વર્લ્ડકપ વિશેષ: ભારત-આયર્લેન્ડ મેચ !

 

ભારત-આયર્લેન્ડ મેચ (ફોટો શ્રોત-ગુગલ ઈમેજીસ માંથી)

આયરલેન્ડે જે રીતે ઇંગ્લેન્ડ ને ધોબીપછાડ આપી તે જોઈ ભારત સમેત હરેક મોટી ટીમો  આયર્લેન્ડને એક મજબુત હરીફ ગણતી થઇ ગઈ હશે. હરેક જગ્યાએ એજ ચર્ચા ચાલુ હતી કે શું ભારત સામે પણ તેઓ ઇંગ્લેન્ડ જેવું પ્રદર્શન કરી શકશે ? ફરીથી ઓબેરીન એક શતક મારી શકશે, ખાસ કરીને ભારતના નબળા બોલિંગ આક્રમણ સામે?  ઇંગ્લેન્ડ પછી આયર્લેન્ડ તો ભારત ને સરપ્રાઈઝ નહિ આપને ? આ અને આવા કેટલાય સવાલોએ ભારત-આયર્લેન્ડ મેચ માટે ઉત્સુકતા વધારી મૂકી હતી.

મેચ ની શરુઆત માહીએ ટોસ જીતી ને પછીથી મેચ પણ જીતી લીધી !! , ભારતે લક્ષ્યનો પીછો કરવાની પોતાની શમતા જોવા માટે આયર્લેન્ડ ને પ્રથમ બેટિંગ આપી રમત ની એક આદર્શ શરુઆત કરી. જલ્દીથીજ આયર્લેન્ડની ૨ વિકેટ લઇ ને ઝહિરખાને તેમને દબાવ માં લાવી દીધા , તો યુસુફે તેમાં કેપ્ટન નો કેચ છોડી એક સારું જીવત દાન આપ્યું. જેનો પુરતો ફાયદો ઉઠાવતા કેપ્ટને ૭૫ રન નો શાનદાર સ્કોર નોંધાવી ,આયર્લેન્ડને એક સન્માનજનક ને ફાઈટ આપી શકાય તેવા સ્કોર ઉપર લઇ જવામાં સફળતા મળી. તેમાં તનો સાથ આપ્યો ગઈ મેચ ના સુપર હીરો ઓબેરીનના નાના ભાઈએ. તે બંને ની રમતે  આયર્લેન્ડને રમત માં પાછુ લાવી મુકયું ને આયર્લેન્ડમાટે સરસ મંચ તૈયાર કરી આપ્યું પણ ઓબેરીન ના આઉટ રન આઉટ થતાજ ગેમ માં પલટો આવ્યો. ભારત ફરીથી મેચ માં પોતાની પકડ મેળવવાની શરુઆત કરી દીધી. બાકી બંને લોકોની રમત જોવાની મજા આવી બંને બેટ્સમેનોએ ભારતીય બોલરો ઉપર પ્રભુત્વ જમવાની શરુઆત કરી દીધી હતી. ખાસ કરી ને ચાવલાને સરસ ફટકાર્યો. જેની રમત જોવા માટે ખુબ ઉત્સુકતા હતીતે કેવિન ઓબેરીન ખુબ સસ્તા ને દુર્ભાગ્ય પૂર્ણ રીતે આઉટ થઇ ગયો, દરેક ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયા હશે. બાકીના કોઈ ખિલાડી ખાસ રમી ના શક્યું, દરેક જણ યુવરાજ ની બોલિંગ રમવામાં થાપ ખાઈ ગયા, યુવરાજે બોલિંગ માં સરસ પ્રદર્શન કરતા ૫ વિકેટ લઇ લીધી. ઝહિર, મુનાફ ને પઠાણ ની બોલિંગ પણ સરસ રહી. ચાવલા ફરી એક વખત ખરાબ પ્રદર્શન કરીને પોતાને  ટીમ  , સીલેક્તારો ને દર્શકો ને નિરાશ કર્યા. હવે પછીની ગેમમાં તેને સ્થાન મળવું મુશ્કેલ લાગે છે. યુવરાજ, પઠાણ જેવા પાર્ટ ટાઈમ બોલરો આટલા અસરકારક થઇ  શકતા હોય તો ચાવલા જેવા ફૂલ ટાઈમ લેગી પાસેથી લોકોની મોટી અપેક્ષા ખોટી નથી. ખેર, બોલિંગ શિવાય પણ ભારતીય ટીમની ફિલ્ડીંગ એક સામાન્ય કક્ષા ની રહી. યુવરાજ ના જોરદાર બોલિંગ ને લીધે ભારતીય ટીમ આયર્લેન્ડને ૨૦૭ રન શુધી સીમિત રાખી શક્યું.

