“મેમોરીઝ ઓફ મર્ડર” – એક સરસ થ્રીલર ફિલ્મ !

ફોટો શ્રોત -ગૂગલ ઈમેજીસમાંથી

આમ તો હિન્દી ફિલ્મ જગત હોલીવૂડ સિવાય પણ બીજા દેશો ની ફિલ્મો થી પોતાની “પ્રેરણા” લેતુજ  રેહતું હોય છે, તેમાં કોરીયન ફિલ્મ પણ બાકાત નથી. ઝીંદા ને અગલી ઔર પગલી ફિલ્મ તો ફ્રેમ થી ફ્રેમ કોરિયન ફિલ્મો થી “પ્રેરણા” પામેલા જ્વલંત ઉદાહરણો છે.  આવી “પ્રેરણા’ પામેલી ફિલ્મો નો એક ફાયદો જરૂર થાય કે લોકો ને જેતે  દેશ ની સફળ ને જાણીતી ફિલ્મ નો પરિચય થાય , તેમજ જો આપ ફિલ્મ રસિક હોવ તો બીજી પણ તે દેશની કેટલીક સારી ફિલ્મો વિષે માહિતી  તેમજ ફિલ્મ જોવા માટેનો ફલક ને  સમજણ પણ વિસ્તરી શકે છે.

“મેમોરીઝ ઓફ મર્ડર” પણ આવીજ  એક સારી કોરિયન  ફિલ્મોમાની એક ફિલ્મ. ફિલ્મનો સમય કાળ ૮૦ ના દશક નો છે કે જયારે  કોરિયામાં ગુના શોધન માટેની આધુનિક પદ્ધતિઓ નો વિકાસ એટલો થયો નથી હોતો, ને કોરિયા ના એક ગામડામાં સીરીઅલ કિલિંગ નો સિલસિલો શરુ થાય છે. ફિલ્મ માં મુખ્ય બે પાત્ર છે એક જે તે ગામનો ગુનાશોધક અધિકારી હોય છે ને બીજો જે શહેરમાંથી આવેલો ને પદ્દતિસર કામ કરનારો અધિકારી. ફિલ્મ ની વાર્તા સાથે સાથે બેવ અધિકારી ના પાત્રો નું અદ્ભુત રીતે ઉઘાડ થાય છે, તે બેવના એક બીજા સાથે ના સંબંધ , સમજણ , કામ કરવાની પદ્ધતિ થી થતો સંઘર્ષ ખુબ  સુંદર રીતે ફિલ્માવામાં આવ્યા છે. સાથે સાથે કોણ ખૂની છે તેનું રહસ્ય પણ ઘુટાતું રહે છે. ફિલ્મ ની સાથે સાથે જોનારે પણ પોતાની કલ્પનાઓ થી ફિલ્મ માં જોડાવું  રહ્યું , જે કદાચ સીધો ને સરળ અંત જોવા ટેવાયેલા દર્શકો ને ફિલ્મ નો મલ્ટી ડાયમેન્સન ને ઓપન અંત સમજવું કદાચ અઘરું પડી શકે છે.  દેશ વિદેશ ની ફિલ્મો જોનાર દર્શકો માટે એક સરસ અનુભવ રેહશે તે નક્કી ને ફક્ત મનોરંજન માટે ફિલ્મો જોતા દર્શકો ને જો હિન્દી ફિલ્મ “સ્ટોન મેન’ (આમ તો સરખામણી બરાબર નથી પણ , ફિલ્મ ના પ્રકાર વિષે એક અછડતો  ખ્યાલ દેવા માટે આ ફિલ્મ નું એક ઉદાહરણ આપ્યું છે ) પ્રકાર ની ફિલ્મો ગમતી હોય તો તેમણે પણ જરૂર થી જોવી ! ફિલ્મ કોરિયન માં હોય , પણ અંગ્રજી સબ-ટાઈટલ સાથે માણી શકાય છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s