મને ગમતા ગુજરાતી બ્લોગ જગતના કેટલાક બ્લોગો-૪

આ લેખની શ્રેણીની શરુઆત માં ગુજરાતી પત્રકાર જગતમાં સક્રિય તમેજ જાણીતા કોલમ લેખેકો  ના બ્લોગ જણવ્યા હતા. તેજ યાદી ને આગળ વધારતા આજે ગુજરાતી પત્રકાર/સાહિત્યના જાણીતા વધુ કેટલાક લેખકોના બ્લોગ્સની યાદી:

રજની ભાઈ કુમાર નો બ્લોગ: ગુજરાતી સાહિત્ય માં દસ્તાવેજીકરણ કે નક્કર માહિતી આધારિત ખુબ ઓછા પુસ્તકો લખાય છે ને તેમાં અવ્વલ દર્જાનું સ્થાન શ્રી રજની કુમાર પંડયાનું છે ! ગીત~સંગીત, જુના સમય ના સિનેમા, નવલકથા, વાર્તાઓ , કોલમ લેખન, વગેરે જેવા કેટલાય માધ્યમ થી તેમની સશક્ત કલમ ને સર્જકતા નો લાભ વાચકો ને મળ્યો છે. તેમના જેવા અનુભવી, પીઢ, ને ઉચ્ચા દરજ્જાના લેખક પણ બ્લોગ જગત માં પ્રવેશ્યા છે તે મારા જેવા ઘણા વાચકો માટે મજા ના સમાચાર છે. તેમના બ્લોગ થાકી વાચકો ને ભારતીય ગીત -સંગીત , સિનેમા વિષે અદ્ભુત  લેખોનો લાભ મળશે તે નક્કી ! દરેક ભારતીય સિનેમા પ્રેમી બ્લોગ વાચકો માટે   તેમનો બ્લોગ એક ખજાનાથી ઓછો નહિ હોય !

જયભાઈ વસાવડાનો બ્લોગ: જય ભાઈ વિષે આમતો કંઈ લખવાની જરૂર નથી. તેમના ગુજરાત સમાચારમાં આવતા લેખો થી મોટા ભાગના વાચકો પરિચિત હશેજ, હાલ માં તેમણે પણ બ્લોગ લેખન સારું કર્યું છે ને તેમના કેટલાક જુના ને નવા લેખો વાચક મિત્રો બ્લોગ પર વાંચી શકે છે.

કિન્નરભાઈ આચાર્ય નો બ્લોગ: કીન્નેર ભાઈ એક જાણીતા પત્રકાર/કોલમ લેખકજ  નહિ પણ એક ફિલ્મકાર પણ છે. અગાઉ આ બ્લોગ ઉપર કિન્નર  ભાઈની બનાવેલી ગુજરાત વિષે ની દસ્તાવેજી ફિલ્મ વિષે વાચક મિત્રો  અહીં વાંચી શકે છે. કિન્નર ભાઈ ના ફિલ્મો તેમજ બીજા વિષયો પરના  લેખો  ખરેખર માહિતીસભર હોય છે.   તેમની આ બહુમુખી પ્રતિભા, લેખન શૈલી, વર્ષો નો અનુભવ આધારિત લખાણ દરેક ઉમરના  વાચકો ને કંઈ ને કંઈ જેતે વિષય નું નવુજ  જાણવા  આપશે તે નક્કી !

બીરેન ભાઈ કોઠારી નો બ્લોગ: બીરેન ભાઈ ના લખાણ નો પરિચય મને તેમના આહ ! ઝીંદગી માં આવતા લેખો થી થયો છે. કંઈ નોખું -અનોખું કે વ્યક્તિ વિશેષ વિષયના  લેખો મારા મન પસંદ. હાલમાં તેઓ પણ બ્લોગજાગતા માં પ્રવેશ્યા છે ને તેમના માહિતીસભર તેમજ હળવી શૈલી માં લખાયેલા કટાક્ષ લેખો વાચક મિત્રો ને મજા કરાવી  દેશે તે નક્કી ! તેઓ લેખન કાર્ય સાથે સાથે ચિત્રકાર પણ છે તેમના બ્લોગ પર તેનો  પણ વાચક મિત્રો ને લાભ મળશે!

મહેન્દ્રભાઈ નો બ્લોગ: અમેરિકા સ્થિત મહેન્દ્રભાઈ ના કાર્ટૂન થી સૌ બ્લોગ મિત્રો પરિચિત હશેજ. તેમના બ્લોગમાં  સાંપ્રત સ્થિતિ પર  હળવી ને કટાક્ષ  શૈલી માં દર્શાવેલા કાર્ટૂન વાચકોને થોડા માં ઘણું જાજું કહી જાય છે, તેમના કાર્ટૂનો અમરિકા ના ગુજરતી સમાજનો પણ  ખુબ સુંદર પરિચય આપે છે. તેમના હિન્દી, અંગ્રજી , ગુજરાતી કાર્ટૂનનો લાભ લેવો  એક લહાવો  છે. દરેક  વાચકોને તેમના બ્લોગ ઉપર હાસ્ય સાથે સરસ કાર્ટૂન માળવા મળશે તે નક્કી !

