ભારત-દક્ષીણ આફ્રિકા એકદિવસીય ક્રિકેટ શ્રેણી-ભારતીય ક્રિકેટ ટીમનું જમા/ઉધાર !

 

યુસફ પોતની લાક્ષણિક અદામાં (ફોટો શ્રોત-ગુગલ ઈમેજીસ માંથી)

આખરે વર્લ્ડકપ પહેલા ની લીટમસ ટેસ્ટ જેવી ભારત-દક્ષીણ આફ્રિકા એકદિવસીય ક્રિકેટ શ્રેણી પૂર્ણ થઇ. દક્ષીણ-આફ્રિકા ને શ્રેણી વિજય માટે અભિનદન. આમ તો બેવ ટીમ નો મુકાબલો નેક ટુ નેક રહ્યો, ખેર પણ એક ટીમ તરીકે તેમની ઓવરઓલ ગેમ સરસ રહી હોય તેઓ વિજેતા બનવાને ખરા હકદાર થયા ! બન્ને ટીમો ને વર્લ્ડકપ જેવી મહત્વની શ્રેણી ની શરુઆત કરતા પહેલા પોતાના જમા ઉધાર પાસાઓ જોવાની સારી તક સાપડી છે. દક્ષીણ આફ્રિકાએ પોતાની મિડલ ઓર્ડર બેટિંગ, સ્પીન બોલિંગ,  જરૂર ને તાકીદ ની પરિસ્થિતિમાં મેચ પર પકડ ગુમાવી દેવાની મનોસ્થિતિ માટે જોવું રહ્યું, ખાસ કરીને જયારે તેઓએ ભારતીય ઉપખંડ ની પીચો ઉપર રમવાનું આવશે ત્યારે તેમની ફાસ્ટ બોલિંગ ને સ્પીન બોલિંગ નું પ્રદર્શન એશિયાઈ દેશો સામે કેવું રહેશે તે કલ્પી શકાય તેમ છે.

તો સામે પક્ષે ભારતીય ટીમે પણ ઘણી બાબતો વિષે વિચારવું રહ્યું , અત્યારે તો ભારતીય ટીમ ને ખરાબ પ્રદર્શન કરતા પણ  ફીટનેસ/ઈજા નો મુદ્દો વધારે નડી રહ્યો છે. આશા છે આવો કોઈ પ્રોબ્લેમ વર્લ્ડકપ વખતે ભારતીય ટીમ ને સહન ના કરવો પડે. બીજો સૌથી મોટોને મહત્વ નો મુદ્દો એ મિડલ ઓર્ડર બેટ્સમેનોની નિષ્ફળતા છે, રોહિતે ફરી એક વાર સાબિત કરી આપ્યું કે પસંદગીકારો એ તેની પસંદગી ના કરી સારું પગલું ભર્યું છે. યુવરાજ હજી પણ પોતાની રીધમ કે ફોર્મ માં નથી લાગતો પણ જે રીતે એક સરસ ૫૦ રનની ઇનિંગ ને ફિલ્ડીંગ કરી છે તે જોઈ તેના ફોર્મમાં  પાછા આવાના અણસાર દેખાય રહ્ય છે. સુરેશ પોતાની રમત માટે ગંભીર રીતે વિચાર કરવો રહ્યો, તેના સદનસીબે વર્લ્ડકપ ભારતીય ઉપખંડ માં હોય તેને પોતાની પૂરી ખાસિયતો પ્રમાણે રમવાના ફાયદો મળી શકે છે, પણ હાલ માં તો તેનું પ્રદર્શન બેટિંગ માં ખુબ નીરાસાંજનક રહ્યું . માહી માટે પણ આવુજ કઈ કહી શકાય છે, તેના બેટે હવે બોલવાનો વખત આવી ગયો છે. ખુબ ખરાબ બેટિંગ પ્રદર્શન.

