‘The Wildest Dream: Conquest of Everest’ -એક નચૂકવા જેવી દસ્તાવેજી ફિલ્મ !

'The Wildest Dream: Conquest of Everest' (ફોટો શ્રોત-ગુગલ ઈમેજીસમાં થી)

એવરેસ્ટ નું નામ જયારે  પણ  કાને પડે એટલે શેરપા તેનઝિંગ ને સર એદ્મ્ન હિલેરી નું નામ પણ અચૂક મનમાં આવ્યા  વગર રહે નહિ, કારણકે ઈતિહાસ માં એવરેસ્ટ સફળ આરોહણ કરનારા સૌપ્રથમ મનુષ્યો તરીકે તેમનું નામ સુવર્ણ અક્ષરોએ લખાયેલું  છે. પણ તમેની આ અદ્ભુત સિદ્ધિ સાથે એટલોજ આકર્ષક ને અકળ રહ્સ્ય્સ ધરવતો વિવાદ પણ જોડાયેલો. શું શેરપા તેનઝિંગ ને સર એદ્મ્ન હિલેરી એવેરેસ્ત પર પગ મુકનારા સૌપ્રથમ વય્ક્તિ હતા ? ને આજ વિવાદ સાથે જોડાયેલું બીજું ઐતિહાસિક નામ એટલે જ્યોર્જ મીલરી. કેટલાય લોકોના મતે તેઓ પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે એવરેસ્ટ ઉપર પ્રથમ પગ મુક્યો હતો પણ જેના કોઈ ઠોસ પુરાવા નથી પણ આંશિક પુરાવા તેમના મત ને ટેકો જરૂર આપે છે . આજે પણ પર્વતારોહકો માં ચર્ચાતો ને લોકોના જુદા જુદા મત ધરાવતું આ અકળ રહસ્ય હજી પણ અકબંધ છે. આ ફિલ્મની કથાવાસ્તુ આજ રહસ્ય ને લઇ ને આગળ વધે છે ને દર્શકો ની સામે રાખે છે ઇતિહાસ માં ખોવાય  ગયેલા જ્યોર્જ મીલરી નામના બ્રિટીશ પર્વતા રોહકની વિરાટ વ્યક્તિત્વ ધરાવતી છબી !

૨૦ મી સદી નો ઉતરાર્ધ એ કેટલીય રાજકીય ઘટના, સંસોધનો, કળા, વિજ્ઞાન, સાહસો ની ઘટનાઓની ઉથલ પાથલ નો સમય ગાળો રહ્યો છે, જેણે દુનિયાનો નકશો, લોકોની સમજણ ને જ્ઞાન ને એક નવું પરિણામ આપ્યું છે. આ ફિલ્મી વાત આજ સમય ગાળા ની છે કે જયારે લોકોમાટે હિમાલય નું ઉતુંગ શિખર ‘સાગર મત્થા’ (એવરેસ્ટ નું નેપાળી નામ)  હજી પણ અજય હતું. ત્યારે જ્યોર્જ મીલરી સાગર મત્થા પર વિજય મેળવાનું સપનું જોવે છે જે ધીરે ધીરે એક  વળગણ માં પરિણામે છે. તેની એવેરેસ્ત જીતવાની ઈચ્છાજ છેવટે તેના મૃત્યુનું કારણ બને છે.૧૯૨૪ માં બ્રિટીશ ટીમ સાથે એવેરેસ્ત આરોહણ પર નીકળેલા જ્યોર્જ ને તેના સાથી ઈરવીન એવરેસ્ટ શિખરથી ફક્ત થોડા મીટરો દુર આખરી વાર જોવામાં આવે છે ને ત્યાર બાદ તેમનો કોઈ અતો પતો મળતો નથી. તેમના મૃત્યના ૭૫ વર્ષ પછી ૧૯૯૯ માં કોનાર્દ અનકર નામના પર્વતા રોહક ને જ્યોર્જ મીલારી નો મૃત્યુદેહ મળે છે ને ફરી એક વાર એવરેસ્ટ પર પ્રથમ કોણ પહોચ્યું હશે તે સવાલના વિવાદ ને એક નવું રૂપ મળે છે. કોનાર્દ તેમના સાથીઓ સાથે જ્યોર્જ ને ઈરવીન ના તે સમય ના સાધનો તેમજ  તેમના લખાણો ના આધારે તેમના દ્વરા લેવામાં આવેલા એવરેસ્ટ રોહણ ના રસ્તા નો ઉપયોગ કરીને શું એવરેસ્ટ તેઓ ચડી શક્યા હશે તે શક્યાતની તપાસ કરવા તેઓ પણ એવરેસ્ટ આરોહણની યોજના બનવે છે ને શરુ થાય છે એક અદ્ભુત ને રોમાંચક સફર. તે સફર નો અંત શું આવે છે ને શું ખરે ખર જ્યોર્જ ને ઈરવીન એવરેસ્ટ પર પહોચ્યા હશે તેવી શક્યતા ખરી? આ પ્રશનોના જવાબ જાણવા માટે આ ફિલ્મ જોવીજ રહી.

