બ્લોગર કે રીઅલ બ્લોગર !!!

હમણાં કેટલાક મિત્રોને મળવાનું થયું, તેમાના કેટલાક મિત્રોએ પોતાની ઓળખાણ ‘રીઅલ બ્લોગર’ તરીકે આપી. મને આ વાતનું કુતુહલ થયું ને તેમને પૂછ્યું કે હું પણ બ્લોગર છુ , પણ ‘રીઅલ બ્લોગર’ એટલે શું ને બે વચ્ચે ફર્ક શું ? તેઓનું આ રીતના વર્ગીકરણના કેટલાક પોતાના તાર્કિક કારણો હતા ને તેમના દ્રષ્ટિકોણ થી વિચારતા તેમની વાતો કેટલેક અંશે ખરી પણ લાગી. ખેર તેલોકો સાથેની  ચર્ચામાં  અહીંના પડતા એ લોકોની વાતોએ મને એક મૂળભૂત પ્રશન પર  ફરી વિચારતો કરી મુક્યો કે ‘બ્લોગર’  એટલે શું? બ્લોગર ની વ્યાખ્યા કેવી રીતે બાંધશું ?

દરેક વ્યક્તિ ના બ્લોગર બનવા, બ્લોગ ચલાવવા, બ્લોગથી તેમને થતા ફાયદા કે હેતુઓ જુદા જુદા હોય છે. એટલે  કેટલીક ચોક્કસ વાતો ને લઇ ને ‘બ્લોગ’ કે ‘બ્લોગર’ કેવા હોવા જોયે તે વિષય ની ચર્ચા કરવી એ લગભગ અંત વગરની ને  કોઈ પણ રીતે એક સહમતી ન સધાય તેવા પ્રકારની વ્યર્થ માનસિક કસરત કરવા જેવી વાત છે. વળી બ્લોગએ મનુષ્ય ના વાણી સ્વાતંત્ર્ય જેવા મૂળભૂત હક જેવી વાત હોય કોઈપણ રીતે એક પ્રકારની સમજુતી બધા લોકો વચ્ચે સ્થાપવી લગભગ અશક્ય છે. તો પછી આપડે ‘બ્લોગર’ ની વ્યાખ્યા કેવી રીતે કરવી? ખેર  આ  પ્રશન ‘હું’ એટલે કોણ  તે શોધવા જેટલો મુશ્કેલ છે. આ પ્રશ્નોનો  જવાબ દરેક બ્લોગરે પોતાના અનુભવ , સમજણ, ને પોતાના તાર્કિક કારણો થીજ દેવો રહ્યો.

મારા બ્લોગ જગત ના અનુભવ ને સમજણ થી મેં મારી રીતે એક બ્લોગર માં કેટલી વાતો હોવી જોઈએ કે ના હોવી જોઈએ તે મુદ્દાઓ ને આધારે આ મૂળભૂત પ્રશ્ન નો  indirect  રીતે જવાબ આપવાનો એક પ્રયાસ કર્યો છે.  ને આ મુદ્દાઓ થી વાચક મિત્રો નો જુદો મત હોય શકે છે, એટલે તેમની અહ્સમતી નો પણ પુરતો સ્વીકાર છે.

૧. ‘સ્વ’  નો એટલે કે એક અંગત અનુભવ કે વિચારોનો  પોસ્ટ માં સમાવેશ કે touch હોવો જરૂરી છે. થોડી વિસ્તાર થી વાત કરીએ તો આપડી પોસ્ટ સાથે આપડો પોસ્ટનો વિચાર/મત કે એક અનુભવ  જોડાયેલો હોવો જોઈ, ફક્ત કોઈ સમાચાર કે વાંચન ને આધારે ના હોવું જોઈએ પોતાની તાર્કિક શક્તિ કે અનુભવ ની એરણ પર જરૂર ચકાસવી રહી. ઉદાહારણ  તરીકે કોઈ પુસ્તક વિષે લખાયું તો તેમાં પોતાનો શું અનુભવ રહ્યો કે શું મત રહ્યો તે મહત્વ નું છે ને તે સાથે પોતાની પોસ્ટ ની ભાષા પણ અંગત મત નો અહેશાશ કરાવે ત્યાં સુધી સીમિત રહેવી જોઈએ.  આજ વાત ખેલ જગત થી લઇ ને દેશના કોઈ પણ મુદ્દા સુધી ની વાત કે ચર્ચા ને લાગુ પડે છે. જો આ સ્વ મત કે અંગત અનુભવ ના હોય તો વાત ફક્ત માહિતી બની રહે છે કે જે નેટ પરથી ખુબ આસાનીથી આંગળી ના ટેરવે મળી રહે છે.
૨. બ્લોગ નો ઉપયોગ મુદ્દસરની બૌધિક અહ્શ્મતી લઈને કોઈ બ્લોગરના મત વિરુધ લખવા સુધી સીમિત રહેતે ઈચ્છનીય છે.
૩. બ્લોગ પોસ્ટની ફિલોસોફી થી લઇ દેશ ને ભાંડવા સુધી મોટા મોટા દાવા કરતી વાતો નક્કર કે ઊંડાણ ભર્યા અભ્યાસ દ્વરા કરવામાં આવે તે ઈચ્છનીય છે.
૪. કોપી-પેસ્ટ નો ખોટી રીતે ઉપયોગ કરવા કરતા બ્લોગ જગત ને વાચક મિત્રો ને ઉપયોગી રીતે થાય તે  ખુબ જરૂરી છે.

