ગ્રુપ કેપ્ટન સચિન રમેશ તેન્દુલકર !

ફોટો શ્રોત -ગૂગલ ઈમેજીસમાંથી

કાલે સચિન ની યશકલગી માં વધુ એક બહુમાન ઉમેરાયું , તેમને ઇન્ડિયન એરફોર્સ  તરફથી માનદ ગ્રુપ કેપ્ટન ની રેન્ક આપવામાં આવી છે. અત્યાર સુધી ઘણા ક્રિકેટરો ને માનદ ડોકટરેટ કે દેશ વિદેશના બહુમાન મળ્યા છે પણ ભારતીય સૈન્ય તરફતી હજી સુધી ફક્ત ૨ ક્રિકેટરોનેજ  બહુમાન મળ્યા છે જેમાં પહેલા છે ૧૯૮૩ ના વિશ્વ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ કે જેમને સ્થળ સેના ની પાંખ સમી  Territorial Army તરફતી લેફ. કર્નલ ની માનદ રેન્ક આપવામાં આવી છે. ને ૨૧ વર્ષ ની સોનેરી કારકિર્દી ધરાવતા સચિન તેવુજ સન્માન મેળવામાં બીજા ક્રિકેટર છે,  વળી તેમની રેન્ક  કપિલદેવ કરતા પણ એક સ્તર ઉપર એટલે કે  સ્થળ સેના ની  રેન્ક પ્રમાણે જોયે તો કર્નલ ની રેન્ક  આપવામાં આવી છે. સચિન ને આ ગૌરવ બદલ ખુબ ખુબ અભિનંદન, સાથે ઇન્ડિયન એરફોર્સ ને પણ યોગ્ય વ્યક્તિ ને યોગ્ય સન્માન આપવા માટે ધન્યવાદ !

આતો વાત થઇ ખાસ સિદ્ધિ મેળવી શકનારા ભારતીય નાગરિકો વિષે , પણ મારા , તમારા જેવા ભારતના હરેક નાગરિક પણ ભારતીય લશ્કર કે હોમ ગાર્ડ જેવી સંસ્થા માં જોડાય ને ભારત ની સેવા કરવાનો લાહવો લઇ શક્ય છે. આ સંસ્થા માં આપડે અપડા રોજ બરોજ ના નોકરી/ધંધા/વ્યવસાય સાથે પણ જોડાય શક્ય છીએ. ને એક વોલીન્તર તરીકે આપડી સેવા આપી ને દેશ ની આપદા માં તેની પડખે ઉભા રહી શકયે છે. આવા હેતુઓ લઇ ને ભારતીય સેના માં  Territorial Army(TA) ની રચન કરવા માં આવી છે જેમાં દેશ નો કોઈપણ નાગરિક જોડાય ને પોતાની પાર્ટ ટાઈમ સેવા આપી શકે છે. TA માં ઓફિસર તરીક જોડવા માટે કોઈપણ વિષય માં સ્તાનક ની પદવી હોવી જરૂરી છે , વળી તેની પ્રવેશ મર્યાદા ૧૮ થી લઇ ને ૪૨ વર્ષ સુધી ની હોય છે એટલે દરેક ને પોતપોતાનો અભ્યાસ , વ્યવસાય વગેરે માં વ્યવસ્થિત સેટ થયા પછી પણ જોઈન કરી શકાય છે. જેમાં વર્ષ માં એક મહિના થી ૨ મહિના સુધી ની ભારતીય સેના માં પોતપોતાનો વ્યવસાય જાળવી ને સેવા આપવાની હોય છે. વળી જે મિત્રો ને સાહસિક રમતો માં રસ હોય તેમની માટે પણ  TA એક આદર્શ તક પૂરી પાડી શકે છે  ને ભારતીય સેના તરફથી તેમાટે  પૂરે પૂરો સહયોગ મળી રહે છે . જે મિત્રો ને આ વિષયમાં  વધુ કોઈ જાણકરી જોઈતી  હોય તેઓ નીચે ની લીંક ની મુલાકાત લે !

TA વિષે ની વધારાની માહિતી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s