વર્લ્ડકપ વિશેષ: શું બોલરો સાથે અન્યાય થઇ રહ્યો છે ?

 

બોલર vs બેટ્સમેંન-એક આદર્શ મુકાબલો ! (ફોટો શ્રોત -ગૂગલ ઈમેજીસ માંથી)

આ વર્લ્ડકપની મેચોમાં જેરીતે વારે ઘડીયે દિવસમાં ૬૦૦~૬૫૦ રન થઇ રહ્યા છે તેમજ જે નિર્દયતાથી બોલરો ની ધુલાઇ થઇ રહી છે તે જોતા બોલરો સાથે થઇ રહેલા અન્યાય વિષે વિચાર આવવો સ્વાભાવિક છે. ફક્ત વર્લ્ડકપની મેચોનીજ  શા માટે વાત કરવી છેલ્લા લગભગ દાયકા ~દોઢ દાયકાથી એક દિવસીય ક્રિકેટ માં રમત વધુ ને વધુ બેટ્સમેન તરફી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે ને જો આમજ ચાલતું રહ્યું તો આજના t20 ને એક દિવસીય મેચ ના જમાનામાં સારા ટેસ્ટ બોલરો મળવા મુશ્કેલ થઇ જશે આમ પણ અત્યારે જોવા જઈએ તો ફાસ્ટ બોલિંગ નું સ્તર ૮૦’ -૯૦’ ના દાયકા કરતા નીચું જરૂર લાગે છે, આંગળી ના વેઢા પણ વધુ થઇ  પડે એટલા સારા ફાસ્ટ બોલરો હાલ માં પ્રવૃત છે તેમાં પણ આ વર્લ્ડ કપ પછી બ્રેટલી , શોઈબ વગેરે નું નામ ઓછુ થશે તે નક્કી !

માન્યું કે ક્રિકેટ માં એક સમતલ મુકાબલો તો ફક્ત ટેસ્ટ માં જોવા મળી શકે છે પણ જે રીતે એકદિવસીય ને t20 નો દબદબો વધી રહ્યો છે તે જોઈ ને તેમાંથી કેટલા સારા ને ગ્રેટ ફાસ્ટ ટેસ્ટ બોલરો આપણને મળી શકશે તે વિચારવું રહ્યું. આજે પણ છેલ્લા દાયકામાં જે રીતે ટેસ્ટ ના પરિણામો આવે છે તે જોતા તેના પર એકદિવસીય ને t20 મેચો નો સીધો પ્રભાવ જોઈ શકાય છે.  આમ પણ એક દિવસીય મેચો બેટ્સમેન તરફી હતી પણ ક્રિકેટ ને વધુ પડતી મનોરંજક ને લોકપ્રિય બનાવાના ચક્કર માં લગભગ સંપૂર્ણ પણે બેટ્સમેનોની રમત બની રહી છે. આજે એક દિવસીય ને t20 રમત એટલે બસ ચોગા -છક્કા ની તડાફડી એટલોજ ટૂંકો અર્થ લોકો તારવવા લાગ્યા છે.  માન્યું કે બોલરો પાસે બેટ્સમેન ને આઉટ કરવાની ૬ તકો એક ઓવર માં રેહલી છે પણ આજના ક્રિકેટ ના બંધારણમાં તે ૬ તકો નો પણ ઉપયોગ કરી શકે એટલા આલા દ્દર્જાના કેટલા બોલરો તૈયાર થયા છે ? આજના એક દિવસીય ક્રિકેટ ના રુલ ના હિસાબે કેટલા બોલરો પોતાની બોલિંગ માં વિવિધતા ને પ્રયોગ કરી શકે છે ?  આજ્જે મોટા ભાગ ના બોલરો એ પોતાની બોલિંગ આક્રમણ વાળી કરતા બચાવ વાળી વધુ કરવી પડે છે, આજે બોલર વિકેટ કરતા પણ  વધુ પોતાની ઈકોનોમી રેટ ઓછો રાખી શકે તે વધુ ઇછનીય થયું છે.  આજ વાત બોલરો ની માનસિકતાને પણ વધુ અસર કરે છે. બોલરો ની વિરુધ માં કામ કરતા કેટલાક  નિયમો જોઈએ તો:

