વર્લ્ડકપ ૨૦૧૧ માટેની ભારતીય ટીમ !

આગલી પોસ્ટમાં ૧૫ ખિલાડીઓ માટેની પસંદગી માટે વાત કરી હતી, ને ક્રિકેટબોર્ડની મિટિંગ પછી જે નામબહાર આવ્યા છે તે જોતા  હાલ માં ફોર્મ,ફીટનેસ, રમતનો અનુભવ, જેવા પાસાઓ ધ્યાનમાં રાખતા ઉપલબ્ધ ખિલાડીઓમાં થી એક બેલેન્સ ટીમ પસંદ કરવામાં આવી છે.  પીયુષ ચાવલા શિવાય કોઈ પણ ખિલાડી વિષે આશ્ચર્યના થયું !

પીયુષ કરતા ઓહ્ઝાના પાછલા દેખવા ને આધારે જરૂર પહેલા પસંદગી મળવી જોઈતી હતી, પણ તેનું નસીબ ૧ ડગલું આગળ રહ્યું. ખેર, પસંદગીકારોની પીયુષ ચાવલા ને  ૧૫ની ટીમ માં સમાવેશ કરવાનો તર્ક સમજવો ખરેખર અઘરો છે, પણ રોહિત, દિનેશ કાર્તિક જેવા ઘણી તકો વેડફી ચુકેલા ખિલાડીઓને રસ્તો બતાવીને યુવા ખિલાડીઓ ને સરસ મેસેજ આપી દીધો છે કે ખિલાડીઓ ભલે ટિ૨૦/IPL માં સરસ દેખાવ કરો પણ ખરી મંજિલ ટેસ્ટ ને એક દિવસીય મેચ ની ટીમમાં રહી ભારત વતી રમવાની હોવી જોઈએ, સાથે પોતાની રમત નું સ્તર ઉપર લાવવું તેમજ મળેલી દરેક તક નો યોગ્ય ઉપયોગ કરવો પણ એટલુજ જરૂરી છે.

૧૫ માંથી પણ ફાઈનલ ૧૧ માં પીયુષ ને રમવા મળવું જોકે મુશ્કેલ જરૂર છે , શિવાય કે ભારત ૫ બોલર ની રણનીતિ કે કોઈ બોલર ઈજા ને કારણે બહાર નીકળે. તેમાં પણ જો કોઈ બોલર ઈજા ને કારણે બહાર નીકળ્યો તો અશ્વિની ને રમવાની તક મળવાની સંભાવના વધુ છે. આજથી  બરાબર ૧ મહિના પછી , ૧૯મી ફેબ્રુઆરી ની પહેલી ભારત -બંગલ્દેશ ની મેચ ટીમની પસંદગી વિષે ઘણું ખરું  કહી દેશે. અત્યારે તો કાગળ ઉપર ભારતીય ટીમ અનુભવ ને જોશ નું સરસ મિશ્રણ જોવા મળે છે.  યુવરાજ, કોહલી, યુસુફ,સુરેશ,ગંભીર   જેવા યુવા ખિલાડીઓ ને લીધે ભારતીય ફિલ્ડીંગ ના  સ્તરને એક નવી ઉંચાઈ  મળશે તે નક્કી. વીરુ ને સચિન જો તેમની આક્રમક રમતથી વિરુધ ટીમ ઉપર આક્રમણ કરવામાં સફળ રહ્યા તો બેટીંગ ના મોરચે તો ભારતની સફળતા નક્કી છે. ભારતની સૌથી મોટી ચિંતા બોલરોની છે પણ દરેક ભારતીય બોલરોએ ભારતીય ઉપખંડ પર રમવાનું હોય તેઓ તેનો ભરપુર ફાયદો ઉઠાવશે તેવી આશા રાખવી વધુ પડતીતો  નથીજ  !

છેલ્લે આવી આશાતો રાખીજ શક્યે કે ભારતીય ટીમ પૂરી તાકાત ને પોતાનું ૧૦૦ % કમીટમેન્ટ આપીને રમે ,૨૦૦૭ ના વર્લ્ડકપ ની જેમ દરેક ખિલાડી પોતાની જાત ને દરેક ક્રિકેટ ચાહકોને નિરાશ ના કરે !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s