વધુ કેટલીક વાતો વધુ વિસ્તારથી ફરી કયારેક ….

Advertisements

15 responses to “બ્લોગર કે રીઅલ બ્લોગર !!!

 1. હમ્મ..બ્લૉગના વિષય પર મારા મિત્રો સાથે ઘણી વખત માથા જકર થતી હોય છે.ઘણા લોકો બ્લૉગને ફાલતુ કે તથ્ય વગરની વાત કહે છે.પણ ઘણા કટારવાદીઓ ગુજ બ્લોગ જગતની મૂલાકત લેતા હોય છે.

 2. મુદ્દાની વાત લખી તમે. અંગત અનુભવ કે વિચારોનો પોસ્ટ માં સમાવેશ કે touch હોવો જરૂરી છે

  પોતાના મગજને કે હ્રદયને સ્પર્ષ્યા વગરની પોસ્ટ કોઈ કામની નથી. ફક્ત માહિતી/લખાણનો કોઈ અર્થ નથી, તે તો નેટ પર ઢલાબંધ પડ્યું છે. એની એ માહિતી કે એનું એ લખાણ ફરી પોસ્ટ કરવું નરી મુર્ખામી છે. પોતાના અને વાચકના સમયનો બગાડ છે. એવી મારી સમજણ છે.

 3. ગુજરાતીમાં નિયમિત લખાતા સારા બ્લોગ કેટલા કે જેમાં કંઈ નવું સમજવા કે વાંચવા મળતું હોય? અંગત રોજનીશી અને અંગત વિચારોથી આગળ વધીને સાર્વત્રિક બને તેવું લખાણ બહુ જોવા મળતું નથી. બિલકુલ નથી તેવું પણ નથી. પણ બ્લોગની સંખ્યાની સામે ગુણવત્તાની વાત છે. ઇન્ટરનેટ તે સૌનું માધ્યમ છે પણ આપણે બધી દુકાનના પાટીયા પણ વાંચતા નથી. જે ગમે તે જ વાંચીએ છીએ.

  માહિતીમાં અંગત સ્પર્શ હોય તો વાંધો નહિ પણ પછી અંગત એકલમત જ હોય અને બીજા કોઈને સ્પર્શે તેવું ન હોય તો તેનો શું ફાયદો? માહિતી ભલે એની એજ હોય પણ તેને નવી દિશા, નવો વિચાર મળે તે જરૂરી છે. વળી, એવું ઘણું બધું છે કે જે ગુજરાતી ભાષાને મળ્યું નથી. તે બધું લાવવું જરૂરી છે. ગુજરાતી બ્લોગ જગતની છબી સુધારવા બ્લોગ-લેખકોએ જ મથવું પડશે.

