ગુજરાતી બ્લોગ જગતમાં મારી શતક !!

હા, આ પોસ્ટ  મારી ૧૦૦ મી પોસ્ટ છે, આમ તો ૧૦૦ ના આંકડાએ પહોચવું એ કોઈ મોટી સિદ્ધિ કે માઈલ સ્ટોન નથી , ગુજરાતી બ્લોગ જગત ના ઘણા મિત્રો ઘણા વર્ષો થી ગુજરાતી બ્લોગ જગત માં સક્રિય છે ને સારી એવી શતકો મારી ચુક્યા છે, પણ ગુજરતી બ્લોગ જગત માં મારી આ યાત્રા નો વિસામો જરૂર છે કે જ્યાં બે ઘડી બેસી ને કપાય ગયેલા અંતર વિષે ઘડીક વિચારી, તેમજ  આગળ ની યાત્રા ની તૈયારી કરી શકાય !

ગયા વર્ષ ના સપ્ટેમ્બર મહિના થી બ્લોગીંગ શરુ કર્યું હતું ને આ મહિના ના અંત સાથે એક વર્ષ પણ બ્લોગ ને પૂરું થશે ! આમ ૧૦૦ પોસ્ટ સાથે ૧ વર્ષ પણ બ્લોગીંગ માં પુરા થવાનું જો સરવયું માંડું તો એક સુખદ  ને સંતોષ કારક લાગણી જરૂર થાય છે. મારા વિચારો ને અનુભવો નોટબૂક માં જરૂર ટપકાવતો પણ તેમાટે બ્લોગીંગ કરવું કે નહિ તેની વિસામણ રેહતી.  બ્લોગ જાગતા માં ફક્ત બ્લોગ વાંચક તરીકે  ના સુખદ અનુભવ પછી લાગ્યું કે બ્લોગ લેખક તરીકે પણ અનુભવ લેવા જેવો ખરો  ને  બ્લોગ લખતા લખતા આજે ૧૦૦ પોસ્ટ પૂરી કરી, ને મારા બ્લોગ લેખેનના એક વર્ષ ના અનુભવ થી કહું તો બ્લોગીંગ કરવા માં મજા આવે છે, જે વાચક મિત્રો મારી જેમ વિસામણ માં હોય તેમને ખાસ  કેહવાનું કે બ્લોગીંગ નો અનુભવ અચૂક થી લેવા જેવો છે !

અત્યાર સુધી ની મારી મોટા ભાગની પોસ્ટ મારા મનગમતા વિષયો પર લખી છે ને આગળ પણ લખતો રહીશ પણ હવે બીજી કેટલીક બાબતો પણ ઉમેરવી છે જેમેકે મારી મનપસંદ ને મારી લખેલી કેટલીક એબ્સ્ત્રેક પ્રકાર ની વાર્તાઓ, કેટલી વીડિઓ તેમજ ઓડીઓ પોસ્ટ, તેમજ  મારા મિત્રો ના કેમરા (ને જો આ વર્ષે મારો ડીઝીટલ કેમેરો આવી ગયો તો) તેના દ્વરા લીધેલી કેટલીક તસ્વીરો વગેરે.

ગુજરતી બ્લોગ જગત માં મારી યાત્રા આમજ ચાલતી રહે તેવી પ્રભુ ને પ્રાથર્ના ! તેમજ વાચક મિત્રો ની  “મારી નોંધપોથી ” ની મુલાકાત ને પ્રોત્સાહન માટે ખુબ  આભાર !

Advertisements

20 responses to “ગુજરાતી બ્લોગ જગતમાં મારી શતક !!

 1. ખૂબ ખૂબ અભિનંદન ! એક વર્ષમાં 100 પોષ્ટ મૂકી શક્યા તે મોટી સિધ્ધિ જ ગણાય ! આવનારા વર્ષમાં આવી સિધ્ધિ 6 માસ કે તેથી પણ ટૂંકા સમયમાં મેળવો તેવી શુભકામના સાથે
  સ-સ્નેહ
  અરવિંદ

 2. ભાઈ શ્રી સૂર્યા,
  આપ એક વર્ષમાં શતક બનાવ્યો અપને હદય પૂર્વકના
  અભિનંદન. નામ સૂર્ય છે પછી સૂર્યની જેમ જરૂર ચમકવાના.
  આપ સો શતક બનાવી બ્લોગ જગતમાં છવાઈ જાવ એવી
  પ્રભુને પ્રાર્થના સાથે અંતરના આશીર્વાદ.

 3. બ્લોગ પર ૧૦૦ પોસ્ટ લખવી એ કદાચ બહુ મોટી વાત નથી પણ વિવિધ વિષયો પર નોંધ લેવી પડે એવું લખવું એ જરૂર મહત્વની વાત છે. મને ફિલ્મોમાં બહુ રસ છે એટલે એના વિશેના લેખો ગમ્યા. તમે દરેક ફોટા સાથે સ્ત્રોત લાખો છો એ પણ ગમ્યું.

  • લલિત ભાઈ , આપની મુલાકાત ને પ્રોત્સાહન માટે ખુબ આભાર ! આપ પણ ફિલ્મ ના શોખીન છો તે જાણી આનંદ થયો , આશા છે કે ભવિષ્ય માં ફિલ્મ રસિક મિત્રો તરફથી અહીં કેટલીક જોવા જેવી ફિલ્મો વિષે ની માહિતી ની આપલે પણ થતી રહશે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s