ઇન્ડિયા -ન્યુઝીલેન્ડ ટેસ્ટ શ્રેણી -પહેલી ટેસ્ટ નો અહેવાલ

ભજ્જી શતક પછી ની લાક્ષણિક અદામાં (ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસ માંથી)

ભારતીય ક્રિકેટ રસિકો માટે જલસા ચાલી રહ્યા છે, ઔસ્ત્રલીયા સાથેની રસા-કસી ભરી ટેસ્ટ શ્રેણી, ને વરસાદે જો પોતાના અડપલા ના બતાવ્યા હોત તો એટલીજ  સરસ એક દિવસીય શ્રેણી પણ માળવા મળી હોત, ખેર શ્રેણી માની એક મેચ તો એક મેચ પણ ખુબ રસા-કસી ભરી રહી, પહેલી ૪૦~૪૩ ઓવર સુધી ભારતીય ટીમ નું પ્રભુત્વ રહ્યું પણ પછી કલાર્ક ને વાહીટે જે રીતે ભારતીય બોલરો ના ગાભા કાઢ્ય છે તે જોવાની મજા આવી ગયી , ખાસ કરી ને વિનય કુમાર ના , લાગ્યું કે મેચ ઇન્ડિયા ના હાથમાંથી ગયી. પણ યુવરાજ , કોહલી ને સુરેશ ની બેટીંગે ભારત ને આસન વિજય અપાવી દીધો , કોહલી ની શતક શાનદાર ને ખુબ મહત્વ ની રહી.

ભારતની ઔસ્ત્રલીયા સામે ની ટેસ્ટ ને એક દિવસીય શ્રેણી પછી , ન્યુઝીલેન્ડ સામે ની શ્રેણી માટે મોટા ભાગ ના ક્રિકેટ સમીક્ષકો ને રસિકો નો એકજ મત હતો કે આ શ્રેણી એક તરફીય રેહશે , તેમાં પણ ન્યુઝીલેન્ડ નો બાંગલાદેશ સામે જે રીતે રકાસ થયો તે પછી લોકો નો આવો મત હોવો સ્વાભાવિક છે. પણ આજ તો ક્રિકેટ અને જિંદગી ની ખૂબી છે , એક શ્રેણી કે કોઈની એક  નાકામયાબીથી  તેની શક્તિ કે તેના જુસ્સા ને ઓછી ના આંકી શકાય , પોતાનું સર્વ્સ્રેઠ આપવા ની જો હામ હોય તો કામયાબી મળવાનીજ છે. તે પછી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદાન ક્રિકેટ ના મેદાન માં હોય કે જિંદગી ની રમત માં ! ખેર, ટેસ્ટ શ્રેણી તરફ પાછા આવ્યે તો આ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ના ચાહકો ને અનેરો ઉત્સાહ હતો કેમકે સચિન તેમની ૫૦ મી શતક પૂરી કરશે તો તો રાહુલ તેના ૨૦૦ કેચ પુરા કરશે તેવી આશા હતી સામે છેડે  વિટોરી ની આ ૧૦૦ મી ટેસ્ટ હોય  એટલે તેના માટે પણ આ મેચ નું અનેરું મહત્વ હોવાનું સ્વાભાવિક છે.

