શ્રી વિજય ગુપ્ત મોર્યા -ગુજરતી વિજ્ઞાન લેખનના પિતામહ !

ફોટો શ્રોત -લલિત ભાઈ ના લેખમાંથી સભાર!

આમ તો વિજય ગુપ્તજી ખુબ જૂની પેઢી ના લેખક કે જેમને મારા જેવી આજની પેઢી કદાચ ઓળખતી પણ ના હોત પણ સ્કોપે અને સફારી મેગઝીન ને લીધે મારા જેવી નવી પેઢી ને પણ તેમના અદ્ભુત લખાણો વાંચવા નો મોકો મળ્યો, ને તેમના લખાણ ને લીધી ગુજરાતી સાહિત્ય માં પણ વિજ્ઞાન લેખન ની એક વ્યવસ્થિત શરુઆત થઇ તેવું કહેવું પણ અતિશીયોક્તી નહિ હોઈ. નાનપણ થી તેમના લેખો ને અમુક પુસ્તકો વાંચ્યા હોય, મારા જેવા ઘણા લોકો ના  મનગમતા ને લાડીલા લેખકોમાંના એક , એટલે તેમની માટે એક  અદ્ભુત આકર્ષણ ને તેમના વિષે   જાણવાની તાલાવેલી પણ ખરી.ગયું વર્ષ તેમના જન્મ શતાબ્દીના વર્ષ તરીકે ઉજવાયું ને તેમના વિષે ના લેખો દ્વારા તેમની વિષે ઘણી માહિતી જાણવા મળી, પણ હાલમાંજ લલિત ભાઈ ખંભાયતા તરફથી તેમનો લખેલો  વિજય ગુપ્ત મોર્યા વિષેનો  એક અફલાતુન ૬ પાના નો લેખ મળ્યો. તેમના લેખમાંથી તેમના વિષેની ઘણી  અજાણી ને નવી માહિતી જાણવા મળી . વળી વિજય ગુપ્ત મોર્ય દ્વરા લખાયેલા ને હાલ લગભગ અપ્રાપ્ય એવા તેમના પુસ્તકો ની યાદી ને તેમના લગભગ સંપ્રુણ સાહિત્ય સર્જન ની સરસ રૂપરેખાપણ આપી છે. મારા જેવા વિજય ગુપ્ત મોર્યા ના દરેક ચાહકો માટે એક સરસ સંભારણું બની રહે તેવો સરસ લેખ.

રસ ધરાવતા વાચક મિત્રો  વિજયગુપ્ત મોર્યાનો  આ લેખ લલિત ભાઈનો નીચેના  ઈ -મેંઈલ પરથી  સંપર્ક કરી ને મેળવી શકે છે. લલિત ભાઈ નો આટલો  સરસ લેખ મોકલવા ફરી એકવાર  આભાર !

લલિત ભાઈ નું ઈ -મેંઈલ:lalitgajjer{At}gmail.com

Advertisements

2 responses to “શ્રી વિજય ગુપ્ત મોર્યા -ગુજરતી વિજ્ઞાન લેખનના પિતામહ !

  1. આ વિજયગુપ્ત દાદાના જન્મનું ૧૦૧મુ વર્ષ ચાલે છે. ગયા વર્ષે શતાબ્દી નિમિતે મેં લેખ લખ્યો હતો. વધુ ને વધુ ચાહકો વિજયગુપ્ત દાદા વિષે વાંચે અને એમને યાદ કરે એ જ એમને સાચી અંજલી ગણાશે.

    • સાચી વાત છે લલિત ભાઈ આપની, વિજય દાદાના લેખોને લીધે મારી પહેલાની ને મારી પેઢી ના કેટલાય લોકો વિજ્ઞાન તરફ આકર્ષિત થયા હશે, તેની માટે મારા જેવા હરેક વાંચક તેમના ઋણી રહશે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s