ફિલ્મ ટેકનીકલી તો ઉત્કૃથ્જ છે પણ સાથે ફિલ્મ નું બેક્ગ્રોઉંન્દ મ્યુઝીક પણ દર્શકોને જકડી રાખનારું છે, હિમાલય ની ઠંડી નિર્દયતા નો દર્શોકો ને બખૂબી અનુભવ કરાવી દે છે. ફિલ્મ ની એક એક ફ્રેમ માં હિમાલય ની સુંદરતા, વિશાળતા ને નિર્દયતા અદ્ભુત રીતે કંડારવામાં આવી છે. સાથે સાથે ફિલ્મનું નેરેસન પણ અવાલ દર્જાનું છે. હિમાલય ના પ્રવશે ૯૫ મિનીટ ક્યાં વહી જાય છે તે ખબરજ નથી પડતી. આ ફિલ્મ જો જોયોર્જ કે હિલરી ના વિવાદ પરજ કેન્દ્રિત થી પણ તેથી પણ આગળ વધતા દુનિયા સમક્ષ જ્યોર્જ નું વ્યક્તિવા પણ લાવે છે, તેમન અંગત જીવન ને તેમના સમગ્ર વ્યક્તીવનો ખુબ સુંદર પરિચય આપે છે.  ફિલ્મમાં તેમના પર્વતા રોહક તરીકેના વ્યક્તિત્વ સાથે સાથે તેમની એક પ્રેમી તરીકેના  રુજ  પાસાને પણ ઉજાગર કરે છે. ભલે તેઓ ને   આજે ઈતિહાસ માં એવરેસ્ટ ના આરોહક તરીકેની સિદ્ધિ મળી નથી પણ તેમના ગોતેલા એવરેસ્ટ ના રસ્તા તેમજ બીજા નોંધપાત્ર કામોને લેધી લોકોનાં એવરેસ્ટ આરોહણ માટે નું પ્રથમ પગથીયું જરૂર બન્યા છે. આજે પણ દરેક પર્વતા રોહાકનો જુસ્સો બતાવતા ૩ શબ્દો “Because it’s there”  થી તેઓ અમરત્વ પામ્યા છે.  દરેક પર્વત/હિમાલય , સાહસ પ્રેમી સિવાય નાપણ ફિલ્મ રસિકોને આ ફિલ્મ જોવા  ખાસ  અનુરોધ ! જો વાચક મીટરો વિદેશ માં હોય તો તેમના નજીક ના આઇમેક્ષ માં આ ફિલ્મ ના શોની તપાસ જરૂરથી કરવી ને જો શક્ય હોય તો  આઇમેક્ષમાંજ ફિલ્મ જોવા ખાસ વિનતી , ૯૫ મિનીટ ની આ ફિલ્મ ક્ષણે ક્ષણે રોમાંચ કરવાશે તે પાકું !

રસ ધરાવતા  વાચક મિત્રો માટે આવીજ રીતની પર્વતો/હિમાલય સાથે સંકળાયેલી બીજી કેટલીક ફિલ્મો વિષે આ બ્લોગ પર લખાયેલા લેખો  ની લીંક  અને . ફિલ્મ ની જલક જોવા માટે આ લીંક ઉપર ક્લિક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s