 4. બ્લોગમાં અંગત ટચ હોવો જોઈએ પણ અંગત દ્વેષનું શું કામ? કેટલાય બ્લોગર્સ માત્ર એ જ કરે છે. સિલેક્ટેડ ટાર્ગેટ ઉપર વાર કરવાનું. વળી માત્ર અંગત બ્લોગ જ સાચા બ્લોગ અને માહિતી આપતા બ્લોગ નકામા એવું પણ નથી. જો એમ ગણીએ તો તો બ્લોગ નાં સ્વરૂપે અનેક મેગેઝીન ને સાઈટો ચાલે છે જેમાં વાચકો કોમેન્ટ્સ આપી શકે છે તે બંધ કરવી પડે. ને પોતાની કાવ્યો કે ચિત્રો જેવી “રચના” મુકતા બ્લોગરો કઈ કેટેગરી માં આવે? ને “હું આજે બજારમાં ગયો” કે “બાળકોની તબિયત સારી નથી” કે “છોકરા મોટા થઇ ગયા છે” જેવા “અંગત” ટચ ધરાવતા બ્લોગ વધુ રસપ્રદ છે કે માહિતી આપનારા એ તો વાચકો જ બહેતર જાણે. તમારા વિચારો જો લોકોને સ્પર્શે તેવા હોય તો લખો પણ નહીતો તમને કયો પ્રોગ્રામ ગમે છે કે તમને કઈ ગેઈમ ગમે છે એ જાણવામાં તમારા અંગત મિત્રો સિવાય કોને રસ છે? તો પછી બ્લોગ ને બદલે મેઈલીંગ ગ્રુપ નો જ ઉપયોગ કરોને બાપલા. 🙂 હા, એ પ્રોગ્રામ અંગે કે ગેઈમ અંગે કૈક રસપ્રદ વિશ્લેષણ કરી શકતા હો તો વ્યાજબી છે.

  • જય ભાઈ, આપની પોસ્ટમાં આપની અહ્સહ્મતી નો જેમ મારી પોસ્ટ માં ઉલ્લેખ કર્યો તેમ પૂરે પૂરો સ્વીકાર છે. પણ આપે પૂછેલા પ્ર્શનો તેમજ આપનો જે મારા પર આક્ષેપ ( જે મને તમારી પોસ્ટ થી લાગ્યું , તમારો બીજો કોઈ મતલબ કે ઈરાદો હોય તો મારા ખોટા અનુમાન માટે દરગુજર કરશો)

   ૧.પહેલી એ વાતની ના ખબર પડી કે મેં આપની માટે આ પોસ્ટ થી કયો અંગત દેવ્શ બતાવ્યો છે.
   ૨, આપે અંગત શબ્દ નો ખુબ માર્યાદિત અર્થ પહેલા મુદ્દા થી તારવ્યો છે, આપને પહેલો મુદ્દો ફરી એક વાર વાંચવા વિંનંતી.
   ૩. આપે પૂછ્યું તેમ કાવ્યો કે ચિત્રો ને કઈ કક્ષા ના મુકવા? કેમ કાવ્યો એ પોતાની લાગણીઓ કે પોતાની વાતનું કે અનુભવની અભીવાય્કાતી ના થઇ, ચિત્રો દ્વારા કે ફોત ગ્રાફ દ્વારા કલાકાર શું પોતાનો દ્રષ્ટિ કોણ કે પોતાની રીતે કળા નો અર્થ નથી મુકતો, ‘બિગ પિક્ચર’ ની રીતે હવે તમે સ્વ વિચાર કે ‘અંગત’ શબ્દનો અર્થ તારવી શકો તો તમે મારા પહેલા મુદ્દા થી સહમતી સાધી શકશો , તેમ છતા પણ આપ તેનાથી અહ્સહ્મત હોવ તો , ફરી એક વાર આપની અહ્શ્મતી નો સ્વીકાર છે.
   ૪. અત્યારે સુધી મેં કોઈ રમત/પ્રોગ્રામ/કે ફિલ્મ વિષે લખ્યું હશે તો મારા તેમાટે ના વિચાર કે અનુભવ મારા તાર્કિક કારણો થી જનાવ્યુજ છે (તે ને તમે વિશ્લેષણ કહી શકો છો) , હા તે વિશ્લેષણ કેટલું સાચું કે કેટલું ખોટું તે એક અલગ ચર્ચા નો મુદ્દો છે કે જે વિષે અહી ચર્ચા કરવી અસંગત છે.

