ભારત-શ્રીલંકા વર્લ્ડકપ ફાઈનલ : ભારતીય ક્રિકેટ ને અભિનંદન !

 

વિજેતા ભારતીય ટીમ ( ફોટો શ્રોત-ગુગલ ઈમેજીસમાંથી)

વાનખેડે સ્ટેડીયમ, મુંબઈ, ૨૦૧૧, વર્લ્ડકપ ફાઈનલ, ‘Whak ‘ ……એક જોરદાર ફટકો ને બોલ સીધો ગ્રાઉન્ડની  બહાર ને સાથેજ લોકો નો હર્ષનાદ ને ઉલ્લાસ પણ કાબુ બહાર……૨૮ વર્ષના માતબાર સમય ના ઇન્તજાર પછી એક એક ભારતીયની વર્લ્ડકપ જીતવાની ઈચ્છા પરિપૂર્ણ થઇ !!! ભારતીય ટીમ ને ખુબ ખુબ અભિનંદન ! એક એક ભારતીય ક્રિકેટ પ્રેમીઓને કાલ ના વિજય માટે અભિનંદન !

ભારતીય ટીમના કેપ્ટન માહી એ હમેશા ની જેમ ટોસ હારી ને મેચ જીતવાની પરમ્પરા જાળવી રાખી! સાંગા ટોસ જીતીને પહેલા બેટિંગ કરી ને મોટા સ્કોર કરવાની નેમ સાથે ખુબ ધીમી પણ મક્કમ શરુઆત કરી. ભારતીય બોલરોની શરુઆત ની ઓવરો અકલ્પનીય રહી આખી શ્રેણી દરમ્યાન બોલિંગ નું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કાલે રહ્યું. ઝહિર, મુનાફ , ને શ્રી ને શરુઆત ની સરસ ને ખુબ ડીસીપ્લીન વાળી બોલિંગ માટે અભિનદન આપવાજ પડે. દિલશાન ને થરંગા જેવા સ્ફોટક બેટ્સમેનો ને પૂરે પુરા કાબુમાં રાખ્યા. ભારતીય ફિલ્ડીંગ પણ રાતો રાત કાયાપલટ થઇ હોય તેવું લાગ્યું, અદ્ભુત ફિલ્ડીંગ ! થરંગા છુટથી રન ના કરી શકતો હોય જલ્દીથીજ પ્રેસર માં પોતાની વિકેટ ઝહિરના એક સરસ બોલ ઉપર ખોઈ નાખી.  દિલશાન પણ સ્ફોટક શરુઆત ના કરતા ધીમી પણ મક્કમ ઇનિંગ રમી રહ્યો હતો પણ ભજ્જીની બોલિંગ માં વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ સાંગા પણ ૪૮ રન ની નાની પણ મહત્વની ઇનિંગ રમી એક લુઝ શોટ માં પોતાની વિકેટ ખોઈ. ને અંતમાં પરેરા,કુલુસેકરા એ નાની પણ ખુબ જડપી રમત રમીને શ્રીલંકા ને મોટો સ્કોર કરવાની તક પૂરી પાડી, ને પૂરી શ્રીલંકાની બેટિંગ ને પોતાની મજબુત રમત થી આધાર આપ્યો જયવર્દને, અફલાતુન ઇનિંગ કોઈપણ જાતના રિસ્ક લીધા વગર ની સ્ટ્રોકપ્લ્યિંગ ની અદ્ભુત રમત ! વર્લ્ડકપ ફાઈનલ માં પોતની ઉત્તમ રમત રમીને શતક મારી ને પોતની ટીમ ને ખુબ મજબુત સ્થિતિ માં મુકવામાંટે, ક્રિકેટ ચાહકોને તેની ઇનિંગ હમેશા યાદ રહશે. ભારતીય બોલિંગ માં બધાજ બોલરો પ્રભાવશાળી રહ્યા, પણ અંતિમ ઓવરોમાં ઝહિરની શ્રીલંકન બેટ્સમનોએ સારી ધુલાઇ કરતા પોતની ટીમને ૨૭૪ ના ખુબજ પડકારજનક સ્કોર ઉપર લઇ જવામાં સફળ રહ્યા !

