથે સંપર્ક કરવો જેવી અવનવી રમતો રમી શકાય છે, જે તમારું જ્ઞાન તો વધારે છે પણ સરખા રસ ધરાવતા મિત્રો મેળવી આપે છે.
૪. ઇલેક્ટ્રોનીક્સ નું જ્ઞાન વધારી શકાય છે.
૫. કુદરતી આફતો જેવી કે સુનામી, ધરતી કંપ કે ગણેશ વિસર્જન જેવેં પ્રસંગે દેશ તેમજ સમાજની સેવા કરી શકાય છે.
૬. દુનિયા ભરના હેમ પાસેથી QSL કાર્ડ મેળવી ને જમા કરી શકાય છે ( ટપાલ ટીકીટ ના સંગ્રહ જેવોજ શોખ, જે માટે પછી કયારે વધુ વિગતે અહીં ચર્ચા કરશું)
૭. વધુ માં વધુ લોકોનો સંપર્ક હેમ પર કરવો વગેરે જેવી હરીફાઈમાં ભાગ લેવો
૮. જુદા જુદા એન્ટેના બનવવા તેમજે ચકાશવા
૯. મોર્સ કોડ ની લેન્ગવેજ શીખવી
૧૦. બિનતારીય સંદેશાની નવી નવી રીતો શીખવી/શીખડાવી

આવા તો બીજા કેટલાય લાભો હેમ દ્વારા મેળવી શકાય છે.  હવે પછીના ભાગમાં હેમ રેડિયો ની પરીક્ષા, પરીક્ષા માટેની તૈયારી કેમ કરવી, ભારતમાં લાયસન્સ ઇસ્યુ થવાની પદ્ધતિ, પોતાનું  રેડીઓ સ્ટેશન કેમ બનાવું વગેરે વિષે ચર્ચા કરશું !

કોઈ રસ ધરાવતા મિત્રોને હેમ રેડીઓ વિષે કે પરીક્ષા વિષે વધુ માહિતી કે પ્રશ્નો હોય તો અહીં કોમેન્ટ બોક્ષ માં જણાવવા વિનંતી.

Advertisements

તીરંદાજી-Archery : એકાગ્રતા, બેલેન્સ, અને ધીરજની રમત !

તીરંદાજી ની રમત ( સ્રોત: ગુગલ ઈમેજીસમાં થી )

દુનિયાની  સૌથી જુના માં જૂની રમત તેમજ શિકાર ને યુદ્ધકૌશલ્ય માટે ઉપયોગી  વિદ્યા એટલે  તીરંદાજી/ધનુષ્ય વિદ્યા !  જોકે આજે તેનો મહત્તમ ઉપયોગ એક રમત તરીકેજ સિમીત થતો જાય છે ! આમ તો ભારત માં ધનુર્ધરો ની પરંપરા રહી છે શ્રી રામ ભગવાન ,અર્જુન જેવા ઘણા પૌરાણિક પાત્રોથી લઇ ને તેમના આધુનિક અવતાર જેવા લીંબા રામ/ડોલા બેનર્જી જેવા અફલાતુન ખિલાડીઓ સુધીની  !   આપડા સદનસીબે આ રમત માં  હાલમાં પણ ભારત નો સારો એવો દેખાવ રહ્યો  છે જો  સરકાર તરફથી  વધુ સવલતો  ને આર્થિક  પ્રોત્સાહન મળે તો હરેક ઓલમ્પિક/મુકાબલામાં  માં ભારત ગોલ્ડ લઇ આવી શકે તેવા પ્રતિભાવાન ખિલાડીઓ છે. ભારતની ક્રિકેટ પ્રેમી પ્રજામાં  (જેમાં મારો પણ સ-ગર્વ સમાવેશ થાય છે) પણ ધીરે ધીરે આ પ્રાચીન તેમજ અદભુત રમત પ્રત્યે આકર્ષણ વધતું જાય છે ને ઘણા નવા આશાસ્પદ ખિલાડીઓ/શોખીનો  આ રમત અપનાવી રહ્ય છે !

