ટેકનોલોજી રીવ્યુ: કોગ્નીટીવ રેડીઓ-૧

અમ તો આજ કાલ ભારત માં 2G સ્કેમને લીધે  ફ્રિકવન્સી સ્પેક્ટ્રમ શબ્દ લોકોની નઝર ને રોજબરોજ ના ઉપયોગ માં આવી ગયો છે. ભલે ખોટી રીતે પણ આ ગોટાળાને  કારણે ભારતના આમ (નોન-ટેકનીકલ) લોકોમાં પણ  ફ્રિકવન્સી સ્પેક્ટ્રમનું મહત્વ ને ઉપયોગીતા વિષે ઠીક ઠીક માહિતી આવી છે. આ શ્રેણી માં આપડે આ ફ્રિકવન્સી સ્પેક્ટ્રમ વિષે ની થોડી વધુ માહિતી તેમજ  તેનો મહતમ ઉપયોગ કરી શકે તેવી મહત્વની ટેકનોલોજી એટલે કોગ્નીટીવ રેડીઓ વિષે ચર્ચા કરશું.

 

ફ્રિકવન્સી સ્પેક્ટ્રમ નો ફલક(ફોટો શ્રોત-વીકીપીડિયા માંથી)

આમ તો ફ્રિકવન્સી સ્પેક્ટ્રમ નો ફલક સારો એવો મોટો છે, ને જુદા જુદા બેન્ડમાં તેમને વિભાજીત કરીને જુદા જુદા પ્રકાર ના ઉપયોગ માટે તેમનો ઉપયોગ થાય છે, ઉદાહરણ તરીકે, એમ , એફેમ રેડીઓ ચેનલો, ટીવી માટેની ચેનલો, સેટેલાઈટ ચેનલો, મોબાઈલ ફોન વગેરે. આ બધા ફ્રિકવન્સી બેન્ડ લાઇસન્સ બેન્ડ તરીકે પણ જાણીતા છે, કે જેને જેતે દેશની સરકાર યોગ્ય ચુકવણી પછી કેટલાક વર્ષ કે પછી યોગ્ય શર્ત પ્રમાણે વાપરવા આપે છે, આમ ફી ચુકવણી પછી જેતે ફ્રિકવન્સી બેન્ડ ના પ્રાયમરી યુઝર બંને છે. ને કરાર મુજબ જેતે સમય માટે તેમનો તેના ઉપર પ્રસારણ કરવાનો અધિકાર રહે છે. આ ફ્રિકવન્સી ફલક માંથી કેટકીલ ફ્રિકવન્સી આમ જનતા માટે પણ છે જેને  ફ્રિ કે અન-લાઈસન્સ બેન્ડ પણ કહેવાય છે. આપણી રોજ બરોજ ના ઉપયોગ માં આવતા કેટલાય વાયર લેસ ઉપકરણો આ ‘અન-લાઈસન્સ બેન્ડ’ માં કામ કરતા હોય છે.

દિવસે દિવસે જે રીતે આપડી ડેટા ને માહિતી માટે ની માંગ વધતી જાય છે, જેને પૂરી કરવા વધારે ને વધારે બેન્ડ વીડથ ની જરૂર છે તે જોઈ ને જલ્દીજ ફ્રિકવન્સી સ્પેક્ટ્રમ નો ફલક પણ ઓછો પડશે. જો ભવિષ્યમાં આવી કોઈ પરિસ્થિતિ નો સામનો ના કરવો પડે તેમાટે ના ઘણા સંશોધનો થઇ રહ્યા છે ને થયા છે . આમાંથી જુના સંશોધનો ને કેટલાય સંશોધનો મુખ્ય ની નીચેની બાબતો ને ધ્યાન માં કે તેની આસપાસ રાખીને કરવામાં આવે છે.

૧. જુદી જુદી રીતો થી  ફ્રિકવન્સીનું મોદુલેસ્ન કરવું
૨. ફાસ્ટ માં ફાસ્ટ સેમી ક્નદકતર બનાવવા જે જડપી સ્વીત્ચિંગ ને ઝડપી પ્રસારણ કરી શકે
૩. મહતમ ફિકવન્સી નો રી-યુઝ ને મેનેજમેંન્ટ કરવું

આમ આબધા સંસોધન માં બેન્ડ નો કેમ મહતમ ઉપયોગ કરી શકાય તેની ઉપરજ કેદ્રિત થયેલા છે, પણ ફક્ત જેતે દેદીકેત ફ્રિકવન્સી બેન્ડેનેજ ધ્યાન માં લેવા માં આવે છે પણ જો સમગ્ર ફ્રિકવન્સી સ્પેક્ટ્રમ ને ધ્યાન માં લેવા માં આવેને તેરીતે જો તેને રી-યુઝ કરવા માં આવે તો આપડે ફ્રિકવન્સી ફલક નો મહતમ ઉપયોગ કરી શક્યએ. આ વાતને  થોડી વધુ સરળ રીતે ને  ઉદાહરણ દ્વારા તેમજ વધુ કેટલીક વાતો આવતા ભાગમાં જોઈએ !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s