ધ ફેયમેન લેક્ચર્સ ઓન ફિજીક્સ-ભૌતિક શાસ્ત્ર વિષે ની અફલાતૂન પુસ્તક શ્રેણી !

રીચાર્ડ ફેયમેન (ફોટો શ્રોત -ગૂગલ ઈમેજીસ માં થી)

રીચાર્ડ ફેયમેન ના નામ થી ભૌતિક શાસ્ત્ર નો વિષય ભણેલા કે તેમાં રસ ધરાવનાર  લોકો ભાગ્યજ અજાણ હોઈ શકે !   ભૌતિક શાસ્ત્ર નું નોબેલ ઇનામ જીતેલા તેમજ અણુબોમ્બ વિકસવા માટે ના ‘મેનહટન’ પ્રોજેક્ટમાં  મહત્વ ની કામગીરી બજાવેલી ચુકેલા, ને  ગયી સદી માં થેયલા કેટલાક મેઘાવી વૈજ્ઞાનિકો માંના એક. ભૌતિક શાસ્ત્ર ના પાર્ટીકલ ફિજીક્સ માં કરેલા તેમના સંશોધનો ઘણો નોંધ પાત્ર ફાળો ધરાવે છે. આજ ના ખુબ ગાજતા કોનત્મ કોમ્પુતિંગ ને નેનો ટેકનોલોજી નું પાયાનું કામ ને મહત્વના નિયમો પણ તેમનીજ દેન છે. તેમના બીજા સંશોધન જેટલુજ કે તેથી પણ વધુ મહત્વ તેમના દ્વારા અપાયેલા ભૌતિક શાસ્ત્ર ના વય્ક્ત્વાના કે જેમનું તેમના તથા તેમના સાથીઓ એ કરેલા સંકલન એટલે કે “ધ ફેયમેન લેક્ચર્સ ઓન ફિજીક્સ” નું છે. દુનિયાભર ના ભૌતિક શાસ્ત્ર ના વિદ્યાર્થી કે વાચકો ને  ભૌતિક શાસ્ત્ર ના નિયમો સમજવા તેમજ તેમને ભૌતિક શાસ્ત્ર માં રસ લેતા કરવાનું કાર્ય આ પુસ્તક શ્રેણી આટલા વર્ષો થયે હજી પણ બખુભી નિભાવે છે. 
 

ધ ફેયમેન લેક્ચર્સ ઓન ફિજીક્સ (ફોટો શ્રોત -ગૂગલ ઈમેજીસ માં થી)

તેના ત્રણે પુસ્તકો નો ઓરીજીનલ  સેટ વાસવાની  વર્ષો ની ઈચ્છા મહદઅંશે  આજે પૂરી થયી પુરા સેટ માના બે પુસ્તકો આજે પસ્તીવાળા પાસે થી મળી ગયા. આજે પણ જયારે ભૌતિક શાસ્ત્ર ના નિયમો સમજવા કે કોઈ ભૂલાય ગયેલા નિયમો ફરી પાછા યાદ કરવા હોય છે ત્યારે આ પુસ્તકો ખુબ કામ લાગે છે. આ ત્રણ પુસ્તકો ના સેટ માં ગણિત ના કેટલક મહત્વ ના વિષયો થી લઇ ને ભૌતિક શાસ્ત્ર ના ખુબ એડવાનસ લેવેલ  ના નિયમો નો સમાવેશ થઇ જાય છે.  નવરાશ ના સમયે  ભૌતિક શાસ્ત્ર ના કેટલાક અઘરા નિયમો સમજવા માટે પણ સરસ વાંચન બની રહે તેવા પુસ્તકો છે.  ભૌતિક શાસ્ત્ર માં રસ ધરવતા મિત્રો એ જરૂર થી પૂરો સેટ વસાવો રહ્યો ને જો પુસ્તક નો સેટ ના વસાવી શકાય તો નેટ પર થી પણ ખુબ આસાનીથી મેળવી શકાય છે. અગિયારમાં -બારમાં ધોરણ માં ભણતા વિદ્યાર્થીઓ માટે ખુબ ખુબ કામનો ને ઉપયોગી થઇ શકે છે.  આટલી અદ્ભુત પુસ્તકો ની શ્રેણી આપવા માટે રીચાર્ડ સાહેબ ને સો સો સલામ !!!!

Advertisements

“Kitchen Chemistry” નો અભ્યાસ

આજે મારા અભ્યાસ ના વિષય માટે “MIT Open Courseware ” માં ખાંખાખોળા કરતા “Kitchen Chemistry” નો અદભુત “course” વિષે માહિતી મળી , જેમાં તમે રસાયણ શાસ્ત્ર ના સિધાંતો તમે રસોઈ કરતા કરતા સીખી શકો , કાશ મને પણ રસાયણ શાસ્ત્ર આમ શીખવા મળ્યું હોત તો ! વધારે માહિતી માટે નીચે ની લીંક પર મુલાકાત લેવી

http://ocw.mit.edu/OcwWeb/Special-Programs/SP-287Spring-2006/CourseHome/index.htm#description

ભણતા કોઈ પણ મિત્રો ને ક્યારે પણ કોઈપણ વિષય માટે સારા “Course material ” ની જરૂર પડે તો “MIT Open Courseware” ની જરૂર મુલાકાત લેવી

http://ocw.mit.edu/OcwWeb/web/home/home/index.htm