હેમ રેડીઓ: ઘણા બધા જ્ઞાન સાથે ગમ્મત કરાવતી હોબી-૧

(ભારતીય હેમ રેડીઓ ઓપરેટર, ફોટો શ્રોત – ગુગલ ઈમેજીસમાંથી )

આખરે વર્ષોનું હેમ રેડીઓ માટેનું સપનું અડધું સાકાર થયું ! બંદા હેમ રેડીઓ માટેની પરીક્ષામાં તો પાસ થઇ ગયા પણ લાયસન્સ માટે હજી ઘણી રાહ જોવાની છે:). ખેર, આજે હેમ રેડીઓ વિષે કેટલીક વાતો. વર્ષો પહેલા પસ્તીમાંથી મળેલી હેમ રેડીઓની શ્રી નગેન્દ્ર વિજય ની કલમે લખાયેલું   “હેમ  રેડીઓ” પુસ્તક વાંચ્યું હતું ત્યારથી હેમ રેડીઓ માટે આકર્ષણ હતું. ત્યાર બાદ બીજા કેટલાય સામયિકો ને લોકો દ્વરા થોડી થોડી માહિતી મળતી રેહતી પણ મનમાં ઉઠતા સવાલો નું પૂરું નિરાકરણ નોહ્તું મળતું. વળી અભ્યાસ ને બીજા કેટલાક કારણો સર પણ હેમ વિષે શીખવાનું પાછળ ઠેલાતું રહ્યું ! આશા રાખું છુકે અહીં ચર્ચાયેલી માહિતી રસ ધરાવનાર મિત્રોને  ઉપયોગી નીવડશે.

હેમ રેડીઓ/એમયોચર રેડીઓ  અટેલે  સરળ ભાષા માં લોકોનું બનાવેલું એક મંડળ જેમાં લોકો ટ્રાન્સમિટર ને રીસીવર દ્વારા બિન્તારીય રીતે એક બીજાના સંપર્ક રહી ને વાર્તા લાપ કરી શકે ! હેમ ની શરૂઆત ૨૦ મી સદી થી થઇ શકી તેમ કહી શકાય. હેમ રેડીઓ નો ઉપયોગ ક્રાંતિ થી લઇ ને મનોરંજન સુધીના વિવિધ ઉપયોગમાં આવી શકે છે. હેમ રેડીઓ દ્વારા આફત ના સમયે સમાજ તેમજ દેશ ને પણ ઉપયોગી થઇ શકયે છે. ખાસ તો ઇલેક્ટ્રોનીક્સ માં રસ ધરવતા લોકો તેમેજ ઇલેક્ટ્રોનીક્સમાં જુદા જુદા અખતરા કરનાર માટે તો હેમ રેડીઓ એક અમુલ્ય જણસ છે. હેમ દ્વરા આપડે પોતાનું એક રેડીઓ સ્ટેશન બનવી શકયે છે , પણ તેનાથી  દેશ ની સુરક્ષા કે આર્થિક હિતો જોખમાવા નાજોઈ. હેમ રેડીઓ માટે તેની પરીક્ષા પાસ કરી ને  તે માટે  તેનું લાયસન્સ લેવું જરૂરી છે, હવે પછીની ચર્ચા માં તે વિષે વધુ જાણશું.

હેમ રેડીઓ માટે ને કેટલાક ફાયદા  ટૂંકમાં જોઈએ

૧. દેશ ને દુનિયા ભરના હેમ સાથે સંપર્કમાં રહીને  અવનવી માહિતીની આપલે કરી શકાય છે.
૨. અવકાશ યાત્રીઓ  સાથે પણ સંપર્ક સાધી સકાય છે.
૩. સેટેલાઈટ નું પગેરું શોધવું ને લોકો સાથે સંપર્ક કરવો જેવી અવનવી રમતો રમી શકાય છે, જે તમારું જ્ઞાન તો વધારે છે પણ સરખા રસ ધરાવતા મિત્રો મેળવી આપે છે.
૪. ઇલેક્ટ્રોનીક્સ નું જ્ઞાન વધારી શકાય છે.
૫. કુદરતી આફતો જેવી કે સુનામી, ધરતી કંપ કે ગણેશ વિસર્જન જેવેં પ્રસંગે દેશ તેમજ સમાજની સેવા કરી શકાય છે.
૬. દુનિયા ભરના હેમ પાસેથી QSL કાર્ડ મેળવી ને જમા કરી શકાય છે ( ટપાલ ટીકીટ ના સંગ્રહ જેવોજ શોખ, જે માટે પછી કયારે વધુ વિગતે અહીં ચર્ચા કરશું)
૭. વધુ માં વધુ લોકોનો સંપર્ક હેમ પર કરવો વગેરે જેવી હરીફાઈમાં ભાગ લેવો
૮. જુદા જુદા એન્ટેના બનવવા તેમજે ચકાશવા
૯. મોર્સ કોડ ની લેન્ગવેજ શીખવી
૧૦. બિનતારીય સંદેશાની નવી નવી રીતો શીખવી/શીખડાવી

આવા તો બીજા કેટલાય લાભો હેમ દ્વારા મેળવી શકાય છે.  હવે પછીના ભાગમાં હેમ રેડિયો ની પરીક્ષા, પરીક્ષા માટેની તૈયારી કેમ કરવી, ભારતમાં લાયસન્સ ઇસ્યુ થવાની પદ્ધતિ, પોતાનું  રેડીઓ સ્ટેશન કેમ બનાવું વગેરે વિષે ચર્ચા કરશું !

