વિશ્વકપ વિશેષ: ભારત-ઇંગ્લેન્ડ મેચની તડાફડી !

 

સચિન તેની લાક્ષણિક અદામાં (ફોટો શ્રોત-ગુગલ ઈમેજીસમાં થી)

વાહ શું મેચ હતી, ક્રિકેટ રસિકો માટે હજી પણ મેચની આફ્ટર ઈફેકટ માંથી બહાર આવું મુશ્કેલ છે !! વર્લ્ડકપ માટેની ઉતેજના ને જોશને ચરમ સીમા સુધી લઇ જનારી મેચ. લોકોના દિલ ને દિમાગ ઉપર ઊંડી છાપ છોડી જનારી મેચ રહી, આવનાર વર્ષો સુધી આ મેચ લોકો યાદ રાખશે તે નક્કી ! આ મેચનો જોરદાર મુકાબલો રેહશે એટલીતો બંને ટીમનો નજીકના ભૂતકાળનો દેખાવ જોતા ખાતરી હતી, પણ આટલા હદ સુધીની મેચ ચિલીંગ-થ્રીલીંગ રેહશેતે નોહ્તું ધાર્યું.

મેચ ની શરુઆત માહીએ ટોસ જીતી ને બેટિંગ ની પસંદગીથી કરી જે  વર્ષાદ આવાની સંભાવના જોતા યોગ્યજ હતી. મેચ ની શરુઆત થીજ લાગતું હતું કે સચિન આવખતે જરૂર મોટો સ્કોર નોંધાવીને અગલી મેચ નું પોતાનું ખાતું સરભર કરી દેશે ને થયું પણ એવુજ. વીરુ પાસે અપેક્ષા હતી કે ગઈ મેચ માં દાખવેલી પોતાની રમત જેવીજ આ વખતે પણ રમત દાખવશે ને ફરી એક મોટો સ્કોર નોધાવશે. પણ આશ્ચર્ય વચ્ચે પોતાની ગઈ મેચ ની રણનીતિ માં ૧૮૦ નો ટર્ન લાવીને ફરી પાછુ તેજ બ્રુટલ આક્રમણ ઉપર આવી ગયો હોય તેવું લાગ્યું.  જે રીતે પહેલીજ ઓવરમાં તેને જીવતદાન મળ્યું તે જોઈ લાગ્યુએ કે ૩૦/૪૦ રન ઉપર જવું મુશ્કેલ પડશે, પોતાને મળેલા જીવતદાન નો પુરતો લાભ લીધા વગર જલ્દીજ વીરુએ પાછા જવું પડ્યું. ગંભીરએ આવીને સરસ શરૂઆત કરી, તેણે ને સચિનને બાજી સંભાળતા ભારત માટે એક મોટો સ્કોર કરવાની સરસ તક ઉભી કરી. ગૌતમ ફરી એકવાર પાછલી મેચ ની જેમજ  નફિકર ને વધુ પડતી રાહત સાથે શોટ રમતા પોતાની વિકેટ ખોઈ.  યુવરાજે પણ સચિન ને સરસ સાથ આપતા એક અર્ધી સદી નોધાવી પણ હજી પણ તે ફોર્મ ને પોતાની રીધમ માં નથી લાગતો જે રીતે તેને સ્પીન બોલિંગ રમવામાં તકલીફ પડી રહી હતી તે જોતા અગલી મેચ માં તેના સ્થાને સુરેશ ને રમવાની તક મળી શકે છે. બાકી બધા બેટ્સમેનો એ પોતાને ભાગે આવેલી ઓવરને પુરતો ઉપયોગ કરી પોતાની શ્રેષ્ઠ રમત માટે કોશિશ કરી પણ કઈ ખાસ કોઈ રમી ના શક્યું. ભારત તરફથી બેટિંગ માં મુખ્ય ફાળો સચિન નો રહ્યો, ને એક અદ્ભુત રમત જોવાનો લહ્વાઓ મળ્યો. જે રીતે તેમણે પોતાની ઇનિંગ બીલ્ડપ કરી ને  એક ફલોલેસ ઇનિંગ બતાવી છે તે જોઈએને ફક્ત ‘આફરીન’ ‘આફરીન’ જ એક અદના ક્રિકેટ  ચાહક તરીકે કેહવું પડે. ઇંગ્લેન્ડ તરફથી બોલિંગ માં બ્રેસ્ન્નાન શિવાય કોઈનું પણ કઈ ખાસ પ્રદાન ના રહ્યું, સ્વાન ને ભારતીય બેટ્સમેનો ના મુકાબલામાં ભારતીય બેટ્સમેનોનો હાથ ઉપર રહ્યો, પણ તેની બોલિંગ ભારતીય સ્પિનર ચાવલા કરતા વધુ પ્રભાવશાળી લાગી.