Advertisements

7 responses to “મને ગમતા ગુજરાતી બ્લોગ જગતના કેટલાક બ્લોગો-૪

 1. ઃ વિધાર્થી,માબાપ તેમ જ સમગ્ર માણસજાતને પ્રેરક સંદેશ આપતીરચનાત્મક વાર્તા ઃ
  નવજીવન લેખક-દુર્ગેશ બી ઓઝા પોરબંદર
  રમેશ તો નવાઇમા ડૂબી ગયો. ઓરડામાં ચારે બાજુ કરોળિયાના ચિત્રો,રંગોંની ડ્બ્બીઓ,કેંનવાસ,કાગળના થપ્પા,ને એની અંદર ખુંપેલા પપ્પા ! પપ્પાનું આવું રૂપ આ પહેલાં એણે ક્યારેય ન્હોતું જોયું.અચાનક રમેશની નજર મોટા રંગબેરંગી મથાળાવાળા કાગળ પર પડી,જેમાં એક વાર્તા લખેલી હ્તી,જેને એ રસપૂર્વક વાંચવા લાગ્યો.”એક હ્તી કોયલ.તે એક વાર માંદી પડી.તેને ખબર પડી કે તેનો અવાજ થોડા દી’ પૂરતો બેસી જશે..એની ખબર કાઢનારા કહે,’અ ર ર ર,તારો અવાજ બેસી જ્શે?હાય હાય….હવે તારી જિંદગી.!’કોયલ કહે,’ભલે અવાજ બેસી જતો.એ પાછો ઊભો થઇ જ્શે.બે-ચાર દી’ અવાજ ચાલ્યો જાય એમાં કાંઇ આખું જીવન નકામું નહીં થઇ જાય,કાગડાકાકા !હું કાંઇ એમ હિમત હારું એવી નથી.અવાજ બેસી ગયો એટલે એવું સમજો કે દસમા-બારમાં ધોરણની પરીક્ષાનું પેપર નબળું ગયું કા એમાં નાપાસ થયા,બસ એટલું જ….તમે ખાલી ચોપડીની પરીક્ષામાં જ હારી ગયા,પરંતુ,પરીક્ષા પૂરી એટલે તમારું સાવ પૂરું થઇ ગયું એવું નથી.તમારી સામે આખી જિંદગી પડી છે.હજી ઘણી બધી તકો,પ્રવત્તિઓ છે.કાળઝાળ ગરમીમાં એક વખત્ પાક સાવ બળી જાય તો ધરતી કાયમને માટે સુકીભઠ્ઠ થઇ નથી જતી,વાંદરાભાઇ !એ એમ નથી વિચારતી કે” આપણી જિંદગી ખતમ”.પાક ખાલી એક જ વાર બગડ્યો છે,પણ ફરી એ જ જમીનમાં વાવશો તો પાછું ઉગશે,એટલું જ નહીં,ચોતરફ અનેરી હરિયાળી લહેરાઇ ઊઠશે,કારણ કે નબળો પાક એ સમજો માત્ર એક પરીક્ષા કે તેનું પેપર છે,તે આખા જીવનનો સાર કે તેનું માપ નથી.અભી તો પિક્ચર બાકી હૈ મેરે દોસ્ત.”કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય,તૂટે ઘર તો પાછું નવું બનાવતો જાય.”.એટલે હું નિરાશ થઇ આપઘાતના નબળા વિચાર નહીં કરું.’….ને કોયલ; ખરેખર થોડા દિવસ પછી ફરી એ જ મસ્તીમાં ટહુકવા લાગી ને બીજાનેય ખુશ કરી સાચો રસ્તો બતાવી ગઇ……
  ……..ને એ રંગબેરંગી કાગળ શોધવા જેવી હિંમતલાલે પાછળ નજર ફેરવી કે તરત જ,…’લે તું ક્યારે રૂમની અંદર ઘુસી ગયો દીકરા!!?અચ્છા,તો એ કાગળ તારા હાથમાં છે એમ ! કેવી લાગી વાર્તા?
