ટેકનોલોજી રીવ્યુ: RFID -૨

પેસીવ RFID ટેગ (ફોટો શ્રોત -ગૂગલ ઈમેજીસમાંથી)

પેસીવ RFID ટેગના વિવિધ રૂપો (ફોટો શ્રોત -ગૂગલ ઈમેજીસમાંથી)

ગઈકાલ ની પોસ્ટ માં RFID ની પૂરોગામી ટેકનોલોજી  ‘બારકોડ’ વિષે જાણ્યું હવે વાત RFID વિષે. Radio Frequency Identification  એટલે ટૂંકમાં (RFID), બારકોડની ટેકનોલોજી ને     ‘કોન્ટેક્ટ લેસ’ બનાવા તરફ નું પહેલું પગથીયું. આમતો RFID આધારિત સીસ્ટમ નો ઉપયોગ ખુબ મોટા ને વિસ્તારિત પરીપેક્ષ્યમાં થઇ શકે છે, જેમાં થી બારકોડ આધારિત ટેકનોલોજીની અવેજી તરીકેનો પણ મોટો ને રોજબરોજ ની જીંદગીમાં ઉપયોગી થઇ શકે તેવો તેનો ફાયદો છે.

RFID ની બનાવટ માં એક નાની એવી સર્કીટ ને નાના એવો એન્ટેનાનો ભાગ હોય છે. જેમાંથી સર્કીટ માં પ્રોડક્ટ વગેરે ની માહિતીને સંઘ્રહ કરવા ને માંહિતી  પ્રસારણ કરવા માટે એન્ટેના ઉપયોગ માં આવે છે. આ RFID ની આખુબજ સરળ અને મૂળભૂત રચના છે. આ RFID ને ટેગ પણ કેહવાય છે, ને ટેગ ના પ્રકાર ને તેનો શેની માટે ઉપયોગ કરવાનો છે તેના આધારે તેની બનાવટમાં ફર્ક પડી શકે છે.  આમ સંપૂર્ણ RFID સીસ્ટસ્મ ના બે મુખ્ય અંગો છે: ટેગ અને રીડર.

ટેગ મુખ્યત્વે ૨ પ્રકારના છે. ૧ પેસીવ ટેગ કે જેમાં ટેગ માનો ડેટા રીડ કરવા માટે રીડર માંથી વપરાતા રેડીઓ મોજાનો ઉપયોગ ડેટા રીડ ને કોઈ કોઈ એપ્લીકેશન માં ડેટા રાઈટ કરવા પણ ઉપયોગ માં આવે છે, આમ આપ્રકાર ના ટેગ માં ડેટા રીડીંગ માટે રીડર માંથી ફેકતા રેડીઓ મોજાનો ઉપયોગજ ડેટા પ્રસારણ માટે થાય છે. ૨ એક્ટીવ ટેગ , આ પ્રકારના ટેગમાં પોતાનોજ ઉર્જા શ્રોત હોય છે જે પોતાનો ડેટા પોતાની ઉર્જા વાપરીને પ્રસારિત કરી શકે છે. અહીં મુખ્યતવે આપડે પેસીવ ટેગ અંગેજ વાત કરવાની હોય અહીંના વર્ણન માં ટેગ એટલે પેસીવ ટેગજ સમજવું. એક્ટીવ ટેગ પસીવ ટેગ કરતા કીમત મોંઘુ તેમજ તે ખાસ પ્રકારની એપ્લીકેસનો માટે બનાયા હોય તેનો સામાન્ય ઉપયોગ માર્યાદિત છે, તેમ છતાં તે ભવિષ્યની વાયરલેસ સીસ્ટમ નો મહત્વ નો હિસ્સો હોય તે વીશેની ચર્ચા બીજા કોઈલેખ માં એક સ્વતંત્ર વિષય તરીકે કરશું, આ ટેકનોલોજી નું ખુબ જાણીતું નામ એટલે સેન્સર નેટવર્કસ.