૧. ૨૦ ઓવર નો પાવરપ્લે !
૨. નો બોલ માટે ફ્રિ  હિટ મળવી !
૩. હરેક ઓવર માં ફક્ત એકજ બોઉંન્સર મળવો તે પણ ખભા ની ઉપર ને માથા ના લેવલ સુધી રહ્યો તો નહીતો વાઈડબોલ માં ખપી જાય !
૪. લેગ સાઈડ માટે વધુ કડકાઈથી વાઈડબોલ માટે ના નિર્ણય આપવા !
૫. ૩૪ ઓવર પછી નવો બોલ લેવો જેથી બોલમાં રીવર્સ સ્વીંગની સમભાવના ના રહે, બેટ્સમેનો બોલને બરાબર જોઈ શકે, બોલ કડક હોવાથી શોટ પણ સરસ રીતે ફટકારી શકાય ( કેટલાક મિત્રો કદાચ આ વાત સાથે સહમત ના થાય પણ અંગત રીતે મને આ બેટ્સમેનો ની ફેવર કરતો રુલ લાગે છે.) !
૬. અધૂરા માં પૂરું ૨.૫ મીટર નો રુલ પણ બોલરો ને એલ્બીડબ્લ્યુ માં અડચણ રૂપ છે !

ને આ બધા નિયમો શિવાય પણ બોલરો ને દાજ્યા પર ડામ દેતા વધુ ને વધુ  બેટ્સમેન ફ્રેન્ડલી પીચો બનાવી !  આજ નિયમો સામે બોલરો ને ફાયદો થતા કેટલા નવા નિયમો કે નિયમો માં ફેરફાર થયા છે ?

જો ક્રિકેટ ની રમત માં બેટ અને બોલ નો સરસ મુકાબલો જોવો  હશે તો બેત્સ્મેન ને બોલરોને સમાન તક આપતા નિયમો પણ બનાવવા પડશે ને તોજ આપણે ભવિષ્ય માં પણ  દિગ્ગજો ને ખરા અર્થમાં શ્રેઠ બોલરો ને બેટ્સમેનો મળી શકશે નહિ કે ફક્ત ધોકાબાજો ( હા બરાબર શબ્દ છે , આજના કેટલાક બેટ્સમેનો ને રમત જોઈ તેમની માટે બેટ્સમેન શબ્દ વાપરવું ગમતું નથી ! ) કે યંત્રવત બોલર  !!

Advertisements

2 responses to “વર્લ્ડકપ વિશેષ: શું બોલરો સાથે અન્યાય થઇ રહ્યો છે ?

  1. હું તમારી સાથે પૂર્ણ રીતે સહમત છું. ક્રિકેટની રમત મનોરંજન તરીકે પ્રસ્થાપિત થઇ પછી ‘મનોરંજન’ કરાવવા માટે બેટિંગ પર વધારે આધાર રાખવામાં આવ્યો. આ રમત હવે બેટિંગ-બોલીંગના સંઘર્ષની બહુ રહી નથી. ભૂતકાળમાં એક બોલર હોવાને લીધે તમે આને મારો ધૂંધવાટ પણ કહી શકો.

    • એક દિવસીય મેચ ને t20 જોવી ગમે છે પણ એક ક્રિકેટ રમત ના ચાહક તરીક કે આ એક તરફી મુકાબલા ની ચિંતા પણ થાય છે. જો આમજ પરિસ્થિતિ ચાલતી રહી તો બેટિંગ અને બોલિંગ ની અફતાલુંન ક્રાફ્ટમેંનશીપ ફક્ત વિતીલા જમાનાની વિડીઓ માજ જોવા મળશે તેવા દિવસો દુર નથી. આપ ભૂતકાળમાં એક બોલર રહી ચુક્યા છો તે જાણી આનંદ થયો. આશા રાખીએ કે આપના , મારા જેવા દરેક ક્રિકેટ ચાહકોમાટે ક્રિકેટ ના માધાંતાઓ બેટિંગ-બોલિંગ વચ્ચે ના સમતલ મુકાબલા માટે પણ કાઈ વિચારે !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s