  ‘સરસ છે પપ્પા’રમેશ થોડું મલક્યો ને પપ્પા બોલ્યા,’તને નવાઇ લાગે છે ને કે આ બધું !! એક પુસ્તકે મને જ્ગાડ્યો જેમાં લખેલું કે”તમે જીવનમાં ક્યારેય ન કર્યું હોય એવું સારું,કંઇક નવું. અનોખું કરી બતાવો.”બેટા,નાનો હતો ને ત્યારે હું સરસ ચિત્રો દોરતો,પણ છેલ્લા વીસ વરસથી ધંધા,નફા,પૈસા..વગેરેની હાયવોયમાં હું બધું ભૂલી ગયો હતો,પરંતુ આજ મેં નક્કી કર્યું કે આજકાલ વિધાર્થી નબળા પેપર કે પરિણામથી નાસીપાસ થઇ જીવનનો અંત આણવા સુધી પહોંચી જાય છે;તે ન થાય ને તે ફરી પડકાર ઝીલી લઇ નવી આશા,શ્રદ્ધા સાથે બેઠો થાય એવું કાંઇક કરું.ને દીકરા સાચું કહું?આ વાંચીને વિધાર્થી વગેરેને તો મળશે જ,પણ મને તો અત્યારે જ નવજીવન મળી ગયું.જો આ ચિત્રો.’
  પહેલું ચિત્ર કરોળિયો ચડે એવું,બીજું તે નીચે પડે તેનું ને ત્રીજું તે ફરી ઉપર ચડી અંતે ઘર બનાવવામાં સફળ થાય એ પ્રકારનું હતું.રમેશે ચિત્રો જોયા ને પછી તે ઘરની બહાર નીકળ્યો………….. ………દીકરો મોડી સાંજે ઘેર પાછો આવ્યો ને પપ્પાને વળગી રડવા લાગ્યો.પછી થોડું સ્વસ્થ થતા એ બોલ્યો,’પપ્પા,સવારે જ્યારે હું તમને મળવા આવ્યો’તો ત્યારે અમારી પરીક્ષા પૂરી થતાં જ હું કાંકરિયા તળાવની પાળે ફરવા જવાની રજા લેવા આવ્યો’તો.પણ સાચું કહું? હું કાયમ માટે તમારી રજા લેવા આવ્યો’તો.હું ત્યાંથી પાછો ન્હોતો આવવાનો,પણ્ તમારી વાર્તા,ચિત્રો વગેરે જોઇ હું ઘેર પાછો ફર્યો છું.બધા માબાપ તમારા જેવા હોય જે મિત્ર બની સાચું વહાલ કરે,ખોટું દબાણ ન કરે તો જીવવાની મઝા આવે.થેંક્યુ પપ્પા.’થોડીવાર સાવ શાંતિ છવાઇ ગઇ.ને પછી પપ્પા ગળગળા સાદે કહી રહ્યા,’બેટા,એવા અનેક લોકો છે જે ભણવામાં સાવ ‘’ઢ’’ હતા છતાં સફળ થયા છે.પરીક્ષા મહત્વની છે જે દિલ દઇ પૂરી મહેનત કરી આપો,પણ્ એની જ ફૂટ્ટપટ્ટીથી તમારી કુશળતાને ન માપો.ને ખાલી અભ્યાસક્ર્મના ચોપડા જ ન વાંચો.બીજું પણ વાંચો.થોડું નાચો-ગાઓ,હરો-ફરો તો ટેંન્શન જાશે,આનંદ આવશે,ને ઊલટું વધુ યાદ રહેશે.પરીક્ષા એ જીવનની છેલ્લી તક નથી.એની બહાર પણ એક સુંદર જીવન છે.સચિન તેંડુલકર ઝીરોમાં જાય તો તે કાયમ માટે ક્રિકેટ છોડી નથી દેતો..ફરી હિંમત બતાવી બીજા મેચમાં સદી ફટકારે છે.ઝીરોમાંથી હીરો બની જાય છે.હારો ભલે,પણ હિંમત ન હારો.બેટા,તું આ પરીક્ષામાં ભલે કદાચ ઓછા ગુણ મેળવ કે નાપાસ થા,પણ જીવનની પરીક્ષામાં તો તું ફર્સ્ટ-ક્લાસ પાસ થયો છે.અભિનંદન.આ સદ્ગુણનું મૂલ્ય પેલી પરીક્ષાના ગુણ કરતાય ક્યાંય વધુ છે..ચાલ,એના માનમાં થોડો મસ્ત ડાંન્સ થઇ જાય.’….ને પિતા-પુત્ર બંને ખુશીમાં નાચવા લાગ્યા.બંનેને કશુંક અનોખું પ્રાપ્ત થયું હતું.ઃઃઃઃ

  લેખક-દુર્ગેશ બી ઓઝા ૧,જલારામનગર નરસંગ ટેકરી,પોરબંદર ૩૬૦૫૭૫ email- durgeshart@yahoo.in PL. FORWARD/CIRCULATE THIS EMAIL/STORY TO AS MANY AS POSSIBLE.IT MAY SAVE AND MAKE HAPPY SOMEONE/S PRECIOUS LIFE.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s