પ્રાચીન સમયથી આર્ચરી જેવી ખુબ જુજ રમતો એવી રહી છે કે જેમાં મોટા મોટા રાજા મહારાજાથી લઇ જંગલ માં રેહતો એક આદિવાસી  પણ રસ દાખવતો ને તેમાં સારું પ્રભુત્વ મેળવી શકતો. આમતો આર્ચરી જેટલી પ્રાચીન રમત છે એટલોજ તેનો ઈતિહાસ પણ રસપ્રદ છે ! હરેક દેશ ની તીરંદાજી માટે ના ધનુષ ને બાણ પણ જુદા  ને શીખવાની રીતો પણ જુદી જુદી !  તીરંદાજીના  ઈતિહાસ ને જુદા જુદા દેશોની તે માટે ની જુદી જુદી રીતો ની વાતો ફરી ક્યારે આજે તો ફક્ત આધુનિક તીરંદાજી તેમજ આ રમતના અમુક પાસાઓની ચર્ચા કરવી છે !

ભારતમાં તીરંદાજી ની સ્પર્ધાઓ માં  મુખ્યત્વે ત્રણ પ્રકાર ના ધનુષ વપરાય છે. ૧) ઇન્ડિયન બો કે જે વાંસ અને લાકડા નું બનેલું હોય છે, કે જેની મહત્તમ રેંજ ૫૦ થી ૬૦ મીટર ની હોય છે. વળી તેના બાણ પણ વાંસ માંથી બનાવામાં આવે છે ને જેની મહત્તમ રફતાર ૭૫~૧૦૦ કિમી ની હોય શકે છે. ભારત માં તીરંદાજી શીખતા મહતમ લોકો તેમની રમત ની શરૂઆત ઇન્ડિયન બો થીજ કરે છે ને ક્રમે ક્રમે આગળ વધે છે. બીજા બધા ધનુષ કરતા ઇન્ડિયન બો ઉપર કાબુ મેળવો થોડ અઘરો છે પણ એક વાર તેની પર હટોટી આવી ગાય બાદ થોડ એડજસ્ટમેન્ટ સાથે બીજા બો ઉપર જલ્દી થી હાથ બેસાડી શકાય છે. ૨) ઇન્ડિયન બો પછી ના ક્રમે રીકવ બો આવે છે જે મોટા ભાગે કાર્બન -ફાઈબર માં થી બનાવવામાં આવે છે ને તેના બાણ પણ કાર્બન -ફાઈબર ના બનેલા હોય છે. મોટા ભાગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા આ બો વડેજ રમી શક્ય છે. આ પ્રકાર બો ની મહત્તમ રેંજ ૯૦ થી ૧૧૦ મીટર સુધીની હોય શકે છે. બાણ ની મહત્તમ રફતાર ૧૮૦~૨૦૦ કિમી સુધી ની હોય શકે છે. જો  તીરંદાજી ના પ્રોફેસનલ ખિલાડી બનવું હોય તો આ પ્રકારના ધનુષ ઉપર કાબુ મેળવવો અનિવાર્ય છે. વળી આ ધનુષ બાણ ની કીમત પણ ખુબ આસમાની હોય છે. કોઈ પણ પ્રોફેસનલ ખિલાડીના ધનુષબાણ એક લાખ થી બે લાખ સુધીના હોય શકે છે, વળી તેમની સાર સંભાળ પણ સારી એવી મેહનત તેમજ  પૈસા માગી લે છે. ૩)  ત્રીજા પ્રકાર ના બો ને કંપાઉંડ બો કેહવાય છે. જેમાં ધનુષ રીકવ બો ની જેમજ કાર્બન -ફાઈબર નું  બનેલું હોય છે પણ સાથે  તેમાં પુલી પણ હોય છે જે તેની રેંજ તેમજ બાણ ની રફતાર વધારી દે છે. આકાર માં તે  રીકવ બો કરતા નાનું હોય છે પણ કીમત માં તેની કરતા  વધુ મોંઘુ હોય છે. તેને ચલાવાની રીત પણ જુદી હોય છે.  મોટા ભાગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માં આ ધનુષ માટે ની અલગ કેટેગરી હોય છે. આ પ્રકાર બો ની મહત્તમ રેંજ ૯૦ થી ૧૩૦  મીટર સુધીની હોય શકે છે. બાણ ની મહત્તમ રફતાર ૧૮૦~૨50 કિમી સુધી ની હોય શકે છે.

