દિવાળી ની શુભકામના ને નવા વર્ષ ના “સાલ મુબારક” !

આવખેતે દિવાળી ની રજામાં બહારગામ હોવાથી સૌ મિત્રો ને શુભકામના  આપવામાં મોડો છુ, પણ આશા છે સૌ વાચક મિત્રો ની દિવાળી ખુબ મંગળ ને પ્રકાશમય રહી હશે.આવવા વાળું નવું વર્ષ સૌ વાચક મિત્રો તેમજ તેમના કુટુંબીજનો માટે સારું સ્વાથ્ય , શાંતિ, સમૃદ્ધિ ને  પ્રગતી લઇ આવે તેવી પરમ કૃપાળુ ભગવાનને પ્રાર્થના !

Advertisements

ગાંધી જયંતી ની શુભેચ્છા !

ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસમાંથી

હાલમાંજ અયોધ્યા મંદિર ના ચુકાદા પછી હિંદુ-મુસ્લિમે જે રીતે શાંતિ જાળવી  ને પરિપક્વતાની  નિશાની આપી છે તે જોઈ ગાંધીજી ખુબજ ખુશ થયા હોત. આજની ગાંધી જયંતી ના દિવસે ભારતીય સમાજ આવીજ એખલાસ ને પરિપક્વતા ભવિષ્યમાં પણ કોઈપણ મુદ્દે જાળવી રાખે તેવી પ્રભુને પ્રાર્થના! આમજ  હિંસા વગર આપડો સમાજ જો પોતાના ભેદભાવો નું નિરાકરણ કરશે તો ગાંધીજી નો વારસો આપડે જરૂર જાળવી શકશું તેમાં કોઈ  શંકા નથી !

સૌ વાચક મિત્રો ને  હેપ્પી ગાંધી જયંતી !

ગોવિંદા આલા રે આલા !

ફોટો શ્રોત -ગૂગલ ઈમેજીસ માંથી

સૌ બ્લોગ જગત ના મિત્રો ને “જનમાંષ્ઠમી”  ના ખુબ ખુબ અભિનંદન ! આજે ક્રષ્ણ ભગવાનના જન્મ દિવસ નો ઉત્સવ , કામ કાજ થી રજા, વળી કાલે કોલેજ માં ના જવાનું હોઈ શુક્ર, શની , ને રવિ નું સરસ મજાનું નાનું વેકેસન મળી ગયું.  આજે તો પુરા મુંબઈ માં ધમાલ. મિત્રો સાથે ગલી ગલી ની મટકી ફોડ જોવા જવાની, પહેલા ના વખત માં ઉંચી મટકી સાથે પ્રતિસ્થા જોડ્યાલી રેહતી  પણ હવે તો પ્રતિસ્થા સાથે સારી એવી  ઇનામ ની રકમ પણ જોડાય  ગયી છે. હવે તો ઘણી મટકી ફોડ મંડળો ને ઘણી બધી સોસાયટીઓ સામેથી મટકી ફોડવાનું આમંત્રણ આપે છે ! આજે જ્યાં પણ મટકીઓ બાંધી હોય ત્યાં સવારથી મટકી સાથે ના હિન્દી ફિલ્મ ના  “જનમાંષ્ઠમી”  ગીતો સંભાળવા મળે છે, કેબલ પર પણ આજે જુના  મટકી ના ગીતો ચાલુ થઇ ગયા છે. અત્યારે પણ અમિતાભ બચ્ચન નું ” મચ ગયા શોરે તેરી નગરી રે …” સાંભળી રહ્યો છુ !

“જનમાંષ્ઠમી” ને “ગણેશ ઉત્સવ” એવા બેજ તહેવાર છે જયારે આખા મુંબઈ માં એક જાતનો ઉત્સાહ ને રોનક જોઈ શકાય છે, ગલી એ ગલી એ  માણસોના ટોળા જોઈ શકાય છે, ને ખરે ખર વિવિધતામાં એકતા જોઈ શકાય છે, મુબઈ જેવું ભાગતું રેહતું શહર દિલથી કોઈ ઉત્સવ માણી રહ્યું હોય તેવું લાગે  !

આપ સૌ ની પણ   “જનમાંષ્ઠમી” ખુબ બધા આનંદ ને ઉલ્લાસ થી ઉજવાય તેવી પ્રભુ ને પ્રાર્થના !!

૬૪ માં સ્વાતંત્ર્ય દિવસના અભિનંદન !

ફોટો શ્રોત- ગૂગલ ઈમેજીસ માંથી

સૌ ભારતીયો ને ૬૪ માં સ્વાતંત્ર્ય દિવસના  એડવાન્સ  માં અભિનંદન !!!

ભારત ની  અત્યાર સુધી ૬૩ વર્ષ ની પ્રગતી પર નજર કર્યે તો પ્રગતી જરૂર જણાય છે પણ તેની ગતિ  ધીમી  છે. સાથે સાથે પ્રગતી ના ફળ દરે વર્ગ ને દરેક લોકો સુધી પોહ્ચવા જોઈએ તે પણ થોડા લોકો સુધીજ સીમિત રહ્યા છે.  આશા રાખીએ કે આવનાર વર્ષો માં થનારી પ્રગતી ને ભારત ની સફળતા ના ફાયદા દરેક લોકો ને ભારત ના ખૂણે ખૂણે પહોચી શકે !

સાથે સાથે આવનાર વર્ષ માટે ભારત ને સૌથી જરૂરી એવી આંતરિક શાંતિ મળે તે માટે પ્રભુ ને પાર્થના !

ગાંધી જયંતી

આજે  જયારે લોકો ને પોતાની વાતો, વિચારો, કે પછી પોતાના હકો માંગવા વાતે વાતે હિંસા પર ઉતરી આવે છે , ત્યારે ગાંધીજી ચોક્કસ યાદ આવી જાય છે . તેમના સત્ય અને અન્યાય સામે હિંસા વગર લડવાની  રીતો આજના  સમય માં પણ એટલીજ  પ્રસ્તુત લાગે છે.

(કાશ એમની વાત આજના “Terrorists Groups” પણ સમજી સકતા હોત તો ઘણા નિર્દોષો નો જીવ બચ્યો હોત/ બચશે )

તેમના આવા આચરણ ને લીધેજ, મારી સમજણ મુજબ,  તેઓ એક સામન્ય માનવી માંથી મહાત્મા બન્યા હશે.

” Wish you all a very Happy Gandhi Jayanti”