ટેકનોલોજી રીવ્યુ:RFID -૧

 

ટેકનોલોજી રીવ્યુ હેઠળ 3G , ૩.5G , ૪G , સોફ્ટવેર રેડીઓ, કોગનીટીવ રેડીઓ, RFID વગેરે આવનાર 10~15 વર્ષની ખુબ મહત્વને ઉપયોગી વાયરલેસ ટેકનોલોજીનો પરિચય મુકવાનો વિચાર છે. આ શ્રેણીની શરુઆત RFID ના પરિચયથી કરવી છે. પાછલી પોસ્ટમાં જણાવેલા RFID ના પ્રોજેક્ટ માટે કરેલા કેટલાક કેસ સ્ટડી ને બીજા વાચનને આધારે RFID નો પરિચય અહીં સરળ ભાષામાં મુક્યો છે.

બારકોડ (ફોટો શ્રોત -ગુગલ ઈમેજીસ માંથી)

RFID વિષે અવધુ માહિતી મેળવતા પહેલા તેની પૂર્વગામી ટેકનોલોજી “બારકોડ” વિષે ટૂંક માં જાણી લયે, બારકોડ હવે આપદા આમ જીવનનો હિસ્સો થઇ ચુકેલી સરળ ને સફળ ટેકનોલોજી છે. નાના સાબુના પેકેટથી લઇ કુરીઅર,  વિમાનમાં માલસામાન ની હેરાફેરી વગેરે દરેક મોટી વસ્તુને ઓળખવા, પ્રોડક્ટ વિષે ની માહિતી મેળવા બારકોડ નો ઉપયોગ ખુબ સામાન્ય થઇ ગયો છે. લોજીસ્ટીકને બારકોડે ઘણી હદ સુધી સરળ બાનાવી નાખ્યું છે. વળી આ ટેકનોલોજી ખુબ નજીવા ખર્ચે ને સરળતા થી ઉપયોગમાં લાવી શકાય છે. બારકોડ માટે મુખ્ય બે અંગો છે

૧. બારકોડ , જેમાં કાળા ઉભા પટ્ટા-પટ્ટી ને કેટલાક નમ્બર આપ્યા હોય છે. આ બારકોડ ખુબ નજીવી કીમતે કોઈપણ પ્રોડક્ટ ઉપર છાપી શકાય છે. આ બારકોડ માં જે તે પ્રોડક્ટ વિષે જરૂરી મહિતી, જેમકે તે પ્રોડક્ટ બનવાની તારીખ, ક્યાં બની છે, કીમત વગેરે માહિતી મૂકી હોય છે.

૨ મહત્વનો ભાગ એટલે બારકોડ રીડર કે જેમાં લેસર નો શેરડો કે લાઈટ ના ઉપયોગ થી જેતે પ્રોડક્ટ વિષે માહિત વાંચી શકાય છે ને કોમ્પુટર ના ડેટાબેસ માંતેને ઉમેરી શકાય છે. માનવીય ભૂલ માહિત ઉમેરતી વખતે નિવારી શક્ય છે ને ડેટા એન્ટ્રીની સ્પીડ પણ ચોકસાઈ સાથે વધારી શકાય છે. એક વાર કોમ્પુટર માં ડેટા સંઘરી લીધા બાદ જે રીત આપડે તે ડેટાનો ઉપયોગ લેવો હોય તેરીતે લઇ શકયે છીએ. મોટા મોલ માં તેનો ઉપયોગ બીલ બનવા કરી શકયે છીએ તો માલસામાન ની હેરફેર પહેલા  દરેક માલસામાનનો તાળો વગેરે મેળવી શકયે છીએ.

જો બારકોડ આટલું સરસ કામ ને સરળ રીતે ઉપયોગ માં લઇ શકાતું હોય તો બારકોડ કરતા પણ વધુ સરળ ટેકનોલજી જરૂર શામાટે છે? ને તેનાથી પણ આગળની ટેકનોલોજી કઈ ?
આબન્નને સવાલો ના જવાબ બારકોડ ની મર્યાદાઓ વિષે જાણવાથી મહદઅંશે જાણી શકાય છે. બારકોડ ની કેટલીક ખાસ મર્યાદાઓ નીચે પ્રમાણે છે.