ઇન્ડિયન બો સાથે પ્રેક્ટીસ કરતી વિદ્યાર્થીનીઓ ( સ્રોત: ગુગલ ઈમેજીસમાં થી )

રીકવ બો સાથે નો ખિલાડી ( સ્રોત: ગુગલ ઈમેજીસમાં થી )

કંપાઉંડ બો ( સ્રોત: ગુગલ ઈમેજીસમાં થી )

આમ તો મોટા ભાગ ની રમતો માં એકાગ્રતા, ધીરજ  ને બેલેન્સ ની જરૂર હોય છે પણ તીરંદાજી પૂરી રીતે  આ ત્રણ ગુણો પરજ આધાર રાખે છે. તીરંદાજી ની શરુઆત કરતા પહેલોજ સબક તે મળ્યો કે તીરંદાજી માં બુલ્સઆઈ મારવાનું મહત્વ નથી પણ તે માટે જરૂરી એકાગ્રતા, ધીરજ  ને બેલેન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધારે જરૂર છે. જો આ ત્રણે આવડતો પર પકડ હશે તો હરેક તીર નિશાન પરજ વાગશે ! મોટા ભાગના લોકો એવુજ માનતા હોય છે કે તીરંદાજી માં નિશાન લેવામાં જેટલી એકાગ્રતા હોય એટલું સચોટ નિશાન લાગે છે, પણ આ માન્યતા ભૂલ ભરલી છે. તીરંદાજી માં એકાગ્રતા શરીર ની બેલેન્સ સ્થિતિ ,  યોગ્ય રીતે તીર ને તરતું મુકવું , ને નિશાન માટે પુરતી ધીરજ રાખવામાં છે. તીરંદાજી કરવા માટે ના મુખ્ય ૩ પગથીયા છે જે ખુબ જલ્દી થી સીખી જવાય છે પણ તેમાં માસ્ટરી લાવવા ખુબ પ્રેક્ટીસ તેમજ સમય માગી લે છે. જયરે પણ તીરંદાજી ઇન્ડિયન બો ઉપર શરુ કરવાની હોય ત્યારે તો બીજી ઘણી જીણી જીણી બાબતો ઉપર ધ્યાન રાખવાનું હોય છે . જેમકે વાંસા ના બનેલા દરેક બાણ નું પોતાનું એક ચોકસ નિશાન હોય છે તેને ધ્યાન  માં રાખીને નક્કી કરેલા નિશાન પર તાકવા ઘણા સુધારા-વધારા કરવા પડે છે. પહેલા ૧૦ મીટર થી શરુ કરી ને અનુક્રમે ૨૦ , ૩૦ , ૪૦ , ૫૦ મીટર શુધી જવાનું હોય છે, ને હરેક અંતર માટે તેમજ હરે બાણ માટે ઢગલો ફેરફાર ને સુધારા કરવા પડે છે. ને આ બધું ખુબ પ્રેક્ટીસ તેમજ  ટ્રાયલ અને એરર મેથડ થીજ શીખી શકાય છે.

તીરંદાજી માં શરીરની ચુસ્તતા તો જળવાયજ છે પરંતુ મગજ પણ એકાગ્ર કરીને એકજ વસ્તુ પર ફોકસ કરવા માટે કેળવાતું જાય  છે. એક આડ વાત ૨૦૧૨ માટે પહેલી વાર ક્રિકેટ માટે નું મક્કા એટલે કે લોર્ડ્સ નું મેદાન હવે તીરંદાજી ની રમત ના આયોજન માટે વપરાશે ! મુંબઈમાં  રેહતા ને તીરંદાજી માં રસ ધરવતા મિત્રો માટે ગોરેગાવ, જોગેશ્વરી, પાર્લા જેવી ઘણી જગ્યાએ કલબ/ટ્રેનીગ સેન્ટર ચાલે છે તેનો લાભ લઇ શકાય છે ! તીરંદાજી રમત  તેમજ તેના મારા અનુભવ વિષે વધુ હવે પછી !

