વર્લ્ડકપ માટેની ભારતીય ક્રિકેટ ટીમની તડ-જોડ !

(ફોટો શ્રોત-ગુગલ ઈમેજીસ માંથી)

ભણવા ને બીજા કામના ભારણ ને લીધે આવખતે કીવી સામે ની પ્રથમ ટેસ્ટ પછીના અહેવાલ કે એક દિવસીય મેચો પરના લખી શકાયું, તો ઘણા વખતથી જેની રાહ હતી તેવી ભારત સાઉથ આફ્રિકાની ટેસ્ટ શ્રેણી માં પણ ખુબ ઓછા સેસન જોઈ શકાયા. પણ સ્ટેન અને મોર્કલ સામે સચિન ને સેહવાગ નો મુકાબલો તો ઝહિર-ભજ્જી સામે સ્મિથ નો મુકાબલો જોદ્રદાર રહ્યો. ભારત તરફથી સચિન, ઝહિર, ભજ્જી નો હાથ ઉપર રહ્યો તો સાઉથ આફ્રિકા તરફથી અમલા, કાલીસ ને સ્ટેન અદ્ભુત રહ્યા, કાશ શ્રેણી ૫ ટેસ્ટ ની હોત તો !! ન.૧ ને ન.૨ વચ્ચે નો ખુબ નજીકનો મુકાબલો રહ્યો પણ અફસોસે કોઈ પરિણામ લાવનારોના રહ્યો બેવ ટીમોએ પોતપોતાનું સ્થાન જાળવી રાખ્યું !

હાલ માં ચાલી રહેલી એક દિવસીય શ્રેણી પણ વર્લ્ડ કપ પહેલાની ભારત આખરી શ્રેણી હોય દરેક રમત પ્રેમીઓની ભારતીય ટીમ પર ખુબ જીણી નઝર રહશે. પહેલીજ મેચ માં ભારતની એકદિવસીય મેચો માટે કેટલી તૈયારી છે તે દેખાય આવી. કાલ ની મેચ પણ ભારત માટે મેહનત કરતા નસીબ મોટો ભાગ ભજવી ગયો હોય, એક ખતરા ની ઘંટી વગાડી ચુકી છે. સાઉથ આફ્રિકા માટે પણ આત્મા નિરક્ષણ નો વખત છે. કાલીસ વગર ની ટીમ  નું ઊંડાણ કે ખોરવાયેલું બેલેન્સ દેખાય આવે છે. વર્લ્ડ કપ જેવી મહત્વ ની શ્રેણી માં સાઉથ આફ્રિકા ને કાલ જેવી કોઈપણ ગફલત તેમના વર્લ્ડકપ ના સપના ને ૪ વર્ષ બીજા પાછલ ઠેલવી શકે છે.

ભારત ની વર્લ્ડ કપ માટે ની ટીમ ના ૩૦ માંથી ૧૫/૧૭ મુખ્ય ખિલાડીઓની કાલે યાદી બહાર પડવાની છે તો એક નજર ભારતની ટીમ ને સતાવી રહેલી સમસ્યા તરફ. ભારતીય બેટિંગ માં સચિન , વીરુ ને ગંભીર ની વાપસી નક્કી છે એટલે જો બેટિંગ માં જોઈએ તો સચિન, ગંભીર , વીરુ, યુવરાજ, ધોની એમ પાંચ નામ જો બીજી કોઈ ઈજા કે ફિટનેસ ના સમસ્યા વગર નાક્કીજ છે. બોલિંગ માં ભજ્જી ને ઝહિર પણ નક્કી છે. એટલે ૭ ખિલાડી તો નક્કીજ છે  હવે ફક્ત જગ્યા ૪ જગ્યા માટે ઘણા યુવા ખિલાડીઓ વચ્ચે ખરા ખરી નો જંગ જમવાનો છે. ૪ ખિલાડી માંથી ૨ જગ્યા તો ભારતની ૪ બોલર ની રણનીતિ પ્રમાણે ૨ બોલર માટે નક્કી છે. રહેલી ૨ જગા માટે બેટ્સ મેનો જોઈએ તો રાઈના, રોહિત, પુજારા, પઠાણ, મુરલી, કોહલી વગેરે મુખ્ય દાવેદાર છે, ને જે રીતે પાછલી ૧૦ મેચો થી કોહલી પોતાની રમતમાં સાત્યતા ને ઊંડાણ બત્વ્યું છે તે જોતા તેની જગા પણ નક્કી છે. એટલે ૧ જગા માટે મોટા ભાગે સુરેશ/પઠાણ/પુજારા વચ્ચે ટીમ ની જરૂરત પ્રમાણે ફેરફાર થવા જરૂરી છે. સુરેશ ને પઠાણ ને લીધે બોલિંગ માં પણ કેપ્ટનને થોડા ઓપ્ત્સ્ન મળી રહી શકે છે વળી સુરેશ ને યુસુફ સ્ફોટક બેટિંગથી પાવર પ્લેનો ભરપુર ફાયદો ઉઠાવી શકે છે. પણ જો પૂજારાને પસંદ કરવામાં આવેતો વધુ સાતત્ય વાળી બેટિંગ ને થોડી વધુ ઊંડાણ લયાવી શકે છે પણ તેની પાસે થી બોલિંગ નો  ઓપ્ત્સ્ન નથી રેહતો, જેવી રીતે મેચો ભારત/શ્રીલંકા / બંગલાદેશો ની ફ્લેટ પીચો પર રમવાની છે તે જોતા પુજારા કરતા પણ સુરેશ કે પઠાણ જેવા હીટરો ટીમ માટે વધુ ઉપયોગી થઇ શકે છે. છતા પણ દરેક મેચ ની પરિસ્થિતિ ને અનુકુળતા મુજબ આ ત્રણ ખિલાડીઓ વચ્ચે ગોઠવણ કરી શકાય છે. રોહિત જેટલો જલ્દી એક દિવસીય ભારતીય ટીમ માંથી દુર જાય તે ભારતીય ટીમ ના ફાયદામાજ છે. વળી ગંભીર , વીરુ, સચિન ના રેહતા વિજય ની પણ ઓપનર તરીકે ખાસ જરૂર ના હોય ને મિડલ ઓર્ડર માટે મારા મતે પુજારા વધુ મજબુત ખિલાડી હોય તેને ચાન્સ મળવો રહ્યો. આમ ભારતીય બેટિંગ માં જોઈએ તો ૭ બેટ્સ મેનો માં સચિન, સેહવાગ, ગંભીર, યુવરાજ, કોહલી, ધોની અને જરૂરિયાત પ્રમાણે સુરેશ/પઠાણ/પુજારા વચ્ચે પસંદગી કરવી રહી.

