ઇન્ડિયા -ઓસ્ટ્રેલીયા ટેસ્ટ શ્રેણી -બીજી ટેસ્ટ નો અહેવાલ

સચિન- 'બેવડી સદી ની પળે' ( ફોટો શ્રોત -ગૂગલ ઈમેજીસમાં થી)

આશા હતી તેવીજ બીજી મેચ  પણ રસા-કસી વાળી રહી, પેહલા ૪ દિવસ તો જાણે પ્રથમ ટેસ્ટ મેચ નું પુનરાવર્તન થઇ રહ્યું હોય એવું લાગ્યું. ખેર , ઓસ્ટ્રેલીયા ની ટીમ ને કારમો પરાજય આપીની ટીમ ઇન્ડિયા એ બોર્ડેર-ગાવસ્કર ટ્રોફી પર પોતાનો કબજો જમાવી રાખ્યો.

મેચ ની શરુઆત હમેશા ની જેમ ધોનીના ટોસ હારવાથી શરુ થઇ, ઓસ્ટ્રેલીયા ની ટીમેએ   સરસ  શરુઆત કરી, વોટસન ને કેઈચએ મોટા સ્કોર માટે નું સરસ પ્લેટફોર્મ બનાવી આપ્યું. પહેલી મેચ કરતા આવખત નું ભારતીય ફિલ્ડીંગ ને બોલિંગ નું સ્તર વધુ સારું રહ્યું, હરભજન ની બોલિંગ પાછી લાઈન માં આવતી હોવાનું લાગ્યું તો શ્રી શરુઆત ની કેટલીક ઓવર બાદ સારી શરુઆત કરી. પોન્ટીંગે પણ સરસ બેટિંગ કરી તેની ઇનિંગ પહેલી મેચ કરતા વધુ સરસ રહી પણ સુરેશ ના હાથે ફરી વખત પોતાની વિકેટ ખોઈ. આ વક્તે પણ લાગતું તું કે પોન્ટિંગ પછી ઓસ્ટ્રેલીયા ની ટીમ ધબડકો કરશે પણ પૈન ને નોર્થે બાજી સાંભળી લીધી , નોર્થ ની શતકે ઓસ્ટ્રેલીયા ને ખુબ મજબુત સ્કોર પર લાવી ને મૂકી દીધું. ઝાહિર ને ઓહ્ઝા ની બોલિંગ અદ્ભુત રહી , બંનેએ ઓસ્ટ્રેલીયા ના બેટ્સમેનો પર સારું એવું દબાણ રાખ્યું. આમ એકંદરે પેહેલી ઇનિંગ માં ભારતીય બોલર ને ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનો નો સરસ મુકાબલો રહ્યો. ઇન્ડિયા ની બેટિંગ ને પ્હેલોજ જટકો સેહવાગ ની વિકેટ થી લાગ્યો , બંને મેચ માં સેહવાગ ની જડપી શરુઆત પછી મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો, તેની બેટિંગ માં એક ઉતાવળાપાનું લાગી રહ્યુ હતું, ને તેના શોર્ટ બોલ રમવાની નબળાય નો આ વખતે  ઓસ્ટ્રેલીયાના બોલરો એ પેર્ફેક્ત પ્લાન બનાવી ને ફાયદો ઉઠાવ્યો ને તેનું એક માનસિક દબાણ પણ ટીમ ઇન્ડિયા પર ખડું  કરવામાં સફળ રહ્યા. તુરંતજ  બીજો જટકો રાહુલ ની વિકેટ થી મળ્યો , શ્રીલંકા પછીનો રાહુલનો બીજો સતત નબળો દેખાવ રહ્યો. રાહુલ ના ગયા પછી તો લાગવા માંડ્યું કે કદાચ ટીમ ઇન્ડિયા ને ફોલોન પણ મળી જાય પણ સચિન ને બાજી સાંભળી ને અદ્ભુત રમત દાખવી, પૂરી ફ્લોલેસ્સ ઇનિંગ રહી ને તેના સાનિધ્યમાં વિજયએ પણ પોતાની પહેલી શતક પૂર્ણ કરી ને ઉમદા રમત બતાવી. હાલમાં તો સચિન તેમની રમત ના શ્રેષ્ઠ ફોર્મ માં રમી રહ્ય છે ને તેઓ જ્યારે પીચ પર રમતા હોય ત્યારે એમજ લાગે કે