IMS વિક્રાંત: ભારતીય નૌકાદળ ના ભવ્ય ઈતિહાસ ની એક જલક !

૪ થી ડીસેમ્બર ૧૯૭૧  એ  ભારતીય નૌકાદળ ના ઈતિહાસના મુગુટમાં એક યશકલગી ઉમેરનારી તારીખ છે. આ દિવસે ભારતીય નૌકા દળે ઓપેરેશન “Trident “ હેઠળ પાકિસ્તાન ના કરાંચી બંદર નો સારો એવો ઘડો-લાડવો કરી ચુક્યું છે કે જેનો ચચરાટ આજે પણ પાકિસ્તાન નું નૌકાદળ તેમજ સમગ્ર પાકિસ્તાન ભૂલ્યું નથી !  ભારતીય નૌકાદળના આ ભવ્ય પરાક્રમના  માન માં  ૪ થી  ડીસેમ્બર ભારતીય નૌકાદળ દિવસ તરીકે ઉજવાય છે ને આજ ઉજવણી ના ભાગ રૂપે મુંબઈ માં ભારતીય નૌકાદળ એક અઠવાડિયાના વિવિધ કાર્યક્રમો ની ઉજવણી કરે છે, તે ઉજવણી ના ભાગ રૂપે જાહેર જનતા માટે IMS વિક્રાંત તેમજ બીજા કેટલાક જહાજો ને જાહેર જનતા માટે ખુલ્લા મુકે છે. મારી વિક્રાંત તેમજ બીજા જહાજો ની મુલાકાતની તસ્વીરી જલક!

નૌકાદળ તેમજ ભારતીય સૈન્યમાં અપાતા વિવિધ મેડલો !

નિરીક્ષક હેલીકોપ્તર "ચેતક"

નિરીક્ષક હેલીકોપ્તર "ચેતક"

વિક્રાંત નું હેંગર

મેજિક મિસાઈલ

મેજિક મિસાઈલ

ડેપ્થચાર્જ

મિસાઈલ

ટોરોપીડો

ટોરોપીડો

પ્લેન તેમજ હેલીકોપ્ટર ને તુતક પર લાવતી મોટી "લીફ્ટ"

વિક્રાંત નો સંચાલન રૂમ તેમજ કંટ્રોલ ટાવર

વિક્રાંત નો ભવ્ય તુતક

વિક્રાંત જહાજ

જહાજ "મુંબઈ" , "બીલાશ" , અને "તલવાર"

જહાજ "મુંબઈ" , "બીલાશ" , અને "તલવાર"

એન્ટી-એરક્રાફ્ટ ગન

જહાજ "નાશક" તેમજ બીજા કેટલાક જહાજો

જહાજ "નાશક" , "નીર્ઘાત" તેમજ બીજું જહાજ

બીજા કેટલાક જહાજો

ચોટુકડું લખાણ + અદ્ભુત ફોટોગ્રાફ્સ = ‘Aahsome’ મેગઝીન

'Aashome' મેગઝીન નું મુખપૃષ્ઠ -(ફોટો શ્રોત-નીચે આપલી લિંકમાંથી)

જે વાચક મિત્રો ને સરસ ફોટોગ્રાફી ને જુદા જુદા વિષયો પર ટૂંકું પણ સરસ લખાણ વાંચવું ગમતું હોય તો ‘Aashome’  મેગઝીન આપની માટે છે. આમ તો ફક્ત એક વર્ષ , ૩ અંક જુનું મેગેજીન છે પણ કઈક હટકે ને ખરા અર્થ માં બીજા મેગેજીનો થી અલગ તરી આવે તેવું કોફીટેબલ-બૂક જેવું ૪૦~૫૦ પાનાનું મસ્ત મસ્ત મેગઝીને છે. મોટા ભાગના તેના લેખકો  મારા તમારા જેવા બ્લોગરો, વિદ્યાર્થી કે પ્રોફસ્ન્લો છે.