તો હવે કેટલીક ભારતીય ટીમ ની જમા બાજુઓ. કોહલી ની સાતત્ય સભર રમત ભારતીય ટીમ નો એક પોઝીટીવ પોઈન્ટ રહ્યો છે, વર્લ્ડકપ ની ફાઈનલ ૧૧ માટે તેનો નંબર લાગવો રહ્યો. પાર્થિવ પટેલ આમતો વર્લ્ડકપ માટે પસંદ નથી પામ્યો પણ તેની બેટિંગ જોઈ ને સુખદ આશ્ચર્ય થયું ! IPL તેમજ તેના ઘરેલું મેચોમાં દેખાવથી તેની બેટિંગનો  સુધારો જોયો ને વાંચ્યો હતો પણ શોર્ટ બોલ ને રમવાની રીત ને આટલી સારી ફાસ્ટબોલિંગ સામેની રમત તેની સુધરેલી બેટિંગ નો નક્કર પુરાવો આપી દિધો છે, આશા છે તેનું કીપિંગ પણ એટલુજ સારું બન્યું હોય , પાર્થિવ ને ભારતીય ટીમ માં જલ્દીજ પાછી તક મળે તો નવાઈ નહિ લાગે. યુસુફ પોતાના માં રહેલી શમતા નો પૂરે પૂરો ઉપયોગ કરી ને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તેના હાલ ના ફોર્મ પ્રમાણે તે ભારતીય ટીમ નો વર્લ્ડકપમાં એક મજબુત આધાર બનશે તેમાં શંકા નથી. તેના આ દેખાવ પછી કેહવું પડશે કે તે શોર્ટ બોલ પણ સામી છાતીએ રમી શકે છે. બોલ ને પોતની બોડી ઉપર લઇ ને રમવા વાળા ખુબ ઓછા નીડર ખિલાડીઓ જોયા છે, યુસુફ ના નામનો તેમાં ઉમેરો થયો, બ્રાવો …યુસુફ. યુસુફ ની તોફાની બેટિંગ નું એક કારણ તેના જલ્દી ગેમ માં રમવા આવાનું પણ છે કે જયારે પૂરી રીતે સેટ થઇજયને તે સ્પીન , સ્લો બોલિંગ પર ખતરનાક આક્રમણ લઇ જાય છે. તેની દરેક ઇનિંગ માં જોઈએ તેની રમતનો શ્રેષ્ઠ સમય ગાળો ૨૦ થી ૪૫ ઓવર  વચ્ચે નો રહ્યો છે કે જયારે તે પોતાની રમત ને પુરતો ન્યાય આપી શક્યો છે, પહેલા દરેક વખતે તેને  આખરી ઓવરમાં રમવાનું આવતું હોય પોતની પુરતી શમતાથી રમી નહોતો શકતો પણ આવખતે ટોપ ને મિડલ ઓર્દેર ની નિષ્ફળતા એ તેને જે જલ્દી રમત માં લાવી દીધો તેનું સારું પરિણામ સામે છે, આશા છે કે માહી યુસફ ને તની આ શમતા જોઈ ને વર્લ્ડ કપ માં થોડા ઉપર ના ક્રમે રમવા મોકલે. સૌથી મોટું આશ્ચર્ય તો પૂછદિયા બેટ્સ મેનો ની લડત રહી તેમની જન્ઝ્વાતી લડાઈ જોઈ ને તમેની વર્લ્ડકપ માટે ની માનસિક તૈય્યારી દેખાય આવે છે, ખાસ કરી ને ઝહિર ને ભજ્જી ની છેલ્લી ઘડી સુધી લડી લેવાની રમત ની નોંધ લેવી પડે !

બેટ્સમેનો સિવાય મુનાફ ની બોલિંગ પણ સારી રહી, નેહરા થોડો પાછલ રહ્યો પણ વર્લ્ડ કપ પહેલા પૂરતા રીધમ માં આવશે તેવું લાગી રહ્યું છે. તો યુવા ખિલાડીઓ ને લીધે ભારતીય ફિલ્ડીંગ નું સ્તર જે રીતે સુધર્યું છે તે જોઈ ને તો દક્ષીણ આફ્રિકા પણ આશ્ચર્ય પામ્યું હશે , આવખતે સારા એવા રન આઉટ  તેનો બોલતો પુરાવો છે.

આમ ભલે ભારત આ શ્રેણી હારી ગયું પણ ઘણા બધા પાસા ભારતના ખાતામાં જમા  રહ્યા છે, વર્લ્ડકપ માટે ભારતીય ટીમનું ફેવરેટ હોવામાં શંકાને સ્થાન નથી !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s