વર્લ્ડકપ વિશેષ: ભારત-પાકિસ્તાન ની રસાકસી !

 

આફ્રીદી-માહી (ફોટો શ્રોત -ગુગલ ઈમેજીસ માંથી)

ભારત-પાકિસ્તાન ની મેચમાં હોવી જોઈએ એવાજ જાત ભાત ના વળાંકો ને છેલ્લે સુધી દર્શકોને પકડી રાખે તેવી રસાકસી વાળી રહી. ભારતીય ટીમ ને તેમના વિજય માટે ખુબ ખુબ અભિનંદન તો પાકિસ્તાની ટીમ ને સેમીફાઈનલ સુધી પોહ્ચવા ને સરસ રમત બતાવવા માટે અભિનંદન !

કાલ ની મેચ માં ભારત -પાકિસ્તાન વચ્ચે ધારેલો તેવો ફાસ્ટ બોલિંગ સામે બેટિંગ નો ખાસ મુકાબલો ના જોવા મળ્યો. મોટા ભાગે મેચ માં બોલરો નો પ્રભાવ પથરાયેલો રહ્યો જે આજ ના એક દિવસીય સમય માં ખુબ ઓછી વાર જોવા મળે છે. ગુલ નો સેહવાગ, સચિન સામે ના મુકબલામાં સેહવાગ નો હાથ નિશ્ચિંત રીતે ઉપર રહ્યો. સહેવાગ જે સરળતાથી ગુલ ને રમી રહ્યો હતો તે જોઈ જાણે એક સામાન્ય કક્ષાના બોલર ને જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. તેના કેટલાક સારા બોલમાં પણ સહેવાગે જે રીતે બોલ ને બાઉન્ડ્રી ઉપર મોકલી આપ્યો તે જોવું એક લ્હાવો રહ્યો. ખેર ગુલ પાસે થી જે અપેક્ષા પૂરી ના થઇ તે વહાબે પૂરી કરી અદ્ભુત બોલિંગ જોવા મળી. સહેવાગ ની વિકેટ જે રીતે તેને લીધે એક અફલાતુન બોલ હતો ભલભલા ખાટું ખિલાડી ની પરીક્ષા થી જાય તેવો રહ્યો. તેવોજ બીજો બોલ યુવરાજ ને આઉટ કર્યો તેવો રહ્યો. અફલાતુન યોર્કેર તે પણ  સ્વીંગ સાથે. કેટલાય સમય સુધી ક્રિકેટ રસિકો માં તેબોલ ની ચર્ચા રહશે તે નક્કી ! વાહબનું બોલ સાથે નું પ્રદર્શન હમેશા પાકિસ્તાની ફાસ્ટ બોલર પાસેથી ભારત ની મેચમાં  રહે છે તેવું ક્લાસ કક્ષાનું રહ્યું, તેના ૫ વિકેટના પ્રદર્શન ને સાર્થક કરે તેવું રહ્યું. શોઈબ ને પણ દરેક  ક્રિકેટ રસિકોએ મિસ કર્યો હશે તે નક્કી, આ મેચ સાથેજ એક જેન્યુન ફાસ્ટબોલર ને દિગ્ગજ બોલર થઇ શકવાની શમતા ધરાવનાર ખિલાડી ની કારકિર્દી નું દુખદ સમાપન થયું ! ભારતની  ઝડપી શરુઆત ને વીરુના  આઉટ થતાજ  બ્રેક લાગી ગયી.  ગંભીરે સપ્રેમ પોતાની વિકેટ ધરીને હમેશા ની જેમ એક સારી શરુઆત કરીને તેને મોટી ઇનિંગમાં ફેરેવવામાં નિષ્ફળ રહ્યો.  કોહલી જે વર્લ્ડકપની શરુઆતથી જે ફોર્મ માં હતો તેવું પાછલી ૨/૩ મેચો થી સાચવી શક્યો નથી, જે રીતે તેને પોતાની વિકેટ ગુમાવી રહ્યો છે તે જોઈ કદાચ ફાઈનલ માં યુસુફ ને સ્થાન મળી શકે છે. ભારતીય બેટિંગ માં મિડલ ઓર્ડર નો સંપૂર્ણ રકાસ થયો. ધોની ફરી પાછી પોતાની રમતથી નિરાશ કાર્ય, તેને પોતાની બેટિંગ માટે જલ્દીથીજ ટીકાઓનો સામનો કરવાનો આવશે તે નક્કી છે. સુરેશ પોતાની પસંદગી ને ખરી ઠેરવીને ફરી પછી એક ઉત્કૃષ રમત બતાવી. ભારતીય બેટિંગ પૂરી સચિન, વીરુ  ને સુરેશ ના પ્રદર્શનને લીધે ગુથાયેલી રહી.

