‘લતા એક દંતકથા’ -પુસ્તક વિષે કેટલીક વાતો -2

લતાજી, અમિતજી  વગેરે મહાનુભાવો ની જીવન જરમર જોઈએ તો તેમના વય્ક્તીતવની  કેટલીક વાતો ખુબ મળતી-જુળતી છે. પોતાના શેત્રમાં પોતાની શ્રેષ્ઠા થી કામ કરવું, આટલી ઉમર થાય પછી પણ એટલીજ  શિસ્ત પૂર્વક કામ કરવું, કામ વખતે જેટલી પણ વાર રિહર્સલ કરવું પડે તો પણ જરાપણ કંટાળવું નહિ, કોઈપણ ગીત/શુટિંગ વક્તે સમય પહેલા આવી જવું. જાહેર જીવનમાં હમેશા નમ્ર  ને વિવેકી સ્વભાવ રાખવો. હજી પણ કોઈ નવી રચના/કે પાત્ર સામે આવે તો કઈ નવું શીખવાની તૈયારી રાખવી, જેટલું અઘરું કામ એટલીજ  કામ કરવાની વધુ તાલાવેલી. મારા મતે આજે પણ, આટલા વર્ષે, જો આવા મહાનુભાવો ને કામ કરવા માટે જો કાઈ પ્રોત્સાહિત કરતુ હશે તો  કાઈ નવું કરવાની ચાહ કે નવી કોઈ ચુનૌતી ને પડકારવાનુજ હશે  નહિ કે કોઈ આર્થિક વળતર કે કીર્તિ ની અપેક્ષા.

આમ તો પુસ્તક માં એટલા બધા પ્રસંગો ને વાતો છે કે તેમનો અછડતો પણ અહીં ઉલ્લેખ કરવો શક્ય નથી. એટલે પુસ્તક વિષેની બીજી કેટલીક માહિતી સાથે લતાજી ની  કેટલીક જાણી-અજાણી વાતો તરીકે અહીં ખુબ ટૂંક માં મૂકી છે.  ડો. શરદ ઠાકર તેમની પ્રસંગો ની ગુથણી ને લખાણ ની પ્રવાહિતા માટે ખુબ જાણીતા છે પણ આ પુસ્તકના, મારા મતે, અનુવાદ માં તેમની કલમ ની સશકતા અનુભવી નથી શકાતી ને અજાણે તેમની સરખામણી બકુલ  દવે  ના અમિતાભ બચ્ચન વિશેના ગુજરાતી પુસ્તક ના અનુવાદ સાથે થઇ જાય છે. કદાચ તેમને અનુવાદ માટે ની કેટલીક મર્યાદાઓ નડી હશે. ખેર, અનુવાદની આ કુત્રીમતા તરફ જો ધ્યાન ના દેવાય તો ગુજરતી માં આ પુસ્તક આપવા માટે શરદજી નો ખુબ ખુબ આભાર માનવોજ પડે. હરેક સંગીત ને લતા પ્રેમીઓએ વસાવા જેવું પુસ્તક. હિન્દી ફિલ્મો ના અભ્યાસુઓ માટે પણ ખુબ ઉપયોગી પુસ્તક.