હર એક અંક જુદા જુદા વિષય વસ્તુ ને લગતો છે , તેના દરેક અંકમાં જે તે વિષય ને નુરૂપ ચિત્રો, જૂની જાહેરખબરો, ટૂંકા પણ સુંદર લેખો વગેરે નો ખુબ સરસ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. ને સૌથી મહત્વની વાત કે મેગેઝીન દરેક જણ ફ્રી મેળવી શકે છે.  હવે નવા આવનાર અંકની થીમ ‘Build ‘ છે.  કોઈ વાચક મિત્રો પાસે આ થીમ ને અનુરૂપ કોઈપણ કૃતિ કે ફોટોગ્રાફ્સ હોય તો જરૂરથી મોક્લી શકે છે, ને મેગઝીને રૂપે બીજા મિત્રો સાથે વેહ્ચી પણ શકે છે !

નીચેની લિંક ઉપર થી આપ આ મેગેજીન ના જુના અંકો દાઉન્લોડ કરી શકો છો ને જો તેમાં કોઈ મુશ્કેલી આવે તો આપનો ઈમેલ મને જણાવી ને મારી પાસેથી મેળવી શકો છો.

‘Aashome’  મેગઝીન

ના ભૂતો ના ભવિષ્ય -લતાજી ને જન્મ દિવસ ના અભિનંદન !

ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસમાંથી

ભારત નો કે ભારત બહાર વસતો એવો કોઈ પણ ભારતીય નહિ હોય કે જેમણે લતા દીનાનાથ મંગેશકર નું એક પણ ગીત ના સાભળ્યું હોય !   હરેક ભારતીય ના દિલો ના સરતાજ એવા લતાજી ના ૮૧ માં જન્મ દિવસ ના ખુબ ખુબ અભિનંદન નેતોઓ  હમેશા સ્વસ્થ ને ગાતા રાખે તેવી પ્રભુને પ્રાર્થના !

હાલમાંજ લતાજી ના જીવન પર હરીશ ભીમાણી (મહાભારત ના ‘સમય’ ફેમ ) દ્વરા લખાયેલું ને શરદ ઠાકર દ્વારા ગુજરાતી માં અનુવાદ કરેલું પુસ્તક વાંચી રહ્યો છુ તો તેમાંથી લતાજી વિષે ની કેટલીક જાણી- અજાણી વાતો:

૧. લતાજી એ બાળ કલાકર તરીકે ફિલ્મો પણ કામ કર્યું છે.
૨. લતાજી જેટલું સરસ ગાય છે એટલીજ અદ્ભુત તેમની રમુજ વૃતિ પણ છે.
૩.લતાજી ને ક્રિકેટ જોવાનો પણ ખુબ શોખ છે.
૪.લતાજી ને હીરા ને ફોટોગ્રાફી નો ગજબનો શોખ છે.

બસ અત્યારે તો આટલુજ વધુ માહિતી ને આ પુસ્તક નો પરિચય પુસ્તક પૂરું વંચાયા બાદ !

lg નોબેલ ઇનામ – હસાવતો ને વિચારે ચડાવતો ઇનામી કાર્યક્રમ !

ફોટો શ્રોત-નીચે જણાવેલી સાઇટ પર થી

વિજ્ઞાન ને ટેકનોલોજી સાથે સંકળયેલા મિત્રો માટે ‘lg નોબેલ ઇનામ’ નવું નહિ હોય, દુનિયાભર ના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો ને ટેકનોલોજીસ્ટ માટે જેટલું આકર્ષણ નોબેલ ઇનામ માટે હોય છે તેટલુંજ આકર્ષણ  હવે ‘lg નોબેલ ઇનામ’ માટે પણ થવા મંડ્યું છે (પણ હલકા ફૂલકા મુડ માં )  , હર વર્ષના ‘lg નોબેલ ઇનામ’ માટે ના વિજતો વિષે જાણવાની લોકો માં ઉત્સુકતા વધવા  માંડી છે. મૂળ આ ઇનામ ની શરુઆત “Improbable Research” નામના ગ્રુપે કરી છે જેમનો મુખ્ય હેતુ લોકો ને વૈજ્ઞનિક શોધો માંથી હાસ્ય દ્વારા લોકો ની વિચાર શક્તિ ને ઉત્તેજિત કરવાનો છે. તેમાંટેજ હર વર્ષે તેઓ જુદા જુદા વિજ્ઞાન વિષય માં લોકો ને મનોરંજન સાથે વિચારતા કરી મુકે તેવી શોધ ને ઇનામ આપે છે. વિજ્ઞાન નો પ્રચાર કરવાનો એક સરસ ઉપાય છે આ. નીચે આપેલી આ ગ્રુપ ની સાઇટ પર થી વધુ ઘણી માહિતી લેખો, વીડિઓ દ્વારા મેળવી શકાશે. વિજ્ઞાન માં રસ ધરવતા મિત્રો માટે સરસ વાંચન બની રહશે ટે નક્કી !!

