વર્લ્ડકપ વિશેષ : ભારત-સાઉથઆફ્રિકા મેચ !

 

ભારત-સાઉથઆફ્રિકા (ફોટો શ્રોત-ગુગલ ઈમેજીસ માંથી)

આખરે ભારતીય ટીમને તેમની પહેલી હાર મળી, આશા કરીકે આ વર્લ્ડકપ ની તે આખરી હાર પણ હોય ! આ હાર ભારતીય ટીમ માટેતો ખરેખર એક આશીર્વાદ સમાન છે, બીજા રાઉન્ડ માં મોટી ટીમો સામે ટકરાતા પહેલા પોતાની ભૂલો સુધારવાની સરસ તક મળી છે. ઇંગ્લેન્ડ પછીની બીજી મોટી ટીમ સામે ભારતીય ટીમ ની કાલની મેચ માં ખરી કસોટી થઇ , ઇંગ્લેન્ડ સામે બોલરો નબળા રહ્યા તો કાલની મેચ માં ભારતીય ટીમની ખુબ ગાજેલી બેટિંગ લાઈન અપ ખાસ કરી ની મિડલ ને લોવર ઓર્ડર પૂરી રીત નિષ્ફળ ગઈ !

માહીએ ટોસ જીતીને બેટિંગ ટ્રેક ઉપર મોટો સ્કોર મુકવાની રણનીતિ સાથે બેટિંગ લીધી ને , ભારતની શરુઆત પણ એક આદર્શ શરુઆત રહી. હમેશા ની જેમ વીરુએ  તોડફોડ ચાલુ કરીને સારા નસીબે જીવતદાન પણ મેળવ્યું , સચિન ની રમત હમેશની જેમ અદ્ભુત રહીને  કોઈ પણ જાતના રિસ્કી શોટ વગર સોલીડ ઇનિંગ રમી. વીરુ પણ ત્રણ મેચો બાદ એક સારો સ્કોર નોધાવ્યો. ગંભીરએ પણ ધીમી પણ ભાટીય ટીમ ની માટે જરૂરી એવી સરસ ઇનિંગ રમી. સચિન ને ગંભીર ની બેટીંગે ભારતીય ટીમ ના મોટા સ્કોર ના લક્ષ્ય માટે સરસ મંચ તૈયાર કરી આપ્યું પણ સાઉથ આફ્રિકા ના બેટિંગ આક્રમણ માં સામે ભારતીય ટીમે ઘુટણ ટેકવી દ્દીધા, સાઉથ આફ્રિકા ના બોલરો ની અદ્ભુત બોલિંગ રહી ખાસ કરી ને ડેલ, બોથા ને દિગ્ગજ કાલીસની.  ભારતીય બેટ્સમેનો પત્તા ના મહેલ ની માફક પડી ભાંગ્ય ને હમેશા ની જેમ ફરી એક વાર લોકોની સચિન માટે ની ખોટી ખોટી  ટીકા શરુ થઇ ગઈ ! ધોની ની વાત સાથે પૂરી રીતે સહમત કે ખિલાડીઓ એ દર્શકોની પ્રમાણે નહિ પણ ટીમ ની જરૂરિયાત પ્રમાણે રમવાનું હોય છે, જે મોટા ભાગ ના આજ ના t20 સમય ના ખિલાડીઓ પાસે આશા રાખવી વધુ પડતી છે. ખિલાડીઓ વધુ દૂરનું ના વિચારી ને ફક્ત તે દિવસ ની સચિન ની રમત માંથી પણ જો પ્રેરણા લીધી હોતો કમસે કમ ૫૦ ઓવેર તો પૂરી કરી શક્ય હોત. ખેર, સાઉથ આફ્રિકા ની ટીમનું સરસ પ્રદર્શન જોઈ મજા આવી ગયી, તેઓનું ફિલ્ડીંગ ને બોલિંગ નું સ્તર ભારતીય ટીમ કરતા ઊંચા દરજ્જા નું રહ્યું.

સાઉથ આફ્રિકા ની શરુઆત ખુબજ શાંત રહી ને તેમાટે ભારતીય બોલરો ની સંયમિત ઓવર માટે બિરદાવી રહી, શરુઆતની ને મિડલ ઓર્દેર માં સાઉથ આફ્રિકાના બેટ્સમેનો ઉપર ખુબજ સરસ અંકુશ રાખ્યો. તેમ છતા પણ અમલા ને  કાલીસ ધીમી પણ સોલીડ રમતે  સાઉથ આફ્રિકા માટે જીત ની તક ઉભી કરી દીધી. દીવીલ્રર તેમજ લોવર ઓર્ડર બેટ્સમેનો એ સરસ લડત આપીને રમત જીતી લીધી, ઝહિર, ભજ્જી, મુનાફ , પઠાણ, યુવરાજ નું બોલિંગ પ્રદર્શન સારું રહ્યું, નેહરાની પણ પાછલી ઓવેરો બાદ કરતા શરુઆત ની ઓવરો સરસ રહી. એકંદરે ભારતીય બોલિંગ ને છેલ્લી કેટલીક ઓવરો બાદ કરતા પણ ફિલ્ડીંગ સારી રહી. જો ભારતીય ટીમ ૨૫~૩૦ રન પણ વધુ બનાવત તો મેચ નું પરિણામ જુદું હોત , પણતો ભારતીય ટીમની ખામીઓ નજર સામે ના આવત. હવે પછીની ભારતીય ટીમની બીજી એક મહત્વ ની મોટી ટીમ સામેની મેચ આવી રહી છે તે માટે ભારતીય ટીમ ની રમત માં સુધારો જોવા મળશે તેવી આશા રાખવી રહી !

કાલની મેચ માં સચિન ની રમત દરેક ક્રિકેટ રસિકો માટે એક નઝરાણું જેવી રહી , સચિન ને તેમની શતક ને સાઉથ આફ્રિકાની ટીમને તેમની  શાનદાર વિજય માટે ખુબ ખુબ અભિનદન !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s