કેપ્ટન ધોની આ મેચ નો ટોસ જીતી ને ટોસ હારવાના એક વિક્રમ રચતા રચતા રહી ગયો. ટીમ ઇન્ડિયા બેટિંગ માં ઉતરી.  સેહવાગ જે રીતે શોટ મારતો હતો તે જોઈનેજ લાગતું હતું કે ભાઈ આજે કીવી બોલરો ની ધુલાઇ કરવાના  ને એક લાંબી ઇનિંગ રમવાના ઈરાદા સાથે ઉતર્યા છે. તેની રમત જોઈ ને મને અમારી ક્રિકેટ ટીમ ની યાદ આવી ગયી, આમારી ટીમ ને પણ સામે વાળી ટીમ આટલીજ  નિર્દયતાથી જુડે છે.  ગંભીરે એક સારી શરુઆત કરી પણ પોતે ઓઉટ ઓફ ફોર્મ હોય બેટિંગ માં નાની સરખી ગફલત ને લીધે પાછા જવું પડ્યું ને ફરી એક નીરાસભરી ઇનિંગ. રાહુલે પોતાની રીતે ખુબ સંભાળી ને તેમજ પોતાના ખરાબ પ્રદર્શન સામે  વધુ સાવધ ભરી નીતિ અપનાવી ખુબ ધીમી શરુઆત કરી પણ જેવો પોતાનો કોન્ફીડંસ આવ્યો તેવીજ એક પ્રવાહિત ને લાંબી ઇનિંગ રમવાની શરુઆત કરી દીધી. કેટલાય વિવેચકો ને ક્રિકેટ પ્રેમીઓએ   રાહુલ ની આ ઇનિંગ માટે ખુબ નકારાત્મક વલણ દાખવ્યું પણ જે રીતે બીજા ખિલાડીઓ નિષફળ ને રમવા માટે જજુમી રહ્યા હતા તે જોઈ તેમની બોલતી બંધ થઇ ગઈ હશે. સેહવાગ ને રાહુલ ને કેટલાક કેચ કીવી ખિલાડીઓ એ છોડ્યા ને ખુબ સામાન્ય કક્ષા ની ફિલ્ડીંગ દાખવી, બોલિંગ પણ ખુબ સામાન્ય રહી ભારતીય ટીમ ના મોટા ભાગ ના બેટ્સમેનો બોલર ના અફલાતુન પ્રદર્શન કરતા પોતાની ભૂલ થી વધુ ઓઉટ થયા હતા. સેહવાગ માટે કેહવું પડે કે દુનિયાનો એક માત્ર એવો ખિલાડી છે જેને ના તો પીચ, બોલર કે રમત ની બીજી કોઈ પરિસ્થિતિ ની પરવા છે બસ ફક્ત પોતાની રમત રમવામાજ  રમારણ છે, જે દિવસે તે ચાલ્યો તે દિવસતો નક્કી ભારતનો હોવાનો પણ નાચાલ્યો ત્યારે ભારતીય ટીમ નો પૂરો આધાર રાહુલ, સચિન ને લક્ષમણ પર આવાનો. ખેર રાહુલ ને વીરુની રમતે ખુબ સરસ મંચ તૈયાર કરી દીધો પણ સચિન ને લક્ષ્મણ ના ગયા બાદ બધા જલ્દી પાછા વળી ગયા. ધોનીએ પોતાની ખરાબ બેટિંગ નો રેકોર્ડ જાળવી રાખ્યો જો કે આવખતે તે તાવ માં હતો એટલે ‘બેનીફીટ ઓફ ડોઉંત’ નો પોતાની ખરાબ રમત માટે લાભ લઇ ગયો. હરભજને પોતાની અફલાતુન રમત બતાવી ને ભારત ને એક સારા સ્કોર ઉપર લઇ જવામાં સફળતા મેળવી. કીવી બોલરો માં પટેલ ની ભલે આટલી ધુલાઇ થઇ છતા પણ પોતાની બોલિંગ માં જરૂરી પ્રયોગ કરવા થી ચુક્યો નહતો એક સ્પિનર તરીકે નો તેનો આ જુસ્સો આકર્ષ્યો. વિટોરી પણ હમેશા ની જેમ સરસ બોલિંગ પ્રદર્શન કર્યું ને પુછડીયા બેટ્સમેનો ને જલ્દી પેવેલીયન ભેગા કર્યા. બાકી બધા બોલરો ઠીક રહ્યા.