ભારતીય બેટિંગ ની શરુઆત પણ કોઈ ખાસ ના રહી. જલ્દીજ સહેવાગ ને ગંભીર ની વિકેટ ગુમાવી દેતા ભારતીય ટીમ દબાણ હેઠળ જરૂર આવી ગયી પણ સચિન ને કોહલીએ રમત સાંભળી લેતા ફરી એક વાર ગેમ ભારતના પક્ષ માં આવી ગયી પણ જલ્દીજ તેઓની વિકેટ પડતા ફરી એક વાર આયર્લેન્ડની પકડ મજબુત બની. પણ યુવરાજ ને ધોની ની સાવધાન ભરી રમતે ભારતને બઢત અપાવી. છેલ્લે યુસુફ ની સ્ફોટક બેટિંગ મેચનું પરિણામ નક્કી કરી નાખ્યું. કાલે દિવસ યુવરાજ નો હોય ૫ વિકેટ સાથે ૫૦ રન કરવાની અનોખી સીધી પણ મેળવી લીધી, વળી તેના ફોર્મમાં આવાના અણસાર પણ બતાવ્યા જે ટીમ ઇન્ડિયા માટે એક સુખદ સમાચાર છે. આયર્લેન્ડની ફિલ્ડીંગ લાજવાબ રહી એક એક રણ માટે ભારતીય ટીમ નો પરસેવો પાડવામાં સફળ રહી, વળી આટલા નાના સ્કોર માટે પણ ટીમ ઇન્ડિયા ને છેવટ સુધી રમત માં રાખી તે પણ તેમની જમા બાજુ રહી. તેઓ ના પણ રાન્કીન, જોહ્ન્સ્તોન,ડોક્રેલ વગેરેની બોલિંગ સરસ રહી. પોતના ઓછા અનુભવ સાથે પણ ટીમ ઇન્ડિયા ને જોરદાર ટક્કર આપવામાં આયર્લેન્ડ સફળ રહ્યું તે માટે તમને ખુબ ખુબ ધન્યવાદ તેમજે તેમની આગળ ની મેચો માં પણ આવોજ સારો દેખાવ કરે તેમાટે “ઓલ ધ બેસ્ટ” !

કાલે ભારત-આયર્લેન્ડ સાથે સાઉથ આફ્રિકા-ઇંગ્લેન્ડ ની મેચ હોય તેઓ નો મુકાબલો પણ રોચક રહ્યો ખાસ કરીને ઇંગ્લેન્ડ ની છેલ્લી કેટલીક ઓવરો. સાઉથ આફ્રિકા નો મહત્વનીને પ્રભુત્વ વાળી મેચમાંજ હારી જવાની પરમ્પરા ચાલુ રહી. ઇંગ્લેન્ડની ટીમ ના વખાણ કરવાજ પડે આયર્લેન્ડ જેવી નાની ટીમ થી ધોબી પછાડ ખાઈને, લોકોની આટલી ટીકા પાત્ર બન્યા બાદ પણ શાનદાર વાપસી કરી ને ઓછા સ્કોર વાળી મેચ જીતી બતાવી. બ્રાવો ઇંગ્લેન્ડ !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s