ભારત, પાકિસ્તાન, અને ક્રિકેટ !

 

ભારત -પાકિસ્તાન (ફોટો શ્રોત-ગુગલ ઈમેજીસ માંથી)

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ, તેપણ વર્લ્ડકપમાં, તેપણ સેમી ફાઈનલ માં કે જેમાં હાર એટલે શ્રેણીમાં થી બહાર, આટલી વાતોજ ભારત અને પાકિસ્તાનની  આમ જનતાની દેશ ભક્તિ જગાડવા માટે પુરતી છે. બંને દેશ ની પ્રજા માટે એક બીજાને  હરાવવું એટલે વર્લ્ડકપ જીત્યા જેટલો કે તેથી પણ વધુ આનંદ ને સંતોષ. ભારત -પાકિસ્તાન ની આમ જનતાથી લઇ ક્રિકેટ સમજનાર કે ખિલાડીઓ માટે  પણ બંને  દેશો ની મેચ વખતે લાગણીઓ અલગ રાખી ને રમવું મુશ્કેલ કે લગભગ અશક્ય  બની જાય છે, ને ભારત પાકિસ્તાન ની પ્રજાને  મિયાદાદ-મોરે, સોહિલ-પ્રસાદ, વીરુ-શોઈબ, ગંભીર-આફ્રીદી, વગેરે જેવા કલાસિક ને જીવનભરની  યાદો ના નજરાણા સમાન ટક્કર ના દ્રશ્યો જોવા મળી જાય છે.  કેટલાય નવા/જુના ખિલાડીઓની કારકિર્દી અસ્ત પણ થઇ જાય છે તો બની પણ જાય છે. હદ તો ત્યારે થાય છે કે ક્રિકેટ ની રમતને લીધે બંને દેશો ની રાજનીતિ ઉપર પણ અસર થાય છે. આમ તો બંને દેશો ની પ્રજા ક્રિકેટ ના પરિણામ ને લઇ એટલી ગંભીર નથી હોતી ને પોતપોતાની ટીમની હાર ને હસતા મોઢે ભૂલી પણ જશે પણ ભારત-પાકિસ્તાન સાથી ની મેચના પરિણામો પચાવવા ખુબ ભારે પડી જાય ને લાંબા સમય સુધી હારનાર ટીમે લોકો ના રોષ નો ભોગ બનવો પડે છે. બંને દેશો માટે કદાચ આજ મેચો હશે જયારે ક્રિકેટ કેવું રમાયું તે મહત્વનું ન રેહતા ફક્ત મેચ નું પરિણામજ મહત્વનું રહે છે. સમય ની સાથે આ પ્રકારના જોખમી જનુન ઓછુ થવાની સાથે એક પ્રકારની મેચ્યોરીટી ની બંને દેશો માટે અપેક્ષા રહે  પણ થેન્ક્સ ટુ મીડિયા જે આ જનુંનને ઘટાડવાને બદલે   તેની  ચરમ સીમાએ લઇ જાય છે ને બંને દેશો ની પ્રજાની લાગણી રમત કે ખિલાડીઓ પ્રત્યે થી આગળ વધી ને તેમના પરિવાર જનોને પણ નાહકની ઘસડી લે છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે નો મુકાબલો એ ફક્ત બે દેશો કે ભૂતકાળ માં ઘવાયેલા એકબીજાની લાગણીઓ કે  દિલો ને સતોષવા માટે ખુન્નસ કાઢવાનું માધ્યમ કરતા પણ વિશેષ છે.  દુનિયાને ઝડપી ને કાતિલ બોલિંગ માં સારા બોલરો આપવામાં પાકિસ્તાન હમેશા આગળ રહ્યું છે. તો દુનિયાના શ્રેષ્ઠ તેમજ  ટેકનીકલી સોલીડ બેટ્સમેનો આપવામાં ભારતનો અવલ્લ કર્માંક રહ્યો છે.  બંને દેશો એ અફલાતુન સ્પીન બોલરો આપ્યા છે તો સાથે સાથે દુનિયાના સૌથી આળસુ ને સુસ્ત ફિલ્ડરો પણ આપ્યા છે. ભારતીય ઉપખંડ માં જયા મોટે ભાગે બેટ્સમેનો ની પીચ બનાવામાં આવે છે ત્યારે પાકિસ્તાન ને ધ્નાય્વાદ આપવા  ઘટે કે તેઓ જેન્યુન ફાસ્ટબોલરો આપી શકે છે. ભારત-પાકિસ્તાન ની મેચ એટલેજ એક અવલ્લ દર્જા નો બેટિંગ-બોલિંગ નો મુકાબલો છે. આજની મેચ માં પણ શોઈબ ( જો તે રમાયો તો ) , ગુલ સામે સચિન , વીરુ , ગંભીર નો મુકાબલો જોવા જેવો રેહશે. તો બંને દેશ ના સ્પિનરો નો કમાલ પણ એટલોજ રોમાંચક રેહશે તે પણ નક્કી. બંને ટીમ ને તેમની શ્રેષ્ઠ રમત બતાવવામાટે “All the best “!

વાઈડ બોલ:

ભારત-પાકિસ્તાન ની ૨૦૦૩-૨૦૦૪ વખતની ક્રિકેટ શ્રેણી ને કેન્દ્ર સ્થાને રાખી રાહુલ ભટાચાર્ય ની “પંડિત ફ્રોમ પાકિસ્તાન” ની મસ્ત મસ્ત બૂક વાંચવી રહી! જેમાં  ફક્ત ભારત-પાકિસ્તાનની ક્રિકેટ ને લાગતીજ નહિ પણ ત્યાની સામાજિક, રાજકીય વાતો ને પણ સરસ રીતે વણી લીધી છે.

( જે પુસ્તક ની અહીં વાત કરી છે તે માટેને સરસ મજાનો એક નાનો વીડિઓ  ક્રિકેટઇન્ફો ઉપર મુકાયો છે.રસ ધરાવતા વાચકમિત્રો  આ લીંક ઉપર જોઈ શકે છે)

Advertisements

One response to “ભારત, પાકિસ્તાન, અને ક્રિકેટ !

  1. આજે મચી રહેલા ઘમાસાણમાં આ પ્રથમ લેખ એવો ધ્યાને આવ્યો જે ખરેખર સમતોલ હોય અને જેમાં ક્રિકેટ સર્વોચ્ચ સ્થાને હોય !!

    “બંને ટીમ ને તેમની શ્રેષ્ઠ રમત બતાવવા માટે “All the best “! ” — આવું એક ખરો ક્રિકેટપ્રેમી કહી શકે !
    (અર્થાત, સ્વાભાવિક જ, સૌને પોતાના દેશની ટીમ જ જીતે તેવી ઈચ્છા જરૂર હોય, તે પોતાની ટીમ પ્રત્યેનો પ્રેમ છે, અને શ્રેષ્ઠ રમત જોવા મળે તેમ ઈચ્છવું એ ખરો રમતપ્રેમ છે.) આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s