મને ગમતા ગુજરતી બ્લોગ જગતના કેટલાક બ્લોગો-૩

આજે વાત કરવી છે એવા કેટલાક બ્લોગ ની જેમાં  રાજકારણથી લઇ ને સમાજ  વ્યવસ્થા, તો પર્યાવરણ થી લઇ સાહિત્ય , કળા,સિનેમા સુધીના જુદા જુદા વિષયો ને આવરી લેતા વિચારશીલ ને ઊંડાણ સભર લેખો માણવા મળે છે.

ઋતુલ ભાઈ નો બ્લોગ -ચરખો: ગુજરતી બ્લોગ જગતમાં આટલા વિવિધ વિષયો પર ઊંડાણ ભરી માહિતી આપતા ખુબ ઓછા બ્લોગ છે  ને તેમાં મારા મતે ઋતુલ  ભાઈ નો બ્લોગ ખુબ આગળ પડતો છે, હરેક વિષય ના લેખમાં ઊંડો અભ્યાસ, અનુભવનો નીચોડ, ને સુંદર ભાષા ધ્યાન માં આવ્યા વગર રેહતા નથી. હરેક લેખ માં વાચક ને વિષય વસ્તુ પર એક નવો દ્રષ્ટિકોણ કે માહિતી મળી રહે તેમ છે.

શિશિર ભાઈ નો બ્લોગ: આમ તો શિશિર ભાઈ જાણીતા કટાર લેખક ને  ફિલ્મ સમીક્ષક છે. જુદા જુદા વર્તમાન પત્રો ને સામયિકો માં તેમના લેખો આવતાજ  રેહતા હોય છે. તેમના ફિલ્મ ને ચિત્રલેખમાં આવતા પુસ્તક પર ના લેખો મારા મનગમતા છે. તેમન બ્લોગ પર તેમના વિવિધ જગ્યાએ છપાયેલા લેખોનો સરસ સંચય કર્યો છે. તેમના ફિલ્મજગત ની અંદર નીવાતોની ખબર, અનુભવ, ને કસાયેલી કલમને  લીધે તેમના ફિલ્મ વિષેના કે સમીક્ષક ના લેખોને એક અલગ અંદાજ મળે છે, ફિલ્મ રસિકો ને તો ખુબ બધી ફિલ્મમો  વિષે કે ફિલ્મકારો વિષે   જાણી-અજાણી વાતોની જાણકારી મળી શકે છે. તેમજે કળા ને માધ્યમ લઇ ને લખાયેલા તેમના ચિંતનાત્મક લેખો પણ મનનીય હોય છે.

ભવિષ્યમાં આવજ કોઈ જુદા જુદા વિષયો ને આવરી લેતા ગુજરતી  બ્લોગો જો ધ્યાન માં આવશે તો જરૂરથી અહિયાં ઉમેરવા છે હાલતો આ યાદી સાથે અહીજ વિરમ્યે !

Advertisements

11 responses to “મને ગમતા ગુજરતી બ્લોગ જગતના કેટલાક બ્લોગો-૩

  1. ઋતુલનો બ્લોગ ખરેખર સરસ છે. અને એ બ્લોગ મારી એવી યાદીમાં સ્થાન પામે છે, જે બ્લોગરને હું બહુ સારી રીતે જાણું છું. એક જ શાળામાં અભ્યાસ અને પછી અચાનક કેટલાય વર્ષે CEPT માં મળેલા..

    • કાર્તિક ભાઈ, ભારતની બીજી ભાષા ના ખાસ કરી ને અંગ્રેજી ને હિન્દી બ્લોગો માં લખાણ નું જે ઊંડાણ છે તે જોઈ ને લાગે કે આપડું ગુજરાતી બ્લોગ જગત ને હજી ઘણી લાંબી સફર કાપવાની છે , થેન્ક્સ તું ઋતુલ ભાઈ ને બીજા કેટલાક ગુજરાતી બ્લોગરો કે જેના લીધે ગુજરાતી બ્લોગ જગત માં પણ લખાણ નું ઊંડાણ ને વિવિધતા છે તેમ કહી શકીએ છીએ, આ બધા બ્લોગરો ને લીધીજ, મારા મતે, ગુજરાતી બ્લોગ જગત ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s