વર્લ્ડકપ વિશેષ: ભારત-બાંગલાદેશ મેચ નું ઇધર-ઉધર !

વીરુ ને વિરાટ (ફોટો શ્રોત -ગુગલ ઈમેજીસમાંથી)

અત્યારથીજ રવિવારે રમાવાની ભારત-ઇંગ્લેન્ડ મેચ માટે માહોલ જમવા માંડ્યો છે, બેવ ટીમોએ પ્રમાણમાં નબળી કહેવાતી ટીમો નો મજબુત પ્રતિકારનો સારો અનુભવ લઇ લીધો છે, ભારતની જોકે ઇંગ્લેન્ડ કરતા થોડી વધુ સારી સ્થિતિ રહી ! નજીકના ભૂતકાળ માં બંને ટીમો એ જોરદાર પ્રદર્શન કર્યું હોય બંને ટીમો વચ્ચે ખરાખરી નો મુકાબલો આવનારી મેચ માં જોવા મળશે તે નક્કી , ખેર આ મેચ માટે વધુ વાતો ફરી કયારે !

અત્યારે તો ભારત-બાંગ્લા દેશ મેચનું  સરવયુ માંડી લઇયે. હમેશા ની જેમ માહીએ ટોસ હારી ને મેચ જીતવાથી સારી શરુઆત કરી. સકીબે પણ ભારતને પહેલા બેટિંગ આપવામાં ઝાકળ નો મહત્વ નો મુદ્દો ગણતરી માં લીધો પણ તે સાથે પોતાની ટીમ નો બીજા દાવ માં શક્ય મોટા સ્કોર ને પહોચી વળવાની શમતા માટે નો આત્માવિશ્વાસ બતાવી દીધો, ને પોતાનો વિશ્વાસ ને નીર્ણય કેટલી હદે સાચો હતો તેપણ બતાવી આપ્યું.

જેવી આશા રાખી હતી તેવીજ ભારતની બેટિંગ ની શરુઆત રહી, સચિનની રન લેવા માં થાપ ખાઈ જવાથી એક મોટા જુમલા કરવાથી વંચિત રહ્યા તો તેની કમી વીરુ એ પૂરી કરી, વળી દિવસ પણ તેનો હોય ભારત-બાંગલાદેશ વચ્ચેનો મોટો તફાવત તેની રમતજ રહી. ખુબ સંભાળ ને સમજદારી પૂર્વકની  તેની રમતે એક  આદર્શ ‘થીંકીંગ રમત’ નું ઉદાહારણ  બતાવ્યું. વીરુ પણ પોતાની આ પ્રકાર ની રમત જોઈ ને વિચાર માં પડ્યો હશે કે  બ્રુટલ આક્રમણ સાથે થોડી સમજદારી ને ગેમ પ્લાન સાથે રમત કેટલો મોટો ફરક પાડી શકે છે. આશા રાખીએ કે તેની હવે પછીની રમત પણ આવીજ  હોય ને જો તેઆવીજ રીતે રમતો રહ્યો તો ટેસ્ટ સાથે એક દિવસીય મેચો માં પણ તે જલ્દીજ દિગ્ગજ ક્રિકેટરોની હરોળ નું ટોચનું સ્થાન લઇ લેશે સાથે  સચિન નો ૨૦૦ રન રેકોર્ડ અંકે કયારે પોતાને નામ કરે છે તેનો ફક્ત સમયજ નક્કી કરવાનો  બાકી રહશે ! ગંભીર પણ એક મોટા સ્કોર કરવાની તક ચુક્યો. કોહલી અત્યારે પોતાના શ્રેષ્ઠ ફોર્મ માં રમતો હોય ને તેનો ભરપુર ફાયદો ઉઠાવતા શાનદાર શતક પોતાને  નામ કરી દીધી. જો વીરુ પોતની ઈજાને લીધે, તેમજ વિરાટ જો થોડો છેલ્લી ઓવારો દરમ્યાન ધીમા ના રહ્યા હોત તો  ભારત માટે ૪૦૦ રન ના લક્ષ્યાંક ને પોહ્ચવું મુશ્કલે નોહ્તું ! વિરાટ ને વીરુની બેટીંગે બાંગ્લાદેશ ના બોલરોની સારી ધુલાઇ કરી તેમને એક ક્લબ કક્ષાના બોલરો બનાવી દીધા, એક બે સ્પિનરો સિવાય કોઈ ખાસ દેખાવ ના કરી શક્યું.

ભારતીય બેટિંગ ના જવાબ માં બાંગ્લાદેશ  પુરા આત્મા વિશ્વાસ થી રમતની તોફાની શરૂઆત કરી ને ભારતીય બોલરો ના સારા જુડ્યા તેમાય ખાસ કરીને શ્રીને, તેને પોતાની ઓવર માં કેટલાક અદ્ભુત વિકેટ ટેકિંગ બોલ નાખ્યા પણ તેનું નસીબ બે ડગલાં આગળ રહ્યું, ને  સરવાળે પોતાનો વિશ્વાસ ગુમાવી દેતા ખુબ સામાન્ય કક્ષા ની બોલિંગ કરી. આશા રાખ્યે હવે પછી જો તેને રમવાનો મોકો મળે તો પોતાનું ઉત્કૃથ પ્રદર્શન ને લડ્યક મિજાજનો પોતાની રમત દ્વારા પરિચય આપે ! મુનાફ ફરી એકવાર સરસ પ્રદર્શન તો ભારતીય સ્પિનરો એપણ સારું પ્રદર્શન કર્યું ! બાંગ્લાદેશ ને બેટ્સમેનો માં તમીન ને સીકીબે સરસ બેટિંગ કરી ને જો આવીજ રીતે રમત રહ્ય તો દરેક દેશ ને ચુસ્ત હરીફાઈ પાડશે તે નક્કી . કોઈપણ દેશે તેમને હળવાશથી લેવાની ભૂલના કરવી જોઈએ.

ખેર ભારત પોતાની ઉત્કૃથ બેટિંગથી મેચ તો જીતી ગયું પણ હજી બોલિંગ ને ધોની એ કહ્યું તેમ ફિલ્ડીંગમાં પણ સુધારાને ખાસો અવકાશ છે. આવતા રવિવાર ની મેચ માટે અત્યારથી એક પ્રકારની ઉત્કંઠા જાગી રહી છે કે આવખતે ટોપ ઓર્દેર માં કોણ જલકશે? શું ભારતીય બેટ્સમેનો ઇંગ્લેન્ડ ના ખુબ ગાજેલા સ્પિનર સ્વાન નો મુકબલો કરી શકશે ? પીટરસન ને અન્દ્રયું ને દેખાવ જહીર ને ભજ્જી સામે કેવો રેહશે ? બંને ટીમ ને પોતાની શ્રેષ્ઠ રમત બતાવા માટે ઓલ ધ બેસ્ટ !!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s