કાલે સચિને ભલે ૮૫ રણ માર્યા હશે પણ નક્કી તેને પોતાનું પ્રદર્શન નહિ ગમ્યું હોય કે પોતેજ પોતાની રમત થી ખુશ નહિ હોય . તેની શરુઆત ની બેટિંગ પછી ખબર નહિ કેમ પણ જાણે તેની એકગ્રતા તૂટી ગઈ હોય તેવું લાગતું હતું, તે પોતે પણ જાણે હમેશા ની જેમ તેની સમાધિ ના લાગી રહી હોય તેઓ ચિંતિત લાગી રહ્યો હતો. કદાચ પહેલી વાર એવ્યું લાગી રહ્યું હતું જાણે તે બેટિંગ કરી ને થાકી ને કંટાળી ગયો છે. ખુબ ભૂલ ભરેલી ઇનિંગ રહી, ૪ કેચ છુટવા ની અવળી અસર સચિન પર થી હોય તેવું જણાતું હતું, જાણે સચિન ને પોતાનીજ રમત ની શરમ ને આઘાત લગાયો હોય તેમ લાગી રહ્યું હતું.દુનિયાભર ના સ્પિનરો જેની પર કાબુ નથી મેળવી શકવામાં થાપ ખાઈ જાય છે  તેવી સચિન ની રમત ઉપર નવા સ્પિનર  અજમલ ની બોલિંગ હાવી રહી જાણે અજમલ તેને રમાડી રહ્યો હોય તેવું લાગ્યું. અજમલ ની કાલની મેચ માં સચિન ઉપર સંપૂર્ણ વિજય રહ્યો તેમાં કોઈ શંકા નથી. કદાચ આજ વાત થી સચિન ઉપર રમત ઉપર અવળી અસર થી હોય તેવું લાગી રહ્યું હતું, ખેર કાલની મેચ માં સદી ના થઇ તે એક રીતે સારુજ થયું હશે કારણકે સચિન ની સો ટચ ના સોના જેવી શતકો માં કાલની જો શતક થઇ હોત તો ખુબજ નબળી ને એક ભૂલી જવા જેવી રહી હોત ! આપડે પાકિસ્તાન ટીમનો આભાર પણ માનવો રહ્યો કે સચિન ની નબળી રમત ને સચિન ના ઈચ્છા ના હોવા છતા પણ  તેની સદી કરવા માટે પોતાની તરફથી યથા યોગ્ય ફાળો ખુબ નબળી ફિલ્ડીંગ કરી ને આપી !!! ખેર સચિનની અંગત રમત ના દ્રષ્ટિકોણ ને બાજુ પર મૂકી ને જોઈએ તો સચિન ના ૮૫ રણ ભારતની ટીમ માટે અમુલ્ય ને જીત નો પાયો નાખનારો રહ્યા. તો પાકિસ્તાને ને પોતાની નબળી ફિલ્ડીંગ માટે નો પદાર્થપાઠ  પોતાની હારની ભારી કીમત આપની ને ફરી થી શીખવો પડ્યો  ( પહેલો પાઠ તેઓ વર્લ્ડકપની ગ્રુપ મેચ માં ન્યુઝીલેન્ડ સામે હારી ને શીખી ચુક્યા હતા ! ) !!!

ભારત તરફથી કાલની મેચમાં બોલિંગ ને ફિલ્ડીંગ મસ્ત રહી, ભારતીય બોલિંગ માં નબળી કડી ગણાતા મુનાફ અને નેહરાએ  અદ્ભુત ને ખુબ ડીસીપ્લીન વાળી બોલિંગ કરી. ઝહિર હમેશાની જેમ અફલાતુન રહ્યો તો ભજ્જી પણ પોતાની જૂની રીધમાં હોય તેવું લાગ્યું. યુવરાજ  બેટિંગ માં ભલે નિષ્ફળ રહ્યો પણ તેનું સાટું બોલિંગ માં મહત્વ ની વિકેટ લઇને વાળી દીધું. પાકિસ્તાની બેટ્સમેનો ની શરુઆત સરસ રહી પણ મોટી પાટનરશીપ કરવામાં નિષ્ફળ રહ્યા. યુહાના ને મિસબા જેવા અનુભવી ખીલડો ની ધીમી ને કૈક અંશને પ્લાન વગર ની બેટિંગ પાકિસ્તાનને ભારે પડી. હાફિજ ને અકમલ ની રમત સારી રહી પણ રન કરવાના દબાણ હેઠળ વિકેટ ખોઈ બેઠા, સુકાની આફ્રીદી પણ બેટિંગ નું પોતાનું ખરાબ ફોર્મ ને પ્રદર્શન જાળવી રાખ્યું !

આમ ભારતે એક વિજેતાને છાજે એવું રમત ના બધા પાસાઓમાં પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું ને વિજય ને લાયક રહી. નેહરાની આફ્રીદીના કેચ માટેની ખેલદિલી પણ બિરદાવી રહી,  ક્રિકેટની રમત ને ગરિમા બક્ષે તેવું હરેક ટીમ નું વર્તન અપેક્ષિત હોય છે ને તેમાં ભારત ખરું ઉતર્યું. સાથે સાથે પાકિસ્તાન ની ટીમ ને પણ બિરદાવી  રહી કે તેમણે પૂરી સપોર્ટમેંન સ્પીરીટ દાખવીને ભારતના વિજય ને બીરદાવ્યું ને મેદાન પર ને મેદાન ની બહાર પણ તેમનું પ્રદર્શન ખુબ ગ્રેસફૂલ રહ્યું જે ભારત -પાકિસ્તાન માટે એક આદર્શ સ્થિત કહી શકાય !

હવે ફાઈનલ માં ભારત ને શ્રીલંકા ના મુકાબલોનો  ઇન્તઝાર રહશે !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s