કોઈ રસ ધરાવતા મિત્રોને હેમ રેડીઓ વિષે કે પરીક્ષા વિષે વધુ માહિતી કે પ્રશ્નો હોય તો અહીં કોમેન્ટ બોક્ષ માં જણાવવા વિનંતી.

Advertisements

9 responses to “હેમ રેડીઓ: ઘણા બધા જ્ઞાન સાથે ગમ્મત કરાવતી હોબી-૧

  • નીરવ ભાઈ આપની મુલાકાત માટે આભાર, અભ્યાસ , વ્યવસાય , ને કેટલાક અંગત કારણોસર નિયમિત બ્લોગીંગ થતું નથી પણ હવે થી નિયમિત થવાનો પ્રયત્ન શરુ કરી દીધો છે.

 1. આપે ઘણી સરસ માહિતી આપી મને યાદ છે કે હુ ધોરણ ૧૨માં હતો ત્યારે લાઈબ્રેરીમાંથી હેમ રેડિયો વિષે નાની પુસ્તિકા વાંચી હતી અને વધુ વાંચવા ઘરે લઇ આવ્યો હતો હમણા સુધી પુસ્તિકા હતી પછી ખોવાઈ ગઈ.ઈન્ટરનેટ છે એટલે કોઈ વાંધો આવતો નથી.પણ એક સારી પુસ્તિકા જીવન બદલી નાખે છે! વધુમાં કહુ તો હુ પણ કમ્યુનીકેશન ઇલેક્ટોનીક્સ ફિલ્ડમાંથી જ છુ.મને પણ હેમ રેડિયોમાં રસ છે.આપણી પછીની પોસ્ટ માં તેના સ્ટડી મટીરીયલ્સ અને પરીક્ષા વિષે વધુ માહિતી આપવા વિનંતી.

  • તેજસ ભાઈ આપની મુલાકાત ને આપને આ પોસ્ટ ગમી તે માટે આભાર ! સમય ના તે કેટલેક અંશે આળસ ને લીધે આગલનો ભાગ રહી જાયે છે। જે જલ્દી મુકવો છે। બાકી આપ અહી આપનું મેલ આઈડી મુકશો તો આપને હું હેમ રેડીઓ વિષે નું મટીરીયલ મોકલી શકીશ, સાથે જો અપને કોઈ પ્રશ્ન/શંકા હોય તો આપ અહીં પૂછી શકો છો !

   • તેજસ ભાઈ માર ઈમેલ માં કાઈ ટેકનીકલ કારણસર આપને અત્તેચ્મેન્ત નથી મોકલી શકતો એટલે અહીજ તમને થોડી માહિતી તેમજે કેટલીક લીંક આપું છુ જયાથી આપ study મટીરીયલ ડાઉનલોડ કરી શકશો। અહીં માહિતી મુકવાથી બીજા રસ ધરવતા વાચકો ને પણ ફાયદો થઇ શકશે !

    2010 પહેલા હેમ રેડીઓ માં લગભગ જુદા જુદા 5 પ્રકારના લાયસન્સ હતા ને દરેક માટે અલગ અલગ પરીક્ષાઓ હતી . 2010 પછી હવે ફક્ત 2 પ્રકારના લાયસન્સજ હોય છે . રીસ્ત્રીકતેદ અને જનરલ ગ્રેડ . જેનરલ ગ્રેડ માં તમે મોરસ કોડ ની પરીક્ષા પાસ કરવી જરૂરી છે જયારે રીસ્ત્રીકતેદ માટે જરૂરી નથી .

    પરીક્ષા ના 3 ભાગ હોય છે .1 ટેકનીકલ જેમાં એલ્ક્ત્રોનીક્સ વિષે ના સવળો હોય છે . બીજો વિભાગ રૂલ્સ અને રેગુલેસન નો હોય છે . ત્રીજા ભાગ માં મોર્સ કોડ મોકલવા તેમેજ રીસીવ કરવાના હોય છે જેની ઓછા માં ઓછી જડપ 8 WPS હોવી જોઈએ . હવે જે લોકો એ એલ્ક્ત્રોનીક્સ કે લગતા વળગતા વિષય મનમાં ડીપ્લોમાં અથવા ડીગ્રી કર્યું હોય તેમને પેહેલા વિભાગ માં રાહત આપવામાં આવે છે .

    વિજ્ઞાન પ્રસાર ની નીચી લીનક વધુ માહિતી માટે મુલાકાત લો .

    વિજ્ઞાન પ્રસાર તરફથી જે study મટીરીયલ તૈયાર કરવા માં આવ્યું છે તે અહીં થી ડાઉનલોડ કરો . study મટીરીયલ 2010 પહેલા ના નિયમો પ્રમાણે નું જુનું છે પણ હજી પણ ખુબ ઉપયોગી છે . મારી પરીક્ષા ની તૈયારી માટે આનો ઉપયોગ કરિયો હતો .

    2010 પછી નિયમો માં આવેલા બદલાવ જાણવા વિષે અહીં વાંચો .

    મોર્સ કોડ કીટ કે વધુ સાહિત્ય માગવું હોય તો આ લીંક ની મુલાકાત લો .

    અહીં ખુબ ટૂંક માં માહિતી આપી છે જો અપને બીજી કોઈ શંકા કે પ્રશ્નો હોય તો અહીં જણાંવા વિનંતી !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s