“ધ ગર્લ હું પ્લેડ વિથ ફાયર” -સસ્પેન્સ ને થ્રીલર ભરી ફિલ્મ !

ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસ માં થી

આગળ ની પોસ્ટ માં સ્ટીગ લાર્સોનની નવલકથા ની શ્રેણી પર થી બનેલી પહેલી ફિલ્મ વિષે લખી ચુક્યો છુ, તેજ શ્રેણીની  બીજી ફિલ્મ એટલે “ધ ગર્લ હું પ્લેડ વિથ ફાયર”, એક અફલાતુન સસ્પેન્સ ને થ્રીલર ભરી ફિલ્મ ! પહેલી ફિલ્મ થી આ ફિલ્મ ની વાર્તા આગળ વધે છે, પહેલી ફિલ્મ માં દર્શાવેલી સ્વછંદી પણ કુશળ કોમ્પુટર હેકર છોકરી ની  જિંદગી વિષે ના એક એક રહસ્યો ને પાત્ર વિષે ની વધુ સમજ ખુલતી જાય છે.

આ શ્રેણી નો બ્રેકડોપ સેક્સ વ્યાપાર ના ટ્રાફિક  ને લગતો છે ને સાથે સાથે ફિલ્મ ની વાર્તા ત્રણ ખૂનના રહસ્ય ની આસપાસ ફરે છે. આમ ફિલ્મ માં ઘણા બધા મુદ્દાઓ છે પણ ખુબ અદ્ભુત રીતે એક બીજાની સાથે વણી ને ખુબ શસક્ત પટકથા છે, ફિલ્મ ના શરુ થી લઇ ને અંત સુધી દર્શકો ને જકડી રાખનારી ફિલ્મ છે, ફિલ્મ ના મુખ્ય બે પાત્ર કે જેઓ પોતાના અલગ અલગ રસ્તે હોય છે તેઓ પાછા કેટલાક સંજોગો ને લીધે સાથે થઇ જાય છે ને શરુ થાય છે એક નવો પકડદાવ ! પહેલી ફિલ્મ કરતા આ ફિલ્મ ની વાર્તા થોડી કોમ્પ્લેક્ષ જરૂર છે પણ ધીરે ધીરે દર્શકો ની સામે વાર્તા ના ખુલાશા આવતા જાય છે. વળી છોકરી ના પાત્ર ના એક એક રંગ ખુબ સુંદર રીતે ફિલ્મ માં રજુ થયા છે , ફિલ્મ સાથે દર્શકો ના મન માં પણ તે છોકરી નું પાત્ર સરસ રીતે વિકસિત થતું જાય છે. આવખતે  ફિલ્મ માં સ્વીડન નો ઉનાળો બતાવ માં આવ્યો હોય સ્વીડન નું ખરું સોંદર્ય માણવા મળે છે.

જે મિત્રો એ પહેલી ફિલ્મ ના જોય  હોય તેમણે  આ ફિલ્મ જોતા પહેલા તેની વિષે નેટ પરથી માહિતી મેળવી ને જોવી વધુ હિતવાહ રેહશે , નહીતો  આ ફિલ્મ નો પ્રવાહ ને  ફિલ્મ ના પાત્રો ને સમજવું થોડું અઘરું પડશે .    સસ્પેન્સ ને થ્રીલર ફિલ્મ ના ચાહકો માટે એક must  must વોચ છે ને ફોરેન લેન્ગવેજની ફિલ્મ ના રસિયાઓ માટે  પણ સરસ મનોરંજન બની રેહશે. ફિલ્મ સ્વીડીશ ભાષા માં હોય દર્શકો અંગ્રેજી સબ-ટાઇટલ સાથે માણી શકે છે !!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s