ટેકનોલોજી રીવ્યુ: RFID-૩

RFID ટેકનોલોજીનો વ્યાપ અને ઉપયોગ સમજવા માટે કેટલાક સીનારીઓ જોઈએ. પ્રથમ RFID ટેકનોલોજી સમજાવવા માટે ઉપયોગ માં લેવાતું ને ખુબ જાણીતું મોલનું ઉદાહરણ જોઈએ.

૧.મોલ-શોપિંગ: સમજોકે સુપરમાર્કેટ માં દરેક વસ્તુ ઉપર RFID ટેગ લાગેલા છે ને આપડી જોઈતી વસ્તુ બધી કાર્ટમાં જમા કરી લીધા બાદ ફક્ત RFID રીડર લાગેલા ગેટમાંથી પસાર કરવાની જરૂર છે. જેવા તેમાંથી પસાર થઇ ગયાકે લીધેલી દરેક વસ્તુની નોધણી ને બીલ તૈયાર થઇ જાય છે. જેસીધા ક્રેડીટ કાર્ડ કે કાંઉનટર ઉપર ચૂકવી બહાર નીકળી શકાય છે. આમ લીધેલા માલસામાન ની યાદી ને બીલ બનાવા માટે લાંબી લાઈન લગાડવાની જરૂર નથી. ખુબ ઓછા સમયમાં ને કોઈપણ જાતની નોંધણીની ભૂલ વગર જડપથી આપડે ખરીદી પતાવી શક્યએ છીએ. આ સીનારીઓ ટૂંક સમયમાજ અમલમાં આવે તો નવાઈ નહિ. વોલમાર્ટ જેવી ધુરન્ધર કમ્પની કેટલાય સમય થી આ ટેકનોલોજી પ્રેક્ટીકલ વપરાશ માં મૂકી શકાય તેમાટે ભરપુર પ્રયત્નો કરી રહી છે.

૨.રોડ-પાસીંગ/ટોલ સર્વિસ: RFID ટેગ ને એક વાહન ઉપર લગાડી દીધા પછી જયારે પણ ટોલ પર પસાર થવાનું રહે કે રીડર દ્વારા વાહન ની નોંધણી થઇ  જાય ને તે માહિતી ને આધારે પૈસા ની ચુકવણી ઓનલાઈન/ઓફલાઈન થઇ જાય. આમ ટોલ ઉપર ખોટો સમય પણ ના બગડે ને ઝડપથી વાહનવ્યવહાર મેનેજ કરી શકાય. અત્યારે પણ કેટલાય દેશો ને ઘણી જગ્યાએ આ પદ્ધતી ઉપયોગમાં લેવામાં આવે છે પણ હજી  સર્વવ્યાપી ઉપયોગમાં આવવાની બાકી છે.

૩. હવે કેટલાક ભવિષ્ય તરફના ઉપયોગ જોઈએ. સમજો કે આપડે એક મોટી કોઈ કમ્પની માં કામ કરીએ છીએ જેમાં આપડી પર્સનલ વિગત વાળું RFID ટેગ આપવામાં આવે છે, જેથી તમે કમ્પની ના બિલ્ડીંગ માં જયાપણ જાવ છો ત્યાં તમારા ટેગ ને લીધે તમને બધી જગ્યાએ ઓથોરાઈજેસ્ન કરવું પડતું નથી. કોફીમસીન માં લાગેલા રીડર દ્વારા તમારી મનપસંદ સ્વાદ અનુસાર કોફી તૈયાર થઇ જાય છે. કંપની માં હરતા ફરતા , અજાણ્યા પણ તમારી જેવા શોખ, સમાન રસ ધરાવતા વ્યક્તિ ને માળો છો એવીજ તમારા સ્માર્ત ફોન ઉપર એકબીજાની માહિત આવીજાય છે. આમ અત્યારે ચમત્કાર જેવી દેખાતા આવા ઉપયોગ બહુ દુરનું ભવિષ્ય નથી. RFID ટેગ અને યુબીક્વીટસ ટેકનોલોજીની  મદદથી જલ્દીજ શક્ય બનશે.

આમ RFID ટેગ એક સામાન્ય વસ્તુની ખરીદીથી લઇ ને પર્સનલ માહિતી ના ઉપયોગ આધારિત એપ્લીકેશન માટે આટલી સરળ ને ઉપયોગી ટેકનોલોજી છે તો તેને  પ્ર્કેતીક્લ ઉપયોગમાં લાવતા નડતી ચેલેન્જો  કઈ તે પણ ટૂંક માં જોઈ લઈએ.

૧.  RFID ટેગ નું સૌથી સસ્તું ઉત્પાદન કેમ કરવું ? , ટેગ ની કીમત એટલી સસ્તી હોવી જરૂરી છે કે થોડા રૂપિયા ની વસ્તુ થી લઇ નજીવી કીમત વાળી વસ્તુ માટે પણ RFID ટેગ નો ઉપયોગ કરી શકાય.

૨. જયારે એકસાથે ઘણા બધા,  જુદી જુદી જાત ને જુદા જુદા કદ વાળા ટેગ્સ  ભેગા થાય ત્યારે તેમને સાથે વાંચી ને ભૂલ વગર નોંધણી કેમ કરવી તે ખરે ખર મોટી ચેલેન્જ છે.

૩.  RFID ટેગ માં પર્સનલ માહિતી નો બધી જગ્યાએથી સુરક્ષિત કેવી રીતે રાખવું, જ્યાં RFID ટેગ સાથે પૈસા ની પણ લેવડ દેવડ થતી હોય ત્યાં સિક્યોરીટી માટે શું કરવું?

૪. જેમ સોફ્ટવેરમાં વાઈરસ વાળા સોફ્ટવરે હોય છે જે સંપુર્ણ સીસ્ટમ નું કામ ખોરવી શકે છે તેવીજ રીતે RFID ટેગ માં વાઈરસ વાળા ટેગ ને કેમ ઓળખવા ને તેમને કેવી રીતે અલગ તારવવા.

૫. RFID ટેગ  જો બધી જગ્યાએ વપરાવા લાગે તો તેને લીધે જે સ્કેલ ઉપર ડેટા ઉત્પન થાય તે ડેટા નો યોગ્ય ઉપયોગ ને ગોઠવણી કેમ કરવી.

૬.નક્કામાંને એક ના એક રીપીટ થતા ડેટા નો નિકાલ કેમ કરવો.

આમ RFID ટેગ ના ઉત્પાદનથી લઇ ને તેના યોગ્ય ને સર્વવ્યાપી ઉપયોગ કરવા ઉપર જણાવેલી કેટલીય મહત્વની અડચણો મહત્વ નો ભાગ ભજવી રહી છે, પણ  જે રીતે આ ટેકનોલોજી  ઉપર હાલ  સંસોધનનો ચાલી રહ્ય છે તે જોતા જલ્દીજ દરેક ચેલેન્જોનો ઉપાય પણ મળી રેહશે તે નક્કી !

આ સાથે RFID ટેકનોલોજીનો રીવ્યુ પણ અહીં સમાપ્ત કરીએ, ફરીવાર નવી કોઈ ટેકનોલોજીની રીવ્યુ શ્રેણી સાથે ફરી મળીશું.

એક્સ્ટ્રા બાઈટ:

RFID ટેકનોલોજી વિષે પ્રાથમિક જાણકારી જણાવતા વિડીઓની યુ-ટ્યુબ લિંક

ભવિષ્ય માં RFID ટેકનોલોજી ના ઉપયોગની માહિતી આપતો એક વિડીઓની યુ-ટ્યુબ લિંક

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s