હવે વાત કરીએ બોલિંગ ની તો ઝહિર, ભજ્જી ને ગણતા તેમજ ૧૦ ઓવેરો યુવરાજ/સુરેશ/પઠાણ/કોહલી/વીરુ જેવા પાર્ટ ટાઈમ બોલરો ની ગણતા  ભારતની ૩૦ ઓવરની તો પુરતી રણનીતિ છે. પણ બાકીની ૨૦ ઓવેરો માટે ખુબ બધી મુજવણ છે. વળી કુલ પાવર પ્લે પણ ૨૦ ઓવરનો હોય ભારતીય ટીમ માટે ખરે ખેર માથાનો દુખાવ સમાન આ સમસ્યા છે. ૨ બોલરો માટે  શ્રી/નેહરા/મુનાફ/પ્રવીણ/વિનય વચ્ચે જોરદાર મુકાબલો છે. આ દરેક બોલરો કયારે ઉત્કૃત તો કયારેક ખુબ ખરાબ પર્દર્શન કરે છે  શિવાય કે પ્રવીણ. પ્રવીણ જો ફીટ હશે તો તેને ટીમ માં સ્થાન લગભગ પાકુજ  છે.  ભારતીય/શ્રીલંકા/બાંગ્લાદેશ ની વિકેટો ઉપર આવા સાતત્ય વગર ની બોલિંગ વાળા ખિલાડીઓ કેટલો ટીમ ને  આધાર આપી શકશે તે તો સમયજ નક્કી કરશે પણ શ્રી/મુનાફ/નેહરા/ વિનય જેની પણ પસંદગી થાય તેને પોતાનું સ્તર ખુબ ખુબ ઊંચું લાવું પડશે તે નક્કી છે. ભારતીય ટીમ ને ઈરફાન જેવા ઓલ્ડ રાઉન્ડર ની તાતી જરૂર છે જે બોલિંગ નો ૧૦ ઓવર નો ભાર ને ૮માં  બેટ્સમેન તરીક ટીમ ને વધુ ઊંડાણ પણ આપી શકે. ખેર મારી મનપસંદ ટીમ  પસંદ કરેલા ૩૦ ખિલાડીઓ માંથી નીચે પ્રમાણે છે. ક્રિકેટ રસિક મિત્રો પણ જો પોતાની ટીમ પસંદગીના કારણો  સહીત અહીં જાણવશો તો મજા આવશે.

મારી વર્લ્ડ કપ માટેની ટીમ (૪ બોલરની રણનીતિ અનુસાર):

૧. સચિન
૨. સેહવાગ
૩.ગંભીર
૪.યુવરાજ
૫. કોહલી
૬. સુરેશ/પઠાણ/પુજારા
૭.ધોની
૮. ભજ્જી
૯. ઝહિર
૧૦. પ્રવીણ
૧૧. નેહરા/મુનાફ

એક્સ્ટ્રા બોલર : શ્રી, એક્સ્ટ્રા વિકેટકીપર : પાર્થિવ, એક્સ્ટ્રા સ્પિનર: ઓહ્ઝા, અશ્વિની.

વધુ કેટલીક વર્લ્ડ કપની વાતો ફરી કયારે, હાલ માં તો ભારત સાઉથ આફ્રિકાની શ્રેણી માટે બન્ને ટીમ ને “ઓલ ધ બેસ્ટ” !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s