ફરી આપડે પાછા RFID ના મુદ્દા ઉપર આવ્યે તો,હવે પેસીવ ટેગ ની કાર્ય પ્રણાલી જોશું. જયારે પણ પેસીવ ટેગ ઉપર રીડર ના રડીઓ વેવ્સ પડેછે ત્યારે  ટેગ માં રહેલા એન્ટેનાને લીધે મેગ્નેટિક ફિલ્ડ પેદા થાયછે, જેના લીધે તેમાં ઉત્પન થયેલી ઉર્જા નો ઉપયોગ સાથે જોડાયેલી સર્કીટમાં રેહેલી માહિતી ના પ્રસારણ માં થાયછે. વળી આવા પેસીવ ટેગમાં કોઈ પણ જાતનો ઉર્જા શ્રોત વપરાતો નથી એટલે તેનું કદ તેમજ ઉત્પાદન પણ ખુબ નજીવી કીમતે થાય છે. ખાસ પ્રકારના મટેરીયલ ની સાહી વાપરીને બારકોડ ની જેમ કોઈ પ્રોડક્ટ ઉપર તેને પ્રિન્ટ કરવું પણ સંભવ છે. ટેગ માટે બનવા માટે ઉપયોગ માં લેવાયેલા મટેરીયલ , તેના કાળ વગેરેને આધારે તેને કેટલા અંતરથી વાંચી સકાય અથવા તેની રેન્જ નક્કી કરી સકાય છે.

આમ પેસીવ ટેગ નો ઉપયોગ, લોજીસ્ટીક માટે, માલસમાન નો તાળો મેળવા તેમજ ટ્રેકિંગ કરવા માટે, સુરક્શા તેમજ ઓટોમેસન વગેરે જેવા હજારો વસ્તુઓમાં/અપ્લીકેસીન માં  ઉપયોગ લઇ શકાય છે. આમ RFID ના લીધે નીચે પ્રમાણેના ફાયદા મળી રહે છે.

૧. ‘કોન્ટેક્ટ લેસ’  પદ્ધતિથી વસ્તુઓની ડેટાબેસ માં નોધણી થવી, જેના લીધે માનવીય ભૂલોનો કોઈ અવકાશ ના રહે.

૨, બે તરફી ડેટાની આપલે થઇ શકે છે ( આ મુદ્દા વિષે વધુ વાત પછી થી)

૩. RFID ને રીડર વચ્ચે કોઈ પણ આડાશ હોય પણ જ્યાં સુધી રડીઓ મોજા પ્રસારિત થઇ શકે ત્યાં સુધી કોઈ વાંધો નથી આવતો.

૪. RFID ટેગ માણસ કે પ્રાણીઓ માં વિવિધ જાતના ઉપયોગ માટે માસપેસી કે ચામડીનીચે પણ મૂકી શકાય છે.

૫. RFID ને સ્માર્ત ફોન કે નેટ વગેરે સાથે પણ ખુબ આસાનીથી સાંકડી સકાય છે ને તેના આધારે વિવિધ ચમત્કાર જેવી વસ્તુઓ કરવી શક્ય બને છે.

જો RFID આટલી ઉપયોગી ને સરળ ટેકનોલોજી છે તો તેને અપનાવામાં વિલંબ કેમ થઇ રહ્યો છે? આ ટેકનોલોજી માટે ની જરૂરી એન્જીન્ય્રીંગ ચેલેન્જો કઈ કઈ છે ? હાલ માં કઈ કઈ  વસ્તુઓ માં આનો કેવો ને કેટલો ઉપયોગ થઇ રહ્યો છે? આ સર્વ સવાલો ની ચર્ચા હવે પછીના હપ્તા માં.

Advertisements

2 responses to “ટેકનોલોજી રીવ્યુ: RFID -૨

    • મલય ભાઈ, આપની મુલાકાત ને સરસ લીંક શેર કરવા માટે આભાર, RFID માટે ની ચેલ્ન્જીસ માં આ મુદ્દા ને પણ આવરી લેવો છે. આ વિષય ઉપર આવીજ રીતે આપ પુરક માહિતી આપતા રેહશો તેવી આશા સહ, ફરી આપનો આભાર !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s