“મુંબઈ-પુને -મુંબઈ ” – એક મસ્ત મજાની હલકી -ફૂલકી મરાઠી ફિલ્મ !

ફોટો શ્રોત -ગૂગલ ઈમેજીસમાંથી

હાલમાંજ મુંબઈ-પુને-મુંબઈ જોઈ દિલ બાગ બાગ થઇ ગયું , ઘણા વખતે આટલી  સરસ હલકી ફૂલકી ને મજાની ફિલ્મ જોઈ , ઋષિદા ની યાદ આવી ગયી. ફિલ્માં નથી કોઈ સંદેશ કે નથી કોઈ એવી અફલાતુન વાર્તા છતા પણ ફિલ્મ સાથે દર્શકો ખુબ સહેલાયથી જોડાઈ જશે તે નક્કી. મુંબઈ -પુનેથી સુપેરેપરિચિત મિત્રો ને ફિલ્મ વધુ ગમશે તે નક્કી, આખેર ફિલ્મ પણ તેમનીજ જિંદગીને ક્યાંય ને ક્યાંયક તો  સ્પર્શતી ખરી ને  !

ફિલ્મ માં ફક્ત ત્રણ મુખ્ય પાત્રો છે એક પાત્ર છે મુંબઈ ની છોકરી જે પુના એક છોકરાને લગ્ન માટે મળવા આવે છે ને બીજું પાત્ર છે પુના ના છોકરાનું જે મુબઈ ની છોકરી ને લગ્ન માટે મળવાનું હોય છે ને ત્રીજું ને મહત્વ નું પાત્ર છે પુના શહેરે કે જયા બે અજાણ્યા પાત્રો ની ભારતીય દર્શકો ની જાણીતી ને માણીતી પ્રેમકહાનીની શરુઆત થાય છે. બસ આટલી સહેલી વાર્તા ને ફક્ત ૩ પાત્રો સાથે ની લગભગ  પોણા બે કલાક ની મસ્ત મસ્ત ફિલ્મ ક્યારે પૂરી થઇ જાયે છે તે ખબરજ નથી પડતી ફિલ્મ દર્શકો ને પોતાની સાથે લઇને બસ વહેતી રહે છે. સ્વપ્નીલ જોશી ને મુકતા બર્વે નો લાજવાબ અભિનય છે, મુંબઈ ની છોકરી તરીકે મુકતા એ કમાલ કરી છે, તો સ્વપ્નીલે પણ પુણેકર તરીકે રંગ રાખ્યો છે. ફિલ્મ વિષે જો તમારું વિઝન ક્લીઅર ને સરસ પાત્રલેખન કરેલું  હોઈ તો એક સામાન્ય વાર્તા પર થી પણ કેટલી મસ્ત મસ્ત ફિલ્મ બનાવી શકાય તેનું અદ્ભુત ઉધાહરણ. જે મિત્રો મરાઠી સમજી શકતા હોય તેમની માટે must must વોચ ને જે મિત્રો ને હલકી ફૂલકી ફિલ્મો ગમતી હોય તેમણે પણ બનેતો  ફિલ્મ જરૂર થી જોવી. ફિલ્મ  વિષે ની વધુ માહિતી માટે નીચની લિંક ની મુલાકાત લેવી !

ફિલ્મ મુંબઈ-પુને-મુંબઈ

Advertisements

2 responses to ““મુંબઈ-પુને -મુંબઈ ” – એક મસ્ત મજાની હલકી -ફૂલકી મરાઠી ફિલ્મ !

    • ૧૦/૧૨ દિવસ પહેલાજ એક મિત્ર ને ત્યાં આ ફિલ્મ ની ડીવીડી જોઈ કે જેની અંગ્રજી સબ ટાઇટલ તેમજ બીજી પુરક માહિતી સાથેની ઓફિસિયલ રીલીઝ ટૂંક સમયમાંજ થવાની છે. એક ના ચૂકાય તેવી મસ્ત ફિલ્મ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s