‘લતા એક દંતકથા’ -પુસ્તક વિષે કેટલીક વાતો -૧

લતાજી (ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસમાંથી)

લતાજીના જન્મ દિવસ પર આ પુસ્તકની જે વાત કરી હતી તે હાલમાંજ વાંચીને પૂરું કર્યું. પુસ્તક નહિ પણ જાણે વીતેલા જમાનાની નાનકડી સંગીત ની સફર પૂરી કરી હોય તેવું લાગ્યું. પુસ્તક ના મૂળ લેખક છે શ્રી હરીશ ભીમાણી સાહેબ કે જેઓ રેડીઓ  કાર્યક્રમ ના સંચાલક તેમજ ઉદઘોસક તરીક ખુબ પ્રખ્યાત થઇ ચુક્યા છે તેમ છતા પણ પુરા ભારતમાં મહાભારત  ટીવી શ્રેણી ના સુત્રધાર ‘સમય’ તરીકે જ  વધુ ઓળખાય છે. આ પુસ્તક વાંચ્યા પછી તેમની એક લેખક તરીકેની ઓળખાણ પણ યાદ રાખવા જેવી છે. મૂળ તો આ પુસ્તક અંગ્રેજીમાં ૧૯૯૫ માં પ્રગટ થયલું છે પણ ડો. શરદ ઠાકરજી એ કરેલો પુસ્તક નો ગુજરાતી અનુવાદ ૨૦૦૬ માં “લતા એક દંતકથા” ને નામે પ્રગટ થયો છે.

લતાજી ના વિદેશ પ્રવાસ ના કાર્યક્રમ માટે  સુત્રધાર/ઉદ્ઘોષક તરીકે લેખકની પ્રથમ વાર લતાજીના વ્યવસાયિક વર્તુળમાં પ્રવેશથી લઈને  ૧૪ વરસ ના સમય ગાળા માં  લતાજી ના અંતરંગ વર્તુળમાં આવા સુધીના અનુભવોમાં થી આ પુસ્તક નો પીંડ બંધાયો છે.  આ પુસ્તકને સંપૂર્ણ રીતે તો લતાજી ની જીવની ના કહી  શકાય પણ તેમના જીવન ની ઘણી અંગત વાતો , તેમના વિશે લોકમાનસ માં પ્રચીલિત વાયકાઓ, તેમના કારકિર્દી ના સંઘર્ષ વગેરે ની વાતો ખુબ ઊંડાણ પૂર્વક ચર્ચવામાં આવી છે. સાથે સાથે લતાજી ની સાથે સંકળાયેલી  કેટલીયે  અલભ્ય તસ્વીરો પણ આપી ને જાણે સોના માં સુગંધ ભળી હોય તેવું લાગ્યું.

૪૫૦+ પાનાઓ ને ૨૦ પ્રકરણો માં પથરાયેલું પુસ્તક ‘ના ભૂતો ના ભવિષ્ય’ જેવા લતાજી ની ખુબ નજીક થી પરિચય ને મુલકાત કરાવે છે. મારા જેવા નવી પેઢી ના વાચકો ને હિન્દી ફિલ્મ સંગીત ના વીતેલા જમાનાની કેટલીય અજાણી વાતો, તે વખત ના સંગીત નિર્માણ ની વાતો, દિગ્ગજ કહી શકાય તેવા સંગીત નિર્દેશકો ને કલાકારો નો પરિચય, વગેરે જાણવા મળી શકે છે. ઉદાહરણ પૂરતા કેટલાક નામો જોઈએતો, ખેમચંદ પ્રકાશ, ગુલામ હૈદર, અનીલ બિસ્વાસ, નૌશાદ, વસંત દેસાઈ , ખૈયામ, સી. રામચંદ્ર, મદન મોહન, સલીલ ચોધરી, હેમંત કુમાર, જયદેવ, વગેરે.  લતાજી નો કૈક અંશે આંતરમુખી કહી શકાય તેવો સ્વભાવ ને જાહેર માં ખુબ ઓછુ બોલવા વાળા વ્યક્તિ રહ્ય છે. એટલે આટલા પ્રસિદ્ધ ને લોકલાડીલા વ્યક્તિત્વ સાથે અને વાતો -વાદ -વિવાદ જોડવું પણ નિશ્ચિતજ છે. તેમાં પણ લતાજી જેઓ કોઈપણ વાતનો ખુલાસો કે જાહેર નિવેદનો પણ જલ્દીથી નાં આપે એટલે તેમની આજુ બાજુ એક દંતકથા સમું આવરણ છવાય જવું ખુબ સ્વાભાવિક છે. આવીજ કેટલીક વાતો ના ઉદાહરણ  જોઈએતો, તેઓ બીજી કોઈ ગાયિકાને પોતાની કારકિર્દી બનાવા નથી દેતા, તેઓ ખુબ રૂપિયા કમાતા હોવા છતાં લોકો ને ખાસ મદદ નથી કરતા, વગેરે.

મેં અત્યાર સુધીના સાંભળેલા/વાંચેલા દુનિયાભરના મહાનુભાવો વિષે કહી શકાય કે  એક વાર તેમની કારકિર્દી પ્ર્થાપિત થયા પછી તેમને પડતી પણ જોવીજ પડી છે ને તેમની કારકિર્દી નો સૂર્ય પણ આથમ્યો છે પણ મારા મતે લતાજી એવા વ્યક્તિ છે કે જેમની કારકિર્દી માં ક્યારેય પડતી નથી આવી પણ વર્ષો ના વર્ષે પ્રગતિજ સાધી છે. એવું કહેવામાં જરાપણ અતિશયોક્તિ નહિ હોય કે તેમની લોકચાહના ને પ્રગતી નો  સૂર્ય  હમેશા માધ્યાનેજ  તપે છે. ને આ પાછળ છે સંગીતને માટે એક સંપૂર્ણ સમર્પિત જીવન, પોતાના સંગીત ના નિયમો વિરુધ કોઈપણ પ્રકાર ની બાંધ છોડના કરવાની જીદ, હરેક ગીતમાં એક સંપૂર્ણ ને પોતાની શ્રેષ્ઠ ગાયકી નું નિરૂપણ.

કેટલીક વધુ વાતો  હવે પછી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s