આ વખત ના ‘lg નોબેલ ઇનામ’ નો કાર્યક્રમ ૩૦ સપ્ટેમ્બરે હોય તેમજ તેનું વેબ કાસ્ટ થાવનું હોય દરેક રસ ધરાવતા વાચકો તેનો લાભ લઇ શકે છે, આ વખતના વિજેતા ને તેમની શોધો માટે અત્યારથી ઇન્તેઝાર રહેશે !

“Improbable Research”

શ્રી વિજય ગુપ્ત મોર્યા -ગુજરતી વિજ્ઞાન લેખનના પિતામહ !

ફોટો શ્રોત -લલિત ભાઈ ના લેખમાંથી સભાર!

આમ તો વિજય ગુપ્તજી ખુબ જૂની પેઢી ના લેખક કે જેમને મારા જેવી આજની પેઢી કદાચ ઓળખતી પણ ના હોત પણ સ્કોપે અને સફારી મેગઝીન ને લીધે મારા જેવી નવી પેઢી ને પણ તેમના અદ્ભુત લખાણો વાંચવા નો મોકો મળ્યો, ને તેમના લખાણ ને લીધી ગુજરાતી સાહિત્ય માં પણ વિજ્ઞાન લેખન ની એક વ્યવસ્થિત શરુઆત થઇ તેવું કહેવું પણ અતિશીયોક્તી નહિ હોઈ. નાનપણ થી તેમના લેખો ને અમુક પુસ્તકો વાંચ્યા હોય, મારા જેવા ઘણા લોકો ના  મનગમતા ને લાડીલા લેખકોમાંના એક , એટલે તેમની માટે એક  અદ્ભુત આકર્ષણ ને તેમના વિષે   જાણવાની તાલાવેલી પણ ખરી.ગયું વર્ષ તેમના જન્મ શતાબ્દીના વર્ષ તરીકે ઉજવાયું ને તેમના વિષે ના લેખો દ્વારા તેમની વિષે ઘણી માહિતી જાણવા મળી, પણ હાલમાંજ લલિત ભાઈ ખંભાયતા તરફથી તેમનો લખેલો  વિજય ગુપ્ત મોર્યા વિષેનો  એક અફલાતુન ૬ પાના નો લેખ મળ્યો. તેમના લેખમાંથી તેમના વિષેની ઘણી  અજાણી ને નવી માહિતી જાણવા મળી . વળી વિજય ગુપ્ત મોર્ય દ્વરા લખાયેલા ને હાલ લગભગ અપ્રાપ્ય એવા તેમના પુસ્તકો ની યાદી ને તેમના લગભગ સંપ્રુણ સાહિત્ય સર્જન ની સરસ રૂપરેખાપણ આપી છે. મારા જેવા વિજય ગુપ્ત મોર્યા ના દરેક ચાહકો માટે એક સરસ સંભારણું બની રહે તેવો સરસ લેખ.

રસ ધરાવતા વાચક મિત્રો  વિજયગુપ્ત મોર્યાનો  આ લેખ લલિત ભાઈનો નીચેના  ઈ -મેંઈલ પરથી  સંપર્ક કરી ને મેળવી શકે છે. લલિત ભાઈ નો આટલો  સરસ લેખ મોકલવા ફરી એકવાર  આભાર !

લલિત ભાઈ નું ઈ -મેંઈલ:lalitgajjer{At}gmail.com