બસ તેમની બેટિંગ ચાલ્યાજ કરે. સચિન ને વિજયે ઓસ્ટ્રેલીયાના બોલરોની સારી એવી પદુડી કાઢી ને ૩૦૦+ ની જબરદસ્ત  પાટનરશીપ કરી. બાકી બીજા કોઈ ભારતીય બેટ્સમેનો ખાસ કઈ ઉકાળી ના શક્ય એક વખત ૧૦૦ લીડ ભારત આસાનીથી ચડાવી શકશે તેવું લાગતું ત્યાં સચિન ની વિકેટ પછી બાકીના બધા બેટ્સમેનો ઓસ્ટ્રેલીયાના બોલરોએ ધૂળ ચાટતા કરી દીધા. ટીમ ઇન્ડિયા ના મજબુત સ્કોર માં  વિજય ની શતક ને સચિનની ડબલ શતક નો ખુબ મહત્વનોને ને અમુલ્ય ફાળો રહ્યો. ચેતશ્વર પાસે થી સારી રમત આશા હતી તે ફળી નહિ પણ ખેર તે એક અફલાતુન બોલ પર  આઉટ થયો ને સાથે થોડો અનલક્કી પણ રહ્યો. ઓસ્ટ્રેલીયાના બોલરો બાદ બીજી ઇનિંગ માં ઓસ્ટ્રેલીયાના  બેટ્સમેનો ની પણ ભારતીય બોલરોએ બોલતી બંધ કરી દીધી. અદ્ભુત બોલિંગ આક્રમણ થી ઓસ્ટ્રેલીયાના  બેટ્સમેનો ને હતપ્રભ કરી નાખ્યા. પોન્ટિંગ શિવાય કોઈ ખાસ રમી ના શક્યું. બીજી ઇનિંગ માં ભારતીય દરેક બોલર અફલાતુન રહ્યો ને ખાસ તો ધોની ની વિકેટ કીપિંગ અદ્ભુત રહી પહેલી મેચ માં કરેલી ભૂલો નું સાટું વાળી દીધું.  ભારતીય બેટિંગ ની જડપી શરૂઆત થઇ પણ એટલીજ જલ્દી સેહવાગ ની વિકેટ પણ ખોઈ, ને બધાના આશ્ચર્ય વચ્ચે રાહુલ ની જગ્યાએ પુજારા ને મોકલી ને ધોની ને કોચે સુખદ આંચકો આપ્યો પણ તે ચાલ ઓસ્ટ્રેલીયાના માટે ઘાતક પુરવાર થઇ. ખેર, પુજારાએ પોતાને સોંપવામાં આવેલી તક ને જવાદારી પુરતી રીતે નિભાવી ને અફલાતુન રમત બતાવી. પોતાની પહેલી ઇનિંગ ની નિષ્ફળતા નું ખૂબી પૂર્વક સફળતા માં પરિવર્તન કરી નાખ્યું. તેની સ્ટ્રોક પ્લેઇંગ ની આવડત તેમજ સ્પિનર ને રમવા માટે જે રીતે ફૂટવર્ક બતાવ્યું  તે જોઈ ને તેના મેટલ ને માનસિક શક્તિ નો ખ્યાલ આવે છે. આગળ જતા તે એક દિવસીય મેચો માં પણ જલ્દી થી પ્રવેશ મેળવી લેતો નવાઈ  નહિ લાગે. પણ તેની જે રીતે રાહુલ સાથે સરખામણી થઇ રહી છે તે વાજબી નથી , રાહુલ ના પેગડામાં પગ મુકવા માટે હજી ઘણું બધું રમવાનું  ને સાબિત કરવાનું બાકી છે. પણ જો આવીજ  રીતની રમત રમતો રહ્યો તો ઇન્ડિયા ને એક સરસ મિડલ ઓર્ડર બેસ્ટમેન મળશે તેમાં શંકા નથી. ખેર વિજય ને પુજારાની ઇનિંગે મેચ પૂરી ભારતની તરફેણ માં કરી દીધી ને  બાકી બચેલું કામ રાહુલ ને સચિને પૂરું કરી નાખ્યું . ટીમ ઇન્ડિયા ને શ્રેણી વિજય માટે અભિનંદન ને આવનારી એક દિવસીય મેચોની શ્રેણી માટે ટીમ ઇન્ડિયા ને ઓસ્ટ્રેલીયા ને ‘ઓલ ધ બેસ્ટ’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s