ભારતીય ટીમએ શરુઆતમાજ  વીરુની વિકેટ ખોઈ દેતા તણાવ ભરી શરુઆત કરી. પાકિસ્તાન સામેની મેચ માં જે રીતે વીરુએ પોતાની વિકેટ ગુમાવી હતી તેવીજ રીતે ફરીએક વાર પોતાની વિકેટ ગુમાવી, તેના નબળા ડીફેન્સની સાક્ષી આપી. મલીંગાએ પોતાની પહેલીજ ઓવરમાં વીરુની ૦ રન પર વિકેટ લેતા ભારતીય ટીમ પર અચાનકજ દબાણ વધારી દીધું ને જલ્દીજ સચિનની એક સરસ બોલ ઉપર વિકેટ લઇ દબાણને સંપૂર્ણ પણે બેવડાવી દીધું. પણ  ગંભીર ને કોહલી એ સંપૂર્ણ રીતે  બાજી સંભાળી લીધી. તેમણે  ખુબ મેચ્યોર રમત દાખવી ભારતને જોઈતી પાટનરશીપ બનાવી. જલ્દીજ કોહલી પણ પોતાની નાની પણ મહતવની ઇનિંગ પછી ખુબ સોફ્ટ દીસ્મિસલ સાથે પોતની વિકેટ ખોઈ. ને ધોનીનો માસ્તર સ્ટ્રોક , કેપ્ટન તરીકે ની પૂર્ણ જવાબદારી, સ્પીરીટ ને પોતાની લીડરશીપ નું અદ્ભુત ઉધાહ્રણ પૂરી પાડતા ખુદ રમત માં આવી ખુબ આસાનીથી પૂરી મેચનો ભાર પોતાની  ઉપર લઇ લીધો. આટલા વખત થી  પોતની નબળી બેટિંગ થી લોકોને નિરાશ કરનાર , મોકાના સમયેજ ફોર્મ માં આવી , કેપ્ટન ઇનિંગ રમી ને ભારતીય ટીમે ને વીજતા બનવાનાર માહી  ને સો સલામ !! એક વાતો માનવી પડે કે ધોનીની ની બધી ગણત્ર્ત્રીઓ પૂરે પૂરી ક્રિકેટિંગ લોજીક આધારિત નહિ પણ જુગાર તત્વ ઉપર હોય છે ને તેનો હરેક જુગાર સફળ પણ રહે છે !!   સમ્રાટ  નેપોલિયન ઘણી વાર કહેતા કે મને હોશિયાર સેનાપતિ કરતા પણ નસીબદાર સેનાપતિઓની વધારે જરૂર છે, ને આવાત માહીના ઉધાહારન સાથે સંપૂર્ણ પણે સાબિત પણ થાય છે!!!  ખરે, મજાક ને બાદ કરતા પણ માહીની આ જવાબદારી ને ફ્રન્ટ થી પોતાની ટીમ ને લીડ કરાવતી ઇનિંગ હરેક ભારતીય ક્રિકેટ ચાહકો માં વર્ષો સુધી યાદ રહશે !! માહીને  ફરી એક વાર સલામી. માહીને ગંભીર ની પાર્ટનરશીપે ભારતીય વિજય લગભગ ન્ક્કીજ કરી નાખ્યો હતો ! ગંભીર ફરી એક વાર આટલી સરસ રમત રમીને  એક  સુસ્ત રીતે શોટ  રમતા પોતની વિકેટ અને  વર્લ્ડકપ ફાઈનલ માં પોતાને નામે સદી કરવાની સિદ્ધિથી ચુક્યો ! તેનું બાકી રહેલું કામ યુવરાજે પૂરું કરી ને ભારતીય ટીમને અવિસ્મરણીય વિજય અપાવી ! શરુઆત ની મલીંગા ને મુરલી ની ઓવરો સિવાય શ્રીલંકા બોલિંગ માં ખાસ કઈ કૌવત બતવી ના શક્યું. આટલી  જલ્દી વિકેટ ગુમાવ્ય બાદ પણ ભારતીય ટીમ ૫ રનની એવેરેજ જાળવી શક્યું તે તેમની બિન અસરકારક બોલિંગ નું પ્રમાણ છે ! તેમની ફિલ્ડીંગ પણ ભારતીય ફિલ્ડીંગ જેટલીજ ચુસ્ત રહી પણ અંતમાં ભારતીય ટીમ પોતની માનસિક તાકાત જાળવી શક્યા હોય , વિજય તેમનો રહ્યો !

મુરલી અને સચિન જેવા દીગજ્જો માટે આ આખરી વર્લ્ડ કપ છે, મુરલી માટે તો કાલની આ આખરી મેચ પણ હતી,  ટેસ્ટ મેચ માં જેમ તેઓ એક વિજેતાને છાજે તેવી વિદાય એકદિવસીય મેચ માંથી ના લઇ શક્યા! આ પણ એક કેવો જોગાનું જોગ કે તેમની અંતિમ ટેસ્ટ પણ ભારત સામે રહી તો અંતિમ એકદિવસીય મેચ પણ ભારત સામે રહી ! હરેક ક્રિકેટ પ્રેમી તરફથી એક દિગ્ગજ ખીલાડીને વિદાય ! તો સચિનની પણ વર્ષો ની ઈચ્છા કાલે પૂરી થઇ ! કાલની મેચ માં જયવર્દને તેમની અદ્ભુત સદીને ભારતીય ટીમ ને પોતાની અવિસ્મરણીય જીત માટે  ફરી એક વાર ખુબ ખુબ અભિનદન ! માહી ને પણ ભારતીય ક્રિકેટ ના ઇત્તિહાસ માં એક સોનેરી પ્રકરણ લખવા માટે અભિનંદન ! ને ક્રિકેટ રસિયાઓ ને IPL ૪  માટેની શુભકામનોઓ !!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s