આશા  હતી તેમજ  કીવી ની બેટિંગ ની શરુઆત ખરાબ રહી જલ્દીથીજ પોતાની ૨ વિકેટ ખોઈ નાખી પણ મેક્મુલ્લને ખુબ સારી ઇનિંગ રમી ને કીવી બેટિંગ ને સારો આધાર આપ્યો. ભારતીય બોલિંગ ઠીક રહી ને ફિલ્ડીંગ નું સ્તર કીવી ખિલાડીઓ કરતા થોડુજ ઉપર રહ્યું. ટેલર , રાઈડર, વિલ્સોન ને વિટોરી એ ખુબ સરસ રમત દાખવી ને કીવી ટીમ ને એક સન્માન જનક સ્કોર સુધી લઇ ગયા, વિલ્સોન ખુબ નાની ઉમેર કિવિની ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યું છે ને પોતાની પહેલીજ મેચ માં શતક લગાવી ને લોકો ની નજર માં આવી ગયો છે, અદ્ભુત ખિલાડી , તેની રમત જોવા અત્યારથીજ ઉત્સાહ જાગી રહ્યો છે. પ્રજ્ઞાન ની બોલિંગ સારી રહી તો ઝહિર, હરભજન ને શ્રી ઠીક ઠીક રહ્યા , કીવી ની ટીમના સારા પ્રદર્શનમાં ટીમ ઇન્ડિયા એ છોડેલા કેચો નો પણ સારો ફાળો રહ્યો.

બીજી ઇનિંગ માં કીવી ખિલાડીઓ એ અદ્ભુત ફિલ્ડીંગ પ્રદર્શન કર્યું , વીરુ ની વિકેટ અફલાતુન રીતે રન આઉટ કરી ને લીધી, ગંભીર ફરી પાછો નિષ્ફળ રહ્યો, તો રાહુલ પણ માર્ટીન ની અફલાતુન બોલિંગ સામે ઘુટણ ટેકવી દીધા.માર્ટીને પોતાના કરિયર નું એક ઉત્કૃથ પ્રદર્શન બતાવી ને ૫ વિકેટ લઇ લીધી, રાહુલ, ગંભીર, સચિન, ધોની ને સુરેશ ની ખુબ સસ્તા માં આઉટ કરી ને ભારતીય બેટિંગ ને હલબલાવી નાખી. પણ ફરી એક વાર લક્ષમણ ની વધુ એક અદ્ભુત રમતે ટીમ ઇન્ડિયા નું નાક બચાવી લીધું, તો ભજ્જી ની રમત નું પણ માનવું પડે , ટીમ ની જરૂર વખતેજ પોતાની કારકિર્દીની પેહેલી ને શ્રેષ્ઠ શતક મારી ને ટીમ ઇન્ડિયા ને હાર થી બચાવી લીધી, જો અમ્પાયરે લક્ષ્મણ ને ખોટો ના આઉટ આપ્યો હોત તો તેની અદ્ભુત સદીઓ માં ની એક તરીકે તેની સદી પૂરી થાત. ખેર, ઇન્ડિયા (BCCI ) ની UDRS સીસ્ટસ્મ ના સ્વીકારવાની સજા લક્ષ્મણે ભોગવી પડી. ભારતીય ટીમ પોતાની હાર ના થાય તેવી રક્ષણાત્મક રમત દાખવી ને મેચ નું પરિણામ ડ્રો માટે નક્કી કરી દીધું , ફક્ત મેચ ની ઓપચારિકતા પૂરીકરવા કીવી ટીમ બેટિંગ માં આવી ને તેમાં પણ જલ્દીથી એક વિકેટ ખોઈ રમત પૂરી કરી. કીવી ટીમ જો થોડી વધુ આક્રમક રમત દાખવી હોત તો ઇન્ડિયન બેટ્સમેનો (લક્ષ્મણ ને ભજ્જી )  ને જલ્દી આઉટ કરી જીતવાની તક ઉભી કરી શક્ય હોત. ખેર ટીમ ઇન્ડિયા ને આક્રમક રમત માંથી રક્ષણાત્મક રમત માં લાવી ને માનસિક વિજય મેળવ્યો તેમ જરૂર કહી શકાય !

આગળ પણ આવીજ અદ્ભુત રમત બેવ ટીમ તરફથી જોવા મળે તેવી આશા !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s