 5. મને લાગે છે કે હું સ્પષ્ટ નથી મારી કોમેન્ટ માં. મેં તમારી વિષે કઈ જ નથી લખ્યું. કે નથી મને તમારા બ્લોગ પર એવું કઈ જ લાગ્યું. મેં જે કઈ લખ્યું છે તે મેં જે બ્લોગ જગતમાં ઘણી જગ્યાએ જોયું તે જ લખ્યું છે. ઘણી જગ્યાએ બ્લોગરની રીતસર પાછળ પડી જવાની દ્વેષવૃત્તિ મેં જોઈ છે, એનો વિરોધ છે. તમારા બ્લોગ પર મેં કોઈ ગેઈમ વિષે કે પ્રોગ્રામ વિષે મેં કોઈ પોસ્ટ જોઈ નથી. કદાચ તમે પહેલા એવી પોસ્ટ મૂકી હોય તો હું તો બ્લોગજગતમાં માત્ર દોઢ મહિનાથી જ છું તેથી મેં ન જોઈ હોય માટે મેં તમારા પર આક્ષેપ કર્યો એવું લાગ્યું હોય તો ક્ષમા સાથે સ્પષ્ટતા કે તમારા પર કોઈ જ આક્ષેપ હું નથી જ કરવા માગતો ને મારી દ્રષ્ટીએ તમે એવું કઈ કર્યું પણ નથી. પણ મારા પોતાના અનુભવો એવા રહ્યા છે. એક બ્લોગરને મારા એક મિત્ર સાથે વાંધો છે એટલે તેઓ મારી કોમેન્ટ અપૃવ નથી કરતા. અન્ય એક બ્લોગર ને મેં હંમેશા બીજા એક બ્લોગર વિષે નકામી કોમેન્ટ કરતા જ જોયા છે ને એ મારી દ્રષ્ટીએ અંગત દ્વેષ છે. તેવું જ અમુક બ્લોગર્સ જે બીજાઓના બ્લોગને નકામા કહેવા મચેલા રહે છે એમના પોતાના બ્લોગમાં સર્જન કે માહિતી કે કઈ જ નથી હોતું.
  ફરીવાર ભારપૂર્વક જણાવું છું કે આપના બ્લોગ્મની કોઈ બાબતમાં મને અંગત દ્વેષ કે માત્ર અંગત બાબત જેવું કઈ જ લાગ્યું જ નથી અને આપને જો એવું લાગ્યું હોય તો ક્ષમા માગું છું.
  અને હું પોતે સ્પષ્ટ નથી કરી શક્યો તેથી ફરીવાર કહું છું કે હું સર્જન અને માત્ર માહિતી આપતા એમ બન્ને પ્રકારનાં બ્લોગનો સમર્થક છું અને ઉપરની કોમેન્ટમાં એમ જ કહેવા માગું છું કે કોઈપણ બ્લોગર પોતાના બ્લોગમાં લોકોને રસ પડે તેવું કંઈપણ મુકે અને જો તેમાં કાયદા કે સમાજજીવન ની દ્રષ્ટીએ કશું જ વાંધાજનક ન હોય તો એનો વિરોધ કરવો યોગ્ય નથી.
  and again I am sorry if I hurt you unknowingly.

 6. કદાચ મેં મારી કોમેન્ટમાં “તમારો બ્લોગ” ને “તમારા વિચારો” ને “તમારા મિત્રો” વગેરે શબ્દપ્રયોગ કર્યા છે એ મારી ભૂલ છે. તેનાથી એવો અર્થ નીકળે છે કે હું સુર્યાજી માટે એવું કહું છું. ખરેખર હું તો જનરલ કોમેન્ટ આખાય બ્લોગજગતને (એમાં હું પણ આવી ગયો)સંબોધીને કરવા ગયોતો ને આ લોચા માર્યા. 😦
  my mistake. I apologize.

 7. કાર્તિકભાઈ કહે છે કે “પરફેક્ટ જવાબ. વાચકોને શેમાં રસ છે તે વાચકો જ નક્કી કરે છે.”

  તે જ મેં પણ કહ્યું છે…“અંગત” ટચ ધરાવતા બ્લોગ વધુ રસપ્રદ છે કે માહિતી આપનારા એ તો વાચકો જ બહેતર જાણે. આમાં મેં શું આક્ષેપ કર્યો? છતાં મેં ક્ષમા માગી લીધી છે પણ આપને સંતોષ થયો જણાતો નથી. 🙂

  • જય ભાઈ, ફક્ત કોમેન્ટ એપ્રોવ કરી ને ઓફ લાઈન જવું પડ્યું હોય આપને પ્રતીઉત્ત્રર આપવામાં મોડું થયું. જેમ મારી પોસ્ટ માં મેં કીધું તેમ આપની કોમેન્ટ માં મને પ્રશ્ન ને જે બાબતે આક્ષેપ જેવું લાગ્યું એટલી વાતની તમાર સાથે ખુલ્લા મન થી આપને પૂછી પણ લીધી ને આપે મારી શંકા માટે ખુબ વિસ્તાર પૂર્વક ખુલાસો પણ આપી દિધો એટલે ગેરસમજણ ત્યાંજ પૂરી થઇ ગઈ તે માટે આપની માફી ની પણ આવ્શાક્યતા નથી. So I guess we are cool now ! Right 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s