લતાજી ની કેટલીક જાણીતી-અજાણી વાતો

૧. લતાજી આમ આમ તો અડધા ગુજરતી છે તે જાણી આપણે ગુજરાતીઓ વિશેષ અભિમાન લઇ શક્ય છીએ. તેઓના માતા ગુજરાતી હતા (તેમના પિયરની બીજી અટક પણ ગુજરાતી હતી ) ને તેમનું નામ શેવંતી હતું ને તેમના નાના શેઠ શ્રી હરિદાસ રામદાસ લાડ, થાળનેર નગર ના ખુબ આગળ પડતા વેપારી ને જમીનદાર હતા !
૨. લતાજી ને દારૂ થી સખત નફરત છે, ને તેમની હાજરી માં કોઈ શરાબ લે તે પણ પસંદ નથી કરતા.
૩. લતાજી ને સફેદ સાદી ને જુદા જુદા કલર ના પાલવ  નો ખુબ શોખ છે.
૪.તો હમેશા કોઈ પણ ગીત ને પ્રથમ પોતાના અક્ષરોમાં ઉતારી લેછે  ને પછીજ  ગાય છે.
૫. તેઓ સ્ટેજ કે રેકોર્ડીંગ સ્ટુડીઓ માં જયારે પણ પ્રવેશે છે ત્યારે તેઓ ખુલ્લા પગેજ આવે છે.
૬. તેમને ચટપટી વાનગીઓ ને મીઠાઈઓ પણ ખુબ ભાવે છે ને ખુબ શોખ થી ખાય છે.
૭. તેમની દ્રષ્ટિ એ તેમનું સર્વાંગ સંપૂર્ણ ગીત  મદન મોહનજી એ તૈયાર કરેલું “બૈરન નીંદ ના આયે મોહે …’ ,ચાચા જિંદાબાદ ફિલ્મનું છે.
૮. તેમની મનગમતી ફિલ્મ છે પડોસન જે તેઓ અવાર નવાર જોતાજ હોય છે.
૯. ફોટોગ્રાફી નો તેમને ખુબ શોખ છે એમાં પણ પોરટ્રેટ લેવા તેમને ખુબ ગમે છે,
૧૦. લેકિન ફિલ્મ નું ‘યાર સીલી સીલી ‘ જેવું અઘરું ગીત ફક્ત તેમના એકજ પ્રય્તનમાં લેવામાં આવ્યું હતું.
૧૧. લતાજી નું ઓપી નૈયર સાથે એક પણ ગીત નથી જે  સંગીત રસિકો માટે હમેશા કોયડા સમાન રહ્યું છે (આ પુસ્તક માં તેનો પણ ઉલ્લેખ છે ને તેઓ નું એક બીજા સાથે કામ ના કરવાનું કારણ એક નાની એવી ગેર સમજણ બતાવામાં આવ્યું છે !)
૧૨.તેઓ ઈજિપ્ત ની ગાયિકા ઉમ્મે કુલસુમ ના પ્રશંસક છે.
૧૩. લતાજી ને પેરીસ બ્રાંડ ના અતરો ખુબ ગમે છે, ને તેમને દાગીનામાં હીરાનો પણ ખુબ શોખ છે.
૧૪. તેઓ એ ૪/૫ ફિલ્મો માં ઉપનામે સંગીત પણ આપ્યું છે.
૧૫. તેમણે ત્રણ હિન્દી ને એક મારાથી ફિલ્મ નું નિર્માણ પણ કર્યું છે.
૧૬.મેહેલ ફિલ્મ ના ખુબ જાણીતા ગીત “આયેગા આને વાલા..” માટે પુરસ્કાર ચૂકવાયો ન હતો.
૧૭. તેમણે સૌથી વધુ ગીતો (૬૯૬) લક્ષ્મીકાંત -પ્યારેલાલા માટે ગાયા છે.
૧૮. સૌથી વધુ યુગલ ગીતો ( ૪૪૦) રફીજી સાથે ગાયાં છે.
૧૯. પાકિસ્તાન ચાલી ગયેલા ગાયિકા ને અદાકારા નુરજહાં તેમના ખુબજ નિકટ ના મિત્ર હતા.
૨૦. સૌથી વધુ તેમણે ગાયિકાઓ સાથે ગયેલા ગીતો (૭૪) આશાજી સાથે છે.

પુસ્તક વિષેની માહિતી

પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન  કાર્યલય
કીમત : ૩૦૦ રૂપિયા
અનુવાદક: ડો. શરદ ઠાકર

એક્સ્ટ્રા બાઈટ:

ફિલ્મ સંગીત ના રસિયાઓ માટે જલસો છે , ગૂગલ ફિલ્મ સંગીત માટે નું પોતાનું પૂરું કલેકસન બનાવી રહ્યું છે, હજી પ્રાથમિક પગથીયે છે પણ જલ્દીજ તે વિકસતું  થઇ જશે તેવી આશા છે.

ગૂગલ હિન્દી ફિલ્મ માટે નું કલેકસન

Advertisements

2 responses to “‘લતા એક દંતકથા’ -પુસ્તક વિષે કેટલીક વાતો -2

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s