વર્લ્ડકપ વિશેષ: ભારત-નેધરલેંડ ની મેચ વિશેષ !

 

યુવરાજ "મેંન ઓફ ધ મેચ" એવોર્ડ સાથે (ફોટો શ્રોત-ગુગલ ઈમેજીસમાંથી )

કાલની નેધરલેંડ સામેની મેચ જીતવા સાથે ભારતે ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું નામ પાકુજ  કરી નાખ્યું છે શિવાય કે કોઈ ગ્રુપ B માં કોઈ મોટા ઉપસેટ સર્જાય, જેની શક્યતા નહીવત જેવીજ  છે. ખેર, ભારત ની જીત માટે ના અભિનદન. નેધરલેંડની રમત સારી રહી પણ ભારતજેવી મજબુત ટીમ સામે રમવાનો અનુભવ ખુબ ઓછો હોય, રમત ફક્ત એક તરફી રહી. નેધરલેંડ ના બેટ્સમેનો કોઈ ખાસ પ્રભુત્વ બતાવી ના શકયા, ૨૦~૨૫ રનના પોત પોતના વયક્તિગત સ્કોર ને મોટા સ્કોર તેમજ મોટી ભાગીદારી જમાવવામાં નિષ્ફળ રહ્યા. ટોસ જીતવા છતા પોતના તેમજ ભારતના દાવ માં પીચ નો ફાયદો ઉઠાવી ના શક્યા. નેધરલેંડના  પીટરને કાલ નો દિવસ હમેશા પોતાની જિંદગી માં યાદ રેહશે, વીરુ ને સચિન જેવી ભારે વિકેટો પોતાને નામ કરી શકવાની સિદ્ધિ મેળવા માટે.

ભારત  તરફથી પણ યુવરાજ ને બોલરનું પ્રદર્શન સારું રહ્યું પણ ભારતીય બેટ્સમેનો પોતાનો વ્યક્તિગત મોટો સ્કોર નોધવામાં નિષ્ફળ રહ્યા. ભારત અત્યાર સુધી ગ્રુપ B અજય રહ્યું છે પણ એક વિજેતા ને છાજે તેવી રીતે ની રમત કે હરીફ ટીમો ને ચિંતા કરાવી શકે તેવું પ્રદર્શન નથી કર્યું. છેલી બંને મેચો જે  પ્રમાણમાં બીનઅનુભવી ને નવી ટીમો સામે હતી તેમની સામે  પણ ભારતની મજબુત ટીમ ને સખ્ત મેન્હ્નત કરવી પડી છે તે જોતા તો ભારત ની અજય આગે કુચ ની આશા રાખવી વધુ પડતી હશે. હજી સુધી પણ ભારતીય ટીમ પોતાનું ટ્યુનીંગ ને બેલેન્સ બરાબર કરી શકી નથી. અગલી બંને મેચો મજબુત ટીમો સામે હોય ભારતીય ટીમની ખરી કસોટી થઇ જશે. ચાવલાએ પ્રમાણ આ મેચ માં સારી બોલિંગ કરી પણ આત્મવિશ્વાસ નો અભાવ હજી પણ દેખાય આવે છે. યુવરાજએ નબળી ટીમો સામે રમી ને પોતાનો આત્મવિશ્વાસ ને ફોર્મ મેળવી લીધું હોય મજબૂત ટીમો સામેના સારા દેખાવનો અત્યાર થી ઇન્તેઝાર રેહશે. વીરુ, ગંભીર સામે  ફરી એક મોટા સ્કોર કરવાની જવાદારી રેહશે.

સાઉથ આફ્રિકા સામે ની મેચ નો અત્યારથી માહોલ જામવા માંડ્યો છે, જોઈએ કોનો હાથ ઉપર રહે છે !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s