એન્દ્રયું તેની લાક્ષણિક અદામાં (ફોટો શ્રોત-ગુગલ ઈમેજીસમાં થી)

એન્દ્રયું જે રીતે પોતાની કારકિર્દી ના ફોર્મ માં છે તે જોતા આશા હતીજ કે ભારત સામે તે જરૂર ચાલશે ને મોટો સ્કોર નોધાવશે, ને તેવુજ થયું પણ ખરું. પીટરસનને પણ સરસ શરૂઆત કરી પણ ખુબ સોફ્ટ દીસ્મિસલ સાથે આઉટ થઇને પાછા ફરવું પડ્યું. ભારત ના તોતિંગ સ્કોર સામે  ઇંગ્લેન્ડે પણ પોતાની તોફાની રમત ની શરુઆત કરી. ભારતીય બોલરો ની સારી ધુલય કરી, જેમાં ભારતીય નબળી ફિલ્ડીંગનો પણ થોડે અંશે ફાળો જરૂર છે. પીટરસન બાદ બેલ ની રમત પણ કાબિલેતારીફ રહી તેની અને એન્દ્રયુંની ભાગીદારીએ ઇંગ્લેન્ડ ની જીત માટે મજબુત પાયો નાખી દીધો હતો પણ ઝહિર ના એક અદ્ભુત બોલ પર પોતાની વિકેટ ગુમાવી સાથે ઇંગ્લેન્ડ નું પણ પતન  શરુ થઇ ગયું.  એન્દ્રયું , પીટરસન ને બેલ શિવાય કોઈ ખાસ બેટ્સમેનો ના ચાલ્યા પણ પુછડીયા બેટ્સમેનો ને ભારતની જીત ની આશા પર પાણી ફેર્વીદીધું, અદ્ભુત રમત બતાવી તેમણે. ભારતીય બોલિંગ માં ઝહિર, ભજ્જી ને શરૂઆત ની મુનાફ ને ચાવલા ની ઓવર શિવાય કોઈ ખાસ નોંધ પાત્ર ના રહ્યું. સેહવાગ પાસેથી બોલિંગ કેમ નથી કરવામાં આવતી તે એક અહોમ આશ્ચર્ય છે, ભારતના બધા પાર્ટ ટાઈમ બોલરો માં તે શ્રેષ્ઠ ને સરસ ઓફસ્પિનર છે, જો તે ૩/૪ બોલિંગ નો એક સ્પેલ પણ નાખે છે તો રમત ના પરિણામ માં ફર્ક પડી શકે છે. ફરી એક વાર માહી ની ફિલ્ડીંગ ગોઠવાની રણનીતિ પ્રશન ઉભા કરે છે, ખાસ કરી ને સ્પીન બોલિંગ વખતે. ખેર, ઇંગ્લેન્ડ ને તેમની રમત માટે ખુબ ખુબ અભિનંદન, એક વિજેતા ને છાજે તેવું રમત નું પ્રદર્શન. મેચનો માનસિક લાભ ઇંગ્લેન્ડને નામે રહશે !

મેચ ભલે ટાઇ રહી હોઈ પણ મેચ માં સચિન ને એન્દ્રયું ની રમત હરેક ક્રિકેટ રસિક ને જલસા કરાવીદે તેવી ને વર્ષો સુધી યાદ રહે તેવી રહી. બંનેની ઇનિંગે ક્રિકેટ ના મોટા ભાગ ના શોટ્સ ને કોઈ પણ જાતના રિસ્ક લીધા વગરની અદ્ભુત સ્ટ્રોક પ્લેયિંગ રમત નું ઉધાહ્ર્ણ બતાવ્યું છે. બંને પાસે થી આગળ પણ આવી રમત જોવા મળે તેવી આશા સહ ને બંને ટીમો ને તમેની આગળ ની મેચ માટે “ઓલ ધ બેસ્ટ” !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s