૧. બારકોડ ને વાંચવા માટે હમેશા બારકોડ જેજગ્યાએ છપાયો હોય ત્યાં ખુબ નજીક કે તેને અડાડીને બારકોડ રીડર દ્વારા જાણી શકાય છે. આમ બારકોડ એકપ્રકારે ‘કોન્ટેક્ટ’ પ્રકારની ટેકનોલોજી છે જેમાં બારકોડ ને તેના રીડર નો કોન્ટેક્ટ થયા બાદજ જરૂરી માહિતી વાંચી શકાય છે. આ ‘કોન્ટેક્ટ’ વાળું પાસું ખુબ મહત્વ ધરવે છે. જો આ ‘કોન્ટેક્ટ’ યોગ્ય રીતે ના થાય તો માહિતી મેળવી શકાતી નથી, ઘણી વળી ‘કોન્ટેક્ટ’ જેવા પાસા નેલીધે માણસ  રહિત  સંપૂર્ણ ઓટોમેસન કરવું શક્ય નથી એટલે માનવીય ભૂલો નો પણ પૂરેપૂરો અવકાશ રહેલો છે. વળી બારકોડ ના રીડીંગ માટે તેનું બરાબર પ્રિન્ટીંગ થયલું હોવું જરૂરી છે, યોગ્ય પ્રિન્ટીંગ વગેર તેમાં રહેલી માહિતી વાંચી શકાતી નથી. વળી બારકોડ હમેશા જેતે પ્રોડક્ટ ની ઉપરી સપાટી ઉપરજ લગાવી શકાય છે, જેના લીધે પ્રોડક્ટ ની અંદર રહેલા માલસામાન માં હેરફેરી કરવી શક્ય બને છે. ઉદાહરણ તરીક કોઈ કંપની બાસમતી ચોખા બનવે છે ને સારી કોલેટીના ચોખા આપે છે પરંતુ તેમની ફેક્ટરી થી દુકાન સુધી માલ પહોચતા સુધીમાં તે પેકેટ વિસ્તરણ ની જે ચેનમાંથી પસાર થાય છે તેમાંથી જો કોઈ ચોખા ની હેરફેર કરી દે ને ફરી પાછા તે પેકેટને જેમનું તમે સીલ કરી ઘરકો સુધી પોહ્ચ્તું કરવામાં આવે ત્યારે ભલે તેના ઉપર કમ્પની દ્વારા બારકોડ થી ચોખાની કોલેટી વગેરે ની સંપૂર્ણ માહિતી આપી હોવા છતાં પણ ઘરાક ને ભેળસેળ વાળા ચોખા મળવાની સંભાવના છે આમ પેકેટ ઉપર રેહેલો બારકોડ આ રીતની હેરાફેરી અટકાવામાં નિષ્ફળ રહે છે. આવા તો બીજા ઘણા ગેરફાયદા બારકોડ ના ‘કોન્ટેક્ટ’ જેવા પાસા ને લીધે થઇ શકે છે.

૨. બારકોડ માં માહિતી ફક્ત એક તરફી શક્ય બને છે, જો તે માહિતી બે તરફી બને તો ઘણા ફાયદા થઇ શકે છે.

૩. બારકોડ વાંચતી વખતે કોઈપણ પ્રકાર ની આડાશ કે અયોગ્ય પ્રિન્ટીંગ મુશ્કેલી પેદા કરે છે.

આમ બારકોડની માર્યદાઓ સુધારવા તેમજ  ‘કોન્ટેક્ટ લેસ’ ટેકનોલોજી મેળવવા માટે RFID ખુબજ ઉપયોગી ને જરૂરી નવી ટેકનોલોજી છે. RFID વિષેની વધુ માહિતી હવે પછી.

(રસ ધરાવતા મિત્રોનો  વધુ માહિતી માટે નીચે પ્રતિભાવ વિભાગમાં જણાવા વિનંતી)  

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s