ઇન્ડિયા -ઓસ્ટ્રેલીયા ટેસ્ટ શ્રેણી -પ્રથમ ટેસ્ટ નો અહેવાલ

ભારતની વિજયી ષણે ( ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસમાંથી)

૨૦૦૧, કલકત્તા, કેપ્ટન સ્ટીવ વોઘ, એક અકલ્પનીય હાર. ૨૦૧૦, મોહાલી, કેપ્ટન રિકી પોન્ટિંગ, એક અકલ્પનીય હાર. બંને વાર જીતનો પ્યાલો, મગરૂર, અભિમાની પણ  દિલોજાનથી ક્રિકેટ રમનારા ને પોતાની શ્રેષ્ઠ રમત બતાવા જાણીતા ઓસ્ટ્રેલીયન ખિલાડીઓ પાસેથી જુટવી જનાર ખિલાડી, વેરી વેરી સ્પેસીઅલ લક્ષ્મણ.  વર્ષો સુધી ભારતીય ક્રિકેટ પ્રેમીઓ આ બંને જીતોને  યાદ કરશે, કાલનો  દિવસ લક્ષ્મણ નો રહ્યો.

ધોનીએ પોતાની ટેસ્ટમાં ટોસ હારવાની પરમ્પરા જાળવી રાખતા, ઓસ્ટ્રેલીયા ની ટીમ બેટિંગમાં આવી ને પહેલા સેસન સારી રમત દાખવી, ભારતીય ટીમ ની ફિલ્ડીંગ હમેશા ની જેમ નબળી રહીને વોટસન ને સારા બે જીવતા દાન મળ્યા જેનો પૂરાતો લાભ લેતા તેણે એક શાનદાર શતક લગાવી. પહેલી ઇનિંગ માં ઇશાંત પોતાનું ખરાબ ફોર્મ જાળવી રાખ્યું ને ઉપરથી ઈજા થતા ભારતીય બોલિંગ આક્રમણ ને પંગુ બનાવી દીધું. ભજ્જી પણ એક સામાન્ય બોલર પુરવાર થઇ રહ્યો. પણ ઓહ્ઝાએ સરસ રમત દાખવી હરીફ ટીમ ને રન ના પ્રવાહ ને કસી ને તેમની ઉપર સારો એવો દબાવ ઉભો કર્યો જેનો સીધો લાભ ભજ્જી ને ઝહિર ને મળ્યો. સુરેશ ના રન આઉટ નો પણ એટલોજ ફાળો રહ્યો તેના રન આઉટે ભારતીય ટીમ ની રમત માં એક નવું જોમ ને ઉત્સાહ ભરી દીધો.  બીજી તરફ  ઓસ્ટ્રેલીયા ની ટીમે સારી શરુઆત કરી ને રિકી પોન્ટિંગ ની વિકેટ ખોતા થોડી ઢીલી પડી ગયી પણ  પેને આવી ને બાજી સાંભળી લીધી. તેણે ને જોહન્સને સરસ ભગીદારી કરતા ઓસ્ટ્રેલીયા એક મજબુત સ્કોર પર પહોચી શકી. તેમાં ભારતીય ટીમ થી છુટેલા કેચો નો પણ એટલોજ ફાળો રહ્યો છે. ધોની ની વિકેટકીપિંગ ખુબ નબળી રહી. તેની નબળી વિકેટકીપિંગ ભારત ની હાર નું કારણ જરૂર બની શકી  હોત. ખેર મેચ ના બીજા દિવસે ભારતીય બોલર ની બોલિંગ ને તેમાં પણ ઝહિરના બોલ જે રીતે રીવર્સ સ્વીંગ થવાના ચાલુ થયા તેજોતા જલ્દીજ ભારતીય ટીમ રમત માં આવશે તે નક્કી થઇ ગયું. ભારતીય ટીમ માં ગૌતમ ને બાદ કરતા ટોપ ઓર્ડર ને મિડલ  ઓર્ડર નો સંપૂર્ણ પ્રભુત્વ રહ્યું ને લક્ષ્મણ ને પીઠ દર્દ તેમજ ભારત સારી સ્થિતિ માં હોવાથી ખુબ છેલ્લે રમવા આવ્યા. સચિન ને દ્રવિડ ને સાથે રમતો જોવાનો સરસ લાહવો મળ્યો. સચિન ફરી સદી ની ખુબ નજીક આવી સદી ચુકી ગયા, સુરેશે  ફરી  પોતાની સારી રમત દાખવી. ઓસ્ટ્રેલીયા ની ટીમ પણ ફિલ્ડીંગ બાબતે નબળી રહી. પુછ ડીયા બેટ્સમેનો ની નિષ્ફળતા ને લીધે ભારત ની સારી શરૂઆત છતા પણ લીડ ચડાવામાં નિષ્ફળ રહી. બીજી ઇનિંગ માં પહેલી ઇનિંગ માં ભારતીય બોલિંગ ને ફિલ્ડીંગ નું સ્તર ઘણું સારું રહ્યું. ઝહિર, ઇશાંત, ભજ્જી ને ઓહ્જાએ પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું , વોટસન ને કેટીચ  શિવાય કોઈપણ  બીજો ખેલાડી નોંધપાત્ર રમત ના બતાવી શક્યું ને ફક્ત ૧૯૨ ના સ્કોર પર ઓસ્ટ્રેલીયા અટકી ગયું.

સ્કોર જોઈને તો લાગ્યું કે ભારતીય ટીમ ખુબ આસાનીથી જીત મેળવી લેશે પણ  ઓસ્ટ્રેલીયા ની ટીમ એમ આસાનીથી હાર માને તેવી થોડી છે ! ભારતીય ટીમ ને શરુઆત ની રમત થીજ  સંદેશો આપી દીધો કે સ્કોર ભલે નાનો રહ્યો પણ જો અમે અમારી પૂરી તાકાત થી રમશું તો આટલા સ્કોર માં પણ વિજય મેળવી લેશું.  ઓસ્ટ્રેલીયા ના બોલરોએ તરખાટ મચાવી દીધો, બોલીગર, હેઇલ્ફનુસે અદ્ભુત બોલિંગ કરી , ભારતીય ટીમ ના બેટ્સમેનો પત્તા ના મહેલ માફક પડી ભાંગ્યા , સચિન એ પુરતી લડાઈ લડી પણ તેના ગયા બાદ લાગ્યું કે હવે ટીમ ઇન્ડિયા ને બચવું મુશ્કેલ છે. આમ ભારત ના તરફેણ ની મેચ સંપૂર્ણ રીતે  ઓસ્ટ્રેલીયાના તાબા માં આવી ગયી , ઓસ્ટ્રેલીયા ની ટીમ પણ પોતાની જીત ને સુંઘવા માંડીતી, પણ લક્ષ્મણ ને શર્મા એ અદ્ભુત રમત દાખવી, ઇશાંતએ અત્યાર સુધીની પોતાના કારકિર્દી ની શ્રેષ્ઠ બેટિંગ કરી. આ રમત થી એક વાત પણ નક્કી થી ગયી કે ઇશાંત ભલે હમણાં ફોર્મ માં નહિ હોય પણ રમતને સંપૂર્ણ રીતે સમર્પિત ને એક ફાઈટર છે. કદાચ તેના આ સ્વભાવ ને લીધે આટલા ખરાબ પ્રદર્શન ને આટલી ટીકાઓ થવા છતા પણ ભારતીય ટીમે તેનામાં સંપૂર્ણ વિશ્વાસ મુક્યો હશે. નવા ઉગતા ખિલાડીઓ માટે એક અદ્ભુત ઉદાહરણ ઇશાંતે પૂરું પડ્યું છે, આશા છે કે તે આવોજ મિજાજ જાળવી રાખે ને જલ્દીથી ઈજા મુક્ત થઇ જાય, તો ભારત ને એક આધાર ભૂત  બોલર જલ્દીજ મળી જશે !

ઇશાંત ના ગયા પછી ઓહ્ઝા એપણ પોતાની વિકેટ બચાવી રાખી ને લક્ષ્મણ ને પૂરો સાથ આપ્યો. લક્ષ્મણ ની અદ્ભુત રમત વર્ણવા માટે શબ્દો નથી, દરેક રમત ક્રિકેટ પ્રેમીઓને જો તક મળે તો ફરી પાછી તેની રમત જોવા અનુરોધ. મેચ માં છેલ્લે સુધી ખેચતાણ રહી ઘડીક માં બાજી  ભારત તરફ તો ઘડીક માં ઓસ્ટ્રેલીયા તરફ , એક સંપૂર્ણ રોમાંચ સાથેની ટેસ્ટ મેચ. ઓસ્ટ્રેલીયા ની ટીમ ભૂલી જવા જેવા એક દુખદ સંભારણા તરીકે હમેશા આ મેચ ને યાદ રાખશે ! ખેર ક્રિકેટ રસિકોને તો બંને ટીમો તરફથી આવીજ અદ્ભુત રમત આગલી મેચ માં પણ જોવા